ચોરોનો ખજાનો - 47 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 47

અજાણ્યો માણસ

જ્યારે દિવાનને સમાચાર મળ્યા કે ડેનીનું કોઈએ અપહરણ કરી લીધું છે એટલે તરત જ તે ડેનીને બચાવવા માટે નીકળવાની તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાની સાથે અમુક સાથીઓને પણ આવવા માટે કહ્યું. જ્યારે તેઓ નીકળી રહ્યા હતા ત્યારે જ સિરત તેમની પાસે આવી..

तो दिवान साहब आपको पता चल गया? लगता है आप उसी केलिए तैयारिया कर रहे है। બહાર જવાની તૈયારી કરી રહેલા દિવાનને જોઇને સિરત બોલી.

अ,,आप किस बारे में बात कर रही है सरदार? દિવાન જાણતો હતો કે ડેની વિશે હજી સુધી સિરત કંઈ જ જાણતી નથી એટલે તે એના વિશે તો વાત નહોતી જ કરી રહી. તે કઈ બાબતે વાત કરી રહી હતી તે જાણવા માટે દિવાન પૂછવા લાગ્યો.

सुमंत दादा का कॉल आया था, और उन्होंने कहा है की वो लोग अब निकलने केलिए तैयार है। इसलिए मैं आपके पास ही आ रही थी ताकि आपको वहां भेज सकू। आप अपने साथ कुछ लोगों को लेकर जाइए और हमारे जहाज को भारत-पाकिस्तान बॉर्डर के समीप होते हुए लेकर आइए। तब तक मैं गवर्नर के साथ जो कुछ फॉर्मेलिटी बाकी है वो खत्म कर लेती हु। સુમંતે ફોન કરીને જે કહ્યું હતું એના વિશે દિવાનને જણાવતાં સિરત બોલી.

लेकिन उस केलिए तो सुमंत दादा और राज ठाकोर है न। मैं किसी और जरूरी काम से जयपुर जा रहा था। ડેનીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે એ વાત જો સિરતને મળે તો એ તો ભાંગી જ પડે એમ હતી એટલે તેને એ વાતનો ખ્યાલ ન આવે એવી રીતે દિવાન ત્યાંથી નીકળવા માગતો હતો.

ओह! तो अब आप केलिए हमारी इस सफर से भी कोई ज्यादा जरूरी काम है क्या? वो सब छोड़िए और अभी के अभी तारीसरा केलिए निकालिए, चलिए जाइए। જ્યારે દિવાને જયપુર કોઈ બીજા જરૂરી કામથી જવાની વાત કરી તો સિરત થોડા કડક અવાજમાં હુકમ આપતા બોલી.

जी सरदार, जैसा आप कहे। અંતે, સિરત તેમની સરદાર હતી અને એનો હુકમ દિવાન ક્યારેય ઉથાપી શકે તેમ નહોતો એટલે ન ઇચ્છવા છતાં તેણે ડેની પાસે જવાને બદલે પોતાનું મન મારીને તારિસરા જવાનું નક્કી કર્યું. જો કે તેણે પોતાના અમુક કાબિલ સાથીઓને ડેનીને છોડાવવા માટે મોકલ્યા પણ આ કામ માટે તે પોતે ન જઈ શક્યો એનો તેને ખુબ જ અફસોસ થઈ રહ્યો હતો.

દિવાન પોતાના અમુક સાથીઓને લઈને તારીસરા જવા માટે નીકળી ગયો. આ તરફ સિરત પણ જે વધી ઘટી બાકીની તૈયારીઓ કરવામાં લાગી ગઈ. તેણે ગવર્નર સાથે વાત કરીને રાજસ્થાનના અને પાકિસ્તાનના રણની સરહદ ઉપર કેવી રીતે જહાજને આગળ વધારવું અને અન્ય કોઈની નજરમાં આવ્યા વિના જ તેઓ કેવી રીતે પેલી દુનિયામાં જઈ શકશે એ વાતની ચર્ચા કરી અને દરેક જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખ્યા.

આ તરફ દિવાનને ડેનીના અપહરણના સમાચાર આપનાર પેલા બે બાઇક ચાલક જે બાઈક ઉપર હતા તેઓ જે વાનનો પીછો કરી રહ્યા હતા તેમની આંખોની સામેથી ડેનીને લઈ જનાર વાન દૂર થઈ ગઈ. હવે ડેનીને તે લોકો ક્યાં લઈ ગયા અને તે લોકો કોણ હતા તેઓ કંઈ જ જાણતા નહોતા. તેઓ તો એ પણ નહોતા સમજી શકતા કે હવે તેઓ દિવાનને શું જવાબ આપશે..! ડેનીનું પેલા લોકોએ શા માટે અપહરણ કર્યું હતું તેના વિશે તેઓ કંઈ જ જાણતા નહોતા.

અચાનક જ તેમાંના એક જણે ડેનીના ફોન ઉપર કોલ કરવાનું વિચાર્યું. તેણે બે-ત્રણ વાર કોલ કર્યો તો રીંગ વાગી રહી હતી પણ સામે છેડે કોઈ જવાબ આપી ન્હોતું રહ્યું. છેવટે તેણે નિરાશ થઈને કોલ કરવાનું બંધ કરી દીધું.

ડેનીના ફોનમાં રીંગ ન્હોતી વાગી રહી પણ તે વાઇબ્રેટ મોડ ઉપર હોવાના લીધે તેના પેન્ટના ખિસ્સામાં વાઇબ્રેટ થઈ રહ્યો હતો. વાઈબ્રેશન જ્યારે ડેનીને મેહસૂસ થયું એટલે તે થોડીવાર પછી ભાનમાં આવ્યો. તેણે વાઈબ્રેટ થઈ રહેલો ફોન ઉપાડવા માટે પોતાનો હાથ ખેંચ્યો પણ તે તેના ખિસ્સા સુધી પહોંચી ન શક્યો. તેના બંને હાથને તેની પીઠ પાછળ રસ્સી વડે બાંધવામાં આવેલા હતા. એટલે તે હાથ તો બિલકુલ હલાવી શકે એવી હાલતમાં ન્હોતો. તેને કોઈ ખુરશી ઉપર બેસાડવામાં આવેલો હતો.

તેણે ધીમેથી આંખો ખોલી પણ તેને પોતાની આંખો સામે કાળું અંધારું જ દેખાઈ રહ્યું હતું. એનો મતલબ કે તેની આંખો ઉપર કાળી પટ્ટી બાંધવામાં આવેલી હતી જેથી તે કોઈને જોઈ ન શકે. તેનું અપહરણ કરનાર તેને કદાચ પોતાનો ચેહરો દેખાડવા ન્હોતો માગતો.

क्या वो होश में आया? એક અજાણ્યો અને એકદમ પડછંદ ઘેરો અવાજ ડેનીના કાને સંભળાયો. આગંતુક કોણ હતો એ ડેની જાણવાની અને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે તેને આ અવાજ ઉપર થી માત્ર એટલું જ સમજાઈ રહ્યું હતું કે આ કોઈ એજ્યુકેટેડ અને સમજદાર હોય એવો 55-60 વરસનો માણસ હતો. તેની બાકીની હકીકત તો તેને જોયા અને જાણ્યા પછી જ ખ્યાલ આવે એવું હતું. તેણે આવીને જે રીતે પ્રશ્ન પૂછ્યો એનો મતલબ કે ત્યાં પહેલેથી જ ડેની ઉપર ધ્યાન રાખીને કોઈ બેઠું હતું.

अभी तक तो नही, लेकिन अब वो कभी भी होश में आ सकता है। ડેનીનું ધ્યાન રાખીને બેઠેલા માણસે જવાબ આપ્યો. જો કે આ અવાજ પણ ડેની માટે તો અજાણ્યો જ હતો. એટલે ડેનીએ વધારે તુક્કા લગાવવાનું બંધ કરી દીધું. જ્યારે તેની આંખોની પટ્ટી ખુલશે ત્યારે તે આ લોકોને જોઈ લેશે અને જાણી લેશે કે તેને શા માટે કીડનેપ કરવામાં આવ્યો હતો.

ठीक है उसकी आंखो की पट्टी खोल दो। ડેનીને જે જોઈતું હતું એ જ થવા જઈ રહ્યું હતું. પેલા આગંતુક માણસે પોતાના ભારે અવાજમાં ત્યાં પહેલેથી ઉપસ્થિત માણસને ડેનીની આંખોની પટ્ટી ખોલવા માટે કહ્યું. ડેનીના ચેહરા ઉપર થોડા ખુશીના ભાવ તરવરી ઉઠ્યા. જો કે તે કિડનેપ થયો હતો તેમ છતાં અત્યાર સુધીમાં એકવાર પણ તેના ચેહરા ઉપર ડરના કોઈ ભાવ દેખાયા નહોતા. ડેની એક નીડર અને ચતુર યુવક હતો, તે જાણતો હતો કે ડરવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી થવાનું.

आर यू श्योर सर? ત્યાં ઉપસ્થિત માણસ હજી પણ ડેનીની આંખોની પટ્ટી ખોલતા અચકાઈ રહ્યો હતો.

आई एम डेम श्योर, ओपन हिज आईज। પેલાએ પૂછેલા પ્રશ્નના કારણે થોડા ગુસ્સા સાથે આ માણસ બોલ્યો.

ओके सर। એટલું કહી પેલો માણસ ડેનીની આંખોની પટ્ટી ખોલવા માટે આગળ વધ્યો. ડેનીને તેની નજીક આવી રહેલા માણસના પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

જ્યારે પેલા માણસે ડેનીના આંખોની પટ્ટી ખોલી તો થોડીવાર માટે તો ડેનીની આંખોની સામે હજી પણ અંધારું છવાયેલું રહ્યું. જ્યારે તે રૂમના અજવાળાની ડેનીની આંખોને આદત પડી એટલે તેને બધું સાફ દેખાવા લાગ્યું.

જ્યારે ડેનીની આંખો સામે ઊભેલા માણસને ડેનીએ જોયો તો તેને લાગ્યું કે આ માણસનો ચેહરો થોડોક તો ઓળખીતો લાગી રહ્યો હતો પણ તે કોણ હતો એ તેના દિમાગમાં નક્કી નહોતું થઈ રહ્યું. થોડીવાર સુધી તે પેલા માણસને જોઈ રહ્યો.

એવું લાગી રહ્યું હતું કદાચ આ માણસ બ્રાન્ડ પાછળ પાગલ હતો. અરમાની સૂટ, રેબનના ચશ્મા, રોલેક્સ ઘડિયાળ, શૂઝ એમ દરેક વસ્તુ ખુબ જ મોંઘી અને એક સ્ટાન્ડર્ડ પર્સનાલિટી દર્શાવતી હતી. તે કોણ હતો એ તો ડેની ન્હોતો જાણતો પણ એક ક્ષણ માટે તેને આ માણસ પ્રત્યે માન થઈ આવ્યું.

देखो डेनी, तुम मुझे नही जानते, लेकिन मैं तुम्हे बहुत ही अच्छी तरह से जानता हु। मैं यहां तुम्हे इसलिए लाया हु ताकी तुम मेरी एक मदद करो। રૂમમાં પથરાયેલી શાંતિ ભંગ કરતા પેલો માણસ બોલ્યો.

आप है कौन? और मैं बेवजह आपकी हेल्प क्यूं करू? ડેની પણ બિલકુલ ડર્યા વિના જ શાંતિથી બોલ્યો.

मैं जानता था की तुम इसी तरह फिल्मी डायलॉग बोलकर मेरी बात को अनसुनी करोगे, इसीलिए मैंने एक और इंतजाम किया है। जरा उधर तो देखो। પેલા માણસે એક દિવાલ તરફ ઈશારો કર્યો અને ડેનીને તે તરફ જોવા કહ્યું.

દિવાલ તરફ જોયા પછી પહેલીવાર ડેનીની આંખોમાં ડર દેખાયો. તે પહોળી આંખે દિવાલ તરફ જોઈ રહ્યો.

આખરે આ માણસ કોણ હતો?
ડેની પાસે એને શું મદદ જોઈતી હતી?
શું ડેની તેની મદદ કરશે?
ડેની એ દિવાલ તરફ શું જોયું હતું કે તે ડરી ગયો?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
'ચોરનો ખજાનો'

Dr Dipak Kamejaliya
'શિલ્પી'