જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 29 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 29

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:29"

આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ પોતાના ઉપર આવેલા ધર્મ સંકટની વાત કરે છે,માલતીબહેન વિચારીને તે સવારે કહેશે તેવો દિલાસો આપી પુત્રની વ્યાકુળતાને શાંત પાડે છે.

હવે આગળ....

સવાર પડે છે.પાર્થિવ પોતાના ભવિષ્યની ચિંતામાં આખીય રાત જાગે છે.પરંતુ માલતીબહેનનો મમતાભર્યો હાથ તેના માંથે ફરતાં બધું જ ભુલાઈ જાય છે.બેટા માલતીબહેને દિકરા પાર્થિવને મિત્રતાભાવે પુછ્યું,"કંઈ એવી કમી અને એવી ખુબી મને કહે બેઉની જેના માટે તને અણગમો હોય"

પાર્થિવ વિચારમાં પડી ગયો,તેને કોને અપનાવવી એ પ્રશ્ન હતો આર્વીને અપનાવે તો નાયરાને છોડવી પડે અને નાયરાને સ્વીકારે તો આર્વીને છોડવી પડે.નાયરાને અપનાવે તો આર્વીને છોડવી પડે તેને બેઉ જોડેના સંબંધો એવા હતા કે એકને છોડી બીજાને દુઃખી કરવું પડે તે માટે તેનું હૈયું નો'હતુ માનતું.

પરંતુ નિર્ણય તો લેવો જ રહ્યો.

માલતીબહેને યુક્તિ મુજબ પાર્થિવને કહ્યું"બેટા,તે તારા જીવનના રહસ્યના દ્વાર ખોલી દીધા જ છે...તો મારુ માન..."

પાર્થિવ: મમ્મી શું કરુ હું આ ધર્મસંકટ છે,બેઉ એટલી હોશિયાર છે કે ન પુછો વાત...

માલતીબહેન: હા એક ને તો મળી જોઈ પેલા દિવસે એની હોશિયારી...મેં...

પાર્થિવ: મમ્મી આવુ ન બોલ નાયરા બહુ સરસ છોકરી છે. હોશિયાર અને દેખાવડી પણ...

માલતીબહેન: તને મારા ઉપર ભરોસો છે...?અને જો હોય તો સાંભળ...

પાર્થિવ: હા...મમ્મી છે, એટલે તો તને વાત કહી કેમકે તારા માથાના ધોળા વાળ અને ચહેરાની કરચલીઓ જ પુરાવો આપે છે...

માલતીબહેન: હા બેટા જેની જોડે જીવન જીવવાનુ છે એના દેખાવ કરતાં દિલ જોવું વધારે સારું છે...

પાર્થિવ: એ તો એમ કેમ ખબર પડે મમ્મી?
માલતીબહેન: એ જ તો ખબર પાડવી જોઈએ બેટા,અને જો આ ખબર પડી જાય તો જીવન ન્યાલ થઈ જાય....

માલતીબહેન: તને કહીશ તો કદાચ નહીં ગમે પણ માફ કરજે હું તારી મમ્મી છું એટલે કોઈ માતા પોતાના દિકરાનું ખોટું નહીં થવા દે...

પાર્થિવ: મમ્મી બોલ ને...

માલતીબહેન: જો બેટા મને નાયરા યોગ્ય છોકરી નથી લાગતી...

પાર્થિવ તો માનો સફાળો મમ્મીના ખોળામાંથી જાગી ગયો. તેની દુનિયા જાણો લૂંટાઈ ન ગઈ હોય તેમ સફાળો ઊભો થયો.

તેને તો તેને પોતાના કાન સરખા કર્યા તેને પોતાના કાન ઉપર ભરોસો જ ન આવ્યો.

પાર્થિવ: મમ્મી તુ આ શું કહે છે...બિચારી નાયરા પર શું વિતતી હશે...?

માલતીબહેન: એ...પાર્થિવ તુ જરા બુધ્ધિથી વિચાર કર તારી નાયરા બોલવામાં કેટલી મૂહફટ છે એવી છોકરી આપણા ઘરે ન પોષાય...

પાર્થિવ: અરે...મમ્મી આ શું વાત થઈ નાયરાએ એવું તો શું કરી નાંખ્યુ...?કે તમે આવા નિર્ણય પર આવી ગયા.જો મમ્મી તને ખોટો વ્હેમ થયો હશે...?

માલતીબહેન: મને કોઈ જ વ્હેમ નથી થયો હું જે કહી રહી છું તે યોગ્ય જ કહું છું...નાયરા આપણા ઘરમાં ચાલે તેમ નથી...

પાર્થિવ: મમ્મી જે કહેવું હોય તે ચોખ્ખું જ કહે...આમ ગોળગોળ ફેરવીને ન કહે,

માલતીબહેન: એ છોકરી અહીં આવી નથી છતાંય એના માટે લડે છે માં જોડે...તો એ આવશે એટલે તો તું તો એનો ગુલામ જ બને ને!

પાર્થિવ: અરે...મમ્મી તારા પાસે તો મને આ આશા નો'હતી. મને તો નથી લાગતું કે તારી વાત સાચી હોય...

માલતીબહેન: બેટા પાર્થિવ હું તારી દુશ્મન નથી...તુ સમજવાનો પ્રયત્ન કર...હું તારા..

પાર્થિવ: બસ....મમ્મી બહુ થઈ ગયું...હુ ક્યારનોય જોઈ રહ્યો છું કે તમે નાયરાનુ અપમાન કરે જાવ છો...હવે જો મમ્મી કંઈ બોલ્યા તો...કહી રહ્યો છું કે મારા અને તમારા સબંધો બગડશે...અને મર્યાદાનો સેતુ છે એ પણ નહીં રહે....

માલતીબહેન: હું પણ જોવું કે નાયરા આ ઘરની વહૂ કેવી રીતે બને છે?

પાર્થિવ: હા હું પણ તમારો જ દિકરો છું લગ્ન તો મને ગમે ત્યાં જ કરીશ...અને આમ પણ હું
મુંબઈમાં ઠોકરો ખાતો હતો ત્યારે તમારી મમતાને શું ધૂળ લાગી ગઈ હતી....કે....શું?

મને કંઈ સમજાયું નહીં....

પાર્થિવના મગજનો પારો વધુને વધુ તાપમાન દર્શાવી રહેલો...

વધુમાં હવે આગળ...

નાયરાને ઘરની વહૂ ન બનાવવાનું શું કારણ હોય છે?માલતીબહેનનો અહમ,ઈર્ષા કે પછી દિકરો દુર થઇ જશે તેવો ભય કે પછી હઠ? કંઈક અલગ જ વાત હોય છે?નાયરા અને પાર્થિવના લગ્ન માલતીબહેનના વિરુદ્ધ
જઈ થાય છે કે પછી માલતીબહેન માની જાય છે?નાયરા અને પાર્થિવની પ્રેમ કહાની અધૂરી રહી જાય છે?એ આપણે"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:30"માં જોઈએ.

(તમારા મતે શું હોઈ શકે માલતીબહેનનો અહમ ઈગો,ડર કે પછી હઠ એ આપના પ્રતિભાવમાં જણાવી શકો છો...)