પ્રીત કરી પછતાય*
. 11
ઝરણા જેવી પ્રેમાળ પત્નીના સાનિધ્ય માં પણ સાગર સરીતા ને ભૂલી શકતો ન હતો.જેમ જેમ એ સરિતાને ભૂલવાની કોશિષ કરતો હતો એમ એમ સરિતાની યાદ એને વધુને વધુ તડપાવતી હતી. ઝરણાના હોઠ ઉપર જ્યારે જ્યારે એ પોતાના હોઠ ભીંસતો.ત્યારે ત્યારે. સરિતા ના હોઠ પણ અચૂક એને યાદ આવી જતા.એક નિઃસાસો એના થી નખાઈ જતો.કે.
"કાશ.ઝરણાની સાથોસાથ.સરિતા પણ પોતાની સાથે હોત તો?"
પણ કદાચ સરિતા એની કિસ્મતમા જ ન હતી.એમનુ થોડા દિવસનું મિલન. જીવનભરની જુદાઈ મા પલટાઈ જશે એવુ સરિતા કે સાગર બંનેમાંથી એકેયે ધાર્યું ન હતુ.જ્યારે પહેલીવાર બંને વચ્ચે પ્રેમનો ફણગો ફૂટ્યો.ત્યારે સાગરને તો એમ જ હતુ કે સરિતાને મેળવવામા બહુ મુશ્કેલીઓ નહી નડે.એને આત્મવિશ્વાસ હતો કે એ ઝરણાને ઘણી જ સહેલાઈથી મનાવી લેશે. ઝરણા મને એટલો બધો પ્રેમ કરે છે કે મારી ખુશીયો ને એ પોતાની ખુશી જ સમજશે.
પણ જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ એને સમજાતું ગયુ.કે સરિતા ને મેળવવી ધાર્યું તુ એટલુ આસન નથી. આકાશમાંથી તારા તોડવા જેટલુ જ આ કપરુ કામ છે.ઝરણા ભલે પોતાને ગમે એટલો પ્યાર કરતી હોય.પણ આખર તો એ એક સ્ત્રી જ હતી ને? અને કોઈ પણ સ્ત્રી એ ન જ સાંખી શકે કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીના સપના પણ જુવે.પોતાના પ્યારમાં કોઈ ભાગ પણ પડાવે.એવું એ ક્યારેય નહી ઈચ્છે. સરિતા અને સાગર નો પ્યાર ઝરણાને પણ મંજૂર ન હતો.ઝરણાએ જાણ્યુ કે સાગર પોતાની જ બહેનના પ્રેમમાં પડ્યો છે.ત્યારે એ સમસમી ગઈ.સગી બહેન પ્રત્યે જે એને સ્નેહ હતો એ નફરતમાં પલટાઈ ગયો.
ક્યારેક એ સાગરને સમજાવતી. કે
"સરિતાને તમારે ભૂલવી જ પડશે.જે મળવાનું નથી એને યાદ કરીને શુ ફાયદો?"
"પણ એને હુ ભૂલું તો કઈ રીતે ભૂલુ?" પરેશાની ભર્યા સ્વરે એ ઝરણાને જ પૂછી લેતો.
"એટલે તમે એને નહી ભૂલો?"
રોષ ઠાલવતા સરિતા સામો પ્રશ્ન કરતી. ત્યારે સાગર અકળાઈ જતો.અને એ દલીલ કરી ઉઠતો.
"તને વાંધો શું છે?તારા સુખ માંથી થોડું સુખ સરિતાને ન આપી શકે?"
"આ દુનિયામાં એવી કઈ સ્ત્રી છે એ મને બતાવો જે આ સાખી શકે કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીના બારા માં વિચાર પણ કરે.છતાં તમે કહેતા હો તો હું મારું થોડુંક નહીં પણ બધું સુખ આપવા તૈયાર છું."
"એટલે?"
સાગર સવાલ કરતો.ત્યારે ઝરણા દ્રઢ સ્વરે જવાબ આપતી.
"એટલે કે સરિતાને તમે ભૂલી ન શકતા હો.સરિતા વગર તમે જીવી ન શકતા હો.તો હું તમારી અને સરિતા ની વચ્ચે નહીં આવુ..."
શ્વાસ લેવા અધૂરુ વાક્ય મૂકીને ઝરણા અટકતી.પણ સાગર.વાક્ય પૂરુ થયુ છે એમ સમજીને ખુશાલી ના રણકા સાથે ઝરણાનો હાથ પકડી લેતો.
"ઝરણા.ઓ મારી ઝરણા."
પ્રેમ ભર્યા સંબોધનથી એક ટહુકી ઉઠતો.પણ જ્યારે ઝરણાં અધૂરુ મૂકેલુ વાક્ય પૂરું કરતી.ત્યારે એના કાળજે કાંટા ભોંકાતા.
"ઝેર ખાઈને યા ઘાસલેટ છાંટીને હુ તમને રસ્તો કરી આપીશ."
એક જ સેકન્ડ પહેલા આવેલુ હર્ષ નુ વાવાઝોડુ.ઝરણાના અંતિમ શબ્દોની સાથે સંકેલાઈ જતુ.સાગર ચુપ રહીને વેદના ભરી નજરે ઝરણાના ચહેરાને જોઈ રહેતો.શુ બોલવું અને શું ન બોલવુ એ એને ન સમજાતુ.સરિતા ને પામવા એ ઝરણા નુ બલિદાન આપવા માંગતો ન હતો.પોતે સરિતાના પ્યારમાં પડ્યો એની સજા એ ઝરણાને આપવા માંગતો ન હતો.
એને ખામોશ જોઈને ઝરણા પૂછી લેતી.
"બોલો શુ વિચાર છે?"
એ ઠંડા સ્વરે કહેતો.
"ઝરણા મારા જીવનમાં તું પહેલા આવી છે.હુ તને કઈ રીતે તરછોડી શકુ? ના.ના.ઝરણાં તારાથી હું અલગ ન થઈ શકુ."
આટલુ એ માંડ માંડ બોલી શકતો.અને પોતાના ભીતરના દર્દને છુપાવવા એ ઝરણાની છાતીમાં પોતાનો ચહેરો સંતાડી દેતો.ઘણીવાર આવુ બનતુ. ઘણીવાર ઝરણા આત્મહત્યાની ધમકી આપતી.અને ઘણીવાર સાગર નક્કી કરતો કે ના હવેથી હું સરિતા ને ક્યારેય યાદ નહીં કરુ.ઝરણાજ મારું સર્વસ્વ છે.સરિતા ને યાદ કરીને ઝરણાને શા માટે દુભવુ? શા માટે હું ઝરણાને દુઃખ પહોંચાડુ?
અને છતાંય સરિતા એને યાદ આવી જતી.સરિતાની યાદને પોતાની છાતી માથી હડસેલી દેવાની એ નાકામ કોશિષ કરતો રહેતો.જેટલી વાર એ પ્રયત્ન કરતો કે સરિતાને યાદ નથી કરવી. એટલી વાર સરિતાની યાદ.વધુને વધુ એની છાતી ફરતે ભરડો લેતી.સરિતા ની યાદ એના હૃદયને ભિંસવા લાગતી. તડપાવવા લાગતી.અને એ લાચાર થઈ જતો.ઉદાસ થઈ જતો.બેચેન થઈ જતો.એની પાંપણે આંસુઓના તોરણ બંધાઈ જતા.ઝરણાની હાજરી વિસરાઈ જતી.સરિતાની ગેરહાજરી એને વિહવળ કરી મુક્તી.
આજે સવારે દાઢી કરતા કરતા જ સરિતા એને યાદ આવી ગઈ હતી.અને રાતે સુવા માટે પથારીમાં પડ્યો છતા એ યાદ હળવી ન થઈ.જ્યારે પણ સરિતા ની યાદ એને સતાવતી ત્યારે એ ગંભીર અને ખામોશ થઈ જતો.અને એને ખામોશ જોઈને ઝરણા સમજી જતી કે. આજે સાગરને સરિતાનુ ભૂત વળગ્યુ છે.
આજે પણ સાગરને ગંભીર જોઈને તે સમજી ગઈ કે.સાગરને સરિતા ની યાદ સતાવી રહી છે.અને એણે મનોમન નક્કી કરી લીધુ.કે આજે તો આ વાતનો ફેસલો થય જ જવો જોઈએ.રોજ ને રોજ આવું ક્યાં સુધી ખમાય? આજે તો એમને કહી જ દેવુ છે કે.જો તમે સરિતા ને ન ભૂલી શકતા હો તો એને જ લઈ આવો.હુ મારો રસ્તો કરી લઈશ.