નાની પણ ચોટદાર - 4 Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાની પણ ચોટદાર - 4

વાહ તમોને ધન્ય છે, એટલું બધું વાંચ્યું અને પ્રતિભાવો પણ આપ્યા. આભાર for Motivation.
50. *તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.*

*તમે અયોધ્યા માં છો કે લંકા માં એ અગત્યનું નથી,*

*મહત્વનું એ છે કે તમારી ભૂમિકા મંથરા જેવી છે કે વિભીષણ જેવી..*
51. ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું ,
કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય,
માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!!

સંબંધ હોવાથી સંબંધ નથી બનતો ,
સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે

52. *વિચારોના પરિવર્તનથી નવો દિવસ ઉગે છે ...!!..*

*શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,વ્યક્તિના વિચાર અને પ્રયત્નો પર આધારિત છે..*

*દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે,*
*ફરક એટલો જ છે કે, તમે કઈ બાજુથી જુઓ છો...*

53. જવાબદાર વ્યક્તિ ની પરિસ્થિતી
એક ખીલી જેવી હોય છે.
ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના.

ભરોસો અને વિશ્વાસ રાખશો તો બધા જ પોતાના લાગશે
પણ શંકા અને અંધવિશ્વાસ રાખશો તો પોતાના પણ પારકા લાગશે…

54.: ખૂબ દૂર સુધી
જવું પડયું,
ફક્ત
એ જ જાણવા
કે
નજીક કોણ છે...

જીંદગીએ
અલગ અલગ કેટેગરીમાં
પરિક્ષા લીધી,
55.
જેણે સૌથી વધુ
"જતુ" કર્યું
એનો
પહેલો નંબર આવ્યો...

: યોગ નહીં કરો તો ચાલશે
*પણ...*
જે કરો તે યોગ્ય કરજો
56.
જિંદગીમાં ભલે *હજારો મતલબી લોકો ભટકાય*...
પણ, *એક* સાચી *લાગણીવાળી વ્યક્તિ* મળે,
એટલે *હિસાબ બરાબર* થઈ જાય...

58. અનુમાન આપણા મન ની કલ્પના છે..,

અને અનુભવ આપણા જીવન નો પાઠ છે..

સવારનો ધુમ્મસ પણ...
એ શીખવાડે છે કે...
બહુ આગળનું જોવું નક્કામું છે.

ધીમે ધીમે આગળ વધતા રહો,
રસ્તા આપો-આપ ખુલ્લા થઇ જશે.

58. *જેટલી કોઈને ક્ષમા કરતા વાર લાગે છે,*
*એટલી વાર આપણા મન પર ભાર લાગે છે.*

*જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જિદ્દ અને બીજું અભિમાન,*

*અને જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું...*

59. *કંઇ જ રિએક્ટ ન કરવું એ હંમેશાં હાર ન હોય...*
*સમજણ પણ હોઇ શકે...*

*જે થયું સારું થયું ને જે થશે સારું થશે;*
*એટલી સમજણ હશે તો આ જગત આપણું થશે...*

*પોતાના આંસું ખુદ લુછતા શીખો બીજાનાં રૂમાલમાં મતલબ નોં વાયરસ હોઈ શકે છે..*

60. *મનમાં વહેમ,*
*દિમાગમાં જીદ*
*અને*
*વાતોમાં મુકાબલો*
*આવી જાય,*
*ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે...*

*સાચા સંબંધ ને તોડવાની ભૂલ ના કરતા*
*ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી લીલા નહીં થાય*

61. *ખોટા કર્મ કરીને કયાં છુપાશો,*
*આકાશ, પાતાળ, ધરતી*
*આ બધું એનું જ છે*

*કૃષ્ણ કહે છે,*
*ધમંડ ના કરો કોઈ ને કંઈપણ આપીને,*
*શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મની ચૂકવણી કરી રહ્યા છો*

61. *જીંદગી માં કોઈનું મન દુખાવતા પહેલા વિચારજો….*
*કેમકે*
*સમય તો ગુજરી જાય છે..*
*પણ*
*વાત યાદ રહી જાય છે..*

*કોઈને વખાણવા નહી*
*અને*
*કોઈને વખોડવા નહી.*
*તો લગભગ બધી વિચાર વાયુ ની* *તકલીફનો અંત આવી જશે અને*
*જન્માંતર ના ઘણા રાગ દ્વેષ થી મુક્તિ મળશે...*

62.

*પોતાની ખુશીની જવાબદારી જાતે જ લો, *
*તેને બીજાના હાથોમાં ન સોંપો.*

*નિરાશા જ્યારે ક્રોધ ઉપર આધિપત્ય જમાવી દે..*
*ત્યારે તેનું પહેલું આક્રમણ વિવેક ઉપર થાય છે...!*

*જેવી રીતે મોકો આવ્યે સત્ય બોલવું તે સાહસ છે..*
*તેવી રીતે શાંત ચિત્તે સત્યને સાંભળવું પણ સાહસ જ છે..!*

63. માણસની સૌથી મોટી નબળાઇ એ છે કે તેને પોતાની હાર કરતા બીજાની જીત વધુ ખુંચે છે.
64. માણસની આદત છે,ના મળે તો ધીરજ નથી અને મળે તો કદર નથી.

65. મંજિલ ભલે ગમે તેટલી ઊંચી હોય,,,

રસ્તો તો આપણા પગ નીચે જ હોય છે.....

66. જ્યારે જીવનમાં સંજોગો વિપરીત હોય ત્યારે પૈસા અને સ્થિતિ કામ કરતી નથી.
તે સમયે, તમારા સારા કાર્યો અને તમારા સંબંધો ઉપયોગી છે.

67. *"ગૂંચવાઈ" જાય એ નહિ*

*"ગૂંથાઈ" જાય એ જ સંબંધ.*


*68. માણસ એનાથી
ઓછો બીમાર પડે છે,
જે એ ખાય છે…!

પણ...

એનાથી વધારે બીમાર પડે છે,
જે માણસને “અંદરથી” ખાય છે..
હવે મોકલો પ્રતિભાવ.... આશિષ