મેરેજ લવ - ભાગ 7 Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેરેજ લવ - ભાગ 7

આજે અયાન ને નાના ભાઈ બહેન આરવ અને આરસી ની ટીખળ - મજાક મસ્તી પણ આનંદ આપી રહ્યા. આજે એ લોકોએ આર્યાનું નામ લઈને અયાન સાથે મસ્તી કરી છતાં અયાન ને ગુસ્સો નહોતો આવ્યો. આ બદલાવ અયાનને ખુદને પણ નહોતો સમજાઈ રહ્યો.

રાત્રે જમી પરવારીને બધા હોલમાં બેઠા હતા. આરસી એ નવી ગેમ કાઢી, ચલો ભાભી આજે તો ઝેંગા ગેમ રમવી છે. વ્હોટ? ઝીંગા ગેમ ? એ વળી કેવી રીતે રમાય ?
જો ભાભી આ રહ્યા ઝીંગા ગેમ્સ ના બ્લોક. આ ગેમમાં આવા લંબચોરસ વુડન બિલ્ડીંગ બ્લોક્સ આવે. આ બ્લોકસ ને વન બાય વન આડા અને ઉભા એકબીજા ઉપર ગોઠવવાના અને બિલ્ડીંગ બનાવવાની પછી એમાંથી વચ્ચેથી કોઈપણ બ્લોક ધીમેથી ખેંચીને કાઢવાનો, ઉપર નીચે કે આજુબાજુના કોઈ બ્લોકસ પડવા જોઈએ નહીં. આવી રીતે ગેમ આગળ ચાલે.

અને જો કોઈ થી બ્લોકસ પડી જાય તો ?

જે વ્યક્તિથી બ્લોકસ પડી જાય તેની પનિશમેન્ટ મળે સામેની વ્યક્તિ જે કહે તે કરવાનું ..

કેવી પનિશમેન્ટ ? આર્યા એ વધારે જાણકારી મેળવવા પૂછ્યું.

ઓહો ભાભી સિમ્પલ , આપણે જે પનિશમેન્ટ આપવી હોય તે આપી શકાય , આ તો ગેમ છે એટલે હસી મજાક જ હોવાનું એટલે કોઈને ગીત ગાવાનું, લીંબુ ચુસવાનું, મરચું ખાવાનું કડવો લીમડો ચાવવાનો કે લીમડા નું દાતણ કે ડાન્સ કરવાનું મૂડ પ્રમાણે ગમે તે પનિશમેન્ટ આપી શકાય.

અરે યાર આટલી સરસ ગેમ છે, વળી નવી ગેમ છે પૂછવાનું શું હોય ? બધા રેડી જ છે આમાં કોઈ ના થોડું પાડવાનું છે ? એકચ્યુલી ના પાડવાની જગ્યા જ નથી બધાએ કમ્પલસરી રમવાનું જ છે. ઓકે ડન ? બધાએ રાઉન્ડ વાળી બેસી જાવ આરવ બ્લોકસ ગોઠવતા બોલ્યો.

મારે નથી રમવું તમે બધા રમો હું બેઠા બેઠા જોઈશ સોફા પર બેઠક જમાવતા અયાન બોલ્યો.

કેમ પનીશમેન્ટ થી ડરી ગયા ? અયાન ભાઈએ તો અત્યારથી જ હાર સ્વીકારી લીધી
એવી કોઈ વાત નથી એમાં ડરવાનું શું હોય ? અને પનીસમેન્ટ તો એને મળે ને જે હારે આ બંદા ક્યારે હારતા નથી શું સમજયો ? અયાન કોલર ઊંચો કરતા બોલ્યો.

અચ્છા? તો આવી જાવ મેદાનમાં, આજે તો ગેમ થઈ જાય, કોણ બંદો જીતે છે અને કોને પનિશમેન્ટ મળે છે હમણાં જ ફેંસલો થઈ જશે આરવે આરસી સામે આંખ મિંચકારતાં અયાન ને પાણી ચઢાવતા કહ્યું .
હા ચાલો હું રેડી છું અયાને બેઠક લેતા કહ્યું.
બધા ગેમનો આનંદ ઉઠાવવા લાગ્યા. ગેમ નવી હતી પણ બધાને રમવાની મજા આવી રહી હતી. થોડીવારમાં આર્યા થી બ્લોક પડી ગયા. અરે વાહ મજા પડી ગઈ આરવ અને આરસી પનિશમેન્ટ આપવાની રાહ જોઈને જ બેઠા હતા.
આર્યા ભાભી તમે તો ફેવરિટ છો અને વળી અમારી જ ટીમના છો તો તમને બહુ આકરી પનીસમેન્ટ નથી આપવી ચલો તમારા માટે એકદમ ઈઝી પનિશમેન્ટ તમારા મધુર કંઠ વડે એક સરસ મજાનું ગીત સંભળાવી દો.
ઓકે ઠીક છે આપની આજ્ઞા સર આંખો પર હમે યે સજા મંજૂર હૈ આર્યા અંદાજમાં બોલી.
અયાન અપ્લક નજરે આર્યા ને જ જોઈ રહ્યો હતો આજે એની બધી જ અદા વ્હાલી લાગી રહી હતી.
આર્યાએ ગળુ ખંખેરી અયાન સામે જોઈ ગાવાનું શરૂ કર્યું.
" હાં કહે દે યા ના કહે દે
તુજપે છોડા હે યે ફેંસલા
મગર જી ન પાઉંગી મૈં
હાં મર જાઉંગી મૈં
પ્યાર તેરા અગર ના મિલા "

અરે વાહ વાહ ભાભી ક્યા બાત હૈ ! હવે એક ગીત મારી પસંદ નું આરવે કહ્યું
પણપણ પનિશમેન્ટ તો એક જ ગીત ગાવાની હતી આર્ય માથું ધુણાવી ના પાડતા બોલી.
આવું ના ચાલે ભાભી પ્લીઝ ભાભી પ્લીઝ.. પ્લીઝ.. પ્લીઝ ... આરસીએ દયામણું મોં કરતા કહ્યું.
ઓકે ઠીક છે પણ એક જ લાઈન..
ચલેગા.. ચલેગા..

" અબ તો હૈ તુમસે હર ખુશી અપની
તુમપે મર મીટના હૈ જિંદગી અપની
હો.. હો.. અબ તો હે તુમસે હર ખુશી
અપની "

અયાન તો અવાચક બની સાંભળી રહ્યો , શું અવાજ છે યાર .. કોઈ આટલું સરસ કેવી રીતે ગાઈ શકે ?
શું વાત છે ભાઈ ક્યાં ખોવાઈ ગયા ? સપનાની દુનિયામાંથી બહાર આવો ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ આરસીએ અયાનને ચુંટીઓ ભરતા કહ્યું.

પ્રેમના તો રંગ જ અલૌકિક હોય શું અયાન પર પણ પ્રેમના રંગ ચઢી રહ્યા છે ?
મોહબ્બત રંગ લાતી હૈ મગર
આહિસ્તા - આહિસ્તા
પ્રેમની અને નફરત ની આ જંગમાં કોણ જીતશે? જાણવા માટે વાંચતા રહો....