જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 30 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 30

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:30"

આપણે આગળ જોઈ ગયાં કે દિકરો પાર્થિવ તેની મમ્મીના ખોળે ઘણા વર્ષો બાદ સુતો હોય છે.તેને મમ્મીના ખોળામાં શાંતિનો અહેસાસ થાય છે.શાંતિ ક્ષણિક જ હતી.પરંતુ માલતીબહેને નાયરાને પાર્થિવ માટે ના પાડી એ આઘાત જનક વાત હતી.તો પાર્થિવ સફાળો મમ્મીના ખોળામાંથી ઊભો થઈ ગયો પરંતુ માલતીબહેનની વિચારસરણી ઉપર પહેલાં તો વિશ્વાસ થયો નહીં પરંતુ આ બાબતે પાર્થિવનો નિર્ણય શું રહેશે...?

પાર્થિવ: મમ્મી તને એનાથી વાંધો શું છે? નાયરા બહુ લાગણીશીલને સ્વભાવે સારી છે...અને વધુમાં દેખાવે પણ સુંદર છે....

માલતીબહેન: દેખાવે સારી વ્યક્તિ હોય એ જીવન માટે સારી જ સાબિત થાય એ પણ તો જરૂરી નથી ને...?

પાર્થિવ: આ લગ્ન મારા છે તો પસંદગી પણ મારી હોવાની એમાં મમ્મી તારે આમ બોલવાની જરૂર નથી.

માલતીબહેન: અરે...દિકરા હજી થોભી જા વિરામ તો લે લગ્ન પણ થયા નથી ને નાયરાનો પક્ષ લેવાનો શરૂ...

પાર્થિવ: મમ્મી આખીય દુનિયા બદલાઈ ગઈ,પરંતુ તારી વિચારસરણી તો એટલીને એટલી જ રહી...કેવું મગજ છે તારુ...?

તારે પપ્પા બાબતે પણ આજ થયું હશે જ્યાં તને ગમે ત્યાં સુધી સૌ કોઈ સારુ અને તને ન ગમે એટલે સૌ કોઈ ખરાબ આ તે શું વાત થઈ ભલી...

મમ્મી અત્યારે મારે કેનેડાથી ફોન આવ્યો છે...તો હું જાવ...

બપોરનો સમય થયો માલતીબહેન બબડાટ કરતાં કરતાં રસોડામાં ગયાં"હજી તો કાલ ફૂટી નિકળ્યા છે ને જો આ...

માલતીબહેન: બધી વાત જવા દે...તું શું ખાઈશ મને કહે તો...

પાર્થિવ: શું ખાવું કે મમ્મી તુ મને ખાવાનુ જ ક્યાં ગળે ઉતરવા દે છો...

માલતીબહેન: એટલે શું કહેવા માંગે છો સમજ પડે તેમ બોલ....

પાર્થિવ: એટલે એ નાયરા જોડે લગ્ન કરુ કે આર્વી જોડે...?મને તો એ જ નથી સમજાતું..

માલતીબહેન: વાત તો સાવ તુ જ મુરખા જેવી કરે છો...ઘડીકમાં આ જોઈએ તો ઘડીકમાં આ...ટુંકમાં તુ જ તારી બાબતે બંધાતો નથી...તને જ નથી ખબર પડતી કે શું કરવું તે...પહેલા તારા મગજની દવા કરાવ પછી લગ્ન કરજે...બિચારી બેય છોકરીઓની જિંદગી બગાડે છો...?

પાર્થિવને આ વાત તો સાચી લાગી જ રહી હતી.
મારી માનસિક દશા ઠીક નથી કોને પસંદ કરુ કોની સાથે જીવન જીવુ આ યોગ્ય છે કે આ સમજ નોહતુ આવતું....આર્વી તેનો સ્કુલકાળનો પ્રેમ છે તો નાયરા તેની હમણાંની ગર્લફ્રેન્ડ છે...શું કરવું ? કંઈ જ સમજ નોહતી પડતી.

માલતીબહેન: નહીં તો તું મારુ પણ ફેરવી બેસે...બેઉ છોકરીઓને હથેળીએ રમાડવી આ કેટલું યોગ્ય છે? આ તુ જ મને કહે?

પાર્થિવ; મારી પાસે એવી સમસ્યા છે મને બેઉ ગમે છે પરંતુ સ્વીકાર કોનો કરવો એ સમજ નથી આવતું....

માલતીબહેન: તારુ તો સાવ મગજ જતું રહ્યું છે...કેનેડા જઈ તુ સાવ બગડી ગયો છો...

પાર્થિવ: હવે રહેવા દે મમ્મી...અત્યારે ક્યાં હથોડા ઠોકે જાય છે..હું મારી મનપસંદ જગ્યાએ જાઈશ એટલે મન હળવું થઈ જાય...

માલતીબહેન: જા જઇ આવ નહીં તો મારુ મગજ પણ ફેરવે તું...એકવાર ખાઈ લે તો...

પાર્થિવ: મમ્મી તને ખબર તો છે કે હું ક્યાંક જવાનું વિચાર કરતો હોઉ તો ટોકવો નહીં...

માલતીબહેન; હા હવે તું શાંતિ રાખ હું આ બાબતે વિચારીશ નહીં તો નિર્ણય કેવો લઈશ મને તો એજ પ્રશ્ન છે...

પાર્થિવ: મમ્મી આરે વોટરપાર્ક જાવુ છે....

માલતીબહેન: હવે છાનોમાનો ઘરમાં નળ ચાલુ કરીને નાહી લે...

પાર્થિવ: ટિકિટ બુક કરાવી દીધી છે,એટલે હું ત્યાં જમીશ....

માલતીબહેન: પણ બેટા આ ગરમીમાં જમવાનું બહારનુ ટાળ...આ ભારત છે કેનેડા નથી માંદો પડીશ તો તને જ તકલીફ થશે...

પાર્થિવ: મમ્મી એટલે શું કંઈ સમજ્યો નહીં..આપણે બેઉ જાઈશુ

માલતીબહેન: એ....હે...પાગલ મમ્મીને કોઈ સાથે લઇ જાય...આવી જગ્યાએ...

પાર્થિવ: મમ્મી આમપણ તો અત્યારે સુધી ઘરે છો તો આપણે બેઉ સાથે જ જાઈશુ...ચલ તૈયાર થા તો કંઈ જ બ્હાનુ નહીં ચાલે...

માલતીબહેન: પણ આમ ઘરને સુનુ ન મૂકી જવાય સમજ કંકુમાં પણ નથી ઘરે...

પાર્થિવ: અરે મમ્મી બહુ થઈ તારી લપ ચાલ તો હવે....આમ પણ તડકો માંથે છે....તો જલ્દી જાઈએ....આપણા માટે નહીં કોઈ અલગ વ્યવસ્થા હોય ત્યાં તો વેઈટિગમાં ઉભા રહેવું પડશે...બૂકિંગ કરાયેલું છે તો એનોય સમય હોય છે....નહીં તો...

માલતીબહેન: તુ પણ તો પહેલા મને કંઈ કહેતો નથી હવે કહે છો...હવે કેટલું જલ્દી કરુ મને કહે તો....

વધુમાં હવે આગળ..
પાર્થિવના માનસનો ઈલાજ થાય છે? શું સમસ્યા હોય છે? પાર્થિવના નિર્ણયને માલતીબહેન તરફથી મંજુરી મળે છે કે પછી તેમના વિરુદ્ધ જાય છે,પાર્થિવની લેખનની સફર કેવી રહે છે..? આગળ પણ આમ જ હોય છે? કે પછી અટકી જાય છે કે પછી નવો આગળ જીવનમાં નવો વળાંક આવે છે નવો વળાંક પાછળ શું રહસ્ય રહેલું છે? પાર્થિવનુ કાર્ય તેને ક્યાં પહોંચાડે છે તે આપણે"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:31"માં જોઈએ.