જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 63 - છેલ્લો ભાગ શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 63 - છેલ્લો ભાગ

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:63"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું...2

આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મનથી હારી ગયો હોય છે...પરંતુ કાલિંદી જમવાનું આપવા જાય છે તો શુ જુએ છે કે તેની આંખો પહોળી થઈ જાય છે? પત્ર કોનો હતો શુ?શુ લખેલું હતું એ આપણે હવે જોઈએ...

ચિંતનભાઈ: આપણી દિકરીનુ વધુ ધ્યાન રાખવું પડશે...નહીં તો આપણે...

રેખાબેન: શુભ શુભ બોલો...આપણી દિકરી તો મજબૂત છે...એને તો કંઈ નહીં થાય.

ચિંતનભાઈ: હું તને કહુ એટલું કર તો...નહીં તો પછી મને ન કહેતી કે મેં તમારી વાત ન માની....

રેખાબેન: આ બનવાનું હશે તો તમે શુ કરી શકવાના...?દિકરીના અંગત જીવનમાં આપણે ન બોલાય...એમાં ને એમાં તો નાયરા આપણને છોડી ચાલી ગયેલી...શું પછી આને પણ....ખોવાની ગણતરી છે...?

ચિંતનભાઈ: અરે...શુભ શુભ બોલો રેખા...હજી તો એક દિકરીની શ્રાદ્ધની વિધિ પૂરી પણ નથી થઈ?મારી જમણી આંખો ફરકે છે.

"પ્રિય કહુ કે આપને સંબોધન શુ કરુ,
આપણો પ્રેમ એવો હતો કે સંબોધન કરતાં આંખોમાંથી આંસુ રોકાયે નથી રોકાતા...પણ ગ્રહણ લાગ્યું કે શુ આપણા પ્રેમને કેનેડા જઈ પોતાની જાતને બદલી નાંખી.આર્વી તમારા સ્કૂલનો પ્રેમ હતી તો મને વાત કરવી પણ જરૂરી ન સમજ્યા જે વાત કહી ન શકયા તો એની વગર રહી પણ ન શક્યા....માંદગીમાં પણ મેં મહેસૂસ કર્યું હતું ,મને થોડી સ્ત્રીસહજ ઈર્ષા પણ આવતી પરંતુ મારે સ્વાર્થી ન બનતા આર્વીની નજરે પણ જોવુ જ રહ્યું...જેટલો સમય આપણે સાથે રમ્યા સમય વિતાવ્યો એકબીજાને સમર્પણ પણ કર્યું પરંતુ તમારા મનની વાત ન જાણી શકી.એનો મને અફસોસ રહેશે,મનની વાત બોલી ન શક્યા એ બહુ ખોટું કર્યું...અંતિમ શ્વાસે આપનો સાથ મળ્યો બહુ ગજબની વાત કહેવાય...એ માટે આભાર પરંતુ તમારા અને આર્વી વચ્ચે હુ હવે નહીં આવુ...મારા કારણે તમારી આવી અવદશા થઈ હતી તો મારા મરવાની રાહ પણ ન જોઈ આટલી બધી તે કેવી ઉતાવળ...?હોસ્પિટલમાં તમારા સાથ માટે હુ તરસતી રહી પરંતુ ભગવાનને પણ દયા આવી હશે એટલે તો મને નાયરાના શરીરમાંથી ઝટ મુક્તિ આપી હશે...
મારી સફર આ છેલ્લી છે...હવે ફરી જન્મ થશે તો મળીશું નહીં તો આ મૂલાકાત આપણી યાદગાર રહેશે,જેટલા સમય સાથે રહ્યા એ ડાયરી તો યાદરુપે સાથે લઈ જાવ છું"

આપની પ્રિયનો હક હવે મારો નથી આર્વીનો છે...મારી સાથે રહેવું ફાવ્યું હોય તો એક યાદ બનાવી રાખજો...પ્રાર્થનામાં એક રૂચા બનાવી દેજો...મારી સફર હવે શરૂ થઈ ગઈ આ સફર મારી એકલી એ જ કાપવાની છે....

જીવનની આખરી યાદ
"નાયરા"
પાર્થિવે પત્ર વાંચી લીધો હતો પરંતુ એ પહેલા પત્રને મનભરીને ચૂમ્યો.અક્ષર,ભાવ નાયરાના હતા.પરંતુ નાયરા પાસે હતી નહીં એનો ખાલીપો પાર્થિવને વર્તાતો હતો.આ ખાલીપાએ આંધળી હદ તમે હદ શુ વટાવી કે પાર્થિવનો ધબકાર બંધ પડી ગયો...

કાલિંદી પાર્થિવના રુમમાં ગઈ પરંતુ તેને એ દ્રશ્ય જોયુ કે તેની આંખો પ્હોળી થઈ ગઈ.પાર્થિવને ખેંચ આવતા પાર્થિવના દેહમાંથી જીવ છૂટો પડ્યો.

કાલિંદી: એ પાર્થિવ ઉઠ તો શું થાય છે તને?પાર્થિવ વધુ મજાક ન કર,પાર્થિવ ઉઠ તો...મને આવી મજાક પસંદ નથી...ઉઠ તો...

પાર્થિવે આંખો ખોલ મારી સાથે વાત કર...એ પાર્થિવ પરંતુ પાર્થિવનુ શરીર તો માનો હલકુ ન પડી ગયું હોય એમ પાર્થિવનુ શરીર તો માનો હાથમાંથી છટકી ગયુ.

કાલિંદી તો માનો કે હૈયું કઠણ કર્યું...
મમ્મી પપ્પાને ખોટા હેરાન કરવા...

પરંતુ પ્રયાસ તેને ચાલુ રાખ્યા એ...પાર્થિવ ઉઠ તો...એ...જો તને તારી મમ્મી પણ તો મળવા માંગતા એમની માટે તો તુ જાગ...તારે હજી મમ્મી જોડે લડવા ઝગડવાનુ છે...પણ તુ આમ ચાલ્યો જાય એ તો યોગ્ય ન લાગે...આપણે સાથે જીવવાના મરવાના સપનાં જોયા હતાં પરંતુ આ શુ...?

રેખાબેન કાલિંદી આવે તો માં દિકરી બેઉ મનભરીને વાતો કરે તેની રાહ જોઈ બેઠા હતા.લગ્ન પછી તો કાલિંદી કેનેડામાં હશે પછી ક્યાં બેઉ પગવાળીને બેસવાના છે?માટે રેખાબેન કાલિંદીની રાહ જોઈ રહી.

ચિંતનભાઈ: એ...રેખા મને મનમાં બહુ ભય થાય છે....

રેખાબેન: આવશે દિકરી જમવાનુ આપી.

ચિંતનભાઈ: પણ મને ભય થાય છે,એનું શું?

રેખાબેન: ચાલો તો આપણે જાઈએ બસ તમારા મન ખાતર તમારે આમ દિકરીના રૂમમાં જવાય...તમે પણ તો ઘણી વાર હદ કરો છો.

આટલી પણ ચિંતા યોગ્ય નહીં,

ચિંતનભાઈ: તુ ચાલ તો તને કહ્યું ને...

રેખાબેન: હા...ભૈ'સાબ તમે પણ બહુ લોહી પીધાં...

ચિંતનભાઈ: તુ ભગવાનની પાળ માન

રેખાબેન: કેમ તે વળી...શુ ચમત્કાર બન્યો...

ચિંતનભાઈ: મારા જેવો પતિ મળ્યો ગોરમાને ધન્યવાદ માન...

રેખાબેન: મારા તો નસીબ ફૂટેલા કે તમારી સાથે મારો સંયોગ રચાયો...પણ બિચારી ગોરમા પણ શુ કરે હુ જ ભમરાળી હોવ તો...

ચિંતનભાઈ: લે તારા કરતાં તો બાજુવાળા ભાભી સારા આટલી ઉંમરે પણ કેટલા યુવાન લાગે ને તુ...

રેખાબેન: બહુ થયુ હો તમારુ તમારા કરતાં તો મારો દિયર બહુ ફૂટડો લાગે અને હા તમારી કામ કરાવવાની રીત ગજબ છે હો અડધો પગ જમીન અને અડધો સ્મશાને છે પણ યુવાની હજી ન
ગઈ.

ચિંતનભાઈ: કોણે કહ્યું હુ તો હજી યુવાન છું...

રેખાબેન: જાવ હવે નથી સારા લાગતાં...ઘરડા ઘડપણે આવા બધા અભરખા થોડા શરમાવ....શરમાવ...

ચિંતનભાઈ: અત્યારે થોડું ઉધાર રાખ આપણે પહેલાં જાઈએ

રેખાબેન: હા...ચાલો ત્યારે...

રેખાબેન અને ચિંતનભાઈ ચિંતાવશ બહાર કમરાની બહાર ટકોરતા હોય છે.

રેખાબેન: એ...કાલિંદી બેટા ખોલ તો...

કંઈ અવાજ ન આવતા રેખાબેન અને ચિંતનભાઈને વધુ ચિંતા પેઠી...

ચિંતનભાઈએ મજબૂત ભૂજા વડે દરવાજો તોડ્યો...

અરે...આ શુ થ ઈ ગયું ઘરડા ઘડપણે આપણે દિકરી અને જમાઈની કાણ કૂટીએ છીએ આપણા જેવી મજાક ભગવાન ક્યારે કોઈ સાથે ન કરે...બે ચીઠ્ઠીઓ ત્યાં પડી હતી.

કાલિંદી સાથે તેમને આત્મિયતાના સબંધો બની ગયા.

કાલિદી: "મમ્મી પપ્પા તમે મને નવુ નામ આપ્યું એ માટે આભાર ચાર દિવસમાં તમે મને પોતાનું સંતાન માન્યું આવો પ્રેમ તો સગા મમ્મી પપ્પાએ પણ મને નોહતો કર્યો...પણ આપણો સાથ ચાર દિવસનો હતો...

પાર્થિવ સાથેનો સબંધ અમારો સ્કુલ સમયનો હતો,નાયરા પાર્થિવની પસંદ હતી એ એની પસંદગી હતી.પાર્થિવના જીવનમાં બીજી સ્ત્રીનુ આગમન સ્વીકારતા મને પણ સમય લાગ્યો હતો પરંતુ મારા મનમાં નાયરાને લઈ ખરાબ વિચાર ક્યારે નથી આવ્યો.ભગવાન કસમ પાર્થિવની ખુશી માટે નાયરાની પણ મેં કાળજી લીધી એમાં મેં મારા પ્રેમનો પૂરાવો આપવાનો કોઈ આશય નો'હતો.પણ,પાર્થિવને આપેલા વચનને નિભાવી રહી છું જ્યાં અમે હોઈશું ત્યાં સાથે હોઈશું...તો અમારી અંનત સફર શરૂ થઈ ગઈ છે...

બીજો જન્મ થાય તો તમારા ત્યાં જન્મ લઈશ સાથે રહેવાનો સમય ચાર દિવસનો હતો પણ એ તો સ્વર્ગમા પણ નહીં મળે...

અમારુ અધુરુ મિલન તમે પુરુ કરાવશો એવી વિનંતી ફરી જન્મ મળે તો ભગવાન તમારી જ દિકરી બનાવે તમે મને એટલો પ્રેમ આપ્યો કે હું મારુ સાચુ નામ પણ ભૂલાઈ ગયું,હુ આર્વી મટીને કાલિંદી બની પરંતુ જ્યારે પ્રેમને તકલીફમાં જોઈ તો મને તકલીફ થયાનો અહેસાસ થયો શુ પત્ર હતો મને કંઈ જ ખબર નથી પણ પાર્થિવને દર્દમાં જોઈ મારુ હૈયું પણ એકાએક બંધ થઈ ગયું.

મને ત્યાં શોભા અને વિનુનો સાથ ખપશે...
કંઈ ભૂલચૂક થઈ હોય તો ,માફી ચાહુ છું બાળક ભૂલ કરે પરંતુ તમે તો મને એવો પણ અહેસાસ નથી આપ્યો સોતૈલા હોવાનો આવો પ્રેમ મને સ્વર્ગમાં પણ સાંભરશે...

આપની લાડકવાઈ દિકરી
"કાલિંદી"

ચિંતનભાઈ: થોડી શરમ કર રેખા...

રેખાબેન: હા આજે મને લાગે છે કે મારી દિકરી સામે હુ જીરો છું...આવો પ્રેમ આ જમાનામાં કોણ કરી શકે આપણી લેણદેણ પૂરી થઈ કે અમારા પ્રેમમાં કંઈ ચૂક થઈ?

પ્રેમ કરવો પાર્થિવે શીખવ્યો તો વચનો હકીકતમાં નિભાવવા ને પ્રેમ કરવો આપણી લાડકી કાલિંદી શીખવી ગઈ....આ સફર બહુ કપરી હતી.આવી પરિસ્થિતિનુ નિર્માણ કરતાં વિધાતા પણ ફૂટી ફૂટીને રડ્યા હશે.

ચિંતનભાઈએ ઘરડા ઘડપણે બે યુવાન હૈયાને અગ્નિદાહ આપ્યો પોતે સાવ ખાલી ખમ ન થયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો.

©શૈમી ઓઝા "લફ્ઝ"

આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ?

......The end......