ડૉ.મીરા કે કોઈ જાસૂસ
ओह डेनी, तुम कहां हो? એકદમ દુઃખી મને સિરત હવેલીના પરિસરમાં રાખેલા ટેબલ પાસે પડેલી ખુરશી ઉપર બેઠી હતી. તેનો એક હાથ લમણે અને બીજો ટેબલ ઉપર રાખીને તે ડેનીને યાદ કરી રહી હતી.
તેની આસપાસ હવેલીમાં અને પરિસરમાં અનેક સાથીઓ પોતપોતાની રીતે કામ કરી રહ્યા હતા. ક્યારેક સિરત તેમના તરફ નજર કરતી ને વળી પાછી ડેનીની યાદોમાં ખોવાઈ જતી.
क्या आप ठीक है सरदार? તે જ વખતે દિવાન ત્યાં આવ્યો અને સિરતનો લમણે રાખેલો હાથ ધીમેથી નીચે કર્યો અને તે હાથમાં કંઇક મૂકતા તેણે સિરતની તબિયત અને તેની મનોસ્થિતિ જાણવા માટે પૂછ્યું.
हां, मैं ठीक हु। ये क्या है? સિરતે પણ દિવાનના સવાલનો જવાબ આપ્યો અને તેણે જે આપ્યું એના વિશે સવાલ પૂછ્યો.
दिवान: ये वो नक्शा है जिसकी वजह से डेनी हमे छोड़कर चला गया। उसने जाने से पहले मुझे ये देकर कहा था कि, ये मैं तुम्हे दे दूं और... દિવાને સિરતના હાથમાં જે મૂક્યું હતું તેના વિશે કહ્યું અને ડેની એ જે કહ્યું હતું તે કહેતા પહેલા તે અટક્યો.
सीरत: और क्या दिवान साहब? और उसने क्या कहा था? દિવાન પોતાની વાત પૂરી કરતા પહેલા અટક્યો એટલે સિરત તે વાત જાણવા માટે અધીરી થઈ ગઈ અને દિવાનને તે વાત જ પૂછવા લાગી.
दिवान: उसने जाने से पहले मैं तुम्हारा खयाल रखूं ऐसा भी कहा था। वो तुम से सच्चे दिल से प्यार करता है सीरत। ડેની એ જે કહ્યું હતું તે વાત દિવાને સિરતને એકદમ શાંતિથી અને સિરત સમજી શકે એ રીતે કહી.
सीरत: मैं जानती हु दिवान साहब। मैं उसे कभी भी खोना नही चाहती लेकिन हमने उसके साथ जो किया है उसके बाद तो ये होना ही था। દિવાનની વાત સાંભળીને સિરત થોડીક ઈમોશનલ થઈ ગઈ પણ તે જાણતી હતી કે હવે એના માટે બીજું કંઈ થઈ શકે તેમ નથી.
दिवान: मुझे लगता है की तुम यकीनन इस नक्शे को अपने पास रखना नही चाहोगी। સિરતના હાથમાંથી પેલો નકશો પાછો લેતા દિવાન બોલ્યો.
सीरत: नही दिवान साहब, ऐसा नहीं है। डेनी के जाने का दर्द और अफसोस है मुझे, लेकिन इस एक वजह केलिए मैं अपने बाकी के साथियों को भूल नही सकती। हां ये सच है की मुझे इस वक्त डेनी की सबसे ज्यादा जरूरत है, लेकिन इसका मतलब ये नही की डेनी के जाने के बाद मैं अपने मकसद को भूल जाऊंगी। लेकिन फिलहाल केलिए इस नक्शे को आप अपने पास रखिए। जब इसकी जरूरत होगी, मैं आपसे मांग लूंगी। દિવાન નો હાથ પકડી સિરત બોલી.
दिवान: ठीक है सरदार। એકદમ શાંતિથી દિવાને જવાબ આપ્યો.
सीरत: क्या आपने उन्हे भेज दिया? ડેની ને શોધવા માટે દિવાને તેમના માણસોને મોકલ્યા કે નહિ તે જાણવા માટે સિરતે પૂછ્યું.
दिवान: हां, वो हमे बहुत जल्द डेनी की खबर सुनाएंगे। દિવાને ખુશ થતા અને ત્યાંથી જતા જતા જવાબ આપ્યો.
सीरत: मुझे उसी पल का इंतजार रहेगा। સિરતે ખોટી સ્માઈલ આપતા ધીમેથી કહ્યું.
એમને એમ જ આખો દિવસ પસાર થઈ ગયો..
તે દિવસે સાંજના,
સૂર્યદેવ લગભગ આથમી ગયા હતા અને અથમ્યા પછી પીળા અને કેસરી રંગો આકાશમાં એકદમ ખીલી ઉઠ્યા હતા. હવેલીના પરિસરમાં કોઈ હતું નહિ.
આ સમય હવેલીમાં આરતીનો હતો એટલે બધા જ લોકો હવેલીના એક હોલમાં રહેલી માતાજીની મૂર્તિ સામે આરતીમાં જોડાયેલા હતા. આરતીમાં દરેક જણે ફરજિયાત હાજરી આપવી એવો આગ્રહ સિરતનો રહેતો એટલે દરેક જણ અત્યારે તે હોલમાં ઉપસ્થિત હતા.
એક તરફ રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક યંત્રમાં આરતી ગવાઈ રહી હતી અને ત્યાં ઉપસ્થિત દરેક જણ આરતીમાં તલ્લીન હતા. આંખો મીચીને દરેક માતાને મનોમન યાદ કરી રહ્યા હતા. બે સ્ત્રીઓ મળીને આરતીનો થાળ પકડીને આરતી કરી રહી હતી.
સ્ટેજ ઉપર રહેલા એક ટેબલ ઉપર દેવીમાં ની નાનકડી મૂર્તિ રાખેલી હતી. મૂર્તિને ફૂલોના હાર પહેરાવેલા હતા. એના સિવાય ત્યાં વધાવવામાં આવતા હતા તેવા ફૂલો વડે મૂર્તિ અડધી ઢંકાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે આ આખો સમુદાય દેવીમાં ને ખુબ સારી રીતે પુજતો હતો.
દિવસમાં બે વાર એટલે કે સવારે સૂરજ ઊગ્યા પહેલા અને સાંજે સૂરજ આથમી ગયા પછી આરતી કરવામાં આવતી. આરતીમાં કાં તો પોતાની મરજીથી અને કાં તો સિરતે કરેલા હુકમના ડરથી દરેક જણ હાજર રહેતા.
અચાનક, ડૉ.સીમાને યાદ આવ્યું કે આજની સાંજની આરતીમાં ડૉ.મીરા ઉપસ્થિત નથી એટલે તેણે તેને શોધવા માટે આમતેમ નજર દોડાવી. ડૉ.મીરા ક્યાંય દેખાઈ નહિ એટલે ડૉ.સીમાને થોડીક ચિંતા થઈ. જો સિરતને ખ્યાલ આવી જશે તો આ મુદ્દાને લઈને ગુસ્સો કરશે. આવતા વેંત જે સારી ઈમ્પ્રેશન બનાવી છે તે ક્યાંક ડૉ.મીરાના લીધે બગડે નહિ, એવો વિચાર આવતા તેણે ડૉ.મીરાને શોધવા માટે નીકળવાનો વિચાર કર્યો.
એકદમ સૂનસાન પરિસરમાં એક સ્ત્રી ફોન ઉપર વાત કરી રહી હતી. તે બીજું કોઈ નહિ પણ ડૉ.મીરા હતી. અત્યારે પરિસરમાં તેની વાત કોઈ સાંભળવા આવવાનું ન્હોતું તે વાત જાણતી હોવા છતાં તે એકદમ ધીમે ધીમે ખુસ્ફૂસાઈ રહી હતી.
हेलो, क्या आपको मेरी आवाज सुनाई दे रही है?
वो ये हवेली छोड़कर चला गया है। ડૉ.મીરા એકદમ ધીમા અવાજે બોલી.
मैने कहा, वो लड़का यहां से चला गया है। आपने सुना मैने कहा वो लड़का यहां से चला गया है। ડૉ.મીરાનો ધીમો અવાજ કદાચ સામે વાળી વ્યક્તિએ નહિ સાંભળ્યો હોય એટલે તે થોડા ઊંચા અવાજમાં પોતાની વાત દોહરાવતા બોલી.
हां ठीक है। मैं उस नक्शे और डायरी को जल्द ही ढूंढ लूंगी और आपके पास भेज दूंगी। વળી થોડીવાર શાંત રહ્યા પછી પોતાની વાત કોઈ સાંભળી તો નથી રહ્યું ને એ વાત કન્ફર્મ કર્યા પછી તે બોલી.
ठीक है। बाय। સામેવાળી વ્યક્તિની વાત સાંભળ્યા પછી ડૉ.મીરા ફોન કટ કરતા બોલી.
ફોન કટ કર્યા પછી જેવી તે પાછી ફરીને હવેલી તરફ જવા નીકળી કે તે કોઈ સાથે ટકરાઈ.
ડૉ.મીરાને શોધવા માટે નીકળેલી ડૉ.સીમા અને ડૉ.મીરા બંને એકબીજા સાથે ટકરાયા પછી એકબીજાને સંભાળીને ઊભા કરવા લાગી.
अरे! तुम इस तरह इतनी धीरे धीरे किससे बाते कर रही थी? ડૉ.સીમાએ પૂછ્યું.
वो तो मैं बस यूं ही, अपने बाबा से बाते कर रही थी। અચાનક પૂછાયેલા સવાલથી વિચલિત થઈ ગયેલી ડૉ.મીરાએ જવાબ આપ્યો.
ओह! कैसे है अब वो? ડૉ.સીમા કદાચ ડૉ.મીરાના પિતાને જાણતી હતી એટલે તે એ પણ જાણતી હતી કે તેઓ કદાચ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા.
वो, हां वो अब काफी अच्छे है। ડૉ.મીરાએ એકદમ શાંત વદને જવાબ આપ્યો. જો કે હજી પણ એના મનમાં રહેલા ચોરની એક ઝલક તો દેખાઈ આવતી હતી. તેના ચેહરા ઉપરની ગભરાહટ અને કપાળે વળી ગયેલો પરસેવો ઘણું બધું કહી જતા હતા. તેની બાજુમાં ઊભેલી ડૉ.સીમાને પણ કદાચ તેના દિલની ધડકન સંભળાય એટલી જોરથી ચાલી રહેલું હૃદય કોઈ તો રાજ છુપાવી રહ્યું હતું.
આરતી પૂરી થયાનો શંખનાદ બહાર પરિસરમાં ઊભેલી ડૉ.સીમા અને ડૉ.મીરાને પણ સંભળાયો. આરતી પૂરી થાય ત્યારપછી દરેક લોકો જમવા માટે જવાની તૈયારી કરવા લાગતા.
ठीक है। चलो, डिनर का वक्त हो गया है तो मैं तुम्हे बुलाने ही आयी थी। આરતી પૂરી થઈ ગઈ હતી એટલે ડૉ.સીમાએ ડૉ.મીરાને સીધા જમવા માટે જવાની વાત જ કરી. ન જાણે કેમ પણ તે આરતીમાં કેમ ન્હોતી આવી એ વાત પૂછ્યા વિના જ ડૉ.સીમા તેને જમવા માટે જવા લાગી.
ડૉ.મીરાને મનમાં હાશ થયું હતું. જો કે તેને પણ થોડુક આશ્ચર્ય તો થયું હતું કે ડૉ.સીમાએ તેને આ વાત કેમ ન પૂછી..? પણ હવે તે ખુબ જ કાળજી રાખવા માગતી હતી. તે જાણતી હતી કે આ સમુદયથી ગદ્દારી કરવાનો અંજામ શું હોય શકે.
આખો દિવસ તો ડૉ.સીમા તેની સાથે જ હોય છે એટલે તેને આવી રીતનો સમય શોધવો પડતો હતો. જો કે એને વધારે લાંબી વાત કંઈ કરવાની હોતી નથી પણ જે હોય છે તે ખુબ જ સેન્સિટિવ હોય છે. જો આ વાતની બીજા કોઈને કાનોકાન ખબર પડે તો તો આવી જ બને.
તેમ છતાં હજી પણ એક ખુબ જ મહત્વનું કામ તેને સોંપવામાં આવેલું હતું અને તે હતું ડાયરી અને નકશો ચોરવાનું..
શું ડૉ.મીરા આ કાર્યમાં સફળ થશે કે તે પકડાઈ જશે..?
ડેની ક્યાં ગયો હશે.?
શું ડેની તેમને પાછો મળશે..?
આ સફર કેવી રહેશે..?
આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'