Gopal - 5 books and stories free download online pdf in Gujarati

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 5

એ મહર્ષિ ખૂબ જ જ્ઞાની હતાં. લોકો તેમને જ્ઞાની મહર્ષિ કે તેજસ્વી મહર્ષિ નામે જ ઓળખતાં. દૂર દૂરના ગામોમાંથી લોકો તેમની પાસે આવતાં. તેઓ ભૂતકાળ અને ભવિષ્યકાળના જાણકાર હતાં. વર્ષોની તપસ્યા બાદ તેમને આ કાર્યમાં સફળતા મળી હતી.

જ્ઞાની મહર્ષિ કાળી શકિતને પોતાના વશમાં કરી શકતા તેમજ તે કાળી શૈતાની શક્તિ નો ખાત્મો પણ બોલાવી શકતાં હતા. મહર્ષિના ગામના લોકો તો મહર્ષિને ઈશ્વર માનીને પૂજતા. ગમે તેવી મુસીબત હોય હંમેશા ગામના લોકો મહર્ષિની જ મદદ માંગતા અને મહર્ષિ હંમેશા તેમની મદદ કરવા માટે તત્પર જ રહેતાં.

ગામની નજીક જ એક નાનકડી વાડી હતી, જ્યાં ચારેબાજુ વૃક્ષો થી ઘેરાયેલી એક નાનકડી ઝૂંપડી હતી. ચારેબાજુ વૃક્ષોથી આચ્છાદિત વાડી એકદમ રમણીય વાતાવરણ ઉભુ કરતી હતી. કુદરતના ખોળામાં ખીલેલી આ પ્રકૃતિ મનને પ્રુલ્લિત કરી દે તેવી અનોખી શક્તિ ધરાવતી હતી. આ જ્ઞાની મહર્ષિની ઝુંપડી એકદમ શાંત જગ્યાએ હતી. ત્યાં ફક્ત વૃક્ષો પર રહેતા પક્ષીઓ નો જ અવાજ આવતો બાકી આખી જગ્યા ખૂબ જ શાંત હતી.

મહર્ષિના ગામના એક વ્યકિત મુખી અને તેમના પરિવારના સાથે છેક વાડી સુઘી તેમને મૂકવા આવ્યાં. કારણ કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ગામલોકોની મદદ વગર વાડી સુઘી પહોંચી શકતાં નહિ.એ વ્યક્તિ આ બધાને વાડીની અંદર પ્રવેશ કરાવીને જતો રહ્યો.

બધાં વાડીમાં પ્રવેશ્યા તો ત્યાંનું વાતાવરણ જોઈને આભા જ બની ગયા. ચારેબાજુ વૃક્ષો અને વૃક્ષોની વચોવચ એક સુંદર ઝુંપડી નજર સામે દેખાણી. બધાં લોકો ઝુંપડી તરફ આગળ વધ્યા. ઝૂંપડીની બહાર જ એક ઘટાદાર વડલા નીચે જ્ઞાની મહર્ષિ ધ્યાનની મુદ્રા માં બેઠા હતા.

“ પ્રણામ મહર્ષિ." બધાએ એક સાથે કહ્યું.
“ તમારું કલ્યાણ થાઓ." મહર્ષિએ ધ્યાનમાંથી બહાર આવતાં કહ્યું.

મહર્ષિના શબ્દોમાં મીઠી અમૃત વાણી હતી. તેમના ચહેરા ઉપર જ્ઞાનનું તેજ વર્તાઈ રહ્યું હતું. મહર્ષિએ આંખો ખોલી તો તેમને આંખોની સામે ભૂતકાળ થતાં ભવિષ્યકાળ દેખાઈ રહ્યો હતા. તેઓ ત્રિકાળ જ્ઞાની હતાં. તેમણે મુખી અને તેની દીકરીનો ચહેરો જોતા જ ભૂતકાળને ભાખી લીધું હતું અને એજ ભૂતકાળની એક કાળી શક્તિ તેમનાં ભવિષ્યમાં આવીને અડચણ પેદા કરશે એ પણ જાણી લીધું હતું.

“ બાબાજી અમારા સંતાનોને આર્શિવાદ આપો તેમના આવનારા બાળકને આર્શિવાદ આપો. આમના કોખેથી જન્મનારું બાળક લોકોનું કલ્યાણ કરે એવું કઈક વરદાન આપો." મુખીએ કહ્યું.

“ આ આવનારું બાળક ગામના માટે કાળ બનશે કાળ...!!તેના જન્મ સમયે ગામમાં ખુશીઓની જગ્યાએ ડરનો માહોલ ઉભો કરશે. તે બાળક પોતાની સાથે કાળને લઈને આવશે, તે બાળક અને મા માટે જીવલેણ સાબિત થઈ શકે છે." આટલાં વર્ષોથી મુખીએ જે સત્ય બધાથી છુપાવ્યું હતું એજ ડરાવનું સત્ય આજે મહર્ષિએ બધાની સામે ખોલું પાડી દીધું.

મહર્ષિ ના શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા બધાં જ ચોંકી ગયા. પણ સૌથી મોટો ઝટકો તો મુખીને લાગ્યો હતો. મહર્ષિને આ વાત કઈ રીતે ખબર પડી હશે મુખી એજ વિચારોમાં ખોવાયેલા હતાં ત્યાં જ મુખીના વેવાઈ બોલ્યાં....

“ જ્ઞાની મહર્ષિ તમે આ બધું શું કહો છો...? તમે કયા કાળની વાત કરો છો અને શું કામ એ કાળ મારી પુત્રવધૂ અને આવનારા બાળકને નુકશાન પહોંચાડે ? "

“ કારણ વગર કાર્ય સંભવ જ નથી ને...! તમે ભૂલી ગયા હશો એ ભૂતકાળને, પણ એ દુષ્ટ આત્મા નથી ભૂલી. એ અધોગતિ એ મૃત્યુ પામ્યો હતો એટલે તેની દુષ્ટ આત્મા અઘોરીના રૂપમાં બદલો લેવા માટે વ્યાકૂળ થઈ રહી છે.તે આત્મા બદલો લેશે ત્યારેજ તેને મુક્તિ મળશે, અન્યથા આજીવન ભટકતી રહશે અને બધાંને ખૂબ જ હેરાન કરશે." મહર્ષિએ કહ્યું.

“ આનો કઈક તો ઉપાય હશે જ ને મહર્ષિ." મુખીએ ઉતવાળતા થતાં પૂછી લીધું.

“ બધી જ સમસ્યાઓના સમાધાન હોય છે આનું પણ હશે જ તમે બધાં અહીં બેશો હું હમણાં આવ્યો." આટલું કહીને મહર્ષિ ત્યાંથી ઉભા થઈને પોતાની ઝૂંપડીમાં ચાલ્યા ગયા.

“ મુખીજી એ મહર્ષિ કઈ ઘટના વિશે વાત કરતાં હતાં. કોણ અધોગતિ એ મૃત્યુ પામ્યું હતું ? તેઓ શું કહેવા કહેવા માંગતા હતા,મને તો કઈજ સમજણમાં ના આવ્યું.શું તમે તેમના શબ્દોને જાણી શક્યા ?" મુખીના વેવાઈને કઈક સમજણ ના પડતાં મુખીને પૂછ્યું.

મુખીએ પોતાની દીકરી તરફ એક નજર કરી. તેની દીકરીના આંખોમાં આંસુ આવી ગયા હતા.જે ઘટનાને પસાર થયાને ત્રણ વર્ષ આસપાસ થઈ ગયું એજ ઘટના ફરી આજે તાજી થઈને મુખીની દીકરીની આંખોમાં આંસુ સાથે ભીની થઈ હતી.

“ વાત આજથી ત્રણ વર્ષ જૂની છે. જન્માષ્ટમીનો તહેવાર હતો ત્યારે ચોમેર ખુશીયો જ છવાયેલી હતી ત્યારે એ ખુશીઓને ભંગ કરવા માટે કોણ જાણે એ કાળમુખી રાતે એ અચાનક ક્યાંથી આવી ચડ્યો... ( મુખીએ ત્રણ વર્ષ પહેલાં એ જન્માષ્ટમીની રાતે ઘટેલી સમગ્ર ઘટના પોતાના જમાઈ તથા વેવાઈએ ને જણાવી દીધી.) બસ ત્યારથી જ એ ગામની ખુશીઓને ગ્રહણ લાગ્યું છે." મુખીએ ઉદાસ ચહેરે એ રાતે ઘટેલી સમગ્ર ઘટનાનનું વર્ણન કરી દીધું.

“ તમે મને આ વાત પહેલાં ક્યારેય કેમ ના જણાવી મુખીજી. છોડો..., જે થયું એ ભગવાન બધાનું કલ્યાણ કરશે. તમે ચિંતા નાં કરો મહર્ષિ આ સમસ્યાનું કોઈને કોઈ તો સમાધાન અવશ્ય શોધી લાવશે." મુખીના વેવાઈ એ મુખીની આશ્વાશન આપતાં કહ્યું.

હજી મુખી અને તેમના વેવાઈ વાતો કરી રહ્યા હતાં એટલામાં મહર્ષિ પાછા આવ્યા. બસ હવે તો મહર્ષિ શું સમાધાન લઈને આવ્યા છે એજ બધાને જાણવું હતું.

“ મે મારી ધ્યાન અવસ્થામાં જઈને ઊંડાણ સુધી નજર કરી. મને ત્યાં આ સમસ્યાનું સમાધાન.........


શું મહર્ષિને સમસ્યાનું સમાધાન મળી ગયું હશે..??

વઘુ આવતાં અંકમાં...

- Jignya Rajput

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED