"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:25"
આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ અને નાયરા બેય વાત કરતાં હોય છે.તો પાર્થિવ આર્વીનો પરિચય નાયરાને આપે છે.નાયરા પોતાની જાતને સ્વસ્થ કરીને આર્વી સાથે વાત કરતી હોય છે.પરંતુ આર્વી પાર્થિવની રાહ જોઈ ઉભી હોય છે.મનમાં ગણગણે છે કે આર્વીને પાર્થિવની મુલાકાત...એ આપણે હવે જોઈએ...
***********
નાયરા: હું રાત્રે તારા ફોનની રાહ જોઈશ...ત્યારે તો હું તને નહીં છોડું કેટલા દિવસ પછી તુ હાથ આવ્યો છો એમ તો કંઈ તને થોડો છોડી દેવાય....
પાર્થિવ: અત્યારે હું ફોન મૂકુ મેડમ ઈજાજત તમારી હોય તો...?
નાયરા: હા કેમ નહીં...? રાત્રે વાત...તારી...
નાયરા ફોન મૂકે છે.પરંતુ પાર્થિવની રચનાઓ વાંચી ગદગદીત થઈ જાય છે.એક તરસ તેની અસહ્ય વધી ગઈ હોય છે એ છે મિલનની...
કેનેડાના ટોરેન્ટોનો એક પ્રદેશ હતો.જે આપણા ભારતના સન્સેટ પોઈન્ટની યાદ અપાવી રહેલો.
આર્વી પાર્થિવનો ફોન ખત્મ થાય એની રાહ જોઈ બેઠી હતી.
નાયરા: પણ હા પાર્થિવ તારી ફ્રેન્ડથી બચીને રહેજે હો....
પાર્થિવ: શું કંઈ પણ બોલે છે?હવે ફોન મૂકવા દે...કામ છે,મારે ઘણા...
નાયરા: તારી સ્કૂલ મિત્ર આવી એટલે તુ તો બદલાઈ જ ગયો....આ કહેવત આજે સાચી
થઈ રહી છે... ઘરડાઓએ સાચુ કહ્યું છે,જ્યારે માણસને નવી વ્યક્તિ મળી જાય એટલે જુની વસ્તુ માણસને અરુચિ પેદા કરાવે...આવા જ હાલ તારા છે...
તમે તમારી ખરાબ આદતનો પરિચય કોઈપણ રીતે આપી જ દો...એમ જ ને...
પાર્થિવ: આપણે રાત્રે મનભરીને ઝગડીશુ ઓકે અત્યારે મારે કામ છે...
આટલું કહી પાર્થિવે ફોન કટ કર્યો...
નાયરા:
હેલ્લો...હેલ્લો...પાર્થિવ...પાર્થિવ...અવાજ નથી આવતો આજે સ્કુલ ફ્રેન્ડના કારણે ફોન કાપ્યો હું છોડીશ નહીં આને....
સાંજે હું પણ એવુ જ કરુ...તો એને સમજાશે...હ...હ..."
આટલું કહી નાયરા ફોન બેડ ઉપર જોરથી પછાડી નાહવા ગઈ,પોતાના કામ જાતે કરવા પડતા એટલે આળસ આવતી હતી.
કેનેડામાં રાત્રી હોય તો આપણે દિવસ અહીં ટાઈમ ક્રશ થતાં બેઉ વચ્ચે ઝગડો પણ થાતો હતો,ખબર નહી કેમ તેનુ મન ગભરાતુ હતું,તેને ભય હતો કે મમ્મી પપ્પાની વાત સાચી ન પડે,પાર્થિવ એનાથી કાયમ માટે દૂર ન થઈ જાય.
નાયરા (મનમાં)બબડાટ કરતા કહે,"ન....હું પણ કેવા વિચારમાં પડી ગઈ.એવુ બની જ ન શકે..મારો પાર્થિવ એવું કરી જ ન શકે.
પાર્થિવ ઉદાસ હતો.અહીં કામનુ ભારણ નાયરાનુ વાતે વાતે ચડિયાપણુ સહન કરવું પરિસ્થિતિ સહનશક્તિ બહાર થઈ ગયું હતું.
આર્વી: હું જાઉ તારે કામ વધુ છે તો...?
પાર્થિવ; બેસ ને...આર્વી તુ મારી જોડે બેસીશ તો મને ગમશે...
આર્વી: ચાલ પાર્થિવ કોફી પીવા જાઈએ...તારુ પણ મન હળવું થઈ જશે...
પાર્થિવ: પણ અત્યારે આમ જો રાત્રીના બાર વાગ્યા...
આર્વી: અબ્બે....ડબ્બુ....આ કેનેડા છે ગામડુ થોડી છે અહીં તો લોકો ખુબ મહેનતી હોય...
પાર્થિવ: એ પણ છે...
આર્વી: જ્યારે મારો મૂડ ઓફ થતો ત્યારે તુ મને ત્યારે તુ ડેરીમિલ્ક આપી ખુશ કરી દેતો હવે મારો વારો આવ્યો...
પાર્થિવ: આ બધું હવે પાછળ છૂટી ગયું વર્તમાનમાં તુ જીવ અને મને પણ જીવવા દે તો સારું....
આર્વી: કંઈ બ્હાનુ નહીં ચાલે...ચલ...તુ કોફી પીવા માટે...
પાર્થિવ: મારી વાત તો સાંભળ
આર્વી: નહીં કહ્યું ને ચાલ...
પાર્થિવ:હું આવુ છું...
ચાલ...
Waiter: Sir, Madam, what do you want? Place your order.
વેઈટર: સર મેડમ શુ તમારે શું જોઈએ છે?તમારો ઓર્ડર નોંધાવો.
આર્વી: પાર્થિવ મને ખબર છે કે તને ચોકોચીપ વાળી કોલ્ડકોફી ખુબ ભાવે છે...
પાર્થિવ: હા...મંગાવી દે...
એ...વેઈટર...બે ચોકોચીપ કોલ્ડ કોફી સાથે પાસ્તા...
વેઇટર: હા મેડમ બીજું કંઈ...?
Waiter: yes ma'am anything else?
આર્વી પાર્થિવની સામે ઈશારાથી પુછે કંઈ જોઈએ તારે...?
પાર્થિવ: ના...આર્વી...આ પણ કંઈક વધારે પડતું જ છે...
આર્વી: અ...બે...તુ તો બહુ અઘરો માણસ...પહેલાં તો આવો નો'હતો.
Waiter: Thank you
વેઈટર ઓર્ડર નોંધી કામમાં લાગી ગયો.
આર્વી: આપણે નવ વર્ષે મળ્યા પાર્થિવ....
પાર્થિવ: હા...તુ બતાવ... શું ચાલે જીવનમાં...?
આર્વી: કંઈ જ નહીં આપણે જુદા પડ્યા એટલે આ વાતની અસર મારા મગજ ઉપર એટલી પડી કે હું માનસિક બિમારમાં સરી પડી...
ચાલ મારુ જવા દે, તારુ સુણાવ...કેમ છે તારે...કેમ છે...?
પાર્થિવ: ઓય...આપણે અલગ નો'હતા પડ્યા તુ ચાલી ગઈ હતી નાની વાત પર મોંઢુ ચડાવી,ચાલ જુની વાતોને વાગોડીશુ તો આંસુ જ આવશે...
આર્વી: તે વાત કેમ કાપી ?
પાર્થિવ: કઈ વાત કાપી મેં તારી એ કહે તો ?
આર્વી: તારે કેમ છે લાઈફમાં...?
પાર્થિવ: જો તને કેવું દેખાય છે...
આર્વી : તુ તો બહુ સુખી છો...એ દેખાય જ છે...
માટે ચાલ વર્તમાનમાં પાછી આવ...હવે તબિયત કેમ છે...? અહીં તું શું કામ કરે છે?
આર્વી: જ્વેલરીશોપમાં નોકરી તો રાત્રે ફિમેલ વેઈટર તરીકે કામ કરું છું....
આર્વી કે પાર્થિવ બેમાંથી કોઈને હિંમત નો'હતી થતી એકબીજા સામે નજર મિલાવવાની....
નજર મિલાવે તો આંખોને સંભાળવી એક ચેલેન્જ બની જાય.બંન્નેના મૌને જ તમામ રહસ્યો ખોલી નાંખ્યા.
આમને આમ રાત્રી થઈ ગઈ.
નાયરા ફોનની રાહ જોઈ બેઠી હતી.
વધુમાં હવે આગળ...
પાર્થિવ નાયરાને શું સરપ્રાઈઝ આપે છે?એનાથી નાયરા અને પાર્થિવના સબંધો પર શું અસર થાય છે?એ આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:26" માં મળીએ....