Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - (અંતિમ ભાગ)

અંધારું વધુ ગાઢ બની રહ્યું હતું. ગામના સન્નાટો એટલો બધો છવાયેલો હતો કે આકાશમાં બોલી રહેલા તમરાઓ ( રાતના સમયે ઝીણો તમતમ અવાજ કરતું એક જીવજંતુ ) નો અવાજ એકદમ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો. અચાનક આ શાંત વાતાવરણ પલટો આવ્યો. થંભી ગયેલી હવાઓ જોરદાર વહેવા લાગી. પંખીઓ જોરજોરથી આક્રંદ કરવા લાગ્યા, ગામના ખેડૂતોના ઘરમાં બાંધેલા ઢોરો જોરજોરથી ભાંભરવા લાગ્યા. ગામના પાદરે ઘોર નિદ્રણ માં સૂતેલા કૂતરાઓ બદલાયેલી હવાઓ સાથે ભસવા લાગ્યાં. ગામ ઉપર સંકટ આવી પહોચ્યું હતું જેની પહેલી ભનક પશુ- પંખીઓ ને લાગી ગઈ હતી.

એક જોરદાર પવન સાથે ડરામણું અટહાસ્ય આખા ગામમાં ફરી વળ્યુ. એ અટહાસ્યના પડઘા ગામ લોકોના કાનમાં હજુ ગુંજી જ રહ્યાં હતાં ત્યાં એક જોરદાર વાવાઝોડું ગામલોકોના તરફ આવતું દેખાણું. ધૂળની ડમરીઓ ચોમેર ઉડી રહી હતી. કંઈ દેખાઈ રહ્યું નહોતું ત્યાં અચાનક ફરી એજ ભયંકર અટહાસ્ય સંભળાયુ. અને એ પવન સાથે એક કાળો પડછાડો મુખીના ઘરની તરફ આગળ વધી રહ્યો હતો.

તે અઘોરી આત્મા પોતાનું ખૌફનાક સ્વરૂપ લઈને મુખીના ઘરની તરફ આગળ વધી રહી હતી. ધુળની ડમરીઓ એકદમ શાંત થઈ ગઈ. ગામના લોકોએ માંડ પોતાની આંખો ખોલી ત્યાં તો તેમની આંખો પહોળી થઇ ગઈ.

એક લોહીથી લથપથ શરીર હવામાં લટકી રહ્યું હતું. તેના કપાળમાં ઊંડો ઘા લાગેલો હતો જ્યાં કાળા રંગનો ઘાટો એવો દાગ હતો. તેને જોઈને લાગી રહ્યું હતું જાણે કોઈએ તેને બહેરમી થી તડપાવી તડપાવીને મારી નાખ્યો હશે. તેનું અટહાસ્ય ખૂબ જ ભયંકર હતું. એ હવામાં સ્થિર રહેલી કાળી શૈતાની શક્તિ ધીમે ધીમે અટહાસ્ય કરતી નીચે આવી રહી હતી. ગામના લોકો અટહાસ્ય સાંભળીને થોડી વાત તો ડરી જ ગયા. એ અટહાસ્ય મરતાં પહેલાં જે મન્યાએ કર્યું હતું ને એજ ફરી વાર હસી રહ્યો હતો.

એ મન્યાની કાળી આત્મા મુખીના ઘરની એકદમ નજીક આવીને જોર જોર થી હસવા લાગી. ગામના બધાજ લોકો મોતને ભેટીને આત્માને રોકવા માટે મુખીના ઘરની આગળ ઢાળ બનીને ઊભા હતાં. જ્ઞાની મહર્ષિ પણ ત્યાંજ હાજર હતા. ઘરની અંદર રહેલ મુખીની દિકરીની ચીસો વધતી જતી હતી. ત્યાં અચાનક મન્યાની અઘોરી આત્માએ પોતાના મોઢા માંથી એક ફૂંક મારી ત્યાં તો શાંત થયેલી ધૂળ ફરી ઊંચે આકાશે ઉડવા લાગી. જોરદાર હવાના કારણે મુખીના ઘરની આગળ દીકરીની રક્ષા કાજે ઉભેલા લોકો વેરવિખેર થઈ ગયા.

“ મહર્ષિ કઈક કરો, નહિતર આ દુષ્ટ આત્મા બધાને મારી નાખશે." મુખીએ કહ્યું.
“ હું પણ એજ કરવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ આ દુષ્ટ આત્મા અને એમાંય અઘોરીના સ્વરૂપમાં છે એટલે તેને રોકવી મુશ્કેલ છે.પરંતુ આપણે તેને કોઈ પણ હાલતમાં ઘરની અંદર પ્રવેશ કરવા દેવાનો નથી." મહર્ષિ કહ્યું.

મહર્ષિએ પોતાના શ્લોકો દ્વારા એ આત્માને રોકવાના ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. ગામના લોકોની છેલ્લી આશ મહર્ષિ જ હતા જે શૈતાની તાકાત સામે ટકી રહેવામાં નિષ્ફળ ગયા.

બહાર આત્મા સાથે લડવું અશક્ય બનતું જતું હતું. જાણે કે બધાંયે સંતાન અને માતાને મોતને હવાલે કરી દીધું હોય, તેમ એક પછી એક ગામના લોકો જમીનદોષ થવા લાગ્યા. આત્મા સાથે લડવું ભારે પડતું હતું અને તે આત્મા ઘર તરફ આગળ વધતી હતી. એ આત્માનું એક જ લક્ષ્ય હતું બદલો બદલો ને બદલો જ.

તે આત્માને ઘરની તરફ જતા જોઈને એક વ્યક્તિના મુખેથી શબ્દો સરી પડ્યાં, “હેં માધવ, તારી જન્માષ્ટમીએ શું આ બે નિર્દોષના જીવ જશે?”

ખૌફનાક અઘોરી આત્મા ઘર તરફ આગળ વધી રહી. તેં અઘોરી આત્માએ ગામના લોકોને હંફાવી ને મુખીના ઘરના દરવાજે પહોચી ગઈ. એ દુષ્ટ આત્માના હાથ ઘરની અંદર પ્રવેશતા જ હતા, ત્યાં અચાનક બહાર ઉડી રહેલી ધૂળની ડમરીઓ શાંત થઈ ગઈ. ગામ લોકોની નજર એક જગ્યાએ સ્થિર થઈને ઉભી રહી.

ત્યા જ મુખીના ઘરથી થોડે દૂર એક ધુમ્મસ છવાયું. એ ધુમ્મસ છવાતાની સાથે જ ઘનઘોર વાદળો થી ઘેરાયેલું આકાશ એકદમ સ્વચ્છ બની ગયું. ધુમ્મસમાંથી એક બાર તેર વર્ષનો ગામડીયો છોકરો બહાર આવ્યો. એ છોકરાના પગમાં ઝાંઝર પહેરેલા હતા જેનો ઝણકાર ખૂબ જ સુમધુર હતો. તે છોકરો ધીમે ધીમે મુખીના ઘરની તરફ આવતો હતો. તેની ચાલ એકદમ નવાઈ લગાડે તેવી હતી, તે ચાલતો હતો ત્યારે ઝાંઝરનો ઝણકાર આખા ગામના લોકોના કાને અથડાઈ રહ્યો હતો. તેના હાથમાં એક નાનકડી લાકડી હતી .ગામના હારી ચૂકેલા લોકોએ આ છોકરાને જોઈને અચંબો પામ્યા.તે છોકરાના આંખનું તેજ કઈક અલગ જ હતું. ગામના કોઈપણ લોકો આ છોકરાંને ઓળખતાં ન હતા.

પવનની ગતિ ફરી વધી ગઈ અને ધૂળ ઉડવા માંડી. એ અઘોરી આત્મા મુખીના ઘરની અંદર જતા અટકી ગઈ અને તે અપરિચિત છોકરાની તરફ ફરી. અટહાસ્ય કરતી મન્યાની દુષ્ટ અઘોરી આત્મા તે છોકરા તરફ પૂરઝડપે આવી રહી હતી.તે છોકરાએ હાથમાં રહેલ લાકડીને તે આવતી આત્મા તરફ માત્ર ઉગાવી જ. લાકડીના સ્પર્શ થી જ તે આત્મા ત્યાંને ત્યા જ સળગીને ખાખ થઈ ગઈ કે તુરંત જ બારના ટકોરે ઘરની અંદરથી બાળકનાં રડવાનો અવાજ આવ્યો.

કિલકારીઓ ગામના લોકોના કાને સંભળાઈ. ગામના લોકોનું ધ્યાન ઘર તરફ ગયું. મુખી થતાં ત્યાં હાજર બધાંની નજર મુખીના ઘરના દરવાજા તરફ મંડાણી. બધાને હજુ વિશ્વાસ નહોતો આવતો કે દુષ્ટ આત્મા નષ્ટ પામી છે ત્યાંજ ગામની એક મહિલા ઘરની બહાર આવીને ખુશખબરી આપી કે કાન્હા જેવા દિકરાનો જન્મ થયો છે. બધાંયે આ સાંભળીને ખૂબ જ ખૂશ થયા. એ દુષ્ટ આત્મા નષ્ટ થઈ ચૂકી હતી તેનો પુરાવો તેમની સામે જ એ નવજાત શિશુ હતું .બધાં ગામલોકોને ધુમ્મસ માંથી નીકળેલો એ ગામડિયો છોકરા યાદ આવે છે અને તે તરફ દૂર નજર કરીને જોવે છે, તો ત્યા કોઈ જ હતું નહીં!

“ રામ રાખે એન કોઈના ચાખે." જય શ્રી કૃષ્ણ..." મહર્ષિના શબ્દો માં શાદ પુરાવતા ગામના લોકો બોલ્યાં....
“ જય શ્રી કૃષ્ણ...."

ગામ લોકોમાં આનંદ છવાઈ ગયો. બધાં જ ખુશખુશાલ હતા એટલામાં મુખી ઘરમાંથી પોતાની દીકરીના નવજાત શિશુને બહાર લઈને આવ્યા.

“ મહર્ષિ આજના શુભ અવસરે તમારા હાથે જ આનું નામકરણ થાય એવું હું ઇચ્છું છું." મુખીએ કહ્યું.

મુખીના હાથમાંથી એ નવજાત શિશુને મહર્ષિએ પોતાના હાથમાં લઈને મોટેથી કહ્યું......

“ ગોપાલ....."

ગોપાલના આવવાથી ગામ આખામાં ખુશીયો છવાઈ ગઈ. ગામલોકોએ જન્માષ્ટમી ખૂબ જ હર્ષ સાથે ઉજવી.


સમાપ્ત.....✍️


- Jignya Rajput