ગુમરાહ - ભાગ 47 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 47

ગતાંકથી....
સારું, હું ત્યાં જઈશ. પણ આપ એ જણાવી શકશો કે ,તેને ઉઠાવી જનાર કોણ છે ?"

પહેલો તમે...ઉઉઉફ...તે આદમીને મેલવો. તેનો પત્તો મેલવશો એટલે આપોઆપ... તે કહેશે.... અને ઉફફ... જો તે નહિ કહે તો પછી તમારી એડિતર મિ. લાલચરણને પૂછી જોજો."

સંદીપ ચોંક્યો. લાલચરણ ને પૂછી જો જો એટલે શું ?
શું લાલચરણ આ કાવતરામાં સામેલ છે? તે 'લોક સેવક 'અને 'લોક સત્તા' વચ્ચેની ચકમક થઈ વાકેફગાર હતો .

હવે આગળ...

તેને લાલ ચરણનું જ આ કામ હોય એ બનવા જોગ લાગ્યું. રાયચુરાએ 'તમારા એડિટર મિ. લાલ ચરણ 'એમ કહ્યું તે ઉપરથી તે લાલચરણ હાલ 'લોક સેવક'માં નથી એમ નહિ જાણતો હોય એવો શક સંદીપને પડ્યો છતાં તેણે રાયચુરાના જ્ઞાનની કસોટી કરવા સવાલ કર્યો:

"'લોક સત્તાવાળા' લાલ ચરણને પૂછ્યું ને સાહેબ?"

હરવાયા રે..... તમે! ઉઉઉફફ.... 'લોકસત્તા'વાલો શેનો? એ તો તમારી 'લોક સેવક'ની હાફિસ વાલો... ઉઉફ ભેજું ખાઈ નાખ્યું... જાઓ બાવા. જાઓ.... હું કહું છ તેનો લાભ ઉથાવો; નહિંતર... ઉઉઉફ ...તમે તમારું જાનો... ઓ ઇઇઇ..."

સંદીપ હવે રોકાયો નહિં .સલામ કરી તે વિદાય થયો. ઓફિસની ચાવી તેની પાસે હતી તેથી પહેલો ઓફિસે ગયો. સારા નસીબે બાબુલાલ અને બીજા કેટલાક કમ્પોઝિટર ત્યાં આવેલા હતા. સંદીપે ચાવી બાબુલાલ ને આપી દીધી અને 'હરેશનો પતો મળે તેમ છે તેના માટે સાન્તાક્રુઝ જાઉં છું ' એમ કહીને,વધુ કાંઈ ન કહેતા સ્ટેશને જઈ લોકલ માં બેસી તે સાન્તાક્રુઝ તરફ ઉપડી ગયો .પોતાનો નવો માલિક પૃથ્વી ખૂબ સાહસિક છે તો પોતે પણ તેવુ જ સાહસિક બનવું જોઈએ એમ ધારીને તેણે બીજા કશા નો વિચાર કર્યા વિના હરેશને ભેદી ભોંયરામાંથી જાતે છોડાવી લાવવા નિશ્ચય કર્યો.
સાન્તાક્રુઝ સ્ટેશનને ઉતરીને તેણે રાયચુરાએ બતાવેલી નિશાની મુજબ પાછળના ઘેરી વનરાજી જેવા વૃક્ષોથી ઘેરાયેલો વિસ્તાર જોયો.ત્યાં એક ગંદા ગોબરા છાપરામાં કેટલીક બાટલીઓ ફૂટેલી હતી. કદાચ તેમાં સાંજના સમયે લોકો શરાબની મહેફીલો કરવા આવતા હશે? તેવું લાગ્યું અત્યારે લગભગ અગિયાર વાગ્યાનો સમય હતો એટલે ત્યાં બહુ કોઈ નજરે પડતા ન હતા પણ પાંચ- સાત જણ બેઠા બેઠા વાતો કરતા હતા .પૃથ્વી તે જગ્યાએથી આગળ જઈ અને રાયચૂરાએ આપેલા એંધાણ મુજબ પાછલા ભાગમાં ઝાડની ઘટાઓની વચમાં કુવાની શોધ કરવા લાગ્યો. બેશક વાત તો સાચી હતી. એ કૂવો તેના જોવામાં આવ્યો આસપાસ નજર કરતાં કોઈની ખાસ અવર-જવર જણાય નહિ. સંદીપે એકદમ કૂવાના ચકરાવાની અંદર એક બાજુ લોઢાની સીડી ટાંગેલી હતી તેના દ્વારા કૂવામાં ઉતરવા માંડ્યું. નીચે ઉતર્યો ત્યારે કુવામાં પાણી નહોતું. પણ કોરા પથ્થરની જમીન હતી એમ જણાયું. પણ કુવામાં ઉતર્યા બાદ તેની મૂંઝવણ વધી કારણ કે તેમાં તો અંધારું હતું. તેની પાસે ટોર્ચ કે કંઈ હતું નહિ કે જેનાથી તે અંધારામાં પ્રકાશ પાડી શકે હવે શું કરવું અગાઉથી આ વાતનો ખ્યાલ રાખ્યો હોત તો ઘણું સારું થાત, એમ તેને લાગ્યું આ અંધારામાં ફાંફાં મારી જવું કે કેમ અને કદાચ જતાં જતાં ક્યાંય અથડાય પડાય તો કુવો વપરાશમાં ન હોય ને કોઈ ઝેરી જીવજંતુ કરડી ખાય તો? સંદીપ ગભરાઈ ગયો. તેના મનમાં એક સવાલ તરવરીઓ કે હવે શું કરવું?

સીડી ઉપર પાછા ચડીને ટોર્ચ કે મીણબત્તી લઈ આવવી એવો તેણે વિચાર કર્યો. વળી તે જ વખતે તેને એવો વિચાર કર્યો કે કદાચ રાયચુરાએ મને મૂર્ખ તો નહીં બનાવ્યો હોય ને? આવા અંધારા કુવામાં હરેશને પૂરીને કોઈ બદમાશો જતા રહે તો તો એ બિચારો મરી જ ન જાય? નક્કી વકીલનો નોકર કહેતો હતો તેમ વકીલ ચક્કરમ મગજનો બની ગયો હોવો જોઈએ અને તેથી તેને આવી એક નક્કામી શોધનું કામ મને સોંપ્યું હોવું જોઈએ. પણ પાછો તેને વિચાર આવ્યો : પરંતુ ,વકીલે મને કુવાની આપેલી નિશાની તો સાચી પડી એટલે તેણે કોઈ ખોટીદાનતથી આ ખબર નહિં આપી હોય. હરેશને બદમાશો એ આ કુવામાં નાખ્યો હોય અને તે મરી ગયો હોય, તો એ બદમાશાનું શું જવાનું હતું? જરૂર, તેને અહીં મરવા માટે જ નાખી દીધો હોવો જોઈએ. માટે તપાસ તો કરવી જ જોઈએ." આવો નિશ્ચય કરીને તે મીણબત્તી કે ટોર્ચ લેવા જવા માટે બહાર નીકળવા લોખંડની સીડી ઉપર ચડવા લાગ્યો ત્રણ ચાર પગથિયાં તે ચડ્યો ત્યાં તો એક માણસ તે જ કુવામાં તે જ સીડી મારફત નીચે ઉતરતો તેના જોવામાં આવ્યો ! "હં કંઈક તો ભેદ છે ખરો. લાવ ,હું એક બાજુ છુપાઈ રહું. એમ મનમાં ગણગણી ને સીડી ઉપરથી ઉતરી ગયો અને એક બાજુ ઊભો રહ્યો. તે જ્યાં ઊભો હતો ત્યાં પાછળ કુવાની ગોળ દીવાલ હતી. પોતાના બંને હાથ તે દિવાલ સરસા અડકાડીને તે ચૂપચાપ ઊભો ઊભો પેલા નીચે આવનારને જોઈ રહ્યો.

થોડીક જ ક્ષણમાં તે માણસ નીચે આવ્યો અને પછી તરત જ પોતાના હાથમાં ને એક નાની ટોર્ચ કરી તેની અંજવાળું આસપાસ ફેક્યું. ત્યાં તો સંદીપની મૂર્તિ દીવાલ સરખી ઊભેલી જણાય.

આવનાર માણસ કાળો અને પડછંદ કાયાનો હતો. શરીર ઉપર માત્ર એક ટૂંકું બાંડિયુ પહેરેલું હતું. ખભે લાલ રૂમાલ જેવો કટકો લટકતો હતો કેડથી ઢીંચણ સુધી તેણે નાના ધોતિયા નો કછો માર્યો હતો. તે ધોતિયા ઉપર રૂપાની એક કેડ સાંકળી હતી. એક પગમાં રૂપાનો તોડો પહેરેલો હતો. તેના એક હાથમાં ટોર્ચ હતી અને બીજા હાથમાં કપડાની એક પોટલી હતી. સંદીપને જોતા તેણે દાંત કચકચાવીને ઘાટી લોકોની ભાષામાં પૂછ્યું : "કેમ રે ?અહીં કેમ આવ્યો છે? કોણ છે તું મોટો બાજીરાવ?"

તેના દેખાવ ઉપરથી અને કઠોર મોટા ઘાંટા ઉપરથી તેમજ કુવાની ઊંડાણમાંથી અવાજ નીકળતો હોવાને લીધે તેનો પડઘો પડી રહેતો હોવાથી ભયાનકતા નું વાતાવરણ સંદીપના હૃદય ઉપર જામ્યું .કદી આવે પંચાયતમાં કે આવા ધાંધલમાં પોતે પડેલો નહિં . પહેલી જ વાર તે પૃથ્વીની સ્પર્ધા કરવા માટે આ કામ કરવા તત્પર થયેલો ને તેમાં અણધારી બલા આવી. હવે શું કરવું ?એ તો કાંઈ જવાબ દઈ શક્યો નહિ અને પોતાના હાથ દિવાલ ઉપર આમતેમ ફેરવવા લાગ્યો. પહેલાને જવાબ ન મળ્યો એટલે તે વધારે ગુસ્સે થયો અને પૂછવા લાગ્યો : "બહેરો છે કે શું ? મૂંગો છે? જવાબ દે?"
પણ સંદીપ શું જવાબ દઈ શકે? ઘાટીનો ગુસ્સો હવે તો ૨૧૦ડિગ્રી પર ગયો. તેણે પોતાના પગની એક લાત સંદીપને લગાવી દીધી.
"હું અમસ્તો જ અહીં આવ્યો છું. તેણે જમીન પર ગબડતા જ જવાબ દીધો.
"અમસ્તો શા માટે આવ્યો ?તુ છાપા વાળો જ હોવો જોઈએ. મને ખબર જ અપાયેલી છે કે કોઈ છોકરા જેવો છાપા વાળો જરૂર આવશે અને તું આવ્યો .બોલ, તું છાપા વાળો છે કે નહિ ?"ઘાટી એ પૂછ્યું.
"ના. ના. છાપા વાળો નથી."

"જૂઠું બોલે છે? ધોડું કંઈ તારા જેવું મૂર્ખ નથી." એમ કહી તેણે પોટકી નીચે મૂકી દીધી અને જે દિવાલ પર સંદીપ હાથ ફેરવતો હતો તે જ દિવાલમાં નો એક ખીલો દબાવ્યો એટલે એક બારણું ખૂલ્યું .આ પડછંદ કાયા ના ઘાટીએ તે બાદ સંદીપનો હાથ ઝાલીને તેને ઘસડીને ઉભો કર્યો અને બે ચાર ધબ્બા લગાવી દઈને એક ધક્કો મારી તેને તે બારણા ની અંદર ધકેલી દીધો. બારણું બંધ થઈ ગયું.

હવે શું થશે સંદીપ નું????
જાણવા માટે વાંચો આગળ નો ભાગ...
ક્રમશઃ...