જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 51 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 51

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:51"

આપણે આગળ જોઈ ગયા કે નાયરાની પરિસ્થિતિ દિવસે દિવસે.ગંભીર થતી જાય છે.તો અહીં નિપાના તૂમાખી ભર્યા વર્તનથી અર્જુનભાઈ હેરાન હોય છે.શું પાર્થિવ અને અર્જુનભાઈ બેઉની હેરાનગતિનો અંત આવે છે?આવે છે તો કેવી રીતે એ હવે જોઈએ...

પાર્થિવ:ગમે તેમ કરો મારી નાયરાને બચાવી લો...હું એના વગર રહી નહીં શકું...

નર્સ: અમે પ્રયત્ન કરી શકીએ બાકી ભગવાન પર છોડી દો...

પાર્થિવ: સિસ્ટર આમ ન બોલો, હું શું કરીશ...એના વગર...?

નર્સ: સાચુ કહુ તો ભાઈ એક વાત કહી શકુ...?શુ મને મંજુરી છે?

પાર્થિવ: હા બોલો ને...શું કહેવા માંગો છો?

નર્સ: તમે જો વહેલા લાવ્યા હોત તો...વાત કંઈ અલગ હતી.

પાર્થિવ: એટલે તમે કહેવા શુ માંગો છો? કંઈ સમજ આવે એવું બોલો...

નર્સ: વાત કંઈ એમ છે?

ત્યા એકાએક જ ડોક્ટર આવી ગયા.

ડો અનુજ: અરે...સિસ્ટર તમે તો દિવસે ને દિવસે જાડી ચામડીના બનતા જાવ છો...કંઈ શરમ છે કે...?

જુનિયર નર્સ: સર,અમે પ્રયાસ કરીએ તો છીએ....કેમ આમ કહો છો...?

ડોક્ટર અનુજ: તમારુ કામ કેવું છે...? એ તો દેખાય જ છે...

નર્સ: સાહેબ અમે બનતા પ્રયાસ કરીએ છીએ...

ડો અનુજ: તમને અહીં ગપ્પાં મારવા રાખ્યા છે...જો તમારું આવુ કામકાજ રહ્યું તો મારે તમને ડિસ્મિસ કરવા પડશે...આ તમે ચેતવણી ગણો તો ચેતવણી વિનંતી ગણો તો વિનંતી...નિર્ણય તમારા હાથમાં છે...

પાર્થિવ: આ શુ રીત છે કર્મચારી સ્ટાફ સાથે વર્તવાની...?

ડો અનુજ: મિસ્ટર ઓઝા વાદ વિવાદનો સમય નથી...અત્યારે સમય ઓછોને દોડધામ વધારે છે...

પાર્થિવ: સાહેબ,તકલીફ શુ છે એ તો કહો?તમે આમતેમ દોડાદોડી કરશો તો અમને શું ખબર પડશે?

ડો અનુજ: અમે પૂરો પ્રયાસ કરી જ રહ્યા છીએ તો અમારી નમ્ર અપિલ છે કે અમને અમારુ કામ કરવા દેવામાં આવે...

પાર્થિવ: હા...સાહેબ,

આમને આમ હોસ્પિટલમાં દિવસો વિતતા ગયા.પાર્થિવના દુઃખમા આર્વીનો સાથ રહેતા પાર્થિવે આ પરિસ્થિતિ પર મહંદશે કાબૂ મેળવ્યો...

તો અહીં નીપાના આગમનથી અર્જુનભાઈ ત્રસ્ત હતાં.

નિપા કોઈ પણ કાળે માલતીબહેનને પોતાના મમ્મી તરીકે સ્વીકરવા તૈયાર નો'હતી.

અર્જુનભાઈ પણ વિચારી રહેલા કે આ દિકરી સાસરે પરત ચાલી જાય તો સારુ આપણી લોક પ્રસિદ્ધ કહેવત મૂજબ"ડાહી દિકરી તો સાસરે શોભે..."ખબર નહીં આ કહેવત કેવા શકનની બની હતી કે નીપા પિયરથી ખસવા નોહતી માંગતી પરિસ્થિતિ હાથમાંથી જઈ રહી હતી.

અર્જુનભાઈ: માલતી...માલતી...

માલતીબહેન: આ આવી કહેજો શુ કામ હતું?

અર્જુનભાઈ: તને પાર્થિવના બોલવા ઉપરથી ન લાગ્યું કે એ કંઈક છૂપાવી રહ્યો છે તે...

માલતીબહેન: હા...મારો દિકરો કેમ હશે...?

નિપા: હોસ્પિટલમાં છે એવી વાત કરતાં હતા.

અર્જુનભાઈ: આ કંઈ સરખુ ફાટે તો કંઈ ખબર પડે ને પાર્થિવ જોડે શુ વાત થઈ?હવે કહે પણ,

નિપા: હોસ્પિટલમાં છે એટલું કહી ફોન કાપ્યો...તો મને શુ ખબર હોય...?

અર્જુનભાઈ: આ સાવ ડોબા જેવી છે થોડી ચાલાક બન આપે એટલું ખાવ ને મોકલે ત્યાં જાય આવુ ખાતુ રાખીશ તો બધી જગ્યાએ તરછોડાઈશ...

નિપા: વધુ કંઈ પુછુ એ પહેલાં ફોન કાપી દીધો.

અર્જુનભાઈ: હવે જો થોડી પણ માણસાઈ હોય તો તારી મમ્મીને કામમાં મદદ કર...

નિપા: કંઈ જ નથી આવડતું...

અર્જુનભાઈ: અરે...હાય હાય...તે તો પાક્કુ સાસરીમાં અમારી નાક કપાવી હશે...

નિપા: બસ,હવે બહુ થયું તમે શીખવાડ્યું હોય તો આવડે ને...હંમેશાં મને કારણવગર અપમાનિત જ કરી છે...

માલતીબહેન: કોઈ વાંધો નહીં હું શીખવાડીશ બેટા,બધું જ સરખુ
થઈ જાશે તુ રડ નહીં.

નિપા ઉદાસ ચહેરે શકભરી નજરે માલતીબહેનને એકીટશે જોઈ જ રહેલી...

માલતીબહેન: વિશ્વાસ નથી આવતો મારા ઉપર...?

નિપા મૌન હતી...

માલતીબહેન: ચાલ તો...રસોડામાં હું શીખવીશ...

નિપા મનોમન બબડાટ કરતાં બોલી રહેલી"આ એટલા પણ ખરાબ નથી દેખાતા...બની શકે કે એમના દિકરાને આ મજબૂત અને પરિસ્થિતિથી ઘડાય એ આશયથી એકલો મૂકી દીધો હોય..."

માલતીબહેન: એ...શુ વિચારે છે...?

નિપા: કંઈ જ નહીં...

અર્જુનભાઈ: કંઈક શીખ તો અમારો તો પીછો છૂટે...આને કહેવાય વણ બોલાયેલી બલા...

માલતીબહેન: કોઈ બાપ પોતાની છોકરી સાથે આમ વાત ન કરે...

અર્જુનભાઈ: તો શુ કરુ હું કહે માલતી પેલા દિવસે મેં તો મોકલી નોહતી એ ખુદ ગઈ હતી.

માલતીબહેન: આ સમય છે આવી બધી વાતો નો...માની લીધુ કે નિપા છોકરી છે...અર્જુન પણ એ ન ભૂલ કે નિપા તારી છોકરી છે તે...ચાલ નિપા રસોડામાં...હું શીખવીશ તને...બેટા...

નિપા: સાચે...?

માલતીબહેન: હા બચ્ચા...

નિપા જાણે પોતાની મૃત મમ્મીને પુનઃજીવીત ન જોતી હોય તેમ એકીટશે જોઈ જ રહેલી...

વધુમાં હવે આગળ...

નાયરાની અંતિમ સફર કેવી રહે છે?એ "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:52"માં જોઈએ.