રિજેક્ટ થયા પાછળની સફળતા Sneha Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિજેક્ટ થયા પાછળની સફળતા

આ સ્ટોરી ની શરૂઆત આપણે એક ઉદાહરણથી જ કરીએ. આપણે કોઈપણ નવું પિક્ચર આવે એટલે તરત ટિકિટ આવે છે અને પિક્ચર જોવા જઈએ છે પિક્ચર જોતા પહેલા આપણે ડિરેક્ટરને પૂછતા નથી કે ભાઈ તમારું પિક્ચર હિટ છે કે ફ્લોપ છે. તો પણ આપણે આપણો કીમતી સમય આપીને પિક્ચર જોવા જઈએ છીએ.

તેવી જ રીતે ઇન્ટરવલ માં આપણે પોપકોર્ન લેવા જઈએ તો ત્યાં પોપકોર્નની કિંમત 100થી 150 સુધીના હોય આપણને એની સાચી કિંમત ખબર હોવા છતાં આપણે ચૂપચાપ બોલ્યા વિના એપોપકોર્ન ખરીદી લઈએ છીએ.


હવે સ્ટોરી ની શરૂઆત થઈ છે આ સ્ટોરીમાં વિકાસ નામ ના યુવકની વાત કરવામાં આવી છે વિકાસ છે એ ગરીબ વ્યક્તિ હોય છે. વિકાસને ત્રિશા નામની ધનવાન છોકરી સાથે પ્રેમ થાય છે. થોડા સમય પછી અવ વિકાસ ત્રિશાને કહે છે કે ભાઈ આપણે આપણા મમ્મી પપ્પાને પૂછીને આપણે લગ્નની વાત કરવી જોઈએ

ત્યારે ત્રિશા કહે છે કે હું ખૂબ ધનવાન પરિવારમાંથી આવું છું આ આથી મારી પરવરીશ પણ ધનવાન રીતે જ થયેલી છે તારો જેટલો પગાર આવે છે એટલો તો ખાલી મારો ખર્ચ છે. જે તને ક્યારેય ન પોસાય અને તું ગરીબી છો એના લીધે આપણા લગ્ન મંજૂર નહીં થાય. આમ કહીને ત્રિશા વિકાસને reject કરીને ચાલી જાય છે.

વિકાસ ખૂબ જ દુઃખી હોય છે એના મનમાં આગટી જાય છે કે એક પૈસા ના અભાવે એને રિજેક્ટ કરવામાં આવ્યો છે મનોમન નક્કી કરી લે છે કે હવે હું મારી લાઈફ એવી બનાવું કે ક્યારેય બીજી વખત પૈસાના અભાવે રિજેક્ટ ન થવું પડે..

ખૂબ જ જોશ હોશ થી એક નાની કંપની ખુલે છે અને એમાં એક એવી પ્રોડક્ટ બનાવે છે જે બ્રાન્ડેડ પ્રોડક્ટ તરીકે પ્રસિદ્ધ થાય છે અને લોકો એમની માંગે એટલી કિંમત દેવા તૈયાર થાય છે.. વિકાસ ખૂબ ખુશ હોય છે ને એનું કામ કરતો હોય છે


સમય જતા એ ખૂબ જ ધનવાન થાય છે કંપની નામાંકિત થાય છે અને પોતે પણ નામના કમાવે છે હવે એ સફળ થઈ ગયો હોય છે અને ત્રિશાને ગોતે છે અને બતાવવા માંગે છે કે આજે હું તારી કરતા પણ વધારે ધનવાન છે આ બધી વાત વિકાસ એમના મિત્ર બ્રિજેશને કરે છે કે એ ત્રિશા ને એની સફળતા બતાવશે.

ત્યારે બ્રિજેશ સમજાવે છે કે તું સફળ પામ્યું એ સારી બાબત છે પણ સફળતા પાછળનો તારો હેતુ ખોટો છે તું સફળ થવા એટલા માટે માંગે છે કેમ કે તારે ત્રિશાને બતાવું છે કે તું એના કરતાં વધારે ધનવાન થયો છે. જયારે ત્રિશા અને વિકાસની મિત્રતા થાય છે ત્યારે વિકાસની ઉંમર 19 વર્ષની હોય છે


મિત્રો 18 to 21 વર્ષની એ સૌથી ખતરનાક age હોય છે. સાથે સાથે આ સમયગાળો સૌથી વધારે પાવરફુલ સમયગાળો ગણવામાં આવે છે કેમકે આ સમયગાળો જ આપણા જીવનનું સાચું ઘડતર કરવાનું હોય છે આપણું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે અને સપના અને ગોલ ને અચીવ કરવાના કરવાના હોય છે અને આ સમયમાં વિકાસ આ નથી સમજી શકતો...

પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ છે. આની પાછળ આપણે આપણી લાઈફ ન બગાડાય

પ્રેમ એ તો આત્માનો વિષય છે. એટલે પહેલા આપણે ખુદને ઓળખવાના છીએ પહેલા તો આપણે આપણી ખુદને જ નથી ઓળખતા હોતા જ્યાં સુધી જ્યાં સુધી આપણે આપણી જાતને નહીં ઓળખે ત્યાં સુધી આપણામાં સમર્પણ નહીં આવે અને જ્યાં સુધી સમર્પણ નહીં આવે ત્યાં સુધી આપણે સફળતા નહીં પામી શકીએ...

આવી જ રીતે આપણા સમાજના ઘણા બધા લોકો આ વિકાસ જેવું કામ કરતા હોય છે. સફળ થવા માંગે છે પણ સફળતા અન્ય વ્યક્તિ ને બતાવવા માટે સફળતા પાછળ દોડે છે.. જેમ વિકાસ એ ત્રિશાને બતાવવા માટે સફળતા પ્રાપ્ત કરી તેમ...


જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બાબતમાં તમને રિજેક્ટ કરે ત્યારે એવું જીવન બનાવવું કે રિજેક્ટ કરનારને જ્યારે ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિને રિજેક્ટ કર્યો એ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે.......



આપણે આપણું જીવન આપણી પરિસ્થિતિ આપણામાં રહેલી તાકાત જોઈને નક્કી કરવાનું છે કોઈ વ્યક્તિની પાછળ કે કોઈ વ્યક્તિના સપના પાછળ દોડવાનું નથી અને આપણો કિંમતી સમય કોઈ પાત્ર પાછળ બગાડવાનું નથી....



દરેક વ્યક્તિ ક્યારે પરફેક્ટ હોતા જ નથી પરફેક્ટ આપણે બનવું પડે છે અને પરફેક્ટ આપણામાં અત્યારે જ આવે જ્યારે આપણામાં સંઘર્ષ કરવાની શક્તિ હોય.. ભગવાનને કોઈને પરફેક્ટ ઘડેલા જ નથી. આથી દરેકના જીવનમાં નાની મોટી ભૂલું થવાની છે પણ એ ભૂલને એક્સેપ્ટ કરવાની છે અને ફરીવાર ન થાય એટલા માટે ભૂલને સુધારવાની છે..



વિકાસ શરૂઆતમાં ખૂબ જ ગુસ્સાવાળો વ્યક્તિ હોય છે એમને કોક કહીને જાય એવું જરાય ન ગમતું એ કોઈ વ્યક્તિનું કંઈ પણ સહન ન કરતો પણ જ્યારે રિજેક્ટ કરે છે ત્યારે એમની વેલ્યુ એમને ખબર પડે છે અને નક્કી કરે છે કે મારે પણ બનવું છે અને બીજી વાર મને કોઈ રિજેક્ટ કરે એ પહેલા સો વાર વિચારે એવું પદ મેળવવું છે...


આથી વિકાસ રિજેક્ટ થયા બાદ બધાનું બધું સાંભળતો થઈ ગયો એનામાં સહન કરવાની શક્તિ આવી ગઈ સમર્પિત થવાની શક્તિ આવી ગઈ અને પોતાની ભૂલ એક્સેપ્ટ કરીને સુધારતો થઈ ગયો.....

રિજેક્ટ થયા પછી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી success ત્યાં સુધી ગમે એટલા અડચણ આવે પણ પણ હું સફળતા પ્રાપ્ત કર્યા સિવાય થોભી જ નહીં અને કામે લાગ્યો ટૂંક સમયમાં જ એ success પ્રાપ્ત કરી...


આપણા જીવનમાં પણ ઘણા બધા એવા વ્યક્તિઓના ઉદાહરણ છે જ કે જે ઘણી બધી વાર રિજેક્ટ થયા હોવા છતાં સતત પ્રયાસ કરતા રહ્યા અને અંતે સફળતા પણ પામી...



અંતે વિકાસને એમની ભૂલ સમજાય છે અને બ્રિજેશ નો આભાર માને છે અને વધુને વધુ પ્રગતિ કરવા માટે વિકાસ વધુ આગળ કામ કરે છે અને એમને જે નક્કી કર્યું હતું કે સક્સેસ મેળવીને જ થોભવું તો એ પણ એમને સિદ્ધ કરી બતાવ્યું...



ક્યારે કોઈ બાબતમાં કે કોઈ પ્રવૃત્તિમાં રિજેક્ટ અસફળતા મળે તો કેરી નિરાશ ન થવું પણ આગળ વધતું રહેવું ચોક્કસથી સફળતા મળશે જ

જો વિકાસ ત્રિશાએ
રિજેક્ટ કર્યું એ બાબતમાં હતાશ થઈને બેઠી રહ્યો હોત તો ક્યારેય પણ સફળતા ન મળી હોત એટલે અસફળતા મળે તો હતાશ ન થવાય પણ સતત મહેનત કરાય આપણે આપણા જીવનનું મૂલ્ય નથી આપવાનું પણ brand બનવાનું છે એટલે આપોઆપ જ આપણા જીવનનું મૂલ્યાંકન થશે.....


આ સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે અને થોડાક મારા અનુભવનું મિશ્રણ છે......


By Sneha makvana