ચોરોનો ખજાનો - 49 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 49

आजाद चिड़िया


सीरत: सुनिए दिवान साहब, अब से आगे राज साहब जिस तरह कहेंगे उसी तरह हम आगे बढ़ेंगे। हम अपनी जुबां से नही मुकरेंगे। आज से वो हमारे कप्तान है और हम उनके हिसाब से इस सफर की शुरुआत करेंगे। જ્યારે દિવાન પોતાના સાથીઓને લઈને તારિસરા જઈ રહ્યો હતો ત્યારે સીરતે તેને ફોન કર્યો અને જહાજની બધી જ જવાબદારી હવે પછી રાજ ઠાકોરને સોંપી દેવા માટે કહ્યું.


दिवान: ठीक है सरदार, जैसा आप कहे। દિવાન પોતાના સરદારનો હુકમ માનવા માટે હંમેશા તૈયાર જ હતો.


જ્યારે દિવાન પોતાના સાથીઓ સાથે તારીસરાં તેમના સિક્રેટ લોકેશન ઉપર પહોંચ્યો ત્યારે તે ત્યાં જહાજને જે રીતે તૈયાર કરવામાં આવ્યું હતું તે જોઇને થોડીક વાર માટે તો પોતાનું બધું જ દુઃખ ભૂલી ગયો. તે ફાટી આંખે જહાજને જોઈ રહ્યો.


જ્યારે તે ફિરોજ અને ડેની સાથે અહીથી સિરતને મળવા માટે ગયો હતો ત્યારે જહાજની જે હાલત હતી એની સાપેક્ષે આટલા દિવસોમાં જહાજ ખુબ સારી રીતે તૈયાર કરી દેવામાં આવ્યું હતું.


પહેલા જે જહાજ હતું એમાં ઘણાબધા ફેરફાર કરવામાં આવ્યા હતા. અત્યારના સમય પ્રમાણે તેમાં જે જરૂરી હતા તે, તેમજ આ સફર માટે જે જરૂરી હતા તેવા ઘણાબધા ફેરફાર કરવામાં આવ્યા હતા. જહાજ એકદમ નવા જેવું અને અલગ દેખાઈ રહ્યું હતું, પણ તેની જે સિસ્ટમ હતી એમાં વધારે કંઈ ફેરફાર નહોતા કરવામાં આવ્યા.


જે જરૂરી સામાન હતો એને જહાજ ઉપર લાદી દેવામાં આવ્યો હતો. એના સિવાય જે સામાન અને લોકો આવવાના હતા તેમના માટે અને સુરક્ષાની દૃષ્ટિએ જહાજને ખુબ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું.


જહાજમાં નાની મોટી ઘણીબધી ચેમ્બરો બનાવવામાં આવી હતી. આ ચેમ્બરોને લીધે જહાજ એકદમ ભવ્ય દેખાઈ રહ્યું હતું. તેમાં રહેલી ચેમ્બરોને અલગ અલગ રીતે વહેંચવામાં આવી હતી, જેમ કે ક્લિનિક, લાઇબ્રેરી, લેબોરેટરી, (પાણી, જમીન અને પવનની દિશા અને ગતિ માપવા માટે એક અલગ ચેમ્બર,) ખાસ લોકો જેવા કે સરદાર અને કેપ્ટન તેમજ બીમાર લોકો માટે અલગ ચેમ્બર, હથિયારો માટે એક ચેમ્બર એમ અનેક ચેમ્બરો જહાજમાં બનાવવામાં આવી હતી.


જહાજ જ્યારે જમીન ઉપર ચાલે ત્યારે તેમાં ઇંધણ વપરાય અને જ્યારે પાણીમાં ચાલે ત્યારે તેને હલેસાથી ચલાવી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.


જહાજમાં કુવાસ્તંભ અને સઢ ઉપર ફરકાવવામાં આવેલા વાવટા (ધજા)માં તેમના દળનું નિશાન લગાવવામાં આવેલૂ હતું. આ જે નિશાન હતું તે સરદાર રઘુરામ અને તેમના દરેક સભ્યોએ આપેલા બલિદાનનું પ્રતિક હતું. તેમની એકમાત્ર મંજિલ કે જે દેશને આઝાદ કરાવવો તે હતી, તે મુજબ આ જહાજનું નામ આઝાદ ચિડિયા રાખવામાં આવેલું હતું. આ નિશાનમાં તેમની કુળદેવી માતાના આશીર્વાદ માટે ત્રિશૂળ અને જહાજના નામ માટે બે પાંખો બનાવવામાં આવેલી હતી.





જહાજની બહારની દીવાલોને પણ ફરીવાર રંગવામાં આવી હતી. જહાજની જમણી બાજુએ મોટા અક્ષરોમાં હિન્દી ભાષામાં આઝાદ ચિડિયા લખેલું હતું.

જહાજમાં બનાવવામાં આવેલી ચેમ્બરોમાં ૨૫૦ થી ૩૦૦ જણ આરામથી રહી શકે એવી વ્યવસ્થા અને તમામ પ્રકારની સુવિધા તૈયાર કરી રાખવામાં આવી હતી.

જહાજનું તળિયું રોઝવુડ, સાલ અને સાગ એમ ત્રણ પ્રકારના મજબૂત અને ટકાઉ લાકડાના ત્રણથી ચાર જાડા પાટિયાના કવરથી બનાવવામાં આવ્યું હતું. આ પાટિયા એકબીજા સાથે એટલી મજબૂતાઈથી જોડવામાં આવ્યા હતા કે તેમની વચ્ચે ધૂળ કે રેતી તો શું પાણી પણ પ્રવેશી ન શકે. આ પાટિયાના કારણે જહાજનું તળિયું એટલી હદે મજબૂત બન્યું હતું કે તે ભયંકરમાં ભયંકર તોફાનોનો સામનો કરી શકે.

આ તળિયાની નીચેના ભાગે જમીન ઉપર ચાલી શકાય એના માટે ટેન્કની જેમ મજબૂત ધાતુના બનેલા પાટા જેવી રચના બનેલી હતી જેના લીધે જહાજ જમીન ઉપર ચાલે ત્યારે તેનો તળિયાનો ભાગ ઘસાય નહિ. આ પાટા જેવી રચના અતિશય મજબૂત અને તાકાત વાળી રચના હતી જે જહાજને જમીન ઉપર આગળ ધકેલતી હતી.

જહાજનું એંકર (લંગર) અંદરથી પત્થર અને તેની ઉપર મિક્સ ધાતુનું મિશ્રણના કવર વડે બનાવવામાં આવેલું હતું.

કેપ્ટનની અલગથી જે ચેમ્બર બનાવવામાં આવી હતી ત્યાંથી જહાજની બહારની દરેક દિશામાં શું ચાલી રહ્યું છે અને તેમની આગળ બીજા કોઈ જહાજ કે અન્ય વસ્તુઓ હોય તો તરત જ દેખાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જો કે એના માટે રાજ ઠાકોરે પોતે ઉપર રહીને આવી રીતે તેની ચેમ્બર બનાવડાવી હતી.

પોતાની ચેમ્બરની અંદર રાજ ઠાકોર પોતાની સાથે પેલા બે આર્કિટેક્ટ સાથે બેઠો હતો. આમ તો એણે લગભગ બધા જ ઇન્સ્ટ્રક્શન ખૂબ સારી રીતે સમજી લીધા હતા પણ તેમ છતાં તે આ બંને આર્કિટેક્ટ ને પણ પોતાની સાથે આવવા માટે રિકવેસ્ટ કરી રહ્યો હતો. ન કરે નારાયણને કદાચ ક્યાંક એવું બને કે આ સફરમાં એમની જરૂર પડી જાય.

ઘણા કાલાવાલાને અંતે તે બંને પણ આ સફરમાં આવવા માટે રાજી થઈ ગયા પણ સફર દરમિયાન તેમના ઉપર આવનારી મુસીબતો સામે રક્ષણ આપવાની જવાબદારી રાજ ઠાકોર પોતાની માથે લે તો જ તે આવશે એવું પ્રોમિસ તેમણે કરાવ્યું, જેના માટે રાજ ઠાકોર તૈયાર જ હતો.

સિરતના કહેવા પ્રમાણે પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદે તેમને આગળ વધવાનું હતું.

જો કે રાજ ઠાકોર પણ સમજતો હતો કે તેમની મંજિલ સુધી પહોંચવા માટે તેઓ લુણી નદીમાં તો આગળ વધી શકે તેમ નહોતા. જ્યારે આ નદી વાટે જહાજને આ જગ્યાએ લઈ આવવામાં આવ્યું હતું ત્યારે એટલા પુલ કે એટલાં ડેમ નદી ઉપર બાંધવામાં નહોતા આવેલા. પણ અત્યારે નદીમાં ન તો એટલું પાણી હતું અને ન તો જઈ શકવા માટે એટલી ક્લિયર નદી હતી.

તેમને નકશા પ્રમાણે ચાલવા માટે બોર્ડર ઉપર ચાલવું જરૂરી હતું. આમેય નકશા સિરત પાસે હતા અને ત્યાંથી પણ સિરત અને ત્યાં ઉપસ્થિત બાકીના સાથીઓને લેવા માટે આ રસ્તો જ યોગ્ય હતો એટલે તેઓ નદીથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા હતા.

કેપ્ટનની ચેમ્બરમાં તેઓ ત્રણેય બેઠા બેઠા એ બાબતે ચર્ચા કરી રહ્યા હતા કે આ જહાજને કઈ જગ્યાએથી નદીમાંથી બહાર કાઢવું..? એના માટે સમતલ અને નીચો કિનારો મળવો પણ જરૂરી હતો અને એના સિવાય જહાજનું બેલેન્સ અને બીજી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હતું. જો કે રાજ ઠાકોર પોતે તો મનમાં એટલો મજબૂત હતો કે તે આ બધું જ ખુબ સારી રીતે સંભાળી લેશે.

ચેમ્બરની બહાર સુમંતની સાથે બલી અને તેના ખાસ માણસો ઊભા હતા. દિવાન તેમનાથી થોડે દૂર ફિરોજ સાથે ઊભો હતો. તે જ્યારે હવેલીથી નીકળ્યો ત્યારે તેણે ફિરોજને પણ પોતાની સાથે લીધો હતો. ફિરોજ ઉપરનો ગુસ્સો હજી સુધી સુમંત ના મનમાંથી ઓછો થયો ન્હોતો એટલે તે દિવાનની સાથે પણ થોડોક નારાજગીથી વાત કરી રહ્યો હતો.

તેમણે હવે સફરની શરૂઆત માટેની દરેક તૈયારીઓ કરી લીધી હતી અને આ વખતે કોઈ પણ ભૂલ વગર તેઓ નીકળવા માટે તૈયાર હતા. સુમંતના હસ્તે માતાનું નામ લઈને એકવાર જહાજની પૂજા કરી અને એનો પ્રસાદ દરેક જણે ખુબ ભાવ સાથે લીધો. જો કે રાજ ઠાકોરને આ બધાથી કંઈ મતલબ ન્હોતો. એને તો કેપ્ટન થવું હતું એટલે તે એની જ તૈયારીઓમાં લાગેલો હતો.

કેપ્ટન બન્યા પછી તેમના દળના દરેક સભ્યની સુરક્ષાની જવાબદારી રાજ ઠાકોર ઉપર આવવાની હતી એ વાત તે બિલકુલ ભૂલ્યો ન્હોતો. ઘણુંબધું વિચારીને તે એકવાર ચેમ્બરની બહાર આવ્યો.

राज: हमे कोई ऐसी जगह ढूंढनी होगी जहां से हम जहाज को नदी से बाहर निकाल सके। दिवान साहब, क्या आप मेरे लिए एक काम करेंगे प्लीज? દિવાન પાસે જઈને પ્રેમથી રીકવેસ્ટ કરતા રાજ ઠાકોર બોલ્યો.

दिवान: हां हां कप्तान, बोलिए। आप जो कहेंगे हम जरूर करेंगे। हम इसीलिए तो यहां है। हम एक परिवार है। कहिए मुझे क्या करना है? દિવાન અને ત્યાં ઉપસ્થિત દરેક જણ તેમના કેપ્ટનના દરેક આદેશને માનવા માટે તૈયાર ઊભા હતા.

राज: आप आगे जा कर एकबार देख लीजिए की कहां से हम जहाज को नदी से बाहर निकाल सकते है। हमे उस केलिए एकदम समतल और बिना ऊंचाई का किनारा ढूंढना होगा। રાજ ઠાકોર પોતાની વાત દિવાનને સમજાવતા બોલ્યો.

दिवान: ठीक है, हम अभी देखकर आते है। દિવાન પોતાના કેપ્ટનના આદેશને માનતા બોલ્યો.

फिरोज: एक मिनिट, दिवान साहब। मैं इस नदी को अच्छे से जानता हु। मुझे पता है की हम इसे यहां से बाहर किस जगह से निकाल पाएंगे। उस केलिए देखने जाने की जरूरत नहीं है। દિવાન જ્યારે ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે જ ફિરોજ તેને રોકતા બોલ્યો. તે જાણતો હતો કે કઈ જગ્યાએથી જહાજને નદીમાંથી બહાર કાઢી શકાશે.

राज: ये तो बढ़िया है। ठीक है, चलो फिर लंगर उठाते है। चलिए सब काम पे लग जाओ। રાજ ઠાકોર ખુશ થતા બોલ્યો.

જહાજ નદીના પહોળા વિસ્તારમાંથી બહાર નીકળી અને નદીના પ્રવાહ વિરૂદ્ધ ધીમે ધીમે આગળ વધ્યું. સુમંત ના આદેશ મુજબ અમુક મજબૂત માણસો જહાજને હલેસાં વડે આગળ ચલાવી રહ્યા હતા. સુમંત, દિવાન, ફિરોજ, બલી અને બાકીના લોકો સાથે રાજ ઠાકોર નદીના પ્રવાહનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેઓ સાથે સાથે સમતલ અને નીચો કિનારો પણ શોધી રહ્યા હતા.

फिरोज: वहां पर किनारा थोड़ा ही ऊंचा लग रहा है, मुझे लगता है हम वहां से नदी में से बाहर निकल सकते है। અચાનક એક સમતલ અને નીચો કિનારો જોઈ ફિરોજ બોલ્યો. તે ત્યાંથી જહાજને બહાર કાઢી રણની ધૂળમાં જ આગળ વધવા માટે રાજ ઠાકોર ને રસ્તો બતાવી રહ્યો હતો.



કેવી હશે તેમની આ સફર..?
પેલો નારાયણ એક અંગ્રેજની મદદ કેમ કરે છે?
શું ડેની તેમની પાસેથી આઝાદ થઈ શકશે..?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'