જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 15 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 15

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:15"


આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવની કોલેજ પૂરી થાય છે.રાધેની મદદથી પાર્થિવ નોકરીએ લાગી જાય છે.પગાર પણ સારો એવો હોય છે.પરંતુ તેનું દિલ આટલાથી નથી ભરાતું..એને પોતાની જાતનો વધુ વિકાસ કરવો તેવી ઝંખના તેને ઉજાગરા કરવા મજબૂર કરે છે.તે સખત મહેનતથી પરીક્ષા પાસ કરી પણ દે છે,પરંતુ નાયરાથી એકાએક નારાજગીનું શું કારણ હોય છે...એ હવે જોઈએ...

પાર્થિવ: હવે શું....એને અહેસાસ તો થયો પરંતુ હવે મોડુ થઈ ગયું છે.

નાયરાને રડતા જોઈ રાધેનુ દિલ દ્રવિત થઈ જાય છે.

પરંતુ પાર્થિવનો ગુસ્સો બહુ સાતમા આસમાને હોય છે.

રાધે: પણ તુ ગુસ્સે કેમ થાય છે જો નાયરા રડે છે...શાંતિથી પણ તો વાત થાય જ છે ને...?તો પછી આટલો ગુસ્સો કરવાની શી જરૂર?

પાર્થિવ: આને તુ નથી જાણતો હું પેલા દિવસે ગેરેજમાં કામ કરી રહ્યો હતો.આને ખબર છે કે હું તારા અહેસાન પર બંધાયેલો છું એટલે એને તને હથેળી પર રાખી મારા નજીક આવવા વિચાર્યું,એટલે તુ આની માનસિકતા સમજ તો સારું છે...નહીં તો આ...

રાધે: સરખી રીતે કહે શું વાત છે...સરસ છોકરી છે...તારે તો આભાર માનવો જોઈએ આવી ક્યુટ છોકરીનો કે જે તને પ્રેમ કરે છે...તારી જગ્યાએ જો હું હોત તો....

પાર્થિવ: ભાઈ વધુ ન ઉછળ નહીં તો એટલો જ વધુ પડે...
અને હા...તારા અહેસાસ બહુ છે મારા ઉપર એની ના નથી હું સ્વીકારુ છું પણ,જો તુ મને પોતાનો મિત્ર માનતો હોય તો આ છોકરીને મારી નજરથી દૂર લઈ જા...હમણાં જ...નહીં તો તુ મારું વરવું સ્વરૂપ નિહાળે...

રાધે: પણ વાત શું છે...તુ તો નાયરાને દોસ્ત માનતો હતો...તો બિચારી સાથે આ શું મજાક કરે છે...?તને ભાન છે...?જો લોકો તને જૂએ છે...
સાંકડી ગલીઓનો વિસ્તાર પણ ભીડ ઝાઝી હતી.લોકોને તમાશા માટે કંઈક તો જોઈએ..આવો સરસ અવસર કોણ ચૂકે...?
એટલે સૌ કોઈ પાર્થિવનો લાભ લઈ રહેલું...

અત્યારે મારે માથાકૂટ નથી કરવી.

નાયરા: પણ પાર્થુ આપણે તો દોસ્ત હતા ને આવુ એકાએક કેમ બિહેવ કરે છે...

રાધે: તુ અત્યારે નાયરા બંધ રહે નહીં તો વાત બગડશે.હું વાત કરું છું....

પાર્થિવ: આને મારી સાથેથી દૂર કર આનુ મોં જોવા પણ નથી માંગતો.

નાયરા:પણ મારી વાત તો સાંભળ...

પાર્થિવ ગુસ્સામાં કંઈ જ સાભળવાના મૂડમાં નો'હતો.

પાર્થિવ: રાધે મને તો
આવો વિચાર સપનેય ન આવે કે મારો ખાસ મિત્ર મારો ફોગટમા સમય બગાડશે એવો...

નાયરા: એ...પાર્થુ તુ મને ખોટી સમજે છે...હું...તું સમજે...એવી...મેં શું કર્યું છે એ તો કહે મને...

પાર્થિવ: બસ હવે બહુ થયું..તારી નોકરી તારી પાસે રાખ વધારે મને અહેસાનની દૂહાઈ આપી શરમાવ નહીં...મહેરબાની કરીને...

રાધે: હું તો તને સમજાવી શકું પછી નિર્ણય તારા હાથમાં છે હજીય એકવાર ઠંડા મગજે વિચાર...

પાર્થિવ: રાધે તું શું કામ મને દબાણ કરે છો...મને ખબર છે કે નાયરાએ તને ભાઈ માન્યો છે...પણ એનો મતલબ એવો નહીં કે મિત્રતાના સબંધો મિટાવી દેવા!અને દોસ્તને જાણી જોઈને કૂવામાં નાખવો...

રાધે: કંઈક સમજ પડે તેવુ બોલ આ...શું કૂવો...હવાળો..ને...ફસાવવુ આ બધું શું બોલે છો કંઈક સમજ પડે તેવી ભાષા વાપર...મગજના તાર ખેંચ નહીં...

પાર્થિવ: તને સમજ તો પડે છે પરંતુ તુ સમજવા નથી માંગતો...એમાં મારો કંઈ જ વાંક નથી તુ પણ આને ઓળખી જાઈશ વખત રહેતા.

રાધે પણ પાર્થિવને સમજાઈ થાક્યો હતો.

રાધે: ઠીક છે હવે તારી મરજી પાછળથી પછતાવો ન થાય એનું ધ્યાન રાખજે...

નાયરા રડી રહી હતી.પરંતુ રાધેને ક્યાં વાતની પુરી ખબર હતી?

રાધે: તમે બંને ઝગડાનુ સમાધાન લાવો એ જરૂરી છે...કેમકે પાર્થિવ તુ પણ તો હવે ઈન્ડિયા નથી કે ન નાયરા હવે મુંબઈ રહેવાની...તો પછી મતભેદો લઈ શું કામ જાવ છો...મને તો કંઈ સમજાતું નથી.તે બેઉ પાસેથી રજા લઈ ઘર તરફ ગયો.

રાધે: નથી પાર્થિવ સમજવા તૈયાર કે નથી નાયરા માનવા તૈયાર વાત શું છે?જે પાર્થિવ નાયરાના વખાણ કરે ન થાકતો હોય એ પાર્થિવ નાયરાનુ મોઢું જોવાય તૈયાર નથી. આ તે શું વધુ થઈ...

પાર્થિવને અભિમાન આવ્યું હોય એવું તો નથી ને...

રાધે: ન એવું બની જ ન શકે...ને...નક્કી પાર્થિવની સાથે કંઈક તો બન્યું છે.

વધુમાં હવે આગળ...

પાર્થિવ સાથે શું બન્યું હતું?નાયરા અને તેના ગૃપે બનાવેલી જે યોજના હતી એમાં સફળતા મળી હોય છે કે પછી નાયરા અને પાર્થિવની અંગત સમસ્યા બની હોય છે...જે આજે ગુમડાની જેમ પરુ બની પાકી ઊઠી હોય છે...તે આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:16"માં મળીએ..