આજ ના સમય નો માનવી કોઈ બીજા સાથે નહિ પણ ,
પોતાના મન માં ચાલી રહેલા યુદ્ધ થી હારી રહ્યો છે .
એક જ સમયે માણસ ના મન માં અનેક વિચાર ચાલી રહેલા હોય છે .
એક ઠેકાણે બેસી ને એને અનેક જગ્યા ના વિચાર પરેશાન કરી રહ્યા હોય છે .
ઘરે હોય ત્યારે નોકરી નું ચિંતન કર્યા કરે છે .
અને ઘરે ઝઘડો થયા પછી ,
દિવસ આખો ઘર ના વિચાર કર્યા કરે છે .
મમ્મી કેમ આવું બોલ્યા ,
તેણી એ કેમ આમ કહ્યું .
છોકરા ઓ ભણવામાં કેમ ધ્યાન નથી આપતા વગેરે ,
આમ તેનું ધ્યાન નાં નોકરી માં પુરતું રહે કે નહીતર ઘરે .
માત્ર વિચારો ના વૃંદાવન માં ખોવાયેલો રહે છે .
હકીકત માં તેને પોતાને ખ્યાલ નથી આવતો કે તેને ઘર નો પ્રોબ્લેમ સોલ્વ કરવો કે ,
નોકરી નો .
જેવો ઘરે પાછો વળે છે .
નોકરી ના પ્રોબ્લેમ નો વિચાર કરે છે .
આજે બોસે આમ શા માટે કહ્યું .
મારા કામ માં શી કસાચ રહી ગઈ .
બીજા મારા થી કેમ વહેલું કામ પૂરું કરી લે છે .
ખરેખર આજ નો માનવી સુખ અને સંતોષ નો અનુભવ જ નથી કરતો .
એવું કહીએ તે પણ યોગ્ય છે .
તેના વિચારો પળેપળે બદલ્યા કરે છે .
તેના મન માં વિચારો નું ઘમાસાણ યુદ્ધ ચાલ્યા કરે છે .
એ યુદ્ધ એટલે જ અંતર યુદ્ધ .
તે સુખ અને શાંતિ નો અનુભવ કરી શકતો નથી .
એમ નહિ પણ તેનો કરવો નથી .
તે ઘર માં પણ રહી શકે છે .
છતાં તેની ઈચ્છા મહેલ બનાવવા ની છે .
તે ટુ-વિલર માં ફરી શકે છે .
છતાં તેની ઈચ્છા બી.એમ .ડબ્લ્યુ કે ઓડી માં ફરવા ની છે .
તે શાંતિ થી શાક - રોટલી ખાઈ શકે છે .
છતાં તેની ઈચ્છા પિઝ્ઝા બર્ગર પર જ આવી ને અટકે છે .
તે નવા ટ્રેન્ડ પ્રમાણે ચાલવા માંગે છે .
પણ તે પોતાની જરૂરિયાત અને આવક નથી જોતો .
અને તેના કારણે ઘર માં રોજ નવા ડખા ઉભા થાય છે .
પત્ની એ નથી જોતી કે તેના પતિ ની આવક કેટલી છે .
તે માત્ર દેખાળો જ જોવે છે .
શેરી માં કે મહોલ્લા માં નવી વસ્તુ આવી એટલે એ વસ્તુ ઘરે આવી જ જોઈએ .
પછી ભલે લોન પર આવે કે ક્રેડીટ કાર્ડ પર .
છોકરા ઓને નવા મોબાઇલ અને વાહન જોઈએ .
ભલે ને પછી એ ઘરે બેઠા રોટલા તોડતા હોય .
ભણવા માટે પ્રખ્યાત સ્કુલ જ ખપે .
ભલે પછી પોતે અંગુઠા છાપ હોય .
આવી ગણાવા જઈએ તો લાખો વસ્તુ નીકળે .
પણ આપણે તેમાં નથી પડવું .
કહેવાનો મૂળ ભાવાર્થ કે ,
ઈચ્છા ઓનું યુદ્ધ જે તદ્ન્તર માનવી ના મગજ માં ચાલ્યા કરે જ છે .
જરૂરિયાતો પૂરી કરવા માં માણસ ના ઘર નો ના ઘાટ નો એવી પરીસ્થિતિ નો શિકાર થઇ જાય છે .
ક્રેડીટ કાર્ડ , લોન વિગેરે ના હપ્તા ,
ઘરના સાસુ વહુ ના ઝઘડા ,
છોકરાઓની માંગો ,
બોસ ની ગાળો ,
પોતાની જરૂરિયાતો ,
આવા ઘણા બધા વિચારો ભેગા થઇ ને મન માં અંતર યુદ્ધ ઉભું કરે છે .
અને ઘણી વાર જો આવા અંતર યુદ્ધ નો વિરામ ના આવે તો ઝીંદગી નો વિરામ પણ આવી જાય છે .
તો શું આનો કોઈ ઉકેલ નથી .
છે .
ના પાડતા શીખો .
જરૂરિયાત વગર ની વસ્તુ ની માંગ ઉઠી નાં પાડી દ્યો .
જરૂરિયાત વગર ના ઝઘડા થયા કહી ધ્યો તમે જોઈ લો .
મારે આમે પણ ઘણા કામ છે .
છોકરા ઓ ખોટી માંગ કરે છે .
કહી ધ્યો કમાઈ ને લઇ લ્યો .
જયારે કમાવા જશે ત્યારે પાઈ - પાઈ ની પણ કીમત થઇ જશે .
કેટલી વાર ઝઘડશે તમે ધ્યાન જ નહિ દયો તો એ પણ બંધ થઇ જશે .
અને લાસ્ટ માં હાથ માં હોય તેટલું જ પોતાના પર લ્યો .
બાકી ભગવાન ના હાથ માં સોપી ધ્યો .
કારણ કે
" મારી મરજી વિના રે કોઈ થી તરણું ના તોડાય "
SO BY AND TAKE CARE