નાની પણ ચોટદાર -1 Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

નાની પણ ચોટદાર -1

તમે બધાં માને વાંચો છો અને comments માં લખીને motivation કરો છો, આભાર. 365 દિવસ ની સરવાણીઓ લખવાનું ચાલુ કરું છું
1.
*આંગળીઓ ભલે અંગુઠા કરતાં મોટી હોય,*
*પણ*
*વેઢા ગણવા તો અંગુઠો જ કામ લાગે...*

દાન આપીને મહાનતા લેવી સસ્તી છે,
પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ
બતાવવી થોડી અધરી છે..!!
2.
*વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવકારો સમય ઉમીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે*

*જિંદગીનું*
*સૌથી લાંબુ અંતર*
*એક મન થી*
*બીજા મન સુધી*
*પહોંચવાનું છે.*
*અને *
*એમાં જ સૌથી વધારે*
*સમય લાગે છે...*
3.
*ઘણીવાર જિંદગીમાં *
*એવા દીવા પણ*
*દઝાડતા હોય છે,*

*જેને આપણે જ *
*પવનથી ઓલવતા*
*બચાવ્યા હોય છે...*

*શું મારી ઝુંપડી*
*ને*
*શું એમનો રાજમહેલ,*

*આખરે તો...*
*એ પણ મહેમાન*
*ને*
*હું પણ મહેમાન...*

*સંપત્તિ કરતાં *
*સંસ્કાર ચઢિયાતા છે,*

*સંપત્તિ હોય તો*
*”વીલ" બને છે*
*અને*
*સંસ્કાર હોય તો*
*”ગુડવીલ" બને છે...*
4.
*ઘરની પોઝિટિવીટી ઘરના માણસોથી બનતી હોય છે.....*
*ઘરમાં કોઈના ચહેરા પર હાસ્ય ન હોય તો લાફીંગ બુદ્ધા પણ કંઈ ન કરી શકે.*

*ખોટી જગ્યાએ જો લાગણીનું ઇન્વેસ્ટમેન્ટ કરશો.*
*તો પ્રોફિટ માં તૂટેલા સપના*
*અને*
*વિરહ ની વેદના સિવાય કાંઈ નહીં મળે...*
5.
*ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો . . .*
*પણ . .*
*સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી . . ! !*

*પૈસાની પરિભાષા પ્રત્યેકનાં જીવનમાં નમક જેવી છે ! *
*ઓછાં હોય તોયે દુ:ખી અને વધારે હોય તોયે દુ:ખી !*
6.
*આજ ના સમયમાં કોઈની સાથે એક*
*સરખો અને એક ધારો સંબંધ જાળવી રાખવો,*
*એ તમારા જીવનની સૌથી મોટી સફળતા છે..*

'*સાથ' અને 'ખભા પર હાથ' કદી બોજ નથી બનતા.*
*પણ, એવા માણસો,*
*જિંદગીમાં રોજ નથી મળતા.*
7.
*"નસીબ"*

*માણસ આ શબ્દ નો ઉપયોગ જાતને છેતરવામાં કરે છે...*

*"પરિસ્થિતિ બદલવી"*
*જ્યારે* *"અશક્ય"* *હોય તો,*
*"મનની સ્થિતિ" બદલી નાંખો*
*જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે.*
8.
*કોઈપણ કાર્ય માટે વખાણ થવા જરૂરી નથી,*
*પરંતુ કદર થવી જરૂરી છે...*

*આપણે*
*એવો સમાજ રચી બેઠા છીએ કે..*

*જેમાં "ભોળપણ"*
*હાસ્યાસ્પદ ગણાય છે.*
*અને*
*"કપટ"*
*સ્માર્ટનેસ માં ગણાય છે.*
9.
*અહંકાર* ની * આરી* અને *કપટ* ની * કુહાડી* સંબંધોને કાપી નાખે છે...*

કેટલાંક *સંબંધો* તમે ...એમજ ન મેળવી શકો ... ...

એના માટે તો *ઈશ્વર નું ... પ્રિસ્ક્રિપ્શન* જોઈએ ... ... !!!
10.
જરૂરી નથી કે પુનઃજન્મ
લેવા માટે આ શરીર નો
ત્યાગ કરવો પડે.
વિચારો ના પરિવર્તન થી
પણ પુનઃજન્મ થઈ શકે છે.

*આ દુનિયામાં સફળ થવાનો સૌથી સારો ઉપાય એ છે કે તમે એ સલાહ પર કામ કરો જે તમે બીજાને આપો છો."*
11.
*સંયમ જ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નું મૂળ રહસ્ય છે.*

*જે ન "ભાવે" તેને પણ "નભાવે" એનું નામ સજ્જન...!!!*

*પ્રેમ, સન્માન અને અપમાન*
*આ ત્રણેય એક પ્રકારનું રોકાણ છે. *
*જેટલુ બીજા ને આપશો એનાથી*
*ડબલ તમને પાછુ મળશે..*
12.
*સારું વિચારવામાં ક્યાં વ્યાજ લાગે છે...*

*ખબર નહીં.*.
*તો પણ કેમ લોકો...,*
*એક બીજાનું નબળું જ વિચારે છે........!!*

*દરેક વાર્તા ત્યાં સુધી જ રસપ્રદ છે*,
*જ્યાં સુધી તમે કે હું એનું પાત્ર નથી*.

*વિશ્વનો સૌથી સુંદર અભિનય એટલે,*
*જીવન માં દુઃખ હોવા છતાંયે ચહેરા પર સ્મિત હોવું.*
13.

*તમે કેટલું સાચવી લો છો એ સમજદારી નથી....*
*તમે કેટલું બગાડવા નથી દેતાં એ સમજદારી છે.*

*માણસ સિવાય દરેક ચીજ*
*એવી જ છે.*

*જેવી એ દેખાય છે...*
14.
*જીવન એનું જ મસ્ત છે જે પોતાના કાર્યમાં વ્યસ્ત છે..*

*પરેશાન એ જ છે જે બીજાની*
*ખુશીઓથી ત્રસ્ત છે...*

*જે તમે પોતાના માટે કરશો તે તમારા જવા સાથે ખતમ થશે,*

*પણ બીજાઓ માટે કંઈ કરશો તે તમારી વિરાસત બની રહેશે..!*
15.

*"સમજદાર" અને "જવાબદાર"*

*નું બિરુદ પોતાની લાગણી ના બલીદાન પછી જ મળે છે...*

*લાગણી વહેંચી નાખો તો,,* *ધૂળ ના ભાવે જાય,,,અને,,*

*લેવા નીકળો તો,,,*
*સોના ના ભાવે પણ ના મળે...*
આશિષ
મળીશું પાર્ટ 2.