Nani pan Chotdar - 2 books and stories free download online pdf in Gujarati

નાની પણ ચોટદાર - 2

નાની પણ ચોટદાર વિભાગ 2 માં આપનું સ્વાગત છે. જો દરેક સરવાણી ને શાંતિ થી વાંચવામાં આવે અને અમલ માં મુકવામાં આવે તો સફળતા જ સફળતા.
16.
સંબંધ ગમે તેટલો
મજબૂત હોય,
સમય તેને એકવાર
હચમચાવવાની કોશિષ
અવશ્ય કરે છે...

*”ઢંગ”* થી સંબંધો સાચવવા,
*”ઢોંગ”* થી નહિ..

કોઈપણ વ્યક્તિની સહનશક્તિ એક ખેંચાયેલા દોરા જેવી હોય છે..
હદથી વધારે ખેંચવામાં આવે તો તેનું તૂટવું નક્કી છે..!!
17.
*લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમર લાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય,*

*વ્યસ્ત તો આખી દુનિયા છે *
*પણ જે વાત કરવા સમય કાઢી લે એનાથી વધારે કોઇ આપણું નહિ...*

*ભર ઉનાળે જે પાંદડા ભેગા*
*મળીને છાંયડો આપે છે*
*એજ પાંદડ જયારે પાનખરમાં*
*ખરી પડે*
*ત્યારે લોકો એને કચરો ગણે છે..*
*જીવનનું કઈક આવું જ છે*
*શાન હોય ત્યા સુધી જ માન હોય*
*બાકી સૂરજ આથમ્યા બાદ*
*અંધારું જ હોય છે...*
18.
🎭
*દુનિયા નો નિયમ છે સાહેબ...*
*જરૂર હોય ત્યારે ફોટો પાડે છે,*
*અને કામ પત્યા પછી લોકો એ જ માણસ ને ખોટો પાડે...*

*દુઃખ ઓછું કરવું હેાય તેા મિત્ર બનાઓ..*
*ફેાલેાઅસઁ કે ફેન નહીં...*

*સંબંધમાં જો ગણતરી કરશો તો*
*ગણતરી નાં સંબંધો જ રહેશે.*
*દરેક વસ્તુ પ્રત્યે સકારાત્મક મન તમને સુખી જીવન આપશે.*
19. "*ખોરડું" ભલે નાનું હોય વ્હાલા,*

*પરંતુ,*

*જેનો "આશરો" "આભ" જેવો હોય તેના "મહેમાન" બનવુ.*

*ગૂગલને પૂછશો,*
*તો એ પણ નહિ કહી શકે,*

*હૃદય જ જાણે,*
*ગમતાં હૃદયનું સરનામું...*

20. *આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે*

*ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતાં*

*જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર,આપણો વ્યવહાર,આપણું કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.*

21. ડુંગર જ નહીં ઘણીવાર માણસ પણ દૂર થી જ રળિયામણા લાગે છે..

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને, ત્યારે... ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે ..!

"પોતાની જાતે પગભર થયેલા માણસ ને પગરખા ની કિંમત પણ યાદ હોય છે..કારણ કે સમય, સબંધ, અને સમાજે ઘણું બધું સમજાવી દીધું હોય છે.."

22. *પ્રતિકુળ પરિસ્થિતિમાં ખીલી ઉઠતાં ફુલો સૌથી દુર્લભ અને વધુ સુંદર હોય છે.*

*જો તમે તમારા આખા જીવનમાં એક જ પ્રાર્થના કરો છો કે 'આભાર.'
તે પૂરતું છે.*

*સારા લોકોની કદર કરો. ઈશ્વર કૃપાથી તેઓ તમારા જીવનમાં આવતા હોય છે.।*

23. *લાભ નું સ્થાન જીવનમાં જ્યારથી લોભે લઈ લીધું છે *
*ત્યારથી*
*શુભ નું સ્થાન અશુભ ના હાથમાં ચાલ્યું ગયું છે..*

*ખોટું સાંભળવામાં*
*કરેલ ઉતાવળ અને*
*સાચું સાંભળવામાં*
*કરેલ મોડું.*
*જીવનમાં ઘણું બધું*
*ગુમાવી દે છે.*

*ખીલવું,*
*ને ખરવું*
*એ બંને હરિ થકી,*
*પરંતુ,*
*એ બે વચ્ચે*
*મહેંકી જવું*
*એ સ્વભાવ થકી..*
24. *”માન્યતાઓ" અને "પૂર્વગ્રહોનાં" કપડાંઓ એટલાં "ફિટ" નાં પહેરવા કે..*
*પ્રસન્નતાનાં શ્વાસ રૂંધાઇ જાય..*

*મોટાઈ એમ જ નથી મળતી,*
*નાના માણસોને પણ માન આપવું પડે છે.*
*સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહી હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે…*
25.
*દરેક વાર્તા ત્યાં સુધી જ રસપદ છે*
*જયાં સુધી તમે કે હું એનું પાત્ર નથી*

*સાંજે કરમાઈ જવાના*
*એ ખબર જ છે ફુલને ,​*

​*તો ય રોજ સવારે*
*હસતાં હસતાં ખીલે છે*

​*બસ એનુ જ નામ*

*જીંદગી*

26. *અહંમ અને વહેમ*
*જયારે દોડ લગાવે*
*ત્યારે હાર તો હંમેશા*
*સબંધ ની જ થાય.*
*”સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં."*

*બે પ્રકારના લોકો થી સદાય સાવચેત રહો:*

*- એવા લોકો જે હમેશા તમારી કમી ઓ જ ગણાવતા હોય કે જે તમારા મા નથી...*

*- એવા લોકો જે હંમેશા તમાંરા વખાણ જ કરતા હોય જેના ખરેખર તમે હકદાર નથી...*

27. *Heart Attack* લોહીનુ પરિભ્રમણ અટકી જાય ત્યારે જ નથી આવતો..

પરંતુ કયારેક *Heart* માં રહેલા જ.. *Attack* કરે ત્યારે પણ આવે છે..!

સતત બોલતું *માણસ* અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે
*શબ્દો* ની ખોટ નહિ પણ
*લાગણી* ની ઓટ આવી છે."
28. *છે એક સરખી જ સામ્યતા*
*પતંગ અને જિંદગીની,*
*ઉંચાઈ પર હોય*
*ત્યાં સુધી જ વાહ વાહ થાય છે. *

*જેમને તમારી કદર હોય અને સાચી જરૂરિયાત હોય તેમને સાચવજો..*

*બાકી ઔપચારિકતાના સંબંધ રાખતા લોકો તમારી લાગણીને કંઈક જુદી રીતે જ સમજશે...*


29. *આપણને ઓછું મળ્યું છે એ,*
*આપણું દુ:ખ નથી.*
*પણ...*

*જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે.*
*એ આપણું દુ:ખ છે.*

*સાથ માટે સ્વાર્થ છોડાય*
*સ્વાર્થ માટે સાથ ના છોડાય.*

30. *રૂપિયો જયારે સંબંધ થી વઘારે મૂલ્યવાન થાય ત્યારે 'લાગણી' તે ધરેથી રજા લઈ લે છે...*

*દુ:ખતી નસ પકડનાર*
*બધા વૈદ્ય નથી હોતા* *ક્યારેક કોઈ પોતાના*
*પણ હોય છે..*

*મહત્વનું એ નથી કે રાવણ વિદ્વાન હતો,*
*સમજવાનું એ છે કે વિદ્વાન પણ રાવણ હોય શકે છે.*
31.
*ટૂંકું ને ટચ...*

કામ વગર યાદ કરતા શીખો..

*ક્યારેક કામ આવશે..*‼️‼️‼️

ખરાબ *દિવસો* હોય છે *જિંદગી* નહીં,
માટે કોઈ પણ *સંકોચ* રાખ્યા વિના મન ભરીને જીવો...

વિજ્ઞાન કહે છે *ત્વચા* ના સાત પડ હોય છે,
પણ *લાગણી* નો સ્પર્શ
તો છેક
*હદય* સુધી અનુભવાય છે.

મળીશું પાર્ટ 3 માં. જો તમને ગમ્યું હોય તો comment કરો. આ બધી સરવાણીઓ લખતા 365 દિવસ થયાં છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED