પ્રિત કરી પછતાય - 27 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 27

પ્રિત કરી પછતાય*

27

"હા ધીરજ.આમેય બધા આપણા વિશે જાણી તો ચુક્યા જ છે.આમેય સમાજની નજરમાં આપણે બદનામ થઈ જ ચૂક્યા છીએ.તો પછી બદનામી થી ડરીને આપણે જુદા શા માટે રહીએ? સમાજે આપણી ઉપર કાદવ ઉછાળવા નું શરૂ કરી દીધું છે.તો શા માટે આપણે સાથે રહીને એનો સામનો ન કરીએ?એક દિવસ થાકી હારીને આ સમાજ આપણને સ્વીકારી જ લેશે."

મેઘા એકી શ્વાસે ઘણુ બધુ બોલી ગઈ. મેઘાના સાથે રહેવાના પ્રસ્તાવથી ધીરજ વિચારમાં પડી ગયો.જરાવાર વિચાર કર્યા પછી એ બોલ્યો.

"પણ આપણા મેળાપનો આઘાત.બેન બનેવી સહી શકશે?"

"કેમ ન સહી શકે? એમને હવે આ સહેવું જ પડશે."

દ્રઢ સંકલ્પ હતો મેઘાનો.પણ ધીરજને હજુ ડર હતો.

"અને એ લોકો કાંઈ કરી બેસસે તો?" પણ મેઘાને હવે કોઈ વાતનો ડર રાખવા માંગતી ન હતી.

"નહીં ધીરજ.બા બાપુજી એવુ પગલુ નહીં ભરે.કદાપી નહિ ભરે.કારણકે એમને હજી પણ નાના નાના છોકરાઓ છે.બીજું દરેક માણસને પોતાનો જીવ બેહદ પ્યારો હોય છે.કોઈ એમ જાણી જોઈને પોતાના જીવની હત્યા ન કરી શકે."

પણ ધીરજનો ફફડાટ ચાલુ જ હતો.

"પણ મેઘા.આવી નાલેશી ભરી બદનામી.માણસને આત્મહત્યા કરવા મજબૂર કરી જ નાખે છે.એમાં પણ આપણો સગા મામા ભાણેજ નો સંબંધ.અને વળી તુ સાસરેથી ભાગીને સીધી મારી પાસે આવી.આનાથી વધુ બદનામી થશે.અને મને ડર છે કે એ લોકો જરૂર કાંઈ કરી બેસશે."

"જો ધીરજ તમને મેળવવા માટે હું મારા બા બાપુજી ની બલી ચડાવવા તૈયાર છુ.એમને ખુશ રાખવા હુ મારા પ્યારને નહીં છોડી શકુ.એકવાર એમને રાજી રાખવા મેં લગ્ન કરી જોયા.પણ તમને હું ભૂલી ન શકી.તમારી સાથે સંબંધ ચાલુ રાખ્યો.અને રંગે હાથે પકડાતા એ લોકોએ મને મારી મારી ને કાઢી મૂકી.હવે શું મોઢું લઈને બાપના ઘરે જાવ.હવે મારે ફક્ત તમારી જ જરૂર છે. મારે આ સમાજ થી કે મારા કુટુંબી જનો થી કાંઈ જ નથી જોઈતું.હવે ફક્ત તમે મને જવાબ આપો કે મને અપનાવવા તમે તૈયાર છો.યા નહીં?"

મેઘાએ આવેશ અને ઉશ્કેરાટ મા પોતાનો આખરી નિર્ણય ધીરજને સંભળાવ્યો.અને સાથે સાથે ધીરજ પાસેથી આખરી જવાબ પણ માંગી લીધો.

મેઘાના ફેસલાએ એને ફરી વિચારતો કરી મુક્યો.કેવી ગજબની હિંમત છે આ છોકરી મા.મારા માટે એ પોતાના ખાનદાનની કુરબાન આપવા તૈયાર થઈ છે.હવે હું એનું દિલ કઈ રીતે તોડું?

એ સ્ત્રી હોવા છતાં આટલી હિંમત ધરાવે છે તો હું મર્દ થઈને શા માટે સમાજ થી ડરુ?એણે આગળ વધીને મેઘાનો હાથ પકડી લીધો.

"મેઘા તું મને પામવા આટલી હિંમત દેખાડી શકે છે.તો હું પણ તને મેળવવા પાછો નહીં પડુ.દુનિયાની કોઈ પણ તાકાત સામે હું હવે લડી લઈશ."

અને એ બંને આજે પણ.એટલે કે દસ બાર વર્ષોથી સાથે જ રહે છે.અને એમને ત્યાં પાંચ છોકરાઓ પણ છે.........

ગંગામાં એ મામા ભાણેજ ની એ પ્રણય કથા પૂરી કરી.ત્યારે ઝરણાને એવું લાગ્યું જાણે કોઈએ એના હૃદયને છુરીથી પીંખી નાખ્યું હોય.મામા ભાણેજ ની એ પ્રેમ કથા જાણે એને કહેવામાં નહીં.પણ નજરો નજર દેખાડવામાં આવી હોય એમ એણે પોતાની આંખો મીચી લીધી. થોડીવાર પછી એણે પોતાની આંખો ખોલી.અને માને પૂછ્યું.

"પછી શું એના ના માબાપે આપઘાત કર્યો?"

"ના બેટા ના.આપઘાત તો ન કર્યો.પણ બિચારા મરવાના વાંકે જીવતા હોય એવા હાલે જીવી રહ્યા છે.સમાજમાં ગરદન ઝુકાવીને રહેવું પડે છે.બાર બાર વર્ષે પણ એ લોકોને મેણા સાંભળવા પડે છે."

"અને ઓલા અરુણ નું શું થયું?"

"મેઘા અને ધીરજ સાથે રહેવા લાગ્યા. પછી બે ત્રણ મહિનામાં જ એણે બીજા લગ્ન કરી લીધા.અને એને પણ ત્રણ છોકરાઓ છે."

"પણ માં એ તો કહો કે આ મેઘા કોણ હતી? ક્યાં રહેતી હતી?."

"ચાલ ત્યારે એય તને કહી દઉં.પણ આટલું યાદ રાખજે ઝરણા.કે આ વાત તારે કોઈને કહેવાની નથી.મારાથી તો તને કહેતા કહેવાય ગયું છે.પણ તારે આ બધું તારા પેટમાં ધરબી રાખવાનું છે."

"ના માં કોઈને નહીં કહુ."

"એ મેઘા હતી આપણી સામે જે નિશા રહે છે ને? એની સગી મોટી બહેન."

"આ નિશાની બહેન?"

ઝરણા લગભગ ચોકી ગઈ.

"હા નિશાની બહેન.અને એની માને મે જ અરુણ જેવો સંસ્કારી છોકરો ચીંધ્યો હતો.પણ એ સુખ મેઘાના નસીબમાં નહીં હોય."

આમ કહીને માં એ નિસા:સો નાખ્યો.અને આંખ મીંચીને બેસી ગયા. અને ઝરણા વિચારોમાં તણાઈ ગઈ. "બધા કહે છે કે ઝાડનો એક વેલો આવળો ફાટે.તો એની સાથે સાથે બીજા વેલા પણ અવળા ફાટે.જે મેઘાએ સગા મામા સાથે પ્યારમાં પડીને પોતાની જીંદગી બરબાદ કરી નાખી.એમ નિશાએ પણ પહેલા અશ્વિન સાથે પ્રેમ કરીને નંદાની જિંદગી બરબાદ કરી.અને જેની સાથે લગ્ન કર્યા.ત્યાં પણ એ ક્યાં સુખી છે.એ પોતે પણ બરબાદ થઈ ગઈ છે ને?"

ઝરણાની પાંપણો આ બધું વિચારીને ભીંજાઈ ગઈ.

"કેવો છે આ પ્યાર.જેમા માણસ કંઈ જ વિચાર નથી કરતો.ફક્ત પોતાનો સ્વાર્થ અને પોતાનું સુખ જ જુવે છે. મામો ભાણકી પાછળ.તો બનેવી સાળી પાછળ ભાન ભૂલીને બરબાદ થઈ જાય છે.શું સાગર પણ સરિતા પાછળ?..."

એ આગળ ન વિચારી શકીએ પોતાની હથેળીમાં એણે પોતાનો ચહેરો છુપાવી લીધો.