જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 52 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 52

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:52"

આપણે આગળ જોઈ ગયા કે...નાયરાની તબિયત દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે.તો અહીં નિપાનુ ચિડિયાપણુ સૌને હેરાન કરી મૂકે છે માલતીબહેનના સ્વભાવનો પ્રેમાળ સ્વભાવ નિપાનુ હ્રદય પરિવર્તન કરવામાં સફળ રહે છે કે કેમ નાયરાની દેહ ત્યાગથી સ્વર્ગારોહણની સફર કેવી રહે છે તે હવે જોઈએ...

માલતીબહેને નિપાને ચપટી વગાડી તેનુ ધ્યાન ભંગ કરાવ્યું...

માલતીબહેન: એ...ક્યાં ખોવાઈ ગઈ દિકરા...?

નિપા: ક્યાય નહીં...

માલતીબહેન: ચાલ રસોડામાં...

નિપા: હા આન્ટી...

અર્જુનભાઈને આજે એ વાત કોરી ખાતી હતી કે તે પોતાની દિકરીને કેળવી ન શક્યા...તેમની પત્નીએ પણ ધ્યાન ન આપ્યું...

કોઈ માતા આવા આંધળા લાડ કેવી રીતે કરી શકે?

પરંતુ હવે શું થાય જાગ્યા ત્યારથી સવાર...

તો અહીં નાયરાની તબિયત દિવસેને દિવસે લથડી રહેલી..

નાયરા પોતાના મનની વાત કહી તો ન શકતી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

હેમરેજ ધીરે ધીરે વધી રહેલુ...નાયરાને ડોક્ટર જેટલા પણ દિવસ જીવાય એટલા દિવસ તનાવમુક્ત રહેવાનુ કહી રહેલા...

નાયરાને પણ દરેક સ્ત્રી જેમ થાતુ કે એનો પ્રેમ પાર્થિવ એની પાસે સમય વિતાવે....

હું શુ એકાએક બિમાર શુ પડી પાર્થિવનુ તો વર્તન જ બદલાઈ ગયું...

"શુ આ હતો પાર્થિવનો પ્રેમ?શુ હું આવા માટે મારા મમ્મી પપ્પા જોડે ઝગડો કરેલો?મનમાં ઉઠી રહેલા સવાલોએ તેને અકળાવી મૂકેલી..."

નાયરા પાર્થિવની સાથે આર્વીને જોતી તો તને સહન ન થાતું પરંતુ પરિસ્થિતિવશ તે કશુ કહી ન શકતી.

તો અહીં દિકરી ચિંતા માલતીબહેનને કોરી ખાતી...હોસ્પિટલમાં છું...એમ પાર્થિવ કહી જ કેવી રીતે શકે?

ફરી ફોન લગાડ્યો...

માલતીબહેન: દિકરા ફોન ઉપાડ...

નાયરાને આરામમાં ખલેલ ન પહોંચે એ માટે પાર્થિવે ફોન ઉપાડવો ટાળ્યો...

પરંતુ માલતીબહેનના આવી રહેલા ફોનથી કંટાળી પાર્થિવે ફોન ઉપાડ્યો.

માલતીબહેન: હેલ્લો,દિકરા પાર્થિવ શું કરે છો...?

પાર્થિવ: બોલ ને મમ્મી શુ કામ છે?શું ક્યારની ફોન ઉપર ફોન કરે જાય છો? ન ટાણું જુએ ન કાળ....બસ ફોન ઉપર ફોન...

માલતીબહેન: બેટા સમાચાર એવા મળ્યા કે તુ હોસ્પિટલમાં છો..એટલે મારો જીવ અધ્ધર થયો.

પાર્થિવ: હા...મમ્મી તો...નાયરા બહુ સિરિયસ છે...

માલતીબહેન: ક ઈ નાયરા તારી પેલી મુંબઈ વાળી....?

પાર્થિવ: હા...એ જ તો...

માલતીબહેન: એને વળી શુ થયું...?એ તો સાજી ઘોડા જેવી હતી ને?

પાર્થિવ: બસ,મમ્મી બહુ થયું તારુ જોઈ ને તો બોલ એની બાજુમાં બેઠો છું,સાંભળશે તો કેવું લાગશે...?

માલતીબહેન: સાંભળે તો ભલે ને સાંભળે...તને ના પાડી હતી છતાંય તે કર્યુ તો તે તારુ જ ધાર્યું.

પાર્થિવ: મમ્મી તારો પ્રેમ એક જગ્યાએ ને નાયરાનો પ્રેમ પણ એક જગ્યાએ...

માલતીબહેન: કરો તમતમારે તમારી મનમાની...તને શું ખબર પડે દુનિયાદારીની...

પાર્થિવ: હા...મમ્મી નાયરાના છેલ્લા શ્વાસ છે...તો શાંતિ રાખ...

માલતીબહેન કંઈ બોલે એ પહેલાં જ પાર્થિવે ગુસ્સામાં મો ઉપર ચોખ્ખી જ વાત કરી...

પાર્થિવ: મમ્મી કોઈ માં દિકરાનો સુખી સંસાર જોઈ ખુશ થાય પરંતુ,તે તો મારો સંસાર વેરાન કરી નાખ્યો...મારા કારણે બિચારી નાયરાને કેવી પરિસ્થિતિ જોવી પડી હશે...પણ બસ હવે નહીં હું કરીશ તો એ જ કે જે મને ગમશે તે...

આજથી તુ મારી માટે હવે કંઈ જ નથી.

માલતીબહેન: બેટા પાર્થિવ આમ ન બોલ....

પાર્થિવ: મરી ગયો તારો દિકરો...જેને મારો પ્રેમ છીનવી લીધો.મારો સંસાર ઊજાડ્યો એ માતા કદી સુમાતા ન બની શકે...

નાયરા: કોનો ફોન છે પાર્થિવ?

પાર્થિવ નાયરાને દુઃખ ન થાય એ માટે'

પાર્થિવ: કંપનીનો ફોન છે..

આર્વી નાયરાની કાળજી લઈ રહી હતી.નાયરાને.હિંમત આપી રહી હતી કે જલ્દી ઠીક થઈ જાશે.

આર્વી: નાયરા આરામ કર તો?બહુ નાહકનુ ન વિચાર પાર્થિવ તારો જ છે અને તારો જ રહેશે...હવે તો આરામ કરીશ...

નાયરા: આ...હ...મને કંઈક થાય છે...પાર્થિવ મારી જોડે જ રહે...નહીં ખસ...

પાર્થિવ: હા...પણ નાયરા તુ આરામ કર...

નાયરા: શુ છૂપાવે છે પાર્થિવ?

પાર્થિવ: કંઈ જ નહીં...?

ત્યાં નર્સ આવી ગઈ.

નર્સ: ઓહ માય...ગોડ...
પેશન્ટની તબિયત બહુ ગંભીર થતી જાય છે....સાહેબ પણ વડોદરા ગયા છે...તો હવે...આપણે શું કરીશુ?

આર્વી નાયરાના પગ ઠંડા ન થઈ જાય શરીર ઠંડુ ન પડે તે માટે હથેળી ઘસી ઉષ્મા પૂરી પાડી રહી હતી.

રાત્રીનો સમય હતો.હોસ્પિટલમાં સ્મશાન જેવી શાંતિ હતી.

સિનિયર નર્સ: શું થયું બેન આટલો શોર બકોર શાનો છે...

જુનિયર નર્સ: દીદી આ પેશન્ટની તબિયત વધુ ને વધુ ખરાબ થતી જાય છે...

વધુમા હવે આગળ...

નાયરાની સ્વર્ગારોહણની સફર કેવી રહે છે?પાર્થિવને આઘાતમાંથી બહાર નિકાળવામા આર્વી સફળ થાય છે?એ હવે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:53"માં જોઈએ...