જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 62 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 62

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:62"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું...

આપણે આગળ જોઈ ગયા કે આર્વી નવા પરિવાર સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ હોય છે તો અહીં પાર્થિવ પોલીસ સ્ટેશનમાં જાય છે નાયરાના કેસની પુછ પરછ કરવા તો
પાર્થિવ પોલીસ સ્ટેશનમાં જાય છે.
પરંતુ ઈન્સ્પેક્ટરની વાતો તેને ગૂંચવે છે... શું પાર્થિવ અને આર્વીના લગ્ન થાય છે? મૃત નાયરાના મોત માટે જવાબદાર સુધી ઈન્સ્પેક્ટર પહોંચે છે...?કે આ કેસને સમાધાન કરી રફે દફે કરવામાં આવે છે સમાજમાં ખોટી એનાથી પણ વધારે આ પત્રમાં એવી તો કેવી શાહી વાપરી હોય છે જેના કારણે આખોય નિર્ણય પાર્થિવનો રાતો રાત બદલાઈ જાય છે...

હવે જોઈએ...

અહીં ચિંતનભાઈ અને પાર્થિવનો વધતો જાતો વિવાદ ઘરમાં સૌને અકડાઈ મૂકતો આ ઘર છે કે અદાલત કંઈ સમજ ન આવતુ...
રોજ દિવસ ઉગે ને કંઈ નવી વાત માટે વિવાદ 'અલ્યા કહુ છુ સાભળો છો...?માન્યું કે પાર્થિવ નાનો છોકરો છે...?પણ તમે તો સમજો...શુ વાતેવાતે એને ઉતારી પાડો છો?એ...નથી સારા લાગતા થોડા લાજો લાજો....રેખાબેને મૌન તોડ્યું....

ચિંતનભાઈ: તને તો હું જ ખરાબ લાગીશ ને...?

રેખાબેન: પહેલાં તમે એ કહો તમે મોટા કે આ છોકરો? શુ તમે પણ દિવસે ને દિવસે નાના બનો છો...અને હા...આપણે શાંતિ યજ્ઞ કરીએ તો દિકરી નાયરાના અવસાન માટે...?

ચિંતનભાઈ: બહુ સરસ કહેવાય...

પાર્થિવ: આમ ને પ્રદર્શન માટે પૈસા ખર્ચવા છે...પણ દિકરીને ન્યાય મળે એ માટે નહીં..

રેખાબેન: પાર્થિવ બેટા તુ શુ જમીશ..?

તો અહીં માલતીબહેનને અપમાન જેવો અહેસાસ થઈ રહ્યો હોવાથી તેઓ અમદાવાદની પોળમાં આવવા નિકળી ગયા...

મનમાં એક જ વ્યંજ સાથે કે દિકરો હવે આપણો રહ્યો નથી..."પરંતુ કરે શુ એમાં હાલત પરિસ્થિતિની સાથે જવાબદાર હતો તેમનો અહમ જો કોઈને કહે તો તમાચો મારીને ગાલ લાલ કરવા જેવી વાતો કહેવાય...

પાર્થિવ: અહીં મારુ સુખી રિલેશનશિપ બગડ્યું છે... મેં મારી પત્ની ખોઈ છે ને તમને જમવાનું સુઝે છે...? અરે...હદ છે તમારી દિકરી મૃત્યુ પામી છે..તો તમને કંઈ ફરક નહીં પડે પરંતુ મેં મારી પત્ની ખોઈ છે...

રેખાબેન: દિકરા આમ શોકમગ્ન ક્યાં સુધી રહીશ...નાયરા તો પાછી આવવાની નથી.તો હવે રડારોડ કરીને શું ફાયદો...?બેટા સમય થાય એટલે પેટને ખાવા તો જોઈએ ને...

ઈન્સ્પેક્ટરે તો પહેલાં જ કહી દીધેલું સ્પષ્ટ શબ્દોમાં કે કેસની સૂનવણી ન આવે ત્યાં સુધી અહીંથી કોઈએ વિદેશ જાવુ નહીં...

નાયરાની યાદમાં શાંતિપાઠ રાખ્યો.પરંતુ નાયરાની બિમાર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં તળવળતી નાયરાને બે પ્રેમભર્યા શબ્દો પણ કહેવાનો સમય નો'હતો તો આને શું કહી શકાય?

સાંજે જમીને સૌ બેઠા હતા.પરસ્પર સૌ ઠહાકા લઈ રહેલા.

રેખાબેન:એ કાલિદી તને નથી લાગતું કે તારે રાહ જોવી પડશે...

કાલિંદી: મમ્મી મતલબ સમજી નહીં કંઈ?

રેખાબેન: તારી દાળ નહીં ગળે...તને નથી લાગતું...?

વિનુ: જીજાજી પણ બહુ માથાના છે...મગજ પર જરાય કંટ્રોલ જ નથી કંઈ પણ બોલતા હોય છે...

શોભા: પપ્પા પણ ક્યાં ઓછા ઉતરે છે...?

રેખાબેન: તમે બેઉ ભણવામાં ધ્યાન રાખો...આવી પંચાતમાં તમે ન પડશો....

શોભા અને વિનુ: જી મમ્મી...

પાર્થિવને રોમેન્ટિક વાર્તાઓ લખવાનો શોખ હતો.કેટલા સમય સુધી એનું લખવાનું તો માનો કે છૂટી જ ગયેલું.નાયરાની દેખરેખમાં તો કેનેડામાં પોતાનો બિઝનેસ સેટ કરવામાં.પરંતુ તેના જીવનરૂપી ભાગમાં રોમેન્સ નામનુ તત્વ જ ખોવાઈ ગયેલું.નાયરાના એકાએક થયેલા અવસાને તેના મગજ પર ગંભીર છાપ છોડી હતી.નાયરાના ચાલ્યા જાવાથી તે પોતાની જાતને એકલવાયી સમજી રહેલો.પુરુષ હોવાથી રડી શકાય...તેવી સમાજની માન્યતાએ તેને વધુ ચિડિયાપણાનો ભોગ બનાવ્યો.તેને સંસાર અને સબંધો પરથી ભરોસો ઉઠી ગયો...

તેની છેલ્લી કવિતા હતી
"આ દિલરુપી સુની નગરીમાં આવ્યા આપ બદલે આભાર પરંતુ એકાએક આમ ચાલ્યા જાવુ કંઈ સમજ ન પડી,ન કોઈ ચીઠ્ઠી ન કોઈ દસ્તક આમ ચાલ્યા જાવુ એ પ્રેમ ન કહેવાય આ તો દિલ સાથે કરાતો અક્ષમ્ય અપરાધ પ્રિયે,જોગી શિવ સતીની યાદમાં ઝૂર્યા હતા,એ પણ કંઈ આવી જ રમત થઈ હશે,પ્રેમ તો થયો હશે પળમાં પણ વિરહનુ વિષ પચી નહીં શક્યુ હોય...શિવ સમજી શકે મારા મનની પિડા આ વ્યથા એમને પણ જોઈ હશે,આમ મોહપાશના બંધનોએ સ્મૃતિભ્રમ કર્યો હશે,ઈચ્છા હતી આપના દ્વારે હુ ને નાયુ બે આવીશું,પણ જોવો આ સંસારી જીવ જોગી બન્યો છે શુ રીત છે પહેલાં મળાવી અલગ કરવાની...હવે આ જોગીને શું મોહ માયા...."

પોતાની જાત સાથે પાર્થિવ સમય વિતાવી નાયરા સાથે વિતાવેલી ક્ષણોને નિરંતરે વાગોળી રહેલો...

કાલિંદી: મમ્મી હું પાર્થિવને જમવા બોલાવી આવું...

રેખાબેન: જા લેતી આવ દિકરા...આમ પણ એને નાયરાના અવસાનના દિવસથી અત્યારસુધી કંઈ જ નથી ખાધું...આમ કેમ દી જાય...?કંઈક થઈ ગયું તો?

કાલિંદી: જો એને કંઈ થઈ ગયું તો અહીંથી બે અર્થી ઉપડશે...એક મારી અને બીજી એની...
નાયરાના મોત માટે જવાબદાર છે હોસ્પિટલની લાપરવાહી નર્સના ભરોસે ડોક્ટર મૂકી ચાલ્યા ગયેલા.

રેખાબેન; બેટા આમ ન બોલ...તો...મને ચિંતા થાય છે.અમે તારા આવવાથી એવું સમજ્યા કે નાયરા આવી છે...અને તુ પણ અમને છોડી ચાલી જાઈશ...

કાલિંદી: મમ્મી સોરી આપણો સાથ અહીં સુધી નો જ હતો...કોઈ સબંધ આજીવન નથી હોતા...

રેખાબેન ગભરાટ અનુભવી રહ્યા હતા તો ચિંતનભાઈ પણ પત્નીની ચિંતામાં જોડાઈ ગયા.દિકરી વૈરાગ્ય જેવી વાતો કેમ કરે છે...?કેટલાક દિવસથી જોઈ રહ્યો છું...આપણા ત્યાં તેને શુ કોઈ તકલીફ છે?

રેખાબેન: શું ખબર...?

કાલિંદી પાર્થિવ પ્લેટ તૈયાર કરી તેના રૂમમાં ગઈ દરવાજો ખટખટાવ્યો...પણ કંઈ જવાબ ન મળ્યો પરંતુ બીજી વાર દરવાજો ન ખટખટાવતા તે સીધી પ્રવેશી પરંતુ અરે....રે...આ શુ તેની આંખો પ્હોળી થઈ એવું તે શું જોયું?તે આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:63"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું...2માં જોઈએ..