The Last Year books and stories free download online pdf in Gujarati

The Last Year (કોલેજ ના દિવસો)

આમ તો કહેવાય ને તો આપણા જીવનના સૌ પ્રથમ શિક્ષક આપણા માતા પિતા જ હોય છે. માતા પિતા વિશે જેટલું પણ લખીએ એટલું ઓછું જ છે.

2023 ના રોજ અમારી કોલેજનુ લાસ્ટ યર શરૂ થયું, જે હાલ ચાલે છે .થોડા દિવસમાં જ અમારી કોલેજની જર્ની પૂરી થવાની છે. આમ તો કોલેજ નો ટાઈમ ત્રણ વર્ષ નો હોય છે, પરંતુ ખબર ના પડે એમ આ ત્રણ વર્ષ પુરા થઈ જાય છે. ફુલ મોજ અને મસ્તી સાથે ભણવાની મજા કોલેજ ના દિવસોમાં હોય છે. એમાં પણ અમે તો બી .કોમ રાખ્યું એટલે એકાઉન્ટ ના સંશોધન કર્તા હોય એવું લાગે. રોજ અલગ અલગ દાખલા શીખવા, ગણવા ..

કુલ સાત વિષય આવે એમાં ઈંગ્લીશ અને મેનેજમેન્ટ મારા માટે તો અઘરો વિષય ગણાય..

અમારો મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ કહી શકાય જે મિહિર સર લે. એકાઉન્ટ એ થોડોક અટપટો વિષય કહી શકાય. જેમાં પહેલી વખત જો દાખલા ગણતા હોય ને તો કંઈ ખબર જ ન પડે. તો પણ સાવ સરળ રીતે દાખલાને રમત સમજીને શીખવાડું તે કળા મિહિર સર માં જ જોવા મળે. પ્રેક્ટીકલ દાખલા શીખવાડવાની સાથે સાથે પ્રેક્ટીકલ લાઈફ વિશે પણ ઘણું બધું જ્ઞાન આપે, જુની જુની કહેવતો જેવી કે # ગામના મોઢે ગયણા ન બંધાય#. અને આ મારી ફેવરિટ કહેવત. જે અત્યારની જનરેશનને ખબર પણ ના પડે ,જોકે મોટેભાગે તો અત્યારની જનરેશનને વધારે પડતી આ કહેવત લાગુ પડે.. અને સર એક વાક્ય તો હંમેશા કહે અમને good listener Bano.. ભણવાની સાથે સાથે જીવનમાં કામ આવે તેવું ઘણું વિદ્યાર્થીઓને શીખવતા જાય તેમના અનુભવો થી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરે. જોકે આમ તો સર માટે જેટલું લખી એ એટલું ઓછું જ પડે..

સૌથી સહેલો વિષય કહી શકાય ને તો i.e જે મારાં પ્રિય મેમ અપેક્ષા મેમ લે થિયરીકલ વિષય કહેવાય એટલે ફુલ મોજ મસ્તી સાથે જ ભણવાનું , ક્લાસમાં જો અવાજ થાય ને તો મેમ એક જ વાક્ય બોલે. એકની એક વાત વારંવાર ન કહેવાય ની હોય . જે ડાયલોગ પહેલેથી જ ફેવરિટ ડાયલોગ. મેડમ થી પણ વધારે એક મિત્રની જેમ રહ્યા છે જ્યાં પણ અમારી ભૂલ હોય ત્યાં વારંવાર ટોક્યા છે. ક્લાસમાં ખીજાય અને પોતે હસે અને બધાને પાછા હસાવે એ કળા તો માત્ર અમારા અપેક્ષા મેમ માં જ જોવા મળે. મારા માટે તો એક શિક્ષક નહી પરંતુ હંમેશા માટે એક મિત્ર ની જેમ જ રહ્યા છે, વિદ્યાર્થીઓના અલગ અલગ સંપ્રદાય વિશે ની જાણકારી આપવી ,ભવિષ્ય માટે સતત જાગૃત કરવા, મારી જર્ની તો આ મેડમ સાથેની પુરા ત્રણ વર્ષની રહી છે. હંમેશા મિત્ર બનીને જ માર્ગદર્શન આપ્યું છે. દરેક વાતમાં સપોર્ટડેડ રહ્યા ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓને લાઈફ ટાઈમ ઉપયોગી થાય તેવું માર્ગદર્શન આપ્યું છે. મેમ વિશે જેટલું લખીએ એટલું ઓછું છે..

બી કોમમાં સૌથી નાનામાં નાની બુક કહી શકાય ને તો f.m, પરંતુ સૌથી વધુ ભણવાનું આ જ બુકમાં હોય થિયરીકલ સબ્જેક્ટ હોય એટલે ફૂલ મોજ અને મસ્તી સાથે જ ભણવાનું હોય એમાંય તે નમ્રતા મેમ લે એટલે વધુ ભણવાની મજા આવે. જો ક્લાસમાં વાત થાય એટલે મેમ એક જ ડાયલોગ કહે રોજને માટે. Silent raho.. અને પછી જ ભણાવવાની શરૂઆત કરે, વિદ્યાર્થીઓને મેં હંમેશા માટે એક વાત કહે જે વિદ્યાર્થીઓના વર્તન પર હોય. ભવિષ્યમાં કામ આવે એવી બાબતોમાં જો વિદ્યાર્થી ભૂલ કરે તો તરત જ ટોકે અને વિદ્યાર્થીઓને પ્રેમથી સમજાવે જે કળા મેમ જ માં જોવા મળે. નવી નવી સ્ટોરી ઓ કહેવી, પોતાના જીવનમાં થયેલા અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરે અને એક મિત્ર તરીકેનું માર્ગદર્શન આપે...

થોડોક અટપટો વિષય કહી શકાય ને તો એ સ્ટેટ જે મીરા મેમ લે જ્ઞાનની સાથે ગમ્મત થી દાખલા શીખવાડવાની કળા માત્ર મીરા મેડમ માં જ જોવા મળે. આખો દિવસ સતત ભણાવ્યા છતાં પણ લાસ્ટ લેક્ચરમાં જોઈએ તો મેડમના મોઢે ભણાવવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે. પહેલા તો ક્લાસમાં એક જ ડાયલોગ બોલે તમારો અવાજ ફાટક સુધી સંભળાય છે.. અને અમારી ફેવરિટ પનિશમેન્ટ જો ક્લાસમાં વાત શરૂ વિદ્યાર્થીઓ કરે એટલે મેડમ શાંતિથી બોર્ડમાં ચૂપચાપ દાખલો ગણવા મળે, પછી થોડુક ખિજાય જાય અને પછી પાછા દાખલા ગણવાની શરૂઆત કરે. દરેક બાબતમાં હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે, અઘરામાં અઘરા દાખલા ને પણ સહેલી રીતે થી વિદ્યાર્થીઓને સમજાવે . ભણાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓને બહારનું નોલેજ પણ આપે નવી નવી જાણકારીઓ આપે, નવી નવી સ્ટોરીઓ કહે જેમાંથી વિદ્યાર્થીઓને આગળ વધવાની કંઈક પ્રેરણા મળે... સતત વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની રહ્યા છે..

સૌથી નાનામાં નાની બુક કહી શકાય ને તો ઓડિટ પણ સૌથી વધુ ડીપમાં એમાં જ ભણવાનું જે rutvi મેમ લે. ક્લાસમાં આવતા જ એક ડાયલોગ બોલે તમારા મોઢા બંધ રાખો  અને પછી જ ભણાવવાની શરૂઆત કરે, થિયરીકલ સબ્જેક્ટ હોવાથી બોરિંગ ન થાય એટલા માટે વચ્ચે વચ્ચે જોક્સ કહે , એકનો એક ટોપિક ત્રણ થી ચાર વખત સમજાવે પણ મગજમાં ઉતારે પાર કરે એવી કળા મેમ જોવા મળે, ખૂબ ઓછો સમય આ મેડમ સાથે રહ્યા છીએ. છતાં પણ ઘણું બધું શીખવા મળ્યું છે ,ઘણું બધું નવું નવું જાણવા મળ્યું છે.. નવા નવા ઉદાહરણો સાથે ભણાવું, થોડીક મસ્તી કરવી...

મારો ફેવરીટ પણ થોડોક અઘરો વિષય કહી શકાય એટલે English. જે મેહુલ સર લે. સ્ટોરી અને ગ્રામર સમજાવવાની તો કંઈક અલગ જ સ્ટાઈલ. અઘરામાં અઘરી અને બોરિંગ સ્ટોરી ને પણ વિદ્યાર્થી સમક્ષ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બનાવીને મૂકવાની કળા માત્ર મેહુલ સર માં જ જોવા મળે. હંમેશા વિદ્યાર્થીને મદદ કરવા તો તૈયાર જ હોય. અને નવી નવી પનિશમેન્ટ શોધવા માટે તો સર ને માસ્ટર કહી શકાય કેમ કે વિદ્યાર્થીઓ માટે નવી નવી પનિશમેન્ટ સર જ કાઢે. ક્લાસની શરૂઆત હંમેશા એક શબ્દથી થાય "બાળકો".. જે અમારા ક્લાસમાં ફેવરીટ વર્ડ કહી શકાય. તો પણ હંમેશા એક મિત્ર,big bro, જેમ માર્ગદર્શક રહ્યા છે. વિદ્યાર્થીઓથી ભૂલ થાય એટલે સામે તરત જ એની ભૂલ બતાવી અને વિદ્યાર્થી ભૂલ સુધારે તેવો પ્રયત્ન કરે .તે પણ કંઈક અલગ જ કળા છે. અને મારા માટે તો હંમેશા એક વાક્ય કહેતા. તમારું બિહેવિયર બદલો .. લાઈફમાં મદદરૂપ થાય તેવું ઘણું બધું શીખવા મળ્યું છે, ઘણું બધું જાણવા મળ્યું છે, ભણાવવાની સાથે એમના અનુભવ પણ અમારી સાથે શેર કરીને અમારા માટે પ્રેરણાદાયી રહ્યા છે.. જોકે સર માટે લખવા મા તો શબ્દ પણ ટૂંકા પડે.....

આમ તો શિક્ષકો માટે જેટલું લખીએ એટલું ઓછું જ છે
તો પણ શિક્ષકો પાસેથી જે કંઈ પણ શીખવા મળ્યું છે જાણવા મળ્યું છે તે હંમેશા અમે યાદ રાખીશું અને અમારા જીવનમાં એપ્લાય કરીશું. બધા શિક્ષકોને thank you very much .....

હવે કોલેજ હોય અને એમાં મસ્તી ન હોય એવું તો ક્યારે બને જ નહી. અમારું ટોટલ નવ વિદ્યાર્થીનું ગ્રુપ જેમાં એક થી એક ચડિયાતા જોવા મળે. સ્નેહા (હુ), નેહા, કિન્નરી, આયુષી, આશ્રુતિ, સયોની, બંસી ( navdi), બંસી (domdi). ધિરાલિ એમ નવ નું અમારું ફ્રેન્ડ સર્કલ. બ્રેક પડે એટલે સીધા કેમ્પસમાં જઈને બેસવાનું. ત્યાં જઈને એક જ કામ કરવાનું બધાની ઉડાડવાની જોકે મોટે ભાગે તો અમારા જો ફ્રેન્ડ સર્કલમાં એકા બીજાની ઉડાડતા હોઈએ, લાંબી લાંબી વાતો કરવી, નાની નાની વાતોમાં હસવું, નાની નાની વાતોમાં ઝઘડા કરવા, અને ઘણી વખત તો બેસવા માટે પણ ઝઘડો કરવો આ બધી મજા જ કંઇક અલગ છે, . અને તેમાં પણ મારી નાની બહેન કુંજલ જે પણ અમારા ફ્રેન્ડ્સ ગ્રુપનો હિસ્સો.એક્ઝામ ટાઈમે તો અમારા ફ્રેન્ડ સર્કલ નું એક નિયમ કે કેમ્પસમાં બુક લઈને જવું નહીં, કેમકે કેમ્પસમાં જઈને ઓન્લી ફોર વાતો જ કરવાની, અને મારા ફ્રેન્ડ સર્કલમાં તો અમુક એવા કોહીનુરો જોવા મળે જેને કઈ બુકનો રંગ કેવો છે એની પણ ખબર ન હોય, ખોટી ખોટી ગબચકો કરવી, મિત્ર સાથે મળીને એકા બીજા મિત્રોને મજાક કરવી. અને યુનિવર્સિટી આવે ત્યારે પછી ભેગું કરવાનું, એકા બીજાને શીખવાડવું એમાં પણ મસ્તી કરવી સાથે મળીને ટોપીક યાદ રાખવા, અમુક ટોપીકો ની ગોખણપટ્ટી કરવી, અલગ અલગ ફ્રેન્ડસ ના ઉપનામ પાડવા, ખબર નહી આ સમયે હવે પાછો આવશે કે નહીં. એમાં પણ જો વેકેશન પડ્યું હોય અને પછી ભેગા થયા હોય તો તો ઢગલા બંધ વાતો કરવાની. અમારી આજુબાજુવાળા થાકી જાય પણ અમારા મોઢા ન થાકે વાતો કરતા. ત્રણ વર્ષ એટલા લાંબા હોવા છતાં કેમ પૂર્ણ થઈ જાય એ પણ ખબર ના પડી.... અને ઘણી વખત તો એટલા બધા મસ્તીએ ચડી જતા કે બ્રેક પૂરી થઈ જાય કે લેકચર પૂરો થઈ જાય એમની પણ ખબર ન પડે અને અંતે 10, 15 મિનિટ ક્લાસમાં મોડું પહોંચવું અને પછી શિક્ષકો પનિશમેન્ટ આપે એ તો અલગ જ વાત જોકે મોટે ભાગે મારા મિત્ર બધા ફસાઈ જાય પણ હું ન ફસાવ.. ઘણી વખત તો બેસવાની જગ્યા ન મળે તો એકા બીજા મિત્રના ખોળામાં બેસી જવું એ મજા જ કંઈક અલગ છે. સાથે મળીને એકબીજાને હેરાન કરવા. અને પ્રેમથી પાછા મિત્રને મનાવવા એ મજા જ કંઈક અલગ છે, સાથે મળીને ટી કેન્ટીન કે જઈને ચા પીવી, નવા નવા ડે સેલિબ્રેટ કરવા આ જલસો તો માત્ર કોલેજમાં જ ફ્રેન્ડ સાથે જઈ શકે

એમાંય તે સૌથી વધુ સમય અમે સાથે રહ્યા હોય તો સ્નેહા ( હુ) નેહા. નાની નાની વાતોમાં ઝઘડો કરવો, નાની નાની વાતમાં હસવું, એકા બીજાથી રિસાઈ જવું અને પાછું બે મિનિટમાં ભેગું પણ થઈ જવું. અને બેસવાની જગ્યા ન મળે તો નેહા ના ખોળામાં બેસી જવાની મજા જ કંઇક અલગ છે સૌથી એન્જોય કરવાનો સમયગાળો એટલે કોલેજનો સમય ગાળો હું એવું માનું છ

મારી બાળપણની મિત્ર આયમન, તેમની સાથે વાતો કરવી મોજ મસ્તી કરવી આખો દિવસ ની રૂટીન વાતો કરવી આ પણ કંઇક અલગ જ મજા છે..

ક્લાસ પણ અમારી ચાર પાંચ ની જગ્યા તો ફિક્સ જ સ્નેહા, કિન્નરી, જોગાણી, સંસ્કૃતિ. આખો દિવસ વાતો કરવી મસ્તી કરતા કરતા ભણવું અને ઘણી વખત તો એટલા મસ્તી ચડે કે લેક્ચર પૂરો થઈ જાય તો પણ ખબર ન પડે. આખો દિવસ વાતો કરવા છતાં પણ છેલ્લા લેક્ચરમાં પણ અમારી વાતો પૂરી જ ન થાય થોડીક એકબીજાની મજાક ઉડાડવી આ પણ કઈક અલગ જ મજા છે...

પાછળ મજા ન આવે એટલે આગળ રવિના ને હેરાન કરવા જેવું તેમની સાથે ઝઘડો કરવો, થોડીક મસ્તી કરવી, થોડીક રૂટિન ની વાતો કરવી, થોડીક એમની હોસ્ટેલની વાત કરવી, જો કે તે ક્યારે મને મારા નામથી તો બોલાવે જ નહીં તે પ્રેમથી મારા અલગ અલગ નામ બનાવ્યા જ કરે, બ્રેકમાં થોડીક વાર બબલી (હેમાંસી) સાથે વાતો કરવી...

અમારો ટોટલ 60 વિદ્યાર્થીઓ નો ક્લાસ જેમાં એક થી એક ચડિયાતા વિદ્યાર્થીઓ જોવા મળે. મસ્તી સાથે ભણવું, શરૂ લેક્ચર એ વાતો કરી પછી એકા બીજાના નામ દેવા, પનિશમેન્ટ મળે તો એક સાથે આખા ક્લાસને લખવી, નવા નવા ઉપનામ પાડવા, આખી કોલેજમાં અમારા ty a bcom નું અનેરું ગ્રુપ..

કેમ પૂરા થયા આ 985 દિવસ અને 230 કલાકો એમની ખબર જ ના પડે ક્યારેક મસ્તી કરવી, ક્યારેક ક્લાસના ભાગલા પાડવા, ક્યારેક ઝઘડો કરવો એટલું જ ક્યાં હતું આ કોલેજમાં અનેક હતા વિદ્યાર્થીઓ.. જેમાં અમારું ટીવાય અને મારા ફ્રેન્ડ સર્કલ અનેરું ગ્રુપ. જેમના વિશે જેટલું લખીએ એટલું ઓછું છે યાદ તો આવશે આ બધા દિવસો..

યાદ તો આવશે આ બધા દિવસો,
જે સ્મૃતિ પટ પર વિચારશો તમે,
દિલ તો નથી માનતુ પણ વિશરવું તો પડશે ને.....

985 દિવસ મિત્રો સાથે રહ્યા નવા નવા મિત્રો બનાવ્યા નવા નવા ગુરૂજનો મળ્યા નવું નવું જ્ઞાન અને જાણવા મળ્યું અને અંતે છુટા પડવાની પરિસ્થિતિ આવી આ સમયગાળો એટલે કોલેજ ના દિવસ

By sneha makvana (Ms)#

આ સ્ટોરી અમારા કોલેજના દિવસોનું વર્ણન છે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED