પ્રિત કરી પછતાય - 33 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

    સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જો...

  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 33

પ્રિત કરી પછતાય*

33

બીજા દિવસની સવારે એ મોડે સુધી સૂતો રહ્યો.દસેક વાગે જાગી એ હજી પથારીમાં જ બેઠો હતો.એના મસ્તક ઉપર રાત્રે જોયેલું સરિતા અને ઝરણાનું વિચિત્ર સપનું સવાર થઈ ગયું હતું.પોતાની જે દિલી ઈચ્છા છે તે સપનામાં જોઈને એને ઘણો જ આનંદ થયો.પોતે ખરેખર સરિતા અને ઝરણા બંનેને પોતે જોયેલા સ્વપ્નની જેમ પોતાની બાહોમાં એકી સાથે સમાવવા માંગતો આવતો હતો.પોતાની બાહોમાં લઈને બંનેને એકી સાથે ચુંબનોથી નવરાવવા ઈચ્છતો હતો.પણ લાખ રુપયા નો પ્રશ્ન એ હતો.કે શું સપનું સાચું પડશે? એના હૃદયમાં મુંઝારો થયો. હ્રદયના ઊંડાણ માંથી જાણે કોઈકે એને ટપાર્યો.

"ના.ના.સાગર સ્વપ્ન તો આખર સ્વપ્ન જ હોય છે.જે દિલની ઈચ્છાઓ આપણે જાહેરમાં.કે હકીકતમાં પૂરી નથી કરી શકતા.એવી ઈચ્છાઓ પૂરી કર્યા ના ફક્ત સપનાઓ જ આપણે જોઈ શકીએ છીએ.તુ જીવનમાં ક્યારે સરિતાને મેળવી નથી શકવાનો.આજ સુધી એક માન્યમાં બે તલવાર કોઈ જ નથી રાખી શક્યું.અને તુ ય નહીં રાખી શકે.પણ હા.સપનામાં તો તુ વારંવાર બંનેને મેળવતો રહીશ.પ્યાર કરતો રહીશ.ચુંબનો કરતો રહીશ.પણ ફક્ત સપનામાં જ.અને યાદ રાખજે કે. સપનાઓ તો ફક્ત સપનાઓ જ હોય છે.હકીકત નહીં."

"સાગર"

અચાનક કોઈએ એનું નામ લઈને એને સાદ પાડ્યો.અને એની મીઠી તંદ્રા માં ખલેલ પડી.નજર લઈ જઈને એણે બંધ દરવાજા ઉપર માંડી.તો ત્યાં પહેલા

ઠક.ઠક.કરતાં ટકોરા સંભળાયા.અને પછી ફરી એકવાર અવાજ સંભળાયો.

"સાગર.સાગર."

"અરે.આતો નિશાનો જ અવાજ." અવાજ ઓળખીને એ સ્વગત બબડ્યો. અને પથારી માથી ઉઠતા જોર થી બોલ્યો.

"એક મિનિટ."

અને એણે દરવાજો ખોલ્યો તો ત્યા સામે નિશા જ ઉભી હતી.એના મુખ ઉપર સ્મિત હતુ.પાછલા બે દિવસથી સાગર નિશાને મળવા માટે મોકાની તલાશમાં હતો.પણ કોઈ મોકો મળતો ન હતો.આજે સદભાગ્યે નિશા પોતે જ એને ત્યાં આવી હતી.અને એ શા માટે આવી હશે એનો અંદાજ લગાવવા એણે પ્રશ્નાર્થ ભરી નજરે નિશા સામે જોયું.

અને જાણે સાગરની આંખોના એ પ્રશ્નને સમજી ગઈ હોય એમ નિશા બોલી.

"મારા ઘરે થોડાક મહેમાન આવ્યા છે. માટે હું કપ રકાબી લેવા આવી છુ. આપીશ ને?"

"કેવી વાત કરે છે તુ?જો સામે કપ બોર્ડમાં પડયા છે લઈ લે."

નિશાના ચહેરા ઉપરથી નજર હટાવ્યા વિના સાગરે કહ્યું.અને નિશા થી આ છાનુ ના રહ્યુ.કે સાગર આજે કોઈ અનોખા અંદાજથી એને નિરખી રહ્યો છે.એ કપ રકાબી લેવા કપ બોર્ડ તરફ આગળ વધી સાગર ત્યા દરવાજા પાસે જ ઉભો રહ્યો.નિશા પાંચ જોડી કપ રકાબી લઈને પાછી વળી.

"હમણાં પાછી આપી જાવ છું."

સાગર સાથે નજર મિલાવ્યા વગર એ બોલી.

"એક મિનિટ નિશા."

સાગર રસ્તો રોકીને દરવાજામાં જ ઉભો હતો.નિશાએ હવે નજર ઉંચી કરી.અને સાગરની નજર સાથે નજર મેળવી.તો કોણ જાણે કેમ આજે એને સાગરની આંખોમાં વિકાર દેખાયો. સાગરની વર્તુળંક એને વિચિત્ર લાગી. સાગરને આમ તો એ સારી રીતે જાણતી હતી.એને એણે ઘણી વાર જોયો હતો. પણ આજના સાગરમાં એને ફેર લાગ્યો. એનુ દિલ થડકી ગયુ.એના દાંત આપો આપ એના હોઠ ઉપર ભીંસાઈ ગયા.

પણ સાગરને એની મનોદશા સમજાણી નહીં.જે જે ભાવ નિશાને સાગરની આંખોમાં દેખાયા.કે જે વિકાર એને સાગરના ચહેરા પર જોયો.એ તમામ ભાવોથી સાગર તો ઘણો જ દૂર હતો. એનું મન નિર્મળ હતુ.એ સ્વચ્છ હૃદયે બોલ્યો.

"તું મને પછી મળજે ને.મારે તારું ખાસ કામ છે."

અને નિશાની આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો.ધારદાર નજરે એણે સાગર સામે જોયુ.પણ ભોળા સાગરને નિશાનો ક્રોધ ન કળાયો.નિશા કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી ચૂપચાપ ચાલી ગઈ.અને સાગર માટે એ પોતાના મનમાં ખોટો અભિપ્રાય બાંધતી ગઈ.

અને એમાં પણ સાગરે એને

"પછી મળજે.ખાસ કામ છે."

એમ કહ્યું ત્યારે તો એને પોતાની શંકા ખાતરી માં બદલાતી લાગી.

*એ કામ*

એટલે ઓલા

*કામ*

સિવાય બીજું શું કામ હોઈ શકે.એકાંત મા મળવાનું.યાને નક્કી સાગરના દિલમાં પાપ છે.સાગરની નજર પહેલા જેવી પાક નથી રહી.એમાં હવે વાસનાના કીડાઓ એ પોતાનો અડ્ડો જમાવ્યો છે. આવું બધું નિશા સાગર વિશે વિચારવા લાગી.

જ્યારે સાગર દોસ્તને આપેલા વચનને પૂરું કરવા.દોસ્તના હૃદય ની વ્યથા. પોતાના મુખેથી સંભળાવવા.નિશાને એકાંતમાં ફરીથી મળવાનુ કહ્યું હતું.અને એના આવવાનો એ બે સબ્રીથી ઈન્તેજાર પણ કરી રહ્યો હતો.

વર્ષોથી બિછડેલા બે અરમાન ભર્યા દિલ જો એક થાતા હોય.તો પોતે કોશિષ કરી લેવા માંગતો હતો.

સાંજે મહેમાનોના ગયા પછી નિશા કપ રકાબી પાછા આપવા આવી.ત્યારે પણ એનો ગુસ્સો હજી ઉતર્યો ન હતો. પણ સાગર એની નજરમાંથી ઉતરી જરૂર ચૂક્યો હતો.આથી એ અત્યારે સાગર સાથે નજર મેળવવા માંગતી ન હતી.કપ રકાબી એના સ્થાને મૂકી એ ચૂપચાપ જવા માટે પલટી.ત્યા સાગરે એને અવાજ દઈને રોકી.

"નિશા."

અને નિશાના પગ આપો આપ જમીન સાથે જડાઈ ગયા.ક્રોધના આવેશમાં એની છાતીના ધબકારા ધક.ધક.ધક. કરતા વધી ગયા.પલટીને એણે સાગરની નજર સાથે નજર મિલાવી.તો ન જાણે કેમ એને અત્યારે પણ સાગરની આંખો માંથી હવસ ડોકાતી દેખાણી.પોતાની આંખોમાંથી અગ્નિ વરસાવતા એણે વડચકુ ભરતા પૂછ્યુ.

"શું છે?"

"મેં તને કહ્યું હતું ને.કે મારે તારુ જરૂરી...."

સાગર પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા નિશા.આગ ઝરતા તીખા સ્વરે તાડુકી.

"મને ખબર ન હતી.કે તારી નિયત ક્યારેક મારી ઉપર પણ બગડશે."

બીચારો સાગર.

ડઘાઈ ગયો.મૂંઝાઈ ગયો.આ કાતિલ ચાબખા નો જવાબ શું આપવો? પોતે કહેવા શુ માંગે છે?અને આ નાદાન છોકરી સમજી શું બેઠી? પરેશાન થઈ ગયો સાગર.આ તો ધરમ કરવા જતા ધાડ પડી હોય એવુ લાગ્યું સાગર ને. શરમથી પાણી પાણી થઈ ગયો સાગર. જાણે જોરદાર તમાચો ગાલ પર નિશા એ ફટકાર્યો હોય તેવી વેદના સાગરના કાળજે થઈ.સાગરને અફસોસ થયો.કે અશ્વિનનું ભલું કરવા જતા અહીં તો અર્થનો અનર્થ થઈ ગયો. સાગરને ખામોશ થઈ ગયેલો જોઈને નિશા આગળ બોલી.

"મે તો તને હંમેશા મારા ભાઈ જેવો સમજ્યો હતો.અને.અને તુ......"