જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 14 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 14

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:14"


આપણે આગળ જોઈ ગયા કે આનંદિત રીતે પાર્થિવની કોલેજ પણ પૂરી થવા આવે છે.પરંતુ મનની અધુરી વાતની રજુઆત થાય છે તો પ્રત્યુત્તરમાં હા મળે છે કે ના...એ પહેલાં પરીક્ષાનો પડાવ કેવો રહે છે તે હવે જોઈએ....

રાધે: થોડું ભણવામાં ધ્યાન આપ..માની લીધું કે તારા પપ્પા મોટા બિઝનેસમેન છે.પરંતુ તારુ અલગ અસ્તિત્વ શું?

નાયરા સહિત સૌ છોકરીઓ પાર્થિવની વાતો બિન પલકારામાં સાંભળી રહેલી.વાતોમાં કંઈ ખાસ તો છે.

સૌ છોકરીઓ: કંઈ ખાસ નથી આવા તો અહીં કેટલાય છે...અને તારા માટે આ પહેલો થોડી છે...?

નાયરા: એ...પણ આમાં મને ખાસ લાગ્યું આ મારે આખીય જિંદગી માટે જોઈએ છે.ખબર નહીં આને જોઈ કેમ મારો માનસિક કાબૂ ખોઈ બેસુ છું?

સૌ છોકરીઓ: જોજે નાયરા પરિક્ષા આવે છે...એટલે શાંતિ રાખજે...

નાયરા: તમે શું સમજો પ્રેમને...જાવ...અહીંથી...

સૌ છોકરીઓ: હા...હવે પ્રેમ વાળી ન જોઈ હોય તો...આજે આ તો કાલે આ...પછી મહિનો બદલાય એટલે કોઈ બીજો...આ શું છે...?

નાયરા: પણ આના આવ્યા પછી તો નહીં બને.

સૌ છોકરીઓ: હા...હા...અમે જોઈશું...એ તો હો...પણ નાયરા એ કહે ને પાર્થિવ તને કેવો લાગ્યો?અને હા આ છોકરામાં એવું તે શું ભાળી ગઇ છો એ તો કહે..

નાયરા: જે છોકરો નાની ઉંમરમાં આટલી મહેનત કરીને ભણતો હોય એ છોકરો જેવો તેઓ તો ન જ હોય ને સાથે સાથે એની બોલવાની મિઠાશ પણ ગજબની છે...મારુ ચાલે તો...

સૌ છોકરીઓ: બસ હવે સાવ ભાઈ સાહબ જેવો છે નથી કંઈ કપડાં પહેરવાની ઢંગ ન ઊભા રહેવાની રીતભાત...

નાયરા: બસ...હવે...બહુ થયો મારા પાર્થિવનો મજાક...એને પામવા માટે તો કોઈ પણ હદે ઉતરી શકુ છું...

સૌ છોકરીઓ: હટ...હવે ઘેલી અમને તો લાગ્યું કે તું પાર્થિવને હેરાન કરવા અમને મદદ કરે પણ તું તો...

નાયરા: એ...તો મારા રહેતે ક્યારેય તમારું સપનું પુરુ નહીં થાય એને હેરાન કરવો હોય તો પહેલા મારી ઉપરથી પસાર થવું પડશે.

સૌ છોકરીઓ: હવે બહુ ઘેલી ન બન
પરીક્ષા નજીક છે...

નાયરા: શું કરું એ ઘેલાપો એને મેળવ્યા વગર નહીં જાય...

આમને આમ સાંજ પડી સૌ કોઈ ઘર તરફ પ્રયાણ કરે છે.પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે.પરંતુ પાર્થિવ ગેરેજમાં કામ કરતો હોય છે.
ગેરેજના માલિક તેની વ્યથાને સમજવાની જગ્યાએ કડક વલણ અપનાવે છૈ,તો દુઃખમાં અધિકમાસની પરિસ્થિતિનુ નિર્માણ થાય પરંતુ મન મક્કમ રાખી મહેનત તો ચાલુ જ રાખી.

સવારે પરીક્ષા હતી,સૌ કોઈ ચિંતામાં હતું કે પેપર કેમ લખાશે...

શરુઆત ક્યાંથી કરવી પરંતુ પાર્થિવ રહ્યો લખવામાં મશગુલ...

પાર્થિવ પેપર આપી ગેરેજમાં ગયો.ગેરેજના માલિકને માણસાઈના અંકૂર ફુટ્યા આજે કંઈક...

ગેરેજનો માલિક:કેવુ ગયું પાર્થિવ તારુ પેપર...

પાર્થિવ: સરસ ગયું..

કામ પરવારી પાર્થિવ હોસ્ટેલ તરફ જવા નિકળતો હતો ત્યાં એક વૃદ્ધ દંપતી સાથે મેલીઘેલી સ્થિતિમાં એક સ્ત્રીને જોઈ.

એ સ્ત્રી પાર્થિવને જોઈ ભાવૂક થઈ ગઈ પાર્થિવ ને પળે પળે એક અહેસાસ થતો હતો કે તેમની મમ્મી અહીં આવી હોય તેવો.

પરંતુ તે પોતાના મનને મનાવે છે,ન હોય આ માયાવી નગરી મુંબઈમાં ક્યાં કોઈ આપણુ હતુ?નહીં નહીં મમ્મી તો અમદાવાદ છે પોળમાં બની શકે કે આ મારો વ્હેમ હોય?

મનમાં ને મનમાં ગણગણતો હોસ્ટેલ તરફ ગયો.
કોલેજ પણ આમ જ પૂરી થઈ ગઈ.
રાધેની મદદથી પાર્થિવની નોકરી તેના ઘરની પાસે મળી ગઈ.

પગાર સારો હતો પગાર બિલ ભાડા અને હપ્તાભર્યા બાદ બચત કરી પૈસા ભેગા કર્યા હતાં એમાંથી વિઝા મેળવવા માટે તેને આઈ.એલ.ટી.એસ.ના ક્લાસ જોઈન કર્યા.

પાર્થિવને ઓફિસમાં તેનો બેસ્ટફ્રેન્ડ રાધે મળવા આવે છે.ત્યારે પાર્થિવ ભાવૂક બની કહે,"
પાર્થિવ: રાધે તારી મદદ માટે હું ઉંમ્રભર તારો સુક્રગુઝાર રહીશ.

રાધે: શું દોસ્તી આટલામાં જ પૂરી કરી દીધી કે શું?

પાર્થિવ: ન તો...તે તો મને સંકટ સમયે સાથ આપ્યો છે...એમ કંઈ થોડું ભુલાય મને કહે.

રાધે:આભાર માનવો હોય તો તુ નાયરાનો માન...

પાર્થિવ: શું બોલે જાય છો રાધે..વિચારી ને તો બોલ..

રાધે: અલ્યા હું તો જે છે એ જ તો બોલ્યો.

પાર્થિવ: આપણી દોસ્તી વચ્ચે નાયરા ક્યાં આવી?

રાધે: આ હકીકત છે..

પાર્થિવ: ઓહ...તારી નાયરા ક્યારથી મારી બાબતમાં વિચારતી થઈ ગઈ?

રાધે: પાર્થિવ સ્કૂલની વાત હજીય સુધી નથી ભૂલી શક્યો?

પાર્થિવ; ભૂલવા જેવું શું હતું એમાં કહે તો પ્રેમનો અહેસાસ ગયો એકબાજુ પહેલા મારુ આત્મ સ્વમાન...એનુ કોઈ હનન કરે એ મારાથી કેમ જીરવી લેવાય.

રાધે: જુની વાતો ભુલી ન શકે જો એ રડે છે...એને માફ કરી ફરી ન સ્વીકારી શકે?

પાર્થિવ:એ...તો...રાધે આ તારી સાથે નથી થયું...એટલે તુ આટલું બોલે છો નહીં તો...?

રાધે:નહીં તો હું આનાથીય વધુ કાઠુ કરોત એમ કહેવા માંગે છો?

પાર્થિવ;ત્યાર નહીં તો શું?

વધુમાં હવે આગળ...

શું કારણ હોય છે પાર્થિવની નારાજગીનું?શું પાર્થિવ નાયરાને સ્વીકારે છે?શું પાર્થિવને વિઝા મળે છે?શું માલતીબહેનને મળે છે પાર્થિવ વિદેશ જતાં જતાં?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:15"માં જોઈએ.