નાની પણ ચોટદાર - 7 Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાની પણ ચોટદાર - 7

1258.
*ભેગું એની પાસે જ થાય છે , જે વહેંચી શકે છે.,,,*
*પછી ભલે એ પ્રેમ હોય, પૈસો હોય, ભોજન હોય કે માન સન્માન હોય .*

*સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે..*
*અને*
*સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે...*
1259.

*અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે...*
*એ સુગંધ ભલે નથી આપતા*
*પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત ઢાંકે છે...*

*જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે...*
*એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે...*
1260.
*પંખી માળો ગૂંથે છે,*
*એ મૂરત નથી જોવડાવતાં,*

*કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.*

*એમના ઘર ભાંગતા નથી,*
*કારણ કે એ માળા ગૂંથે છે ! *

*બદલાતા લોકો , બદલાતા સંબંધો અને બદલાતી ૠતુ..*

*આ ત્રણ દેખાતા નથી, પણ મહેસુસ જરૂર થાય છે...!!!*
1261.
*પંખી માળો ગૂંથે છે,*
*એ મૂરત નથી જોવડાવતાં,*

*કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.*

*એમના ઘર ભાંગતા નથી,*
*કારણ કે એ માળા ગૂંથે છે ! *

*બદલાતા લોકો , બદલાતા સંબંધો અને બદલાતી ૠતુ..*

*આ ત્રણ દેખાતા નથી, પણ મહેસુસ જરૂર થાય છે...!!!*
1262.
*કોઈપણ સમસ્યાનું સમાધાન *
*એ વાત ઉપર નિર્ભર કરે છે કે*
*સલાહકાર કોણ છે.....*
*કારણ કે દુર્યોધન શકુની પાસે થી*
*સલાહ લેતો હતો...*
*અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી*.....

*દરેક પગથિયે ઈચ્છા ની બલી ચડે છે,*
*ત્યારે જ કોઈ સફળતા ની સીડી ચડે છે...*
1263.
*લાગણી...પ્રેમ...ચિંતા...*
*કાળજી...યાદ અને...ગુસ્સો...*
*બધું સાથે હોય એટલે ..સંબંધ...*

*બાકી તો....ઓળખાણ...!!!*

*બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો*
*કારણ કે*
*દુનિયા જીતીને પણ સિકંદર ખાલી * *હાથે જ ગયો..*
1264.
*સહનશક્તિ એ ઉચ્ચ કક્ષાની તાકાત છે.. *
*જયારે બદલો લેવાની ભાવના નબળાઈની પહેલી નિશાની છે... *

*અભિમન્યુ ની એક વાત યાદ રાખવા જેવી છે *
*હિંમત થી હારજો પણ હિંમત ક્યારેય ના હારતા*
*બાકી ચક્રવ્યુહ રચવા વાળા આપણાં જ હોય છે..*
*કાલે પણ એ સત્ય હતું આજે પણ એ સત્ય છે ...*
1265.
*સાચા રસ્તે ચાલવાનો *
*લાભ એ મળ્યો કે,*
*આખા રસ્તે ક્યાય ભીડ*
*જ જોવા ના મળી...*
*સુખ પ્રભુને સોપી દઈએ કારણ કે,*
*એ એનું જ દાન છે*
*દુઃખ આપણે સ્વીકારી લઈએ*
*કારણ કે તે આપણી જ ભૂલનું ફળ છે..!*
1266.
માર્કશીટ ની *”ટકાવારી"* ક્યારેય,
તમારું *”ભવિષ્ય"* નક્કી કરતી નથી.

પરિસ્થિતિઓ બાહ્ય * વાતાવરણ * કે *સહારાઓ* કરતા
આપણી *માનસિકતા* પર વધુ આધારિત હોય છે.
ઘણાને *મુશ્કેલીઓ* તોડી મૂકે તો ઘણાને નવેસરથી *જીવવાનું* ઝનૂન આપે.
1267.
*સફળતા* મેળવવી હોય તો
*બદનામ* થવાની પૂરી તૈયારી રાખજો
કેમકે
*સફળતા* ને સાથ આપવા વાળા
લોકો ની સાથે સાથે
*સફળતા* ને પચાવી ના શકે એવા
લોકો પણ સાથે હોવાનાજ......
લોકો ની *ટીકા* થી તમારો *માર્ગ *
ના બદલતા,
*સફળતા* શરમ થી નહીં
*સાહસથી* જ મળશે....
1268.
અરીસામાં *”મુખ”* અને
સંસારમાં *”સુખ”* હોતું નથી
બસ દેખાય છે.....

આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના
*”જ્ઞાન નું અભિમાન”* છે,
પરંતુ કોઈ ને પોતાના
*”અભિમાન નું જ્ઞાન”* નથી....
1269.
*સાચું બોલવું* એ શ્રેષ્ઠ છે..
સાચું સાંભળી લેવું એ *સર્વશ્રેષ્ઠ* છે...
આપણે એવા *સમાજ * માં રહીએ છે જ્યાં
*સુંદરતા* ને *રંગ* થી,
*શિક્ષા ને માર્ક્સ થી,* અને
*સમ્માન * ને *પૈસા * થી જોવામાં આવે છે.
*સંબંધ* હંમેશાં *સુખી કરવા* માટે બાંધવો..
*સુખી થવા* માટે નહી...
1270.
*અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે,*
*તેનો ઈલાજ સમય અને કુદરત જ કરે છે..*
*દિલમાંથી ઉદભવતી લાગણીઓને શબ્દો થી શણગારવા માં ,*
*એટલું મોડું ના કરવું *
*કે...*
*સામેવાળાનું સરનામું જ બદલાઈ જાય...!!*
*”મુંજવણ"* સાથે દોડવું એના કરતા
*”સમજણ"* સાથે ધીમુ ધીમુ ચાલવુ સારુ.
મિત્રો બધાં મારાં વાંચકો ને વિનંતી છે કે comments આપે. મૈં માતૃભારતી થીજ લખવાની શરૂઆત કરી છે.
આપનો આશિષ.