જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 24 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 24

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:24"


આપણે આગળ જોઈ ગયા કે નાયરા મમ્મી પપ્પા દ્વારા થતા લગ્ન માટેના અતિશય દબાણથી ત્રસ્ત થઇ ઘર છોડી દે છે.સોમવારનો વાયદો આપીને પાર્થિવ પાંચ વર્ષે ફોન કરે છે.માનો કે નાયરાને તમામ ખુશીઓ મળી ન ગઈ હોય તેમ ચહેરે નૂરને આંખે ચમક આવી જાય છે.ઘણી વાતો મૌનથી જ થતી હોય છે,તો પછી શબ્દો સાથે છેડછાડ શું કામ કરવી.જ્યારે પાર્થિવ નાયરાના પરિવારના હાલચાલ પુછે છે ત્યારે નાયરા 'હશે'કહીને વાતને ટાળી દે છે.પરંતુ પાર્થિવને એક અગત્યનો ફોન આવી જાય છે.
નાયરાની વાતો અધૂરી રહી જાય છે પરંતુ આવતા મહિનાના બીજા અઠવાડિયાના રવિવારની રાહ હોય છે.પાર્થિવના ફોનની રાહ જોતી હોય છે.શબ્દગોઠવણીને શબ્દ રમત કરતાં કરતાં પાર્થિવ ક્યારે સામાન્ય માણસથી સર્જક બની ગયો એની ખબર જ નો રહી.
પાર્થિવ રવિવારનો સમય પોતાના સાહિત્યને આપે છે."સફર જીવનની"તેની સિરિઝનુ પહેલુ પ્રકરણ "એકલતામાં મિલનની તરસ" હતું...કેનેડામાં સ્થિત ગુજરાતીઓને ખુબ ગમી ગઈ આ રોમેન્ટિક વાર્તાની સિરિઝ પાર્થિવની રચના કેનેડામાંના ન્યુઝપેપરમાં પ્રકાશિત થતી હતી.એક ન્યૂઝ પેપર મુંબઈ તો બીજું ગુજરાતમાં પણ પ્રકાશિત થઈ રહ્યું હતું.નાયરા પાસે કેનેડિયન ન્યુઝપેપર આવે છે.ત્યારે પાર્થિવનો ફોટોને શબ્દો જોઈ નાયરા ખુશી અનુભવી રહી હોય છે.એ કોઈ પણ રીતે પાર્થિવને જોવા માંગતી હતી.આ ન્યુઝપેપર પેપર બેંગ્લોરમાં પણ પ્રકાશિત થઈ રહ્યું હતું.

હવે આગળ...

નાયરાને પોતાની પસંદગી પર અભિમાન આવી ગયું.રેખાબેને માતૃહ્રદયવશ નાયરાને ઘરે બોલાવવા અનેક પ્રયાસો કરેલા પરંતુ બધાં જ વ્યર્થ.નાયરા એકની બે ન થઈ.તો આર્વીની તરસી નજર પાર્થિવને શોધી રહી હતી કોઈ આરો આર્વી પાસે ન બચતા તેને પણ આઈ.એલ.ટી.એસ.પાસ કરી પાર્થિવ પાસે કેનેડા ચાલી ગઈ.

આર્વીને કેનેડાના વિઝા મળી ગયા.તેને તો કેનેડા સરસ નોકરી પણ મળી ગઈ.
પાર્થિવની રચનાથી પાર્થિવને શોધી રહેલી.
પરંતુ ટ્રેકરની મદદથી પાર્થિવ સુધી આખરે તે પહોંચીને ઝંપી...

પાર્થિવ ફ્રી નો'હતો.તે બાગમાં રખેવાળીનુ કામ કરતો તો રાત્રે શોપિંગ મોલમાં જાતો.

આર્વીની આંખો પણ ભીની થઈ ગઈ પાર્થિવ આટલી બધી મહેનત કરે છે.તે આજે અફસોસ વ્યક્ત કરી રહેલી એ માટે કે તેને પાર્થિવ જેવો મહેનતી છોકરો ખોયો હતો.પરંતુ હવે શું થાય અફસોસ કરવાથી.

તેને મન પણ થયું કે પાર્થિવને બોલાવે પરંતુ મનમાં ઈગો આગળ આવી રહેલો.

પાર્થિવ: હાય...મેડમ હું શું મદદ કરુ તમારી...?

આર્વી: એની કોઈ જ જરૂર નથી.

પાર્થિવ: બોલો શું મદદ કરુ તમારી...?

આર્વી: હાય...પાર્થિવ...તુ અહીં...?

પાર્થિવ: આપ કોણ? મને આમ કેવી રીતે બોલાઈ શકો?

આર્વી: અરે...પાર્થિવ એમ કેમ તુ મને ભુલી ગયો...મને ન ઓળખી...?હું આર્વી...મને ભૂલી જ ગયો તુ આ ના ચાલે હો...

પાર્થિવ: શું જોઈએ છે એ બોલો ખોટી મગજમારી ન કરો...

આર્વી: તુ આટલો બધો બદલાઈ ગયો મને તુ મને ઓળખવાની ના પાડે છે...?

પાર્થિવ: ઓહ...તમે જે પાર્થિવની વાત કરો છો એ હું નથી એ કોઈક બીજો હશે...તમારે કામ શું છે એ બોલો બીજી મગજમારી ન કરો મારી સાથે...?કામનુ બહુ જ ભારણ છે.

આર્વી: આમ કેમ વાત કરે મારી સાથે પાર્થિવ તુ મને ભૂલી જાય....પરંતુ તુ મને ભુલી જાય એવું કેમ બને આ તો હું નહીં જ બનવા દઉ...

પાર્થિવ: અત્યારે વાતો કરવાનો કોઈ મતલબ નથી મારે કામ છે એટલે હું મોન્ટ્રીયલ આવ્યો હતો.ટોરેન્ટોમાં રહું છું મળીએ મારુ કામ તો બદલાતું રહે છે...આજે મોન્ટ્રીયલ છું તો કાલે ટોરેન્ટોમાં મૂકશે...પી.આર.માટે તૈયારી કરું છું.

જોત જોતાં રવિવાર આવ્યો.પાર્થિવ ટોરેન્ટો ગયો.

પાર્થિવને લગ્ન પ્રસંગનો ઓર્ડર હતો તો તે ફુલોની એસેસરીઝનુ કામ કરી રહેલો.

નાયરાનો ફોન આવ્યો...

પાર્થિવ: પછી ફોન કરુ રાત્રે રાહ જોજે...અને તારા માટે એક સરપ્રાઈઝ છે.

નાયરા: ઓકે બાય...હું તારા ફોનની રાહ જોઈશ...તુ તો છૂપો રુસ્તમ નિકળ્યો...

પાર્થિવ: એટલે...?

નાયરા: આવુ કોઈ છૂપાવે ભલું...?

પાર્થિવ: શુ છુપાવ્યુ...મને કહે તો...આપણા વચ્ચે ક્યાં કોઈ રહસ્ય રહ્યું છે...?તે આવો સવાલ કર્યો તે...?

નાયરા: તુ કેટલું સરસ લખે છે...મેં વાચ્યું...મને ગુજરાતી નો'હતુ આવડતું છતાંય મેં હિન્દી ટ્રાન્સલેટ કરી વાંચ્યું.સરસ કલા છે...

પાર્થિવ: સરસ ક્યાં લખુ છું શબ્દ રમત મારી સૌને ગમે છે...નાયરા તુ મારી દોસ્તને મળ...

વિડિયો કોલમાં મળાવે જો નાયરા આ આર્વી...મારી સ્કુલ મિત્ર...

નાયરા પોતાનો મૂડ સ્વસ્થ કરી કહે"હા...હાય..."

તો આર્વી મનમાં ગણગણી રહેલી તો કહી રહેલી કે હજી કેટલી વાર છે? પાર્થિવને...

વધુમાં હવે આગળ....

પાર્થિવ અને આર્વીની મુલાકાત કેવી રહે છે?પાર્થિવ અને નાયરાના સબંધો પર શું અસર થાય છે? પાર્થિવ જીવનસાથી તરીકે કોણે સ્વીકારે છે? આર્વી અને નાયરાને? પાર્થિવની સર્જક તરીકેની સફર કેવી રહે છે? તે આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:25"માં જોઈએ.