આંખો માં એક સવાલ હતો ,
તને જોયા પછી ...(૧)
દિલ માં એક બવાલ હતો ,
તને જોયા પછી ...(૨)
વર્ષો ની શોધ નો વિરામ હતો ,
તને જોયા પછી ...(૩)
મન માં એક ઉજાસ હતો ,
તને જોયા પછી ...(૪)
એક અલગ જ અંદાજ હતો ,
તને જોયા પછી ...(૫)
મળ્યો દરેક સવાલ નો જવાબ હતો ,
તને જોયા પછી ...(૬)
અન કહ્યો અહેસાસ હતો ,
તને જોયા પછી ...(૭)
જાણે કલ્પનાઓ નો ઉછાળ હતો ,
તને જોયા પછી ...(૮)
પૂજા નું એક પ્રમાણ હતું ,
તને જોયા પછી ...(૯)
માયા કેરું એંધાણ હતું ,
તને જોયા પછી ...(૧૦)
સ્ફૂર્યા અનેક વિચાર હતા ,
તને જોયા પછી ...(૧૧)
પ્રેમ નું એક વહેણ હતું ,
તને જોયા પછી ...(૧૨)
તારા જ નામ નું કહેણ હતું ,
તને જોયા પછી ...(૧૩)
ડૂબકી નૌકા ને સહારો હતો ,
તને જોયા પછી ...(૧૪)
લાગણીઓ ને મળ્યો કિનારો હતો ,
તને જોયા પછી ...(૧૫)
મારી ખુશીઓ ને કારણ હતું ,
તને જોયા પછી ....(૧૬)
અનંત ની વાતો ને મળ્યું નજરાણું હતું ,
તને જોયા પછી ...(૧૭)
જડ્યું તને મળવા નું રોજ બહાનું હતું ,
તને જોયા પછી ....(૧૮)
ખાલી હૃદય માં પગરવ હતો ,
તને જોયા પછી ...(૧૯)
સુમસાન દિલ મા ઘોઘાટ હતો ,
તને જોયા પછી ...(૨૦)
રેગિસ્તાન જીવન મા પણ હર્ષોલ્લાસ હતો ,
તને જોયા પછી ...(૨૧)
નવી જીંદગી નો પ્રારંભ હતો ,
તને જોયા પછી ....(૨૨)
રેશમી જુલ્ફો નો આલમ હતો ,
તને જોયા પછી ...(૨૩)
સૂકી ડાળી એ ફૂલો નો મહેકાવ હતો ,
તને જોયા પછી ...(૨૪)
અલગ જ વિચારો નો બહેકાવ હતો ,
તને જોયા પછી ...(૨૫)
મુખ પર એક મલકાટ હતો ,
તને જોયા પછી ....(૨૬)
યાદો નો પણ એક ચળકાટ હતો ,
તને જોયા પછી ...(૨૭)
મહેફીલો મા પણ એક તરખરાટ હતો ,
તને જોયા પછી ...(૨૮)
હાલ બેહાલ હતા ,
તને જોયા પછી ...(૨૯)
પાનખર મા પણ વશંત નું આગમન થયું હતું ,
તને જોયા પછી ...(૩૦)
મન મા એક હાશકારો હતો ,
તને જોયા પછી ...(૩૧)
લાગ્યું કે એ વ્યક્તિ મારી જ હતી ,
તને જોયા પછી ...(૩૨)
ખુલ્લી દિલ ની બારી હતી ,
તને જોયા પછી ...(૩૩)
પીધી પ્રેમ ની પ્યાલી હતી ,
તને જોયા પછી ...(૩૪)
અધુરી એક કહાની હતી ,
તને જોયા પછી ....(૩૫)
મળી કહાની ની પૂર્ણતા હતી ,
તને જોયા પછી ...(૩૬)
વિશેષ કરીને એ મારી હતી ,
એવું લાગ્યું હવે તને જોયા પછી ...(૩૭)
હૈયે એક કટારી હતી ,
તને જોયા પછી ...(૩૮)
આંખો મા પ્યારા સમણાં હતા ,
તને જોયા પછી ...(૩૯)
તમને મળ્યા પછી એ બમણા હતા ,
તને જોયા પછી ...(૪૦)
ખુલ્યાં કિસ્મત ના બારણા હતા ,
તને જોયા પછી ... (૪૧)
મળ્યા પ્રેમ ના ઝરણાં હતા ,
તને જોયા પછી ....(૪૨)
ભૂખ અને તરસ ને વિરામ હતા ,
તને જોયા પછી ...(૪૩)
શબ્દો ને પણ અલગ અવતાર હતા ,
તને જોયા પછી ...(૪૪)
સોનેરી સવાર પહેલ હતી ,
તને જોયા પછી ...(૪૫)
શીતળતા ભરી એક સાંજ હતી ,
તને જોયા પછી ...(૪૬)
મારી ગઝલ ની સરુઆત હતી ,
તને જોયા પછી ...(૪૭)
લખી રાખેલી અનેક યાદ હતી ,
તને જોયા પછી ...(૪૮)
ભૂલી ચુક્યો હતો દરેક વસ્તુ જે થઇ હતી ,
તને જોયા પછી ...(૪૯)
ફરી આજે જખ્મો થઇ ગયા અનંત ને તાજા ,
તને જોયા પછી ....(૫૦)
અનંત જોષી (અભિષેક જોષી )