ગુમરાહ - ભાગ 39 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 39

ગતાંકથી....

મિત્રો,જેમ મારા માનવંતા પપ્પાના વખતમાં તમે તેમને મદદ કરતા તેમ મને પણ મદદ કરશો. એમ જ સમજશો કે તેઓ હજી જીવિત છે .તેમનો આત્મા તમારા કામથી પ્રસન્ન થાય એમ વર્તશો .બસ, મારે એટલું જ કહેવાનું છે , મને આશા છે કે, ત
તમને સંતોષ થશે. હું મારી ઓફિસમાં જાઉં છું. પાંચ મિનિટની અંદર તમારો નિર્ણય મને જણાવજો."

હવે આગળ....

આ સીધી , સરળ અને સાદી વાતથી માણસો ઉપર ઘેરી અસર થઈ તેનામાં ઉત્સાહ વધ્યો. તેઓને આ નવ યુવાન માલિક ખૂબ ગમી ગયો. પૃથ્વી હજી તો તેની ઓફિસમાં જઈ તેની ખુરશી ઉપર બેસે ત્યાં જ કંપોઝ રૂમમાંથી 'લોક સેવકની ફતેહ' 'ઘણું જીવો લોક સેવકના માલિક' એવી બુમો સંભળાઈ અને બાબુલાલ હસતો હસતો આવીને બોલ્યો : " સાહેબ ,માણસોને આપનું કહેવું ઘણું જ ગમ્યું છે .તેઓને પૂરેપૂરો સંતોષ થયો છે. તેઓ સૌ કામ ઉપર ચઢી ગયા છે. પણ આપને ફરી બોલાવે છે."

"શા માટે ?હવે સમય ગુમાવો ન જોઈએ."
"સાહેબ ,તેઓ આપનુ ફૂલહારથી સન્માન કરવા માંગે છે."

"નહિં .એવા માનને હું લાયક નથી .મારે મારી ફરજ બજાવી જોઈતી હતી અને તેને બજાવી છે. માણસોને કહો કે, હું એ માટે તમારો આભાર માનું છું."

"પણ સાહેબ, ફક્ત એક મિનિટ."
"ના હું નહિ આવું ."પૃથ્વીએ મોટા પરંતુ મીઠા અવાજે કહ્યું.

બાબુલાલ જતો રહ્યો. ચીમનલાલ તે પછી ત્યાં આવ્યો અને લાલચરણની લુચ્ચાઈ માંથી પૃથ્વીએ કેવી રીતે માણસોને સમજાવ્યા તે માટે તેમને મુબારક આપવા લાગ્યો. તેવો બે વાતચીત કરતા હતા, તેવામાં માણસોનું ધાડું પાછું આવ્યું અને એક વૃદ્ધ માણસે પોતાના હાથમાં ફૂલોનો હાર લઈ પૃથ્વીને કહ્યું : "મારા સફેદ વાળ તરફ જુઓ. અમારી આ માગણી નહી સ્વીકારો તો ફરી પાછા અમે હડતાલ પાડી 'લોકસતા'માં લખાવીશું કે : "અમારા શેઠે ફૂલહારના સન્માન સ્વીકાર્યા નહિ, તેથી અમે હડતાલ પાડી છે "

પૃથ્વી હસ્યો અને બોલ્યો : "તમારી આ ધમકી તો વજનદાર છે !"અને એ સાંભળતા જ સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા .પૃથ્વીએ ઊઠીને ડોકું નમાવ્યું અને તે વૃદ્ધે સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે પૃથ્વીને હાર પહેરાવી તેના હાથમાં એક ફૂલનો બુકે આપ્યો.

સૌ માણસો હર્ષિત થઈને ત્યારબાદ ત્યાંથી પોતાને કામે ચડી ગયા. એટલામાં 'લોક સત્તા'ની ખાસ આવૃત્તિની એક નકલ આવી પહોંચી.

"મિત્ર શું લખે છે ?" પૃથ્વી એ ચીમનલાલ ને પૂછ્યું.
ચીમનલાલે તે ન્યુઝ પેપરના પાના ઉથલાવવા માંડ્યા. તેનો આગળનો લેખ 'લોક સેવક 'સંબંધી જ હતો .પૃથ્વીના ટેબલ પર ન્યૂઝ પેપર પહોળું કરીને ચીમનલાલે મૂક્યું અને તેઓ બંને સાથે મળીને વાંચવા લાગ્યા.

'લોક સત્તા 'ન્યુઝ પેપર માં 'લોક સેવક' માટે નીચે મુજબ લખાણ છપાયું હતું :

'લોક સેવક'ની પડતી તેના જૂઠાણાંને અમારો અમારો સચોટ રદ્દિયો.
"અમારા હરીફ ન્યુઝ પેપર મિત્ર 'લોકસેવક'માં અમારા ન્યુઝ પેપર 'લોકસતા' વિશે આવેલા આક્ષેપો અમારા વાંચકોએ આજે વાંચ્યા હશે. અને 'સિક્કા વાળાની ટોળી'ના પરાક્રમો વિશે જે અહેવાલ પ્રગટ કર્યો તે છેતરપિંડી કરીને 'લોકસેવક'ની ઓફિસમાંથી ચોરી કરાવી પ્રગટ કર્યો છે ,એમ તે મિત્રનું કહેવું છે. જાણે બધા ખાનદાન રિપોર્ટરો તેની ઓફિસમાં જ ભર્યા હોય અને અમારે ત્યાં બધા બદમાશ હોય એવું તે મિત્રનું કહેવું નાના બાળકની વાત જેવું છે."

" સામાન્ય સંજોગોમાં અમે આ બાબતો પર જરાકે ધ્યાન આપતા નહીં અને તંત્રીની કચરાની ટોપલીમાં તે નાખી દઈને તેને ચૂપકીદીથી જ અમારો તિરસ્કાર બતાવત પણ કેટલાક અસાધારણ સંજોગોને કારણે અમારા આક્ષેપોનો રદિયો આપવાની જરૂર પડે છે .અમે સાફ 'ના' પાડીએ છીએ કે જે રિપોર્ટ 'લોક સત્તા'માં પ્રગટ થયો છે તે 'લોક સેવક' લખે છે તેવી રીતે મેળવાયો નથી જ. અમે તેને ત્યાંથી છેતરપિંડી માટે કે ચોરી માટે એક રતિભાર પણ જવાબદાર નથી.

"અમને આ અહેવાલ કેવી રીતે મળ્યો તે સંબંધી સાચી હકીકત જણાવતા પહેલા ટૂંકમાં નીચેની એક બાબત તરફ અમારા વાચકોનું લક્ષ દોરીએ છીએ .મિ.લાલચરણ નામના પત્રકાર જગતના જાણીતા અનુભવી લેખક વર્ષો સુધી 'લોકસેવક'ની ઓફિસમાં ઉપતંત્રી તરીકે કામ કરતા હતા .'લોક સેવક'ના મરહૂમ માનવંતા અધિપતિ અને અમારા એક શુભેચ્છક મિ. હરિવંશરાય અચાનક ગુજરી જતાં મિ. લાલ ચરણ 'લોક સેવક'ના તંત્રી થવા જોઈતા હતા. તેઓમાં વિશ્વાસ રાખવાને બદલે મિ.હરિવંશરાયના ઉદ્ધત પુત્ર મિ. પૃથ્વીએ તેમની સાથે પડ્યો .એટલે મિ.લાલચરણે તેની નોકરી છોડી અને અમારા લોકપ્રિય ન્યુઝ પેપર માં જોડાયા. આ બાબતનો ઉલ્લેખ અહીં અમે એટલા માટે કરીએ છીએ કે 'લોક સતા' કંઈ અલેલ ટપુ અને નાદાન તંત્રી મંડળ તરફ મારફત ચલાવતું નથી, પણ વિશ્વાસપાત્ર અને અનુભવી લેખકો તેમની ઓફિસમાં છે. મિ. લાલ ચરણ પર મિ. પૃથ્વીને અંગત ગુસ્સો હોય તેઓ આ પ્રમાણે અમારા ઉપર તે ગુસ્સો ખાલી કરવા પ્રયત્ન કરે છે, પણ તેથી તેમનું કાંઈ વળવાનું નથી .મિ.લાલચરણની નોકરી નો લાભ મેળવવા માટે અમે ભાગ્યશાળી થયા, તેમાં 'લોક સેવક' પોતાની પડતી શરૂ થઈ છે અને તેથી જ ગભરાટમાં તેને અમો ઉપર હળહળતા જુઠ્ઠા આક્ષેપો શરૂ કર્યા છે. આ સંજોગોમાં અમારા વાંચકો તેમના કહેવા ઉપર જરીકે દોરવાઈ જશે નહિ એવી અમોને ખાતરી છે.

અમારા મિત્રના ગુસ્સાનો પારો 110 ડિગ્રી સુધી વધી જવા માટે અમે દિલગીર છીએ. તેને અમે ચેતવણી આપીએ છીએ કે જો અમારી ચડતી જોઈને ઈર્ષાથી તે પોતાના ગુસ્સાનો પારો હજી પણ વધારી દેશે તો પછી તેનો 'કેસ' કોઈપણ ડોક્ટરમાં હાથમાં રહેશે નહિં અને આખરે તે મિત્ર વડીલના પુણ્ય પથે પ્રયાણ કરવું પડશે તો તેમાં તેણે અમને દોષ ન દેવો.

"અમે ઇચ્છતા હતા કે ખોટી ઈર્ષાથી તે મિત્રનું તંત્ર નહિં ચાલે પણ એમ જ ચાલે છે. તો અમે અત્રે ચોખ્ખું જણાવી દઈએ છીએ કે એમાં તે પોતે જ હાંસીપાત્ર થાય છે. અમારી દાનત શુદ્ધ છે અમારો હેતુ ઉચ્ચ છે અને અમે પ્રજાની સેવામાં જ નિષ્પક્ષ પાત રીતે અને વેર ઝેર વિના રચ્યા પછી આ રહીશું.
"સિક્કા વાળા ની ટોળી નો છે અહેવાલ અમારા ન્યુઝ પેપરમાં પ્રગટ થયો તે અમને નીચેના સંજોગોમાં મળ્યો હતો :-

પાછલી રાતના એક વાગ્યે જ્યારે અમારું ન્યુઝ પેપર તૈયાર થઈ પ્રિન્ટિંગ માટે ચાલુ થતું હતું ત્યારે અચાનક એક લાંબુ પોકેટ અમારી ઓફિસના તંત્રીના ટેબલ ઉપર આવીને પડ્યો અમારો ખબરી કોણ હતો તે અમે જાણતા નહોતા અમે લખાણ વાંચ્યું તો કે સિક્કા વાળા ની ટોળી ને લગતું હતું અમે માની લીધું કે નક્કી તે ટોળીમાં ના કોઈ જાણ ભેદો અમને આ લખાણ પૂરું પાડ્યું છે વિગત તો ચોકાવનારી અને જાહેર પ્રજાને રસ પડે એવી હોવાથી અમારું યંત્ર અટકાવી અમે તે લખાણ પ્રિન્ટિંગમાં ગોઠવ્યું અને તે બાદ તે છાપ્યું.

સાચી હકીકત એ છે કે 'લોકસતા 'ન્યુઝ પેપર અમારા ખબરપત્રીની નજરમાં આ નવી અને તાજી ખબરો પ્રગટ કરવા માટે બીજા બધા ન્યુઝ પેપર કરતા વધારે વિશ્વાસપાત્ર જણાયું હોવું જોઈએ અને અમારા એકલા ના જ ન્યુઝ પેપરમાં તે વિગત પ્રગટ થવાની જરૂર ખબરપત્રીને લાગી હોવી જોઈએ. તેથી તેને અમારે ત્યાં તે મોકલ્યું. અમારા ખબરપત્રીની આ પ્રકારની જે લાગણી જણાય છે તે જ લાગણી અમારા વાચક વૃંદની છે અને અમારા તરફ લોકોનો પક્ષપાત છે એનો અમને આ પુરાવો જણાય છે.

પૃથ્વી આ અહેવાલ વાંચીને શું રીએક્ટ કરશે તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ.....