The sum of affection books and stories free download online pdf in Gujarati

સરવાળો સ્નેહનો

પ્રેમ ના ગણિતમાં
એક વત્તા એક
બરાબર બે નહિ,
પરંતુ
એક વત્તા એક= સર્વસ્વ


મારું પ્રેમાળ હોવું મને સુંદર બનાવે કે સુંદર હોવાથી પ્રેમાળ લાગુ તો ક્યાંક બીજું વિધાન , જેવી 50-60 ની ઉમર વટાવિયે તરત અન્યાય સમાન ગણાય.

પ્રેમ ની પરિતૃપ્તિ માટે ઋજુ હૃદય અને એક ઘેલછા તો ખૂબ જ જરૂરી, કેમ ખબર છે કારણ ? કેમ કે પરણવું જો પ્રેમ નું સરનામું હોત તો કોઈ યુગલ આજે ફરિયાદ નું પોટલું ના ખોલતું હોત, પ્રતિક્ષણ જો સતત કોઈ પાછળ ઘેલું બનવું એ અમુક સમય માટે જ રહી શકે જો હર હંમેશ ઘેલું બનવું હોય તો એ માટે મારા મત થી પરિણય પહેલાં મિત્રતા કાયમ ની બનાવી પડે.

પ્રેમશૂન્ય લગ્ન તો જાણે ખૂબ જ સામાન્ય બની ગયાં છે સમાજ માં જેથી જવાબદારી, બાળકો,પરિવાર વગેરે નું નામ લઈ દરેક સ્ત્રી કે પુરુષ નીરસ જિંદગી જીવી કાઢે છે.

some necessary efforts, compromises, understanding, and trust shall be needed from both sides to revive the bond.

બોલો સંબંધો નું તો આવું જ છે કઈક,પણ લોકલાજે કેટલીયે જિંદગી એક તરફથી સો ટકાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા કરે છે.ખોટી ઉમ્મીદો,થોડા બહુ પ્રેમ અને ખાસ કોઈ તમને સતત માન્યતા નો અનુભવ કરાવે. શા માટે મને જીવન જીવવા, જીવન માણવા અને જીવનનો સતત વિકાસ કરવા કોઈ બીજી વ્યક્તિ ના validation ની જરૂર પડે?

આપણને happily ever after જોવાની આદત પડી ગઈ છે અને તે જ કારણે આજે પણ કોઈ ફિલ્મ કે સીરીઝ માં નાયક અને નાયિકા ને climax ma સાથે ના બતાવે તો ગમે તેટલી આધુનિક વ્યક્તિ અસંતોષ વ્યક્ત કરે.આપણે એ જ લોકો છીએ જેમણે પોતાની નજરો સામે ઘણા સબંધો તૂટતાં જોયા છે, ક્ષણ ક્ષણ રિબાઈ રિબાઈને લાગણીઓથી દુભાતા જોયા છે. શારીરિક કે માનસિક એ પાછું gender specific નહિ પરંતુ વ્યક્તિ પર નિર્ભર માત્ર એવા કિસ્સાઓ છે જ્યાં કોઈ એક અથવા બંને ખુશ ના હોવા છતાં સંબંધ ટકે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આજનો સંબંધ પણ વ્યવહાર થી ચાલે છે, આણે મને ટેક્સ્ટ નો જવાબ નથી આપ્યો ત્યાં સુધી હું બીજો મેસેજ ના કરી શકું, નહીતો મારો ઈગો ઘવાઈ જાય આવી સ્ટબર્ન વાતો ઉમર મોટી થવાથી બદલાતી નથી.

સોશ્યિલ મીડિયા ના જમાનામાં બધું જ ઓનલાઇન ચાલે છે એટલે સંબંધો ની સ્થિરતા પણ સ્ટેટ્સ અને સ્ટોરીઝ દ્વારા નક્કી થાય છે. એકધારું સામેવાળી વ્યક્તિ નું વેલિડેશન ની ઝંખના થવી સામાન્ય છે પરંતુ કોઈ માન્ય ના કરે અથવા ખોટું હોવા છતાં પણ તેમનો આગ્રહ પોતાના મત કરતા જુદો હોય ત્યારે પોતાની જાત સાથેનો સંઘર્ષ વધતો જાય છે, કેમ જાણે ખાસ કરીને સ્ત્રીઓની તો આ દુખતી નસ છે કે શું ! હંમેશા પોતાની જાત ને હલકી ગણવી ? આમ જ આપણે શાસ્ત્રોના વિચારો ને સરખા સમજ્યા વગર એમાં મસાલો ભેળવી અલગ જ નિયમો અનુસરતા આવ્યા છીએ, સમર્પણ , ત્યાગ અને આત્મવિશ્વાસ ની ઓછપ આ જુદી વાત છે.

ક્યારેક સામેવાળું પાત્ર ખુબ જ સમજદાર અને સરળ મળે અને તેનું વ્યક્તિત્વ આંખને અંજાય તેવું હોય તો સમર્પણ થવામાં કશું ખોટું નથી , ઇતિહાસ માં જોઈએ તો માર્કંડેય પુરાણ ના ચરિત્રો વૈશાલી અને અવિક્ષિત. જેમાં અવિક્ષિત ને વૈશાલી તરફ અત્યંત પ્રેમ હોવા છતાં પણ લાયક નથી એવું સમજી ત્યાગ કરે છે અને સામે વૈશાલી વિરહ માં જીવ ગુમાવવા બેઠી છે , એટલામાં નિયતિ પણ એકબીજાને મેળવવામાં કોઈ કોશિશ બાકી નથી રાખતી. અંતે બંને તેજસ્વી ચરિત્રો સાથે મળી સુંદર જીવન નો દાખલો પૂરો પડે છે.

કહેવાનું તાત્પર્ય એ જ કે It's always about 50-50, એ સંબંધો માં ક્યારેય માધુર્ય નથી હોતું જેમાં 60-40, 30-70, 20-80 કે 10-90 હોય. એટલા જ માટે તારા સુખ મારા અને તારા દુઃખ પેહલા મારા, પણ આજે તો બધે જ તારા સુખ તો મારા ખરા પણ મારા દરેક ઉપજાવી કાઢેલા દુઃખ તારા !

24 -25 વટાવતા જ ચારેકોરથી એક નહિ ને બીજી રીતે લોકો ના પ્રશ્નો આભના જેમ તૂટી પડે છે કે હવે સેટલ ક્યારે થવું છે, પછી ઉમર નીકળી જશે, અરે ઉમર તો એમનેમ પણ નીકળી જ જવાની. ખરેખર મને આ લોકોનું લોજીક સમજાતું નથી. એમને ચિંતા હોય છે ક્યાંક બિચારી/બિચારો છોકરો કે છોકરી ને જિંદગી એકલી ના કાઢવી પડે. પણ સૌથી મોટો પ્રશ્ન અહીં એ છે કે જિંદગી તો જીવવાની હોય કાઢવી અને વિતાવવા માં તો કઈ મર્મ રહેતો જ નથી.

ખેર આ પ્રેમ, પરિણય અને બાદમાં પરણવું તેના પર કલાકો ના કલાકો વાદવિવાદ થઇ શકે પણ સૌથી મહત્વ છે બે પાત્ર સાથે જીવવા માંગે છે એમનો સંવાદ !

સમજણ પ્રેમ નો પાયો કે પ્રેમ એ સમજણ થી બુદ્ધિચાતુર્ય વાપરી વિચારી વિચારી ભરેલું ડગલું ?



End short :
ફક્ત એક જ તકો કાફી છે, પૂરતો છે મહોબ્બત માં,
ને નવ્વાણું ટાકા બાકીના ખર્ચી નાખ મહોબ્બત માં... (મરીઝ)











============================================

Thank you:)

Share your views or feedback at : chauhanurmi2@gmail.com


Instagram: avyakta_priyah


બીજા રસપ્રદ વિકલ્પો