Gopal - 3 books and stories free download online pdf in Gujarati

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 3

ગામલોકો મન્યાને ઢસડાતા ઢસડાતા બહાર લઈને આવ્યાં...

મુખીની દિકરી ડરી ગઈ હતી, તે ચોધાર આંસુડે રડી રહી હતી. મુખીએ તેને વચન આપતાં કહ્યું કે એ હેવાનની એવી હાલત કરીશ કે ક્યારેય કોઈની બેન -દીકરીની તરફ આંખ ઊંચી કરીને પણ જોવાની હિંમત નહિ કરે.એની એ ખરાબ આંખોને હું ફોડી નાખીશ.આટલું બોલતાંની સાથે જ મુખી ક્રોધે ભરાઈને બહાર આવ્યાં.

મન્યો થરથર કાંપી રહ્યો હતો, ત્યાં મુખી બહાર આવ્યાને સીધી જ મન્યાના ગાલ ઉપર એક તમાચો લગાવી દીધો.
સટ્ટાક........ કરતો એક જોરદાર અવાજ આવ્યો. મન્યો અપરાધીની જેમ નીચું જોઈને ઊભો રહ્યો.

“ આજે મારી દીકરી સાથે આણે આવું ખરાબ કૃત્ય કર્યું છે. જો એને એમને એમજ જવા દઈશું તો કાલે શું ખબર ગામની બીજી કોઈ દીકરીની સાથે પણ આવું જ કરે."
મુખીયા એ કહ્યું.

“ હા.... હા.... સાચી વાત છે આને એમને એમ જવા દેવો ના જોઈએ. બે મોકા આપ્યાં હતા આને છતાં પણ આ ના સુધર્યો,અને સુધરશે પણ નહિ જ." મન્યાને પકડીને ઉભેલો એક વ્યકિત બોલ્યો.

ગામના બધાં લોકો ઇચ્છતા હતા કે મન્યાને સજા થાય, કેમકે બીજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતાં પહેલા સો વાર વિચાર કરશે. બીજી વાર કોઈની હિંમત નહિ થાય ગામની સ્ત્રીની ઈજ્જત ઉપર હાથ નાખતાં.

મુખીએ એક મોટું દોરડું મંગાવ્યું, ગામનો એક વ્યક્તિ દોડતો જઈને દોરડું લઈને ઝટ પાછો આવ્યો. મુખીના કહ્યાં પ્રમાણે ગામલોકોએ મન્યાને એ પીપળાનાં વૃક્ષના થડની સાથે બાંધી દીધો. તેની ઉપર ગોબર તથા ગંધાતું પાણી રેડવામાં આવ્યું.જે બાળકોની પાસે થી તે પ્રસાદી પડાવી ને ખાઈ જતો એજ બાળકો ને બોલાવવામાં આવ્યા, તેમના હાથમાં પથ્થરો આપવામાં આવ્યાં. જે મન્યાની ઉપર ફેકવાના હતા.મુખીએ બાળકોને કહ્યું.....“ ચાલો છોકરાવ તમે તૈયાર છોને...!" બાળકો તો પહેલેથી જ આવી તક શોધી રહ્યાં હતાં.જ્યારે સામેથી તક ચાલીને આવે તો કોને પસંદ ના આવે...!

“ હા.......હા...." એકીસાથે બધાં બાળકો બોલી ઉઠ્યા.

બાળકો જોરજોરથી મન્યાને પથ્થરો મારવા લાગ્યાં. મન્યો પથ્થરોના મારથી ચીસો પાડી રહ્યો હતો. તેના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યુ. અચાનક એજ લોહી નીકળી રહેલાં ભાગ ઉપર એક બાળકે નિશાનો લગાવ્યો અને સીધો જ એ પથ્થર મન્યાના કપાળમાં વાગેલા ઘા ના ભાગમાં જ લાગ્યો. મન્યાએ એક ખૂબ જ દુઃખથી પીડાતી બૂમ પાડી. તેની બૂમ માં એટલું દર્દ ભરેલું હતું કે ત્યાં હાજર હર કોઈ ડરી ગયા. બાળકો તો એટલાં હદ સુધી ડરી ગયા હતાં કે એકપણ બાળક ત્યાં ના ઉભુ રહ્યું, બધાં પોતપોતાના ઘરો તરફ રફુ ચક્કર થઈ. મન્યાના પિતા આ વખતે ચૂપ હતાં, તેના દીકરાના આવા કૃત્ય થી તેઓ ખૂબ જ શર્મિંદગી અનુભવી રહ્યા હતા, અને એકદમ ચૂપ હતાં. તેમના દીકરાને અત્યારે આવી સજા અપાઈ રહી હતી, છતાં પણ તે કંઈ જ કરી ના શક્યા કેમ કે મન્યો ગુનેગાર હતો. મન્યાના પિતા ત્યાંથી ચાલ્યાં ગયા. સંતાન ગમે તેવો હોય પણ એક પિતા પોતાના સંતાનોનું દુઃખ ક્યારેય સહન ના જ કરી શકે. આખરે મન્યાના પિતા ત્યાંથી રડતી આંખે પોતાના ઘર તરફ નીકળી ગયાં.

મુખીની દિકરી ઘરમાં રડી રહી હતી. તેનો અવાજ છેક બહાર સુધી આવતો હતો. મુખીએ મન્યાની સામે ક્રોધે ભરેલી આંખો દ્વારા નજર કરી અને ગુસ્સામાં ને ગુસ્સામાં તે મન્યા તરફ આગળ વધ્યાં. મન્યા પાસે પહોંચતા જ મુખીનું ખૂન ઉકળી ઉઠ્યું.મુખીએ મન્યાને ગુસ્સામાં આવીને તેને પીપળાનાં થડે થી છોડીને તેને જમીન ઉપર લાત મરીનેને પાડી દીધો. છતાં પણ એ નાલાયક મન્યો હસી રહ્યો હતો.
આટલી માર ખાવા છતાં મન્યાને કંઈ જ થયું ના હોય એ રીતે તે અટહાસ્ય કરી રહ્યો હતો. મન્યાની આવી હરકતથી ગામ લોકો વધુ ક્રોધમાં આવ્યા અને તેને મારતા - ઘસડતાં ગામની બહાર ફેંકી આવ્યા.

“ હું આવીશ, જરૂર પાછો આવીશ. મારો બદલો લેવા હું આવીશ." મન્યો બોલવાની હાલતમાં નહોતો છતાં પણ હસી હસીને બોલી રહ્યો હતો.
“ તારી જગ્યા અહી જ છે, તું પાણી વગર તડપીશ પણ તારા હાલચાલ પણ કોઈજ નહિ પૂછે." ગામના મુખીએ દર્દથી તડપી રહેલાં મન્યા તરફ જોઈને કહ્યું.
મન્યાની આંખોમાં દર્દ પરંતુ તેના હોઠ હસી રહ્યાં રહ્યા હતાં. માર ખાઈ ખાઈને મન્યાનું મગજ ખસી ગયું હોય એવું તેના વર્તન ઉપરથી લાગી રહ્યું હતું.

મન્યાને મારી મારીને અધમૂઓ કરી દીધો હતો. ગામલોકો મન્યાને ગામની બહાર ફેંકીને ત્યાંથી જતાં રહ્યાં. મન્યો એકાદ કલાક બાદ તડપી તડપીને ત્યાંજ પોતાના પ્રાણોને ત્યજી દીધા.

મન્યાના મૃત્યુના સમાચાર ગામ લોકોને મળ્યાં. મન્યાના પિતા એ દિવસે ખૂબ જ રડ્યાં. બીજા દિવસે મન્યાના પિતા તેમનાં સહપરિવાર સાથે ગામ છોડીને ચાલી નીકળ્યાં.

“ મારા દીકરાએ જે ગુનો કર્યો હતો તે બદલ ભગવાને દેને સજા આપી દીધી છે. થઈ શકે તો તેને માફ કરી દેજો." આટલું બોલતાં ની સાથે જ મન્યાના પિતાની આંખોમાં ઝરઝરિયા આવી ગયાં.

“ આમાં તમારાં કોઈ વાંક નહોતાં, તમારે માફી માંગવાની જરૂર નથી." મુખીએ કહ્યું.

“ મારા સંસ્કારોમાં જ ક્યાંક ખોટ રહી ગઈ હશે, ત્યારેજ તેણે એવું કૃત્ય....." મન્યાના પીતા આગળ એક પણ શબ્દ ના બોલી શક્યા. તેમનો અવાજ એકદમ રૂંધાઇ ગયો.

મન્યાના પિતાને આ રીતે રડતાં જોઈને મુખી આગળ કંઈ પણ ના બોલી શક્યાં ફક્ત એટલું જ કીધું....“ તમે શું કામ ગામ છોડીને જઈ રહ્યાં છો, જે થવાનું હતું એ થઈ ગયું."

“ આ ગામે મને ઘણો જ સંગર્યો છે,પણ બસ હવે હું આ ગામમાં રહેવાને લાયક નથી.બસ હવે હું અહીંથી જવા માંગુ છું, મહેરબાની કરીને મને ના રોકશો." મન્યાના પિતાએ આજીજી કરતાં કહ્યું. મન્યાના પિતા તેમના પરિવાર સાથે ગામ છોડીને ચાલતાં બન્યાં.

મુખી તેમને ગામનું પાદર વટાવી જતાં જોઈને રહ્યો,પણ તે મન્યાના પિતાને ના રોકી શક્યો.
આ વાતને ચારથી પાંચ દિવસ થઈ ગયા.ધીમે ધીમે ગામલોકો અને મુખી બધું ભુલાવીને પોત પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયાં.

વધુ આવતા અંકમાં.....


- Jignya Rajput

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED