જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 23 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 23

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:23"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ કેનેડા પહોંચી જાય છે તેને કામમાં પોતાની જાતને પરોવી દે છે.એટલે નાયરા જોડે વાતચીત ઓછી થઈ જાય છે.નાયરાને ઘરમાંથી લગ્ન કરવા માટે દબાણ થાય છે.પરંતુ નાયરા એકની બે થતી નથી.તો જ્યારે અહીં પાર્થિવને કરિયર સેટ કરતાં કરતાં બીજા ત્રણ વર્ષ લાગે છે.નાયરાના નિર્ણયથી મમ્મી પપ્પાની ચિંતામાં વધારો થાય છે.તો પાર્થિવ શોપિંગ મોલમાં નોકરી કરે છે તો એક દિવસ તેના મોલમાં એક યુવતી આવે છે...પરંતુ પાર્થિવનું ધ્યાન તેની તરફથી હટતુ નથી.આ યુવતી કોણ હોય છે?શું આ યુવતીના કારણે પાર્થિવ અને નાયરાના સબંધો પર કોઈ અસર થાય છે? અને થાય છે તો શું થાય છે?
એ હવે જોઈએ...

નાયરા: મમ્મી વારંવાર લગ્ન માટે દબાણ કરશો તો હું ઘર છોડી ચાલી જઈશ.
પરંતુ રેખાબેને એમની આદત છોડી નહીં પરિણામે નાયરાએ ઘર છોડી દીધું.

નાયરા મમ્મી પપ્પા દ્વારા થતાં લગ્નના દબાણથી ત્રસ્ત થઈ ઘર છોડી દીધુ.નાયરાએ પ્રાઈવેટ કંપનીમાં નોકરી મેળવી લીધી એટલે ઘરની રોકટોકથી તો એને શાંતિ.

પાર્થિવના એક યુવતીનું મોલમાં આવવું.જે વારંવાર તેનું ધ્યાન કેન્દ્રીત કરી રહેલું.

પાર્થિવે નાયરાને ફોન લગાડ્યો.
નાયરાએ મોબાઈલની સ્ક્રીન પર પાર્થિવનુ નામ જોતા ચહેરો ખીલી ઉઠ્યો.ચહેરે ચમક આવી ગઈ.જીવવાની વજહ તો મળી પરંતુ જીવન રંગીન લાગે છે.

શબ્દો વગર જ ડૂસકાં અને હિબકાથી જ સંવાદ રચાઈ જાય છે.

પાર્થિવ: એ...નાયરા...કેમ છો...તબિયત તો ઠીક છે ને...

નાયરા મૌન હતી...પાર્થિવના એક એક શબ્દો શબ્દો થકી પાર્થિવને પોતાની પાસે અનુભવી રહી હતી.

તે આ ઘડીને શબ્દોથી વેડફવા નહોતી માંગતી

પાર્થિવ મનમાં વિચારે છે કે શું નાયરાનો આજ નંબર છે કે નંબર બદલાઈ ગયો...કઈ એવું તો નહીં કે...આટલું વિચારતાની સાથે પોતાની જાતને વાળીચોળી બહાર નિકાળી દે છે.

મનથી પોતાની જાતને સ્વસ્થ કરી એક ઊંડો શ્વાસ લે છે"ન આવું ન કરી શકે નાયરા મારી સાથે ક્યારે ક્યારે નહીં એટલે ક્યારે નહીં..."

પાર્થિવ: નાયરા...એ નાયરા...ફોન ચાલુ છે તો બોલતી કેમ નથી? તબિયત તો સારી છે ને બચ્ચા તારી...

નાયરા: હા...પાર્થુ હું તો ઠીક છું ઘણા વર્ષે મને યાદ કરી તે...આટલું કહેતાની સાથે નાયરા રડી પડી.

પાર્થિવ: ચાલ ને વિડિયો કોલમાં એકબીજાને જોઈએ...આપણને એકબીજાને જોયાને સાત વર્ષ થઈ ગયા...

નાયરા: હા...આ તો ભૂલાઈ જ ગયું.

પાર્થિવ: ચાલને વિડિયો કોલ કરી એકબીજાને મનભરીને જોઈએ...

નાયરા: મારામાં હિંમત નથી..

પાર્થિવ: કેમ બકુડી...આપણે કેટલા વર્ષ પછી મળીશું...વિડિયો કોલમાં

નાયરા: હા...પણ હું નજર નહીં મિલાવી શકું...

પાર્થિવ: અરે...એમ કેમ...મારી આટલી પણ વાત નહીં માને....?

નાયરા: ઓકે....બાબા ઠીક છે...તારી ઈચ્છાનું માન રાખ્યુ મેં...

પાર્થિવ: જો નાયરા આ હું રહું છું તે ઘર છે...

નાયરા: સરખું રાખ તુ તો એવો ને એવો રહ્યો સાવે ગંદો...કેટલું અસ્ત વ્યસ્ત પડ્યું છે.

પાર્થિવ: જેવો છુ એવો તારો છું બોલ તુ જ છો કે મને આવો સ્વીકારી શકે છે,

નાયરા: હા...હવે બહુ ડહાપણ ન કર...કામ કેવું ચાલે છે...એ કહે તો...?

પાર્થિવ: દિવસે શોપિંગ મોલમાં કામ કરુ ને રાત્રે હું બાગમાં જોબ કરું

નાયરા: બાગમાં એટલે કંઈ સમજાયુ નહીં?

પાર્થિવ: બાગની રખેવાળી કરવાની સાથે સાથે ફૂલોથી ડેકોરેશન કરેલી એસેસરીઝનુ કામ કરું
લગ્નપ્રસંગના ઓર્ડર લઉ છું...

નાયરા: ગ્રેટ...પાર્થિવ આટલો બધો સમજદાર અને પ્રતિભાશાળી કેવી રીતે થઈ ગયો?લાપરવાહ છોકરો એક માતાએ મને શોપ્યો હતો...

પાર્થિવ: ખુદ ના મોંઢે ખુદની તારિફ શરમ લાજ આ બેમાંથી કંઈ છે કે નહીં તારી પાસે...તુ તો દિવસે ને દિવસે બગડતી જાય છે....ઈન્ડિયા આવુ એટલે તારી વાત...

નાયરા: હા...એ તો છે જ ને...તારી મમ્મી લાપરવાહી વશ તને આમ રખડતો છોડી ગયા તેમને જરાય પણ તરસ ન આવી કે મારો દિકરો પાર્થિવ શું કરશે? તે માયાવીનગરી મુંબઈમાં પોતાની જાતને કેવી રીતે ઢાળશે...?

ને એકાએક બ્રહ્મજ્ઞાન કેવીરીતે આવી ગયું...?

પાર્થિવ: અરે...અત્યારે આપણે.રોમેન્ટિક વાતો કરીએ...આવી દુઃખદ વાત સાંભળી મને ગુસ્સે આવશે...આ ગુસ્સો હું તારા જેવી માસુમ છોકરી ઉપર નહીં ઉતારું...

નાયરા: જા હવે જબરા...તે વાત કેમ કાપી...મારી...

પાર્થિવ: છોડને...નાયરા બીજું કહે ઘરમાં કેમ છે બધા મજામાં....?

નાયરા: હશે મજામાં....

પાર્થિવ: હશે મજામાં એનો શું મતલબ?ઘરમાં રહે છે છતાંય તને ખબર નથી ?બધું ઠીક તો છે ને....?

નાયરા: મેં ઘર છોડી દીધું...

પાર્થિવ:એ....હે...શું વાત કરે છો?...તને ભાન જેવું કંઈ છે?

નાયરા: ચાલ્યા કરે....છોડને તુ કહે તો?

નાયરા કંઈ બોલે તે પહેલા પાર્થિવને ફોન આવી ગયો.

પાર્થિવ: નાયરુ પછી ફોન કરુ ઓકે બેટુ ટેક કેર...

નાયરા: ક્યારે કરે એ પણ મને કહે...પેલા દિવસે પણ મને બુધવારની વાત કરી આજે પાંચ વર્ષ થઈ ગયા.આ વખતે મને શું તારી યાદમાં સાધ્વી બનાવીને મારવી છે...જ્યાં સુધી પુરી વાત નહીં કરે ત્યાં સુધી ફોન નહીં મૂકુ...

પાર્થિવ: પછી વાત કરીએ આ મહિના પછીના રવિવારે...બસ...હવે તો હું મુકુ...?

નાયરા: આઈ...મીસ...યુ...

પાર્થિવ: બાય...બાય...આઈ. લવ .યુ.

પાર્થિવે ફોન ઉપાડ્યો તો આજે બાગની રખેવાળી રાત્રે પણ કરવાની હતી તો પાર્થિવ કામપર લાગી ગયો.

ફરી પેલી યુવતી દેખાઈ...પાર્થિવને થયુ કે વાત કરુ...

પરંતુ મનમાં અપમાનનો ભય હતો.

પાર્થિવ એકલતાની આનંદમય બનાવવા શબ્દ રમત શરૂ કરી રવિવારનો દિવસ "રોમેન્ટિક વાર્તાને નામ."તેને નાયરા તો યાદ જ આવી જ નહીં...

નાયરાને થયું કે પાર્થિવને ફોન લગાડુ પરંતુ તેને થયું કે પાર્થિવ કામમાં હશે તો તેને ખલેલ નથી પહોંચાડવી.

પહેલી વાર્તા સિરિઝની શરૂઆત હતી "સફર જીવનની"તેની સિરિઝનુ પહેલુ પ્રકરણ "એકલતામાં મિલનની તરસ" હતું...

પરંતુ પાર્થિવની વાર્તા કેનેડામાં સ્થિત ગુજરાતીઓને ખુબ પસંદ આવી...

પાર્થિવની વાર્તાઓ કેનેડાના ન્યુઝપેપરમાં પ્રકાશિત થવા લાગી....

એકલતાને આનંદમય રીતે બનાવે તે સાચો સર્જક પાર્થિવમા આ બધા જ ગુણો હતા.આ છાપુ મુબઈ અને ગુજરાતમા પણ કુરિયર થતું હતું....

નાયરાના હાથમાં આ છાપુ આવ્યું ને એમાં પાર્થિવ ઓઝાનુ નામ ને ફોટો...આજ નાયરા માટે કાફી હતો...તે તો ખુશીની મારી પાગલ બની ગઈ.

વધુમાં હવે આગળ...

નાયરા પાર્થિવને સપોર્ટ કરે છે સામાન્ય માણસથી સર્જક બનવા માટે...? પાર્થિવ અને નાયરાનુ મિલન કેવું રહે છે? પાર્થિવ આર્વી અને નાયરા બેઉમાંથી કોની ઉપર પહેલી પસંદગી ઉતારે છે...?પાર્થિવ અને આર્વીના સબંધો શું નાયરા અને પાર્થિવના રિલેશનશિપમાં અસર કરે છે?અસર કરે છે તો શું?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:24"માં જોઈએ