ભૂલી જાવ એમને જે તમને ભૂલી ગયા છે .
તમારું કંઈ પણ નથી ખોવાયું ,
હા , બસ ફર્ક એટલો કે ,
તમે પથ્થર માં હીરા શોધવા માંડ્યા હતા .
પણ જેને કેવાય કે હીરા શોધવા ખાણ માં ઉતરવું પડે .
જિંદગી પણ તેમજ છે . boss !
સાચો પ્રેમ શોધવા કોઈના દિલ મા ઉતરવું પડે સાચું ને ?
જરૂરી નથી કે હર સમયે શનિ ની જ વક્ર દ્રષ્ટિ હોય ,
ક્યારેક વિધિ ની પણ વક્ર દ્રષ્ટિ હોય છે .
સાચો પ્રેમ - ગંગાજળ જેવો હોય છે .
ખાલી આચમન થઇ જાય તોય જીવન ધન્ય છે .
પણ આજની પેઢી ને તો માત્ર ને માત્ર આકર્ષણ થી જ પ્રેમ થાય છે .
facebook કરતાં જો face to face કોઈ ના દીદાર થઇ જાય તો !
" વાહ તેરા ક્યાં કહેના "
અને એમાં પણ જો દિલ ની વાત કહેવાઈ જાય તો ?
" તન તુલસી , મન મોગરો "
બાકી તો બ્રેક - અપ અને પેચ - અપ તો આજ નો રૂટીન છે ..ભાઈ ....
બ્રેક -અપ થાય તો દેવદાસ ની જેમ અરજીત અને અતીફ ના ગીતો સાંભળે ને ,
કાં તો તળાવ ની પાળે બેસી ને સિગારેટ ફુકે પછી કે ,
" क्या रखा है ख्यालों मे |
जिंदगी बित गई प्यालों मे || "
દોસ્ત જો ૧૦૦ rs ના ક્વાટરિયા જેવો પ્રેમ કરશો તો ,
રોયલ ચેન્જેસ તો આવશે જ ને ,
પછી બ્રેક - અપ માં રીમ - ઝીમ ની જેમ ઝુમસો .
" ખેર છોડો ને ગામ ને આડે ક્યાં ગરણા દેવાં "
પણ વાત એ છે કે ,
જયારે સામે વારી વ્યક્તિ તમને ભૂલી ગઈ છે .
તો તમે એને ભૂલવા કોની રાહ જોવો છો .
નો ડાઉટ કે તમે સંબંધ સાચવવાની ઘણી કોશિશ કરી પરંતુ ,
સામેવારી વ્યક્તિ ને તેનો અહેશાસ જ નથી થતો કે ,
તમે તેના પ્રત્યે કેટલા લાગણીશીલ છો .
તો તો એવું જ થયું ને કે તમારા પ્રયાસો નું મુલ્ય .
એની નજરો મા શુંન્ય છે .
જો એ વ્યક્તિ તમારા પ્રત્યે કોઈ જ ભાવ નથી દર્શાવા માંગતી તો ,
તમે શાને માટે એને આટલી મુલ્યવાન માનો છો ...
લેટ્સ ફોર્ગોટ ઈટ ...
ભૂલી જાવ યાર ...
જ્યાં સુંધી તમે એને નહિ ભૂલો .
તમારા દિલ માં એના માટે જે જગ્યા છે .એ
ખાલી નહિ કરો ત્યાં સુંધી ...
તમે બીજા વ્યક્તિ ને દિલ મા કેમ જગ્યા આપી શકશો ..
જ્યાં સુંધી તમે જૂની વ્યક્તિ ને નહિ જવા દો .
ત્યાં સુંધી નવી વ્યક્તિ તમારા જીવન મા કઈ રીતે આવશે ?
ભૂલવું કઠીન છે , કારણ કે ,
તમે તમારી જિંદગી ની અમૂલ્ય પણો તેની સાથે વિતાવી છે .
જે શાયદ હવે પાછી પણ નહિ આવે ....
પણ તેનો મતલબ એ નથી કે તેના આવવા ની રાહ મા ,
આપણે કોઈ તેના થી પણ મુલ્યવાન વ્યક્તિ ને ખોઈ બેસી ...
શાયદ તમે એને બહુ પ્રેમ કરતા હતા .
પણ તે તમારા પ્રેમ ને લાયક નતી .
તેથી ભગવાને તમને એનાથી દુર કરી નાખ્યા .
જેથી તમારા પ્રેમ નું યોગ્ય મુલ્ય સમજવાવારી વ્યક્તિ તમને મળે ...
તો જયારે એ તમને ભૂલી શકે છે . તો તમે કેમ નહિ ...
ભૂલી જાવ યાર ...