Nani pan Chotdar - 3 books and stories free download online pdf in Gujarati

નાની પણ ચોટદાર - 3

કેવું લાગ્યું : નાની પણ ચોટદાર : પરિવાર મિત્રો મને 6000 comments મળી તે બદલ તમારો આભાર. અત્યારે સમય કાઢી ને પોતાને કઈંક આપવું તે બહુ અગત્ય નું છે. લખુ છું પાર્ટ 3. પ્રસાદી સમજી ને વધાશોજી.
32. *શબ્દો માં પણ_*
*_પ્રાણ હોય છે,_*

*પણ જીભ ને કયાં_*
*_એની જાણ હોય છે,?_*

*કયો શબ્દ કયાં બોલવો એની*
*જ રમત છે*
*બાકી કકકો તો આખી દુનિયા*
*નો સરખો જ છે*...

33. *માણસને જીવનમાં બધુ જ મળે છે ફક્ત એની ભુલ જ નથી મળતી*

*સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો સહન કરવામાં જ છે*
*કારણ કે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા રહી જશો*

34. *હળવાશથી કહેશો તો……*
*કોઈની જોડે કડવાશ નહિ થાય*

*હંમેશા બીજામાં દોષ શોધવો એ પોતે જ દોષી હોવાનું પ્રમાણ છે.*

*ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે*
*કયારેક મિત્ર બનીને*
*કયારેક ગુરુ બનીને*
*તો ક્યારેક સારથી બનીને*
*બસ ઓળખવાની જરૂર છે…*

35. *યુદ્ધ મેદાનનું હોય કે વિચારોનું*
*માણસ ઘવાયા વિના*
*ઘડાતો નથી...*

*કોઈના “હદયમાં” રહેવું એ* *દુનિયાના સૌથી માંઘુ* *દસ્તાવેજવાળુ ઘર છે*

*સમય બદલાય છે જિંદગી સાથે,* *જિંદગી બદલાય છે સમય સાથે,* *સમય નથી બદલાતો આપણી સાથે,*
*બસ આપણા બદલાય છે* *સમયની સાથે*.

36. *જેમના સિદ્ધાંત જ અમીર હોય,*
*તેમનુ ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું *

*સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે,*
*તે એવા લોકોની પણ “ઇજ્જત” કરે છે*
*જેનાથી તેને કોઈપણ જાતના ફાયદાની અપેક્ષા ના હોય*

37. જીવનમાં કંઇક કરવા માંગતા હોય તો
બહેરા થઇ જાઓ, કારણ કે લોકો ની
વાતો તમારું મનોબળ તોડનારી જ હશે...!!

અભિમાન તેને જ હોય છે જેણે સંઘર્ષ કર્યા વગર બધુ મેળવી લીધું હોય છે,
બાકી,
જેણે પોતાની મહેનત થી મેળવ્યું હોય છે તે બીજાની મહેનત ની પણ કદર કરે છે…
38. *કંઈક સારૂ થાય ત્યારે ….*
*જે વ્યક્તિ તમને સૌથી પહેલા યાદ આવે તે વ્યક્તિ જિંદગીનો સૌથી કિંમતી ઈંસાન હોય છે..*

*પાણીનો દુષ્કાળ*
*એક વર્ષને અસર કરે છે,*
*જ્યારે*
*સારા સ્વભાવનો દુષ્કાળ*
*આખી જીંદગીને અસર કરે છે...*

39. *સારો માણસ કેવો હોવો જોઈએ તે વિશે દલીલ કરવામાં વધુ સમય બગાડો નહીં, *
*બસ સારા બનો.*

*ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા*
*જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર, વ્યવહાર અને આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે*

39. *માનવીનો સૌથી મોટો દુશ્મન એનું પોતાનું અભિમાન છે*

*પૈસા અને ઉંમર નું *
*ક્યારેય અભિમાન*
*ન કરવું,*

*કારણ કે*
*જેને ગણી શકાય*
*તે ચોક્કસ*
*ખતમ થાય છે...*

40. *જયારે કોઈનું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સંબંધ પુરા દિલ થી બંધાયો છે!!*

*બે અજાણ્યા લોકો વચ્ચેનું મૌન*
*એક સબંધનું સર્જન કરે છે,*
*પરંતુ બે જાણીતા લોકો વચ્ચેનું મૌન *
*સારા સારા સબંધ તોડી નાખે છે.*
41. *વર્તમાન માં જેટલી નિષ્ઠા , ભવિષ્ય માં એટલી જ પ્રતિષ્ઠા હશે.*

*નિરાશા જ્યારે ક્રોધ ઉપર આધિપત્ય જમાવી દે..*
*ત્યારે તેનું પહેલું આક્રમણ વિવેક ઉપર થાય છે...!*

*જેવી રીતે મોકો આવ્યે સત્ય બોલવું તે સાહસ છે..*
*તેવી રીતે શાંત ચિત્તે સત્યને સાંભળવું પણ સાહસ જ છે..!*
42. *સાજા થવું હોય તો જેનાથી બીમાર થયા હોય એનો ત્યાગ કરવો પડે..,*
*પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વિચાર...!*

*બગડેલા કેસ ને સુધારે એ સારો 'વકીલ' કહેવાય,*
*પણ જે કેસ ને બનવા જ ન દે એ 'વડીલ' કહેવાય !*
43. *સત્ય મૌન રહે તો સૌ પૂજે છે...*

*સત્ય બોલવા લાગે તો સૌ ધ્રૂજે છે...*

*સરળ થતા પહેલા બધી બાબત મુશ્કેલ જ હોય છે.*

*ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો,*
*કારણકે*
*નીચે આવતી વખતે એ જ લોકો તમને મળશે*

44. *કોઈપણ કાર્ય માટે વખાણ થવા જરૂરી નથી,*
*પરંતુ કદર થવી જરૂરી છે...*

*આપણે*
*એવો સમાજ રચી બેઠા છીએ કે..*

*જેમાં "ભોળપણ"*
*હાસ્યાસ્પદ ગણાય છે.*
*અને*
*"કપટ"*
*સ્માર્ટનેસ માં ગણાય છે.*

45. *કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈ ને ગુમાવતી નથી,*
*ગુમાવે છે બંને એક બીજાને*
*એકને વહેલો એહસાસ થાય છે તો બીજા ને મોડો...*

*_સારા સંબંધ ટકાવવા આટલું જ કહેજો તમારાં અંગત ને,_*
*_ક્યારેક હું કહી ના શકું તો તું સમજી* *જજે,*
*ક્યારેક હું સમજી ના શકું તો તું કહી* *દેજે._*
46.*વેદ વાંચવા સરળ છે પણ કોઈકની વેદના વાંચવી અઘરી છે*

*મીઠાસ ના બે બોલની પણ કમાલ હોયછે,*
*સાંભળે છે કાન, અને ખીલે છે ચહેરો.*

*કિરણ સૂર્યનું હોય કે આશાનું ,*
*હંમેશા અંધકાર ને દુર કરે છે!!*

47. *જગતમાં દરેકને પૂરતા પ્રમાણમાં જો કોઈ વસ્તુ મળી હોય તો તે "બુદ્ધિ" છે..*

*કારણકે પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ કોઈ કરતું નથી...*

*'કોણ'* ખોટું છે તે જાણવા
કરતાં *'શું'* ખોટું છે તે જાણવું
વધુ ફાયદાકારક હોય છે...!!

*જેનાથી સંબંધ વધુ મજબૂત*
*બને...!!*

48. *”આત્મવિશ્વાસ રાખો, અંધ વિશ્વાસ નહીં."*

*ઈશ્વર કહે છે ...*

*હું સલામતી આપીશ,*
*હું સંપત્તિ આપીશ,*
*હું સગવડ આપીશ,*
*હું સુંદર પરિવાર આપીશ*

*પણ..........*

*સુખી તો જાતે જ થવું પડશે......*

49. *શત્રુને સમજાવવા સરળ છે..,*

*સ્વજનોને સમજાવવામાં તો..,* *સુદર્શનધારી પણ હતાશ થઈ ગયેલાં..!*

*જયારે તમારા મનમાં કોઈ તમારાથી નાનો છે એવો ભાવ થાય*
*ત્યારે સમજી લે જો કે…*
*તમારો “અહમ” તમારા મા મોટો થઈ ગયો છે*

આગળ વધીશ પણ તમારા પ્રેમભરી લાગણીઓ ના શબ્દો થી... બસ ટકોરતા રેહવું પડશે....આશિષ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED