હૃદય સ્પર્શી Sneha Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદય સ્પર્શી

મિત્રો, આજના યુગ માં મોટા ભાગ ના લોકો જે પણ કાર્ય કરે તેની પાછળ નો હેતુ કંઈક મેળવવાનું હોય છે એટલે કે કામની પ્રવૃત્તિ પાછળ સ્વાર્થ રહેલો હોય છે હું અને તમે કામ કરી એમાં પણ આપણું કાંઈક હેતુ તો હોય જ છે ને. અને પૃથ્વી પર માણસ તરીકેનું અસ્તિત્વ લઈને આવ્યા હોય એટલે કાંઈક વ્યક્તિને ઝંખના હોય જ છે. મોટાં માન, મોભા, પ્રતિષ્ઠા કમાવા પાછળ સતત વ્યક્તિ દોડતો રહેતો હોય છે રાત દિવસ. ભગવાને પૃથ્વી પર માણસ તરીકે નો જન્મ આપ્યો અસ્તિત્વ આપ્યો એમાં ભગવાનને પણ આપણને થોડી જવાબદારી પણ આપેલી છે ને પણ આપણે ક્યાં નિભાવીએ છીએ???....

પૃથ્વી પર રહેલા એટલા બધા જીવો માંથી માણસ એક જ એવો છે જે કમાણી પૈસા કમાય છે, બીજા જેવો ક્યારે પણ ભૂખ્યા નથી રહેતા અને માણસ એક એવુ અસ્તિત્વ છે જે ક્યારે ધરાતું જ નથી.....


અત્યારે ન્યુઝ પેપરમાં જોઈએ કે ન્યુઝ ટીવીમાં જોઈએ તો મોટાભાગના ન્યુઝ ક્રાઇમ ના ના જ જોવા મળે છે અને એ પાછો ક્રાઈમ પોતાના જ ફેમિલી મેમ્બરે કરેલા હોય પોતાના જ ફેમેલી મેબર પર કરેલા હોય મોટાભાગના ન્યુઝ એવા જ હોય છે જમીન મકાનની માથાકૂટમાં ફેમિલી મેમ્બર્સને નુકસાન પહોંચાયડુ હોય...
પૈસાની લાલચમાં નુકસાન પહોંચાડી હોય પોતાના જ પરિવારના સભ્યોને...

માણસ પૈસા કમાવા માટે ગમે ઈ હદ સુધી જઈ શકે છે. જેના આપણા જ સમાજમાં આપણે ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ શું આ બરાબર છે ???માણસ કાંઈ લઈને જવાનો નથી તો પણ એટલી બધી માથાકૂટ કરે છે તો લઈને જવાનું તો શું કરત..


પૈસા, જમીન ,મકાન ,પ્રોપર્ટી આવી બધી લાલચમાં વ્યક્તિ પોતાના જ પરિવાર ને મારવા ઉભો થાય છે અને મેં તો એવા પણ ઉદાહરણ જોયા છે કે પૈસા કમાવા માટે અંધવિશ્વાસનું પણ માણસ કંઈકને ક્યાંક ભોગ બને છે અને પછી નુકસાન તો માણસને જ થાય છે..

અંધવિશ્વાસ એ એવો ચેપી રોગ છે કે જે એકવાર આપણા સમાજમાં આવી ગયો. ત્યાર પછી એ ક્યારેય જવાનું નથી આપણે વિશ્વાસ કરીશું તો આપણી બીજી પેઢી પણ એનો જ શિકાર બનશે

આજના યુગમાં એટલા બધા એજ્યુકેશન વાળા લોકો રહેતા હોવા છતાં પણ અંધવિશ્વાસનો ભોગ આપણી સોસાયટીઓ બની જાય છે.. એવું જ અંદાજી શકાય કે એજ્યુકેટેડ લોકો પણ અંધવિશ્વાસનો શિકાર બને છે...

Sneha makvana...

# ભાગ 1 #


રાજીવ નામનો યુવક જે એક શોપ પર કામ કરતો હતો. રાજીવ ખૂબ જ વફાદારી પૂર્વક પોતાના શેઠ નું કામ કરતો હતો. આખી શોપ શેઠ રાજીવ પર મૂકી ને ચાલિયા જતાં હતા... રાજીવ એવો માણસ હતો કે જે ક્યારે પણ એના શેઠ પર દગો કરવાની કોશિશ ન કરતો અને સમયસર પોતાનું કામ .....


જ્યારે અત્યારના યુગ માં માણસ પૈસા કઈ રીતે કમાવા એ જ વિચારતો હોય છે પછી ગમે કરી શકે દગો પણ થઈ શકે. અત્યારે ચોરી લૂંટફાટ આ બધું માણસ પૈસા કમાવા માટે કરે છે અને ઘણી વખત તો લોકોના જીવ પણ પૈસા માટે માણસ લઈ લે છે આવા અઢળક કેસ આપણે ન્યૂઝમાં રોજબરોજ જોઈએ છીએ તો રાજીવ તો બહુ સારો વ્યક્તિ કહેવાય રાજીવ જેવા અત્યારે આ યુગમાં વફાદાર વ્યક્તિ બહુ ઓછા મળે...


શેઠ હીરા પ્રસાદ કેમ કે તેમને વફાદાર કર્મચારી એમની શોપ માટે મળ્યો હતો રાજીવ છે એ ઘણા વર્ષોથી આ જ કામમાં જોડાયેલો હોય છે કહી શકે તો 17 થી 18 વર્ષ એ આ એક જ જોબ પર શેઠ હીરાપ્રસાદ ને ત્યાં કામ કરતો હોય છે એટલે ખૂબ વિશ્વાસ હોય છે જે હીરાપ્રસાદ ને એની પર વિશ્વાસ હોય છે એટલે જેની શોપ રાજીવ પર મૂકીને ચલાવતા..


સમય જતા રાજીવ છે એને હવે આજે જોબ કરતો હોય એમને એને ખબર પડવા મળ્યું હોય છે એટલે એવું વિચારે છે કે એ પણ એક નવીશોપ ખોલે. રાજીવ મધ્યમ પરિવાર માંથી હોઇ છે છે એટલે એમની પાસે આવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ ના હોય...


રાજીવ ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ ભેગુ કરે છે અને વિચાર કરે છે કે ભાઈ હવે શોપ ખુલી શકશો તે અલગ ગામમાં પોતાની શોપ ખોલે છે હવે આ શોપ ની જાણ શેઠ હીરા પ્રસાદને નથી હોતી અને રાજીવ આ શોપની જાણીના પ્રસાદને કરવાનો જ હોય છે ત્યાં હીરા પ્રસાદની છોકરી નિર્મળા ના લગ્ન હોય છે એટલા માટે રાજી થોડા સમય માટે રહી જાય છે અને કહી શકે ભાઈ થોડા સમય પછી હું શેઠને આ વાતની જાણ કરી દઈશ...


લગ્નનું ઘર હોય છે એટલે આખી શોપ છે એ રાજીવ ઉપર હોય છે. રાજીવ સરખી રીતે કામ પણ કરે છે અને રોજબરોજનું જે હિસાબ થાય એમના સેટ હીરાપ્રસાદ ને આપે છે.. હીરા પ્રસાદ ની દીકરી ના નિર્મળા ના લગ્ન થઈ જાય છે અને પાછા હીરાપ્રસાદ છે રોજની જેમ શોપ પર આવવા મળે છે રાજીવ આખા મહિનાનો હિસાબ હિરા પ્રસાદ ને આપે છે...


રાજી રે પણ શોખ ખોલી હોય છે એટલે રાજીવની જે હિસાબની બુક હોય તે શેઠ હીરાપ્રસાદ ની દુકાન પર રહી જાય છે અને હીરાપ્રસાદની બાજુના દુકાનવાળા હોય છે એ હીરાપ્રસાદ ને કાન ભમભેરે છે. હીરાપ્રસાદ હિસાબની બુકને વિખી નાખે છે



અને હીરા પ્રસાદ એવું માને છે કે રાજી રે એમની સાથે ફ્રોડ મતલબ દગો કર્યો છે અને એવું માને છે કે ભાઈ જ્યારે હીરાપ્રસાદ નહોતા ત્યારે પાછળથી રાજીને બધું જ માલ વેચી નાખ્યો પણ સત્ય કંઈક અલગ જ હતું અને હીરા પ્રસાદ છે એવું નથી માનતા અને રાજીવને રાજીવની વાત સાંભળ્યા વિના જ તે શોપ પરથી કાઢી મૂકે છે....


આ બાજુ હીરા પ્રસાદ ની બાજુમાં જ દુકાનવાળા હતા એ બહુ જ ખુશ થાય છે કેમકે રાજીવ તેમને પસંદ ન હતો કેમકે બાજુની દુકાનવાળા એ રાજીવ ને ઓફર આપી હતી કે શેઠ નથી તો તું આપણે શેઠની દુકાનો માલ વેચી લઈએ અને ભાગે પડતા વેચી લઈએ પણ આ ઓફર નો રાજીવે તદ્દન અસ્વિકા ર કર્યો હતો



શેઠ હીરાપ્રસાદ કંઈ જ સાંભળતા નથી અને રાજીવની શોપ પરથી કાઢી મૂકે છે અને રાજીવની એક વર્ષની સેલેરી જે પોતે હીરાપ્રસાદ ને ત્યાં જમા કરાવી હોય છે એ પણ નથી આપતા અને ખોટી ખોટી રાજીવ વિશે અફવાઓ હીરાપ્રસાદ ફેલાવવાનું શરૂ કરે છે




શું હીરા પ્રસાદ બરોબર હતા???????????


17 થી 18 વર્ષ જે રાજીવ હીરા પ્રસાદને ત્યાં કામ કર્યું તેને જ એક મિનિટમાં હીરાપ્રસાદે કાઢી

ત્યારબાદ એક વર્ષની સેલેરી ગઈ જેમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ રાજીવનું ગયું અને રાજીવ જે શોપ કરી હતી એમાં પૈસા નો અભાવ આવ્યો જેથી એની પર ઘણું બધું વ્યાજ ચડી ગયું અને હીરાપ્રસાદ એવો પ્રયત્ન કરતા કે એમની શુભ સિવાય આ રાજીવની શોપ ન ચાલવી જોઈએ એટલા માટે તે અવારનવાર ઘણી બધી ખોટી અફવાઓ ફેલાવે અને માર્કેટમાં રાજીવની શોપ ન ચાલે એવા પ્રયત્નો કરે.. રાજીવ ખૂબ મહેનત કરે છે અને પોતાની શોપ ને સાચવવાનો પ્રયત્ન કરે છે



આજના યુગના માણસને કેવો ગણવો જે પોતાના લાભ માટે ગમે એ વ્યક્તિના અસ્તિત્વને પણ મિતાવવા તૈયાર થયો છે


આગળનો ભાગ ટૂંક સમયમાં જ આવશે..


આ સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે


By sneha makvana....