પ્રિત કરી પછતાય - 15 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 15

પ્રિત કરી પછતાય*

15

બંનેના હૃદયમાં એકબીજા માટે પ્યાર જાગી ચૂક્યો હતો.અને એ પ્યાર નો એકરાર ક્યારેક નજરથી.તો ક્યારેય હોઠોથી બને કરી લેતા હતા.પણ જીભે થી પોતાના પ્રેમનો ઈઝહાર બેમાંથી કોઈ કરી શકયુ નહીં.સરિતાને ડર હતો કે સાગર મારા પ્યારનો અસ્વીકાર કરશે તો.એ ફક્ત મોજ ખાતર જ મારા હોઠને ચુમતા હશે તો.મારે કઈ રીતે એની આગળ મારા પ્યારનો પ્રસ્તાવ મૂકવો. અને હું હિંમત કરીને કદાચ મારા પ્યારનો એકરાર કરું.અને એ ઈનકાર કરી દેતો?તો હું એ કેવી રીતે જીરવી શકીશ? સરિતા નું હૃદય ભયથી કંપી ઉઠ્યુ.ના.ના મારાથી એ નહીં જીરવાય. એણે પોતાની આંખો બંધ કરી લીધી. ત્યાં એક બીજા વિચારે એના મગજમાં સળવળાટ કર્યો. અને કદાચ મારા પ્યારનો જવાબ એ પ્યારથી આપશે તો? પહેલા તો આ વિચારથી એના મનનો મયુર ટહુકા કરતો ઝુમી ઉઠ્યો. પરંતુ જ્યારે એના હૃદયે એને સવાલ કર્યો કે.

*શું તારી બહેનના અધિકારને તારાથી છીનવી શકાશે?"

ત્યારે હૃદયના પ્રતિકાર થી.ઝુમી ઉઠેલા મનમાં એક સન્નાટો વ્યાપી ગયો.રૂમઝૂમ રૂમઝૂમ નાચતો એનો મન મયુર એકદમ થંભી ગયો.મનોમન ઝુમવા લાગેલી સરિતા રડી પડી.

*ના.મારી બહેનની ખુશીઓને ઝુંટવવા નો મને કોઈ અધિકાર નથી.હું એવું ન કરી શકું.પણ હવે હું શું કરું?મારું દિલ તો હવે ફક્ત સાગરને જ ઝંખે છે.મારા મન મંદિરમાં સાગરની મૂર્તિ સ્થપાઈ ચૂકી છે.એને હું કઈ રીતે ખસેડુ?*

પોતાના સ્વાર્થ ખાતર બહેનનું સુખ ઝુંટવી લે.કે બહેનના સૂખ ખાતર પોતાના પહેલા પ્યારનું બલિદાન આપી દે.સરિતા મુંઝાવા લાગી.ત્રણ દિવસ સુધી જિંદગીના ત્રાજવા ના એક પલડા માં બહેનનું સુખ તો બીજા પલડા માં પોતાના સ્વાર્થ ને એણે જોખી જોયા. આખરે સ્વાર્થનું પલડું ઝુકી ગયુ.એણે બહેન આગળ સમાન સમાધાન કરવાનું નક્કી કર્યું.બહેનનું સુખ પણ જળવાય રહે.અને પોતાનો સ્વાર્થ પણ સધાય જાય એવો વચલો રસ્તો એણે શોધ્યો. બહેન પાસેથી એ આખે આખા સાગરને નહીં ખૂંચવી લે.પણ સાગર ના પ્યારનો થોડોક હિસ્સો પોતાને પણ મળે એવું કંઈ કરવાની ઈચ્છા એને થઈ.અને એણે મનોમન નક્કી કરી લીધું કે મોકો મળતા જ સાગર આગળ પોતાના પ્યારનો એકરાર એ કરશે.

અને સરિતા ની જેમ સાગર પણ પોતાના હૃદયનો તાગ મેળવવા મથતો હતો.એ પણ સરિતા પાસે આ વાતનો ખુલાસો મેળવી લેવા માંગતો હતો કે શું એ મને ખરેખર ચાહવા લાગી છે?પણ પછી પોતાના જ આવા વિચાર પર એ પોતાને ઠપકો દઈ દેતો.

*અરે ગાંડા.તું હજી નથી સમજતો કે સરિતા ખરેખર તને ચાહવા લાગી છે.તું એટલો તો વિચાર કર કે.એક કુંવારી કન્યા પોતાના હોઠનો સ્પર્શ ત્યારે જ કોઈ પર પુરુષને કરવા દે જ્યારે એને એ પુરુષ સાથે મહોબ્બત થઈ ગઈ હોય.*

પણ છતાં સાગરને અંદરખાનેથી આ શંકા પણ થતી કે.આ નાદાન છોકરી છે સંકોચ અને ભયના કારણે મને એના હોઠ ચુમતા રોકી નહીં શકતી હોય.એને એનો પ્યાર હું કઈ રીતે સમજુ?અગર હું એને પૂછવા જાવ કે તુ મને પ્યાર કરે છે યા નહીં.ત્યારે આવેશમાં આવી એ મને ધુતકારી કાઢે તો? અત્યારે તો એ સંકોચ અથવા ભયથી પણ પોતાના હોઠ મને ચુમવા દે છે.પણ પછી એ મને પોતાની પાસે પણ ફરકવા નહીં દે તો ?ના.ના.ના મારે એવુ જોખમ નથી લેવુ.ચૂપચાપ રહીને જ.મળે છે ત્યાં સુધી એના હોઠો નુ રસપાન હું કરતો રહીશ.પણ આમ ક્યાં સુધી અમે અમારી જાતને છેતર્યા કરીશું? પ્રેમ સાગરમાં ડુબકી માર્યા પછી પણ અમારા દિલને કોરા ક્યાં સુધી રાખવા? અગર અમારા બંનેના દિલમાં એકબીજા પ્રત્યે પ્રેમ છે તો પછી એને ક્યાં સુધી દબાવી રાખવો? આ વાતનો ખુલાસો થઈ જાય એ જ બહેતર છે. અને સાગરે મનોમન નથી કરી લીધું કે જે થાય એ જોયું જશે પણ સરિતાને એકવાર એ પૂછશે કે તું મને ચાહવા લાગી છે યા નહીં?અને એ દિવસ પણ આવી ગયો જ્યારે સરિતાએ પોતાના પ્યારનો એકરાર સાગર પાસે કર્યો. સાગરની હથેળી પર

*તમે*

લખીને એણે સાગરને સાગર પાસેથી માંગી લીધો હતો.

અને સાગર અત્યારે

*પ્રિત કરીને પછતાય*

રહ્યો હતો.શા માટે એ દિવસે મેં મારા મન ઉપરનો કાબુ ખોઈ નાખ્યો હતો? શા માટે મેં એના હોઠોમાં દબાયેલી ગોળી મારા મોમાં લઈ લીધી હતી? ત્યારે મેં મારી ઉપરનો કાબુ ના ખોયો હોત તો આજે મારે સરિતાની યાદમાં ઝુરવુ ના પડત.એની જુદાઈમાં તડપવું ન પડત.પણ હવે શું થાય પ્યારનો ઘૂંટડો ભરાઈ ગયા પછી*ઓકી* થોડો જ કઢાઈ છે.પરણ્યા પછી કરેલા પ્યાર ની સજા તો ભોગવી જ પડશે ને? પણ ક્યાં સુધી? શુ આખી જિંદગી આમ જ તડપી તડપીને જ હવે ગુજારવી પડશે? એક આહ નીકળી ગઈ એના મુખમાંથી. એક નિઃસાસો નખાઈ ગયો સાગરથી. અને ચશ્મા ની પાછળ છુપાયેલી આંખોમાંથી બે-ત્રણ ટીપા આંસુના એના ગાલ ઉપર દડી આવ્યા. ત્યારે સાગર એ ના સમજી શક્યો કે.આ આંસુ શેના છે.સરિતાની જુદાઈના.કે પછી સરિતા સાથે કરેલા કવેળાના પ્રેમના પ્રશ્ચાતાપના? અને સાગરની આ હાલત જોઈને દિવાલ ઉપર લટકતી ભગવાન શ્રીકૃષ્ણની છબી સ્મિત કરી રહી હતી.જાણે કટાક્ષમાં સાગરને કહેતી હોય કે.

"પાગલ.રાધાને તો હું પણ બેસુમાર પ્રેમ કરતો હતો.અને છતાંય ભગવાન જેવો ભગવાન થઈને પણ હું રાધા ને નોતો મેળવી શક્યો.ત્યારે તું તો સાધારણ મનુષ્ય છે.તુ સરિતાને ક્યાંથી મેળવી શકવાનો?"