પ્રિત કરી પછતાય - 47 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 47

પ્રિત કરી પછતાય*

47

દેવ દર્શનેથી આવીને સાગર જમી પરવારીને પથારીમાં પડ્યો.ત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યા હતા.સાગરના પલંગની બરાબર સામેની દીવાલને અડીને ઝરણાનો પલંગ હતો.અને એ એ બંને પલંગની વચ્ચે જે ખાલી જગ્યા હતી.ત્યાં શોભા.સુમન.અને સરિતા સુતા હતા.સુમન અને શોભા તો ઘસઘસાટ ઊંઘી ગઈ હતી.સાગર પોતાની પથારીમાં પડ્યો.પડ્યો.કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો.જયારે ઝરણા પથારીમાં પડી.પડી.વારાફરતી સાગર અને સરિતા ઉપર પોતાની નજર ફેરવતી રહેતી હતી.બન્ને ઉપર ચોકી કરી રહી હતી.અને સરિતા પોતાની પથારી માં ઊંધી પડી હતી.અને પોતાની કિસ્મત ને કોસી રહી હતી.એના હૃદયમાં એક જાતની કશ્મકશ ચાલી રહી હતી.કે પોતે સાંજે બહેનને આપેલું એ વચન કઈ રીતે નિભાવી શકશે?સાગર મારી નજરની સામે જ સૂતો છે.અને હું એના તરફ જોયા વિના કઈ રીતે રહી શકું?એનું મન વારે ઘડીએ સાગરના વિચારોમાં ગૂંથાઈ જતું હતુ.જેમ જેમ એ પોતાના હૃદયને સાગરના ખય્યાલો માંથી ખેંચવાની કોશિષ કરતી હતી.એમ એમ એનું હૃદય વધુને વધુ સાગરના જ ખય્યાલોમાં ડૂબતું જતું હતું.એનું હૃદય એને સાગર તરફ જોવા વધુ ને વધુ ઉશ્કેરવા લાગ્યુ. એને સાગર જોવા તરફ મજબૂર કરવા લાગ્યું.એના હૃદયની બે સારી નરસી લાગણી ઓ આપસમાં ઝઘડવા લાગી.બંને આપસમાં દલીલબાજી કરવા લાગી.સારી લાગણી એને સાગર તરફ જોતા રોકતી હતી.જ્યારે બીજી લાગણી એને સાગર તરફ જોવા ઉકસાવતી હતી.આ બીજી નરસી લાગણીની દલીલ આવી હતી કે.

"આખરે શા માટે તું તારી નજર સાગર થી બચાવી રહી છે? આખર શા માટે સરિતા? એ કંઈ પરાયો થોડો જ છે? એ તો તારો જ સાગર છે.આ એ જ સાગર છે સરિતા.જેને તુ મનથી વરી ચૂકી છો.જેને તે તારા હૃદયમાં વસાવ્યો છે.એ તારો પહેલો પ્યાર છે.પહેલો શા માટે સરિતા.તારો આખરી પ્યાર પણ એ જ છે ને?તારા મનનો રાજકુમાર જ્યારે તે સાગરને જ બનાવ્યો છે.તો પછી હવે શા માટે તું તારી નજરને સાગર ઉપર નાખતા અચકાય છે.સાગર સાથે તે દિલથી પ્યાર કર્યો છે.અને પ્યાર ભરી એક નજર તું અગર સાગર ઉપર નાખીશ તો તેમાં કોઈ પાપ નથી.જ્યાં સુધી તારા મનમા.તારા હૃદયમા.તારા વિચારોમા.પવિત્રતા છે.જ્યાં સુધી તારા પ્યારમાં વાસનાએ પ્રવેશ નથી કર્યો.ત્યાં સુધી તારો પ્યાર.પ્યાર જ છે.પાપ નથી. તો એનાથી તારી નજર ન ચુરાવ.અને જો તું તારી નજર ને એના તરફ જોતા રોકી રાખીશ.તો તેમાં તારા જ પ્યારનું અપમાન કહેવાશે."

આ હતી એને સાગર તરફ જોવા ઉશ્કેરતી હૃદયની બીજી લાગણી.જ્યારે પહેલી સારી લાગણી એને એમ કરતાં વારતી હતી.સાગર તરફ જોતા એને અટકાવતી હતી.આ લાગણી આવી રીતે દલીલ કરતી.

"આખરે તારે સાગર તરફ શા માટે જોવું જોઈએ?શું થાય છે એ તારો?પ્રેમી? તુ પાગલ છો સરિતા.બિલકુલ પાગલ છો. અને એટલે જ તો તું તારી બહેનના પતિને તારો પ્રેમી સમજે છે.પણ તું નથી જાણતી કે તારા પ્યારનો અંજામ શુ હશે? અંતે તો તને જીવનભરની જુદાઈ અને બદનામીન સિવાય આ તારો પ્યાર તને બીજું કંઈ નહીં આપી શકે.તારા આ આંધળા પ્રેમથી ન તો તુ સુખી થઈશ. અને ન તો તારી બહેન પણ સુખી રહી શકશે.અને તારો સાગર.ના તારો નહીં તારી બહેનનો સાગર પણ સુખી નહીં થાય.માટે જ તને કહું છું કે તારી નજરને સાગર તરફ જોતા રોકી રાખ.અને તુ એને ભૂલી જા.સાથે એ પણ ભૂલી જા. કે તે ક્યારેય સાગરને ચાહ્યો હતો.બસ ફક્ત એટલું જ યાદ રાખ.કે આજે સાંજે તે ઝરણાને વચન આપ્યું છે.કે તું ન તો સાગર સાથે બોલીશ.અને ન તો તેની તરફ જોઈશ.યુવાનીના ઉંબરે પગ મુકતાની સાથે જ તુ વગર વિચારે ખોટા પાત્ર સાથે દિલ લગાડી બેઠી છો.પણ હજુ સમય તારા હાથમાં છે સરિતા.આ ભૂલને સુધારી લે.ઝરણાને આપેલા વચનનું પાલન કર.અને સાગર તરફ ન જો.આમાં તારું.ઝરણાનુ.અને તારા. ના.ના.ફરી ભૂલ થઈ ઝરણાના સાગર નું ભલું છે."

પહેલી લાગણીની દલીલ પૂરી થઈ.પણ બીજી લાગણીનો બચાવ હાજર જ હતો.

"સરિતા આ વાત સાચી છે કે સાગર ને મેળવવો તારા માટે મુશ્કેલ છે.સાગર ઉપર ખરો હક ઝરણાનો જ છે.પણ તેય ક્યાં સાગરને ઓછો ચાહ્યો છે?અને સાગર પણ તને ચાહે જ છે ને?જેમ તે સાગરને તારા હૃદય મંદિરમાં બેસાડ્યો છે.તેમ સાગરે પણ તને પોતાના હૃદયમાં રાખી જ છે ને?સાગરના શરીર ઉપર ભલે તારો કોઈ અધિકાર ન હોય.પણ સાગરના હૃદય પર તો તારો થોડો ઘણો અધિકાર છે જ.શરીરનું સુખ તો ઘડી બે ઘડીનું સુખ હોય છે સરિતા.પણ હૃદયના બંધન તો જીવનભર ના હોય છે.

તે ક્યારેય એમ નથી ઈચ્છયુ કે સાગર તને શરીર સુખ આપે.તે હંમેશાં એમ જ ચાહ્યું છે કે સાગર હંમેશા તને પોતાના હૃદયમાં રાખે.અને તું સાગરને તારા હૃદયમાં રાખે.સાગરે એના દિલમાં તને બેસાડી છે.અને આ જ અધીકારે તુ એની તરફ બેશક જોઈ શકે છે.અને એમાં કાંઈ ખોટું પણ નથી."

બીજી લાગણીની આ દલીલ આગળ સરિતા પોતાના હથિયાર ફેંકવા તૈયાર થઈ ગઈ.આ દલીલ એના ગળે સહેલાઈ થી ઊતરી ગઈ.કે એનો પ્યાર શુદ્ધ છે. પવિત્ર છે.સાગરને પોતાનો કરી લેવાની એણે ક્યારેય ઝંખના નથી કરી.સાગર પોતાને મળે એવું એ ઈચ્છતી જરૂર હતી.પણ સાગરને ઝરણાથી અલગ.

કે દૂર કરીને નહીં જ.પોતાના ખાતર સાગર ઝરણાનો કે.પોતાના કુટુંબનો ત્યાગ કરે એવું એણે ક્યારેય ઈચ્છયુ ન હતુ.એણે તો હંમેશા એટલું જ ઈચ્છુયુ હતું.કે સાગર એને હંમેશા પોતાના હૃદયમાં રાખે.મુંબઈમાં એક વાર સાગરે આવેશ માં આવી જઈને કહી નાખેલુ.

"સરિતા.તારા અને મારા સંગમનો એક જ ઉપાય છે.ફક્ત એક જ."

સરિતા એ પ્રશ્નાર્થ ભરી નજરે સાગરને પૂછ્યું હતુ.

"ક્યો?"

ત્યારે સરિતાના હાથને પોતાના હાથમાં લઈ ને.સરિતાની આંખોમાં પોતાની આંખો નાખીને.સાગરે સરિતા સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો.

"ચાલ.સરિતા.આપણે ક્યાંક દૂર.દૂર.ચાલ્યા જઈએ.અને ત્યા આપણે આપણો સંસાર વસાવીએ."