નિજ રચીત ત્રણ હાસ્ય રચનાઓ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિજ રચીત ત્રણ હાસ્ય રચનાઓ






નિજ રચીત ત્રણ હાસ્ય રચના :


1. અલગ અલગ ગરબાગ્રાઉન્ડ પરથી સાંભળેલી સુચનાઓ :

_ ગરબાનાં ગ્રાઉન્ડ પરથી દાંત નું ચોકઠું મળેલ છે..!!
જેનું હોય એ પોતાનું બોખું મોઢું લઈને આવે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ કાળા કલરની વાળની વિગ મળી છે, જેની હોય એ પોતાનું માથું, સોરી ટાલ લઈને આવે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ નાના બાળકો અને બાળકીઓ માટે ઘણી બધી કોડીઓ ભેગી થઈ ગઈ છે. જે બાજી રમવામાં કામ લાગે છે. જો મોબાઈલ ગેમ છોડી શકતા હોય તો.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ગોલ્ડન કલરની દોરી લગાવેલા ચશ્મા મળ્યા છે, જેના હોય તે કાન લઈને આવશો, કાન પર ગોલ્ડન કલર લગ્યો જ હશે એ જોઈને જ આપીશું.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ સિલ્વર પેપર લગાવેલા દાંડિયા અરે! આ તો વેલણ છે , જેના હોય તે લઈ જાય, નહીં તો કાલે ભાઈસાહેબ રોટલી ખાધા વગર જશે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ' શું પૂછવા આવ્યા? કે તમારો પ્રેમ પડી ગયો છે, કોઈને મળે તો કહેજો '
સોરી અમે આવું એનાઉસમેન્ટ નથી કરતા.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

2. ગોટ્યાની ગાંઠો

આપણો ગોટ્યો દર વર્ષે પોતાની વર્ષગાંઠે અશક્ય એવી નવી ગાંઠ બાંધે , એનેય ખબર હોય કે આ અશક્ય છે પણ જસ્ટ જોવામાં શું જાય એમ માની એ સંકલ્પ લઈ લે.તમેય જુઓ એની આ વર્ષની ગાંઠો ને એના પરિણામો :

આ વર્ષે હું 30 કિલો વજન ઘટાડીશ ...
_ બુટ ચંપલનું ઘસાઈ ઘસાઈને વજન ઘટી ગયું , સાયકલિંગ કરતા સાયકલના બે કટકા થઈ ગયા .જીમ કરવા ગયો તો વેઇટ ઉંચકતા એની ઉપર વજનીયું પડ્યું ને કમર લચકાઈ ગઈ....

આ વર્ષે હું જ્યાં પણ જઈશ ,ચાલતો જ જઈશ ...
_ 10 km દૂર જવાનું હતું, ગયો તો ખરો ,પણ ભાઈસાહેબે આવીને ત્રણ દિવસ ઘરે આરામ કર્યો, ને પેઇન કિલર ક્રીમની 6 ટ્યુબ પુરી કરી ...

આ વર્ષે હું બહારની મીઠાઈ જરાય નહીં ખાઉં...
_ પણ ઘરે દૂધપાક, બાસુંદી , શીરો ખાધો તેનું શું ...

આ વર્ષે બહારનું ખાવાનું બંધ...
_ સમોસા ને ઢોસા ખાવા જાય તો અંદરનું ખાય, બહારનું પડ ના ખાય બોલો , પાછો ઘરે બહારથી પીઝા ને બર્ગર તો મંગાવે જ, બોલે બહાર ક્યાં ખાવા જાઉં છું...

વહેલો ઊંઘી વહેલો ઉઠીશ...
_ ટ્રાય તો કર્યો પણ ફ્રેન્ડસ રાત્રે ઉઠાડી પબ્જી રમાડે ...

હવેથી ધોતિયું જ પહેરીશ...
_ રસ્તા વચ્ચે પાછળ કૂતરું દોડેલું, બાકીની કલ્પના તમેજ કરી લો ...

ઘડિયાળ કમર પર રાખીશ...
_એક ભાઈની ગાળ પડી, કેવી રીતે એમ?, કોઈને ઊંધો ટાઈમ કિધેલો ...

લાકડા ના ચંપલ પહેરીશ ...
_ બે ડગલાં ચાલ્યો એમાં પહેલા તો ગોલમટું ખાધું ને પછી આંટણ પડી ગયું ...

મારી યાદશક્તિ એકદમ ટનાટન રાખીશ...
_ ઘરવાળીએ એની બર્થડે અને મેરેજ ડેટ પૂછી, એમાં ને એમાં તો કયા ઓર્થોપેડીક પાસે જવું એ ભૂલી ગયેલો.. અમે લઈ ગયેલા....

લખવાનું બંધ (બધા ખુશ ના થાઓ, કૌંસ પૂરો)...
_ સોરી, ગોટયો આ ગાંઠ જિંદગીભર નહીં બાંધે...



3. દાઢી

બિટ્ટુડો અડધો કલાકથી દાઢી ખંજવાળી રહ્યો હતો , એને ખબર જ પડતી ન હતી કે છેલ્લા એક મહિનાથી દાઢીમાં ખંજવાળ કેમ આવે છે. પણ આજે તો હદ થઈ ગઈ .
બીટ્ટુએ દાઢી લગભગ 1 ફૂટ જેટલી વધારેલી હતી (કાનની બૂટથી ગણતા ભાઈઓ, મેં એની દાઢી માપેલી છે, ચોખવટ પૂરી, ઓકે!). દાઢી પર ભરાવદાર વાળનો પુષ્કળ જથ્થો. માથા પર પણ પુષ્કળ વાળ.
પોની ટેલ વાળી ચોટલી. રંગ ગોરો. અણીદાર નાક . બીટ્ટુ મોડેલ હતો ને. મોડેલિંગને લગતા પુષ્કળ એગ્રીમેન્ટ પણ સાઈન કરી રાખેલા હતા. પણ આ દાઢીએ કેર વર્તાવી દીધેલો.
પહેલા અમે લોકો સ્કિન સ્પેશીયાલીસ્ટ પાસે ગયા.: ' અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે દાઢીમાં ફંગલ ઇન્ફેક્શન છે.આ ક્રીમ લગાવ્યા કરજો અને આ દવા લખી આપું છું. કોર્ષ પુરો કરી દેજો. મટી જશે '.
એજ પ્રમાણે કર્યું પણ મેળ ના પડ્યો.
કોઈકે હોમીઓપેથી દવાની સલાહ આપી.એક કલાકની હિસ્ટરી પછી પછી ડૉક્ટર: ' જુઓ આ મલમ છે એને કોપરેલમાં મિક્સ કરીને લગાવ્યા કરજો અને ગોળીઓ સવાર સાંજ લેજો. આવી જશે'.
કર્યું. એનાથી દાઢી બીજી ત્રણ ઈંચ વધી ગઈ પણ ખંજવાળ મટી નહીં.
હવે?! કયો ઉપાય બાકી રહી ગયો? કોઈકે શિળવા કીધા તો કોઈએ એલર્જી. એનાય ઉપાયો કર્યા પણ કંઈ ફેર પડ્યો નહીં.
કોઈકે કહ્યું કે દાઢી જ કઢાવી નાંખ. પણ બીટ્ટુ તો એવું સાંભળીને જ રડી પડ્યો. કેમ કે દાઢી તો મેઈન છે એના દેખાવ માં. હવે? હવે?
ઓહ સીટ ! ઓહ સીટ! યુરેકા.....આ વિચાર મને પહેલા કેમ ના આવ્યો? .....,..
મેં ફક્ત એની દાઢીમાં ઝીણી કાંસકી ફેરવી ને લો, કારણ મળી ગયું.
' જુ ' પડી હતી એની દાઢીમાં..,..
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

જતીન ભટ્ટ ' નિજ '
94268 61995



.
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995