Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 124

૧૨૪  મહારાણા પ્રતાપની અંતિમ ઇચ્છા

 

         મૃત્યુ સર્વને માટે અનિવાર્ય છે. જે અનિવાર્ય છે એને માટે શોક શાનો? મસ્ત-મૌલા કબીરે ક્યાં નથી કહ્યું?

         “ચૌદ ભુવન કા ચૌધરી ભી મરી હૈ.”

         રામ, કૃષ્ણ, ગૌતમ, મહાવીર, અશોક સર્વે મૃત્યુને આધીન થયા હતા. રાજપૂતાનાની ધરતીપર નરબંકો પ્રતાપ હતો ત્યાં સુધી મોગલો ઝંપી શક્યા ન હતા.

         આખરે, એક ગોઝારો દિવસ પણ આવી પહોંચ્યો.

         ૫૭ વર્ષની ઊંમરે, આંતરડાની તકલીફથી પિડાતા મહારાણા જાણે મહાપ્રયાણની તૈયારી કરી રહ્યા હતા.

         ૧૫૯૭ ની સાલ હતી. ૧૯ મી જાન્યુઆરીનો દિવસ હતો. સમય સવારનો હતો.

         મહારાણાએ સ્નાન કર્યું. પલાંઠી વાળીને ભગવાન એકલિંગજીનું ધ્યાન ધર્યું. ગીતાપાઠ સાંભળ્યો, સરદારોને બોલાવ્યા. સામે કુંવર અમરસિંહ અને પૌત્ર કર્ણસિંહ ઉભા હતા. પોતાના સુયોગ્ય વારસોને નિહાળી તેમને સંતોષ થયો. ક્ષણભર તૃપ્તિનો ઘૂંટ પી લીધો. પદ્‍માસન વાળીને બેસી ગયા. આંખો મીંચી લીધી. સંપૂર્ણ સ્વસ્થતાથી એ મહાવીરે પ્રાણત્યાગ કર્યો. એ વેળા જે સંતોષ, પારધીના બાણથી ઘવાઈને પ્રાણ ત્યાગતા કૃષ્ણને, સરયુ નદીમાં જળસમાધિ લેતા રામને કે ક્રોસપર ચઢતા ઇસુખ્રિસ્તને હતો તેવી સંતોષની આભા તેઓના મુખપર હતી.

         જેણે સ્વતંત્રતાના યજ્ઞમાં, પોતાનું સમગ્રજીવન અર્પી દીધું તેની અંતિમ ઇચ્છા શી હોઇ શકે?

         એના તનમાં, મનમાં, ચિંતનમાં અને ઠેઠ સપનામાં પણ ભારતમાતાના અભ્યુદયની તમન્ના જ હોય.

         મારો વંશધર, ભારતીય સંસ્કૃતિ, હિંદુ પ્રજાનો ધ્વજ, એક દિવસ કાશ્મીરથી કન્યાકુમારી સુધી લહેરાવશે. દેશની ચારે દિશાએ ધર્મચક્રનું શાસન સ્થાપશે. એ શાસન કાયદાનું નહિ હોય, પ્રેમનું હશે. મને શ્રધ્ધા છે કે, મારો વંશધર, આતતાયીનો, ધર્મદ્રોહીનો વિનાશ કરી, જેમ શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રવડે પાપી શિશુપાળનો વધ કરી, ધર્મનું રાજ્ય ફેલાવ્યું હતું. જુલ્મની જબાનને બંધ કરી હતી તેમ આ ધરતીના પુત્રોને જુલ્મમાંથી છોડાવશે.

         નિષ્કામ કર્મ કરવું એજ માનવજીવનની સાર્થક્તા છે. રામે પોતાનું સમગ્ર જીવન, લોક-કલ્યાણમાં વિતાવ્યું. ભગવાન શ્રીકૃષ્ણે પાપીઓને જગતમાંથી વિદાય કર્યા પછી પારધીના બાણે જીવનત્યાગ કર્યો. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનો પણ એજ માર્ગ હતો. મહારાણા પ્રતાપનો પાર્થિવ દેહ રહી ગયો અને આત્મા ઉડી ગયો.

         કોક વેળા જ, આવો મહાન આત્મા પૃથ્વીપર પધારતો હોય છે. તેઓ જગતને રોશની આપી, હંસતે મુખડે, કબીરજીના શબ્દોમાં

         કરની ઐસી કીજિએ,

                 તુમ હંસો, જંગ રોય

         ચાલ્યા જતા હોય છે જાણે કહેતા હોય,

                 અમે વિતાવી વસમી વાટ,

                 હવે જઈશું, સુખેથી ગંગાઘાટ

         હે પ્રતાપ, તમે યુગયુગાન્તર, કીર્તિ વડે  જીવંત રહેશો.

         તમે ભગવાન એકલિંગજીનું દ્વિતીય સ્વરૂપ હતા.

                 માઈ એહડા પૂત. જણ.

                          જેહડા રાણ પ્રતાપ.

  કરની ઐસી કીજિએ,

                 તુમ હંસો, જંગ રોય

         ચાલ્યા જતા હોય છે જાણે કહેતા હોય,

                 અમે વિતાવી વસમી વાટ,

                 હવે જઈશું, સુખેથી ગંગાઘાટ

         હે પ્રતાપ, તમે યુગયુગાન્તર, કીર્તિ વડે  જીવંત રહેશો.

         તમે ભગવાન એકલિંગજીનું દ્વિતીય સ્વરૂપ હતા.

                 માઈ એહડા પૂત. જણ.

                          જેહડા રાણ પ્રતાપ.

 

  કરની ઐસી કીજિએ,

                 તુમ હંસો, જંગ રોય

         ચાલ્યા જતા હોય છે જાણે કહેતા હોય,

                 અમે વિતાવી વસમી વાટ,

                 હવે જઈશું, સુખેથી ગંગાઘાટ

         હે પ્રતાપ, તમે યુગયુગાન્તર, કીર્તિ વડે  જીવંત રહેશો.

         તમે ભગવાન એકલિંગજીનું દ્વિતીય સ્વરૂપ હતા.

                 માઈ એહડા પૂત. જણ.

                          જેહડા રાણ પ્રતાપ.

 

  કરની ઐસી કીજિએ,

                 તુમ હંસો, જંગ રોય

         ચાલ્યા જતા હોય છે જાણે કહેતા હોય,

                 અમે વિતાવી વસમી વાટ,

                 હવે જઈશું, સુખેથી ગંગાઘાટ

         હે પ્રતાપ, તમે યુગયુગાન્તર, કીર્તિ વડે  જીવંત રહેશો.

         તમે ભગવાન એકલિંગજીનું દ્વિતીય સ્વરૂપ હતા.

                 માઈ એહડા પૂત. જણ.

                          જેહડા રાણ પ્રતાપ.