તું ઠીક છે ને? E₹.H_₹ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું ઠીક છે ને?

તું ઠીક છે ને?? સાંભળ ને .. તું ઠીક છે ને? માત્ર પાંચ અક્ષરનું આ વાક્ય વેન્ટિલેટર પર આવી ગયેલ સંબંધમાં નવો પ્રાણ ફૂંકવા સક્ષમ છે. કદાચ એમ પણ બને કે આ પાંચ અક્ષરો જ આપણા પ્રેમનું કબૂલાતનામું બની જાય...! પણ જરા સંભાળીને દરેક વખતે એને પ્રેમ છે એમ જ ના સમજી લેતા .. કારણ એ તમારા માટે ચિંતિત હોય તોપણ પૂછી શકે છે.?? પણ સાચે જ..જે પીડામાં આપણે દિવસો અને મહિનાઓ કાઢી નાખ્યા, એ પીડા પર કોઈ પોતાના ખાસ વ્યક્તિ ના મોઢે આ પાંચ અક્ષરો...સાંભળીએ એ જ મલમ બની જાય હેને ?? જેની રાહ જોવામાં ઘણું બધું ભૂલાતું રહ્યું હોય.. એ રાહનો અંત એટલે આ પાંચ અક્ષરો...
પ્રેમ હોય કે દોસ્તી પણ એના માટે થઈને અક્કડ વલણ દાખવી રહ્યાં હોઈએ છીએ , એ અક્કડતાનું પડી ભાંગવું એટલે આ પાંચ અક્ષરો... હું તને પ્રેમ કરું છું એથી પણ વધુ રાહત આપનાર, દિલના તાર હલાવી વેરવિખેર કરી નાખનાર છે આ પાંચ અક્ષરો...

આ માત્ર પાંચ અક્ષરો જ નથી, પણ આપણા જીવનમાં વગર પરમિશને ઘૂંસીને, ત્યાં અડ્ડો જમાવીને બેઠેલા પ્રિયજનની આપણા પ્રત્યેના સમર્પણની એક એવી સાબિતી છે, જે સાચા દિલ થી કહે છે, તું ઠીક હોય એ મારી પહેલી પ્રાથમિકતા છે અને તને ઠીક રાખવા માટે ખાલી હું એક કાફી છું.

આપી રાખજો ને સરનામું,
ક્યારેક આવવાનું થશે તો આવીશું...

સંબંધ લોહી ના નથી તો શું થયું,
લાગણી રાખજો ને અમે નીભાવિશું...!!

શું કહું એ ઈશ્વરની એક ખૂબસુરત કલાકૃતિ માટે... બે પળ જ કાફી હતી એના પ્રેમમાં પડી જવા માટે..!

મન મનની શાંતિ શોધતું હોય છે,અને મન ત્યાં જ આશા રાખે છે,જ્યાં એને કોઈ પોતાનું મળે....
જીવનમાં ઘણીવાર સુખ અને દુઃખ નાં અધ્યાય આવે છે. આ સમયે આપણને નજીકના માણસો એટલે કે નજીકનાં સગાસંબંધી કે ખાસ મિત્રો યાદ આવે, જેને ગળે મળી આપણી લાગણીને વ્યક્ત કરી શકીએ. એ સમયે એમને ગળે લગાવવાથી આપણને ભાવનાત્મક રીતે ટેકો મળે રહે છે...

આવીને એક વાર તું મને ગળે લગાડી સુવડાવીશ.. પ્રેમની હુંફ આપીશ.. તો ઉઠતા તું સૂરજ નહીં દિશે બસ હું જ તને દેખાઈશ..!!
વધાવી લઉં.. આજની છેલ્લી પરોઢ દિલથી માણી લઉં. હરદર્દને આવજો કહી સઘળું ભૂલાવી દઉં... ગતવર્ષના સપનાઓને નજરકેદ કરી લઉં, આવનાર નવા વર્ષને ઉમંગથી વધાવી લઉં.

ચિંતા એ જ વ્યક્તિની કરવી ગમે, જેને પોતાનાથી વધુ આપણી કદર હોય

કાશ !! મળે મને એ ક્ષણો.. જૂની પૂરીની યાદોમાં ભીંજાઈને લાગણીઓ જે ભૂલાઈ ગઈ હતી એને જીવું ને ફરીથી યાદ કરું.. બધા માટે છોડી હતી જે ઈચ્છાઓ મારી એની વાત કરું..

સબંધોમાં વધારે નહિ પણ બે ચાર જગ્યા એવી રાખવી કે જ્યાં કોઈ હિસાબ ન હોય, ફક્ત વહેંચવાનો આનંદ હોય.

મતલબ ના હોય તો લોકો બોલવાનુ શું જોવાનું પણ છોડી દેશે એટલે બધી આશા અપેક્ષાઓ ફક્ત તમારા પાસેથી જ રાખો...!!

દરેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે, અને અંત એક અનુભવથી !!...

દરરોજ તમને શુભ સવાર
કહેવાનો એક જ આશય છે કે
મુલાકાત ભલે ને ગમે ત્યારે થાય પણ
તમારી સાથેની લાગણી અનુભવાતી રહે !!

દોસ્તો …2023માં કઈ એવી પ્રતિજ્ઞા લીધી હતી..24 આવતા આવતા પણ એમની એમ જ રહી …
જે પૂરી કરવા પાછી 24માં પાછી લીધી …

બોલતા તો કુદરતી રીતે આવડે છે,, પરંતુ મૌન રહેવાનુ તો સમજદારી પૂર્વક જ શીખવું પડે છે... જય શ્રી કૃષ્ણ
#H_R