Vardaan ke Abhishaap - 21 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 21

વરદાન કે અભિશાપ (ભાગ-૨૧)

            (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા બહુ જ ખુશ હતા. નરેશ પણ ખુશ હતો કેમ કે તેનું આખો પરિવાર હવે પૂરો થઇ ગયો હતો. સુશીલાએ  એક દિવસ રજાઓમાં પિયરમાં જવાનું નકકી કર્યું. મેળામાં ફરવા નીકળ્યા એ વખતમાં અચાનક જ પલક અને તેની સાથેના બંને નાના બાળકોએ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી દીધી. હજી તો માંડ પાંચ મિનિટ જ થઇ હશે કે નરેશ અને સુશીલાને તેમની પુત્રી પલક ન હોવાનો ભ્રમ થયો. સુશીલા અને તેના પિયરના સગા-સંબંધીઓ તો આમથી તેમ પલકને શોધવા માંડ્યા. નરેશ આ બાજુ હાંફળો-હાંફળો શોધતો હોય હોય છે ત્યાં એક ભાઇ એનાઉન્સમેન્ટ સાંભળીને તેની સામે આવીને ઉભો રહી જાય છે અને નરેશને પકડીને શાંત થવાનું કહે છે. પછી તે ભાઇ પલકને જોઇ હોવાનું જણાવે છે અને તે ભાઇની પાછળ-પાછળ બધા પલકને શોધવા જાય છે. એવામાં જ પૂછપરછ કરતાં હતા ત્યાં એક ભાઇને પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા એક ગુલાબી ફ્રોક પહેરીલી છોકરી મે જોઇ અને સાથે તે બાબો પણ હતો. પણ તે એક બળદ ગાડામાં જતા હતા. પલકને શોધતાં-શોધતાં તેઓ ગામમાં આવી જાય છે અને ત્યાં પલક એક ખાટલામાં બેઠા-બેઠા રોટલી ખાઇ રહી હતી. નરેશ અને સુશીલા તો પલકને ઉંચકવા જ જતા હતા ત્યાં જ એક વડીલ માણસ નરેશનો હાથ પકડી લે છે અને તેનું માથું નકારમાં હલાવે છે. તે વડીલ માણસ પલકને આપવાની ના પાડે છે અને પુરાવો આપવાની વાત કરે છે. સુશીલા અને નરેશ પરીસ્થિતિની ગંભીરતા સમજી જાય છે અને તે વડીલ માણસની વાત માની લે છે. નરેશ તેના પર્સમાં પલકનો ફોટો બતાવે છે. ફોટોમાં તે સુશીલા અને પલક હોય છે. ફોટો બતાવતાં-બતાવતાં જ નરેશ અને સુશીલાની આંખમાં આંસું વહી રહ્યા હોય છે અને પેલા વડીલ માણસને વિશ્વાસ આવી જાય છે કે, આ જ છોકરીના માતા-પિતા છે. તેઓ દીકરીને લઇને પછી ઘરે જાય છે. જે બાધાઓ માનતા માની હતી તે પૂરી કરે છે. હવે આગળ..............)

            નરેશ અને સુશીલા વેકેશન બાદ ઘરે પરત ફરે છે, પરંતુ વેકેશનમાંથી પરત ફર્યા બાદ ઘરનું વાતાવરણ થોડું અલગ થઇ ગયું હતું. નરેશ અને સુશીલા એ વાત તો બરાબર સમજી ગયા હતા કે ઘરના વાતાવરણમાં ફકત ને ફકત કમલેશ અને પુષ્પાને કારણે પરિવર્તન આવ્યું છે. એ પછી થોડા દિવસ નરેશ અને સુશીલાએ આ વિશે ઘરમાંકોઇ વાત ના કરી. પણ એક દિવસ નરેશે કમલેશ અને તેની મા ની વાત સાંભળી લીધી. જે સાંભળી તેના પગ નીચેથી જમીન જતી રહી.  

કમલેશ : તું નરેશને અલગ રહેવા મોકલી દે. હું તને ઘરમાં બધું જ લાવી આપીશ.

મણીબા : કેવી રીતે હું તેને અલગ મોકલી દઉં!!! ઘરમાં બધું ધ્યાન એ જ આપે છે.

કમલેશ : પણ હવે તેને છોકરાઓ છે તો એ થોડી તને બધા પૈસા આપશે!!!!!! એ તો હવે તેના છોકરાઓ પાછળ પૈસા ખર્ચશે.

મણિબા : વાત તો તારી સાચી છે. દર મહિને નકકી કરેલ રકમ તો એ આપે છે અને ઘરનો બધો સર-સામાન પણ આપે છે, પરંતુ વધારાનો કોઇ ખર્ચો તે કરતો નથી. તે બદલાઇ ગયો છે.  

કમલેશ : હા સુશીલા ભાભીના આવ્યા પછી તે બદલાઇ ગયો  છે. અને તે બધા ખર્ચા ભાભી પાછળ કરે છે. તાીર પાછળ નહિ. એટલે જ તું તેને ઉપર અલગ રહેવા મોકલી દે.

મણિબા : (કમલેશની વાતોમાં ભરમાઇ જાય છે.) હમમમમમ....................એ જ કરવું પડશે.

            નરેશ આ બધી વાતો સાંભળીને આઘાતમાં આવી જાય છે. એને એમ થાય છે કે એના ભાઇના મગજમાં પોતાના માટે આટલું બધુ ઝેર છે. એનું મન બહુ જ દુ: ખી થઇ જાય છે. તરત જ એ સુશીલાને આ વિશે વાત કરે છે એ તો વાત સાંભળીને સીધી રડવા જ લાગે છે. બંને એકબીજાને આશ્વાસન આપે છે.

સુશીલા : મને તો ખબર જ હતી કે પુષ્પાના આવ્યા પછી બા આપણને અલગ મૂકશે જ. પણ કમલેશભાઇ આપણા વિશે આમ ખરાબ બોલશે એ મે કદીયે વિચાર્યુ નહતું.  

નરેશ : સાચી વાત છે તારી. પણ આના મગજમાં મારા માટે આટલું ઝેર કયારે અને કેવી રીતે આવ્યું?

સુશીલા : ઝેર આવ્યું નથી ઝેર તો હતું. (નરેશ આશ્વર્યથી તેની સામે જુએ છે.) હા સાચી વાત કહું છું તમે ઘરમાં વધારે પડતું ધ્યાન આપો છો એટલે ઘરમાં તમારું માન વધારે છે અને તે તમારી જગ્યા લેવા માંગે છે.  

નરેશ : (ઉંડા વિચારમાં પડી જાય છે.) હમમમમમમ...... સાચી વાત.

સુશીલા : પણ હવે આપણે શું કરીશું? બાને સીધી વાત કરવી છે? કે આપણે અલગ રહેવા નથી જવું.   

નરેશ : ના એ ભૂલ આપણે નથી કરવી. મારી મા પોતાના લાડલા દીકરા કમલેશનું કેટલું રાખે છે એ મારે જોવું છે.

સુશીલા : એમાં કંઇ જ જોવાનું નથી. બા આપણને ઉપર અલગ રહેવા માટે કહી જ દેશે હવે.  

નરેશ : મને મારી મા પર વિશ્વાસ છે એ નઇ કે.

સુશીલા : જોઇ લેજો તમે. બા આપણને અલગ રહેવા જવા માટે કહેશે જ.

નરેશ : જોઇએ. (નરેશ એક લાંબો નિ:સાસો નાખે છે.)

            નરેશના મનમાં વિશ્વાસ હતો કે મા તેને અલગ રહેવા જવા માટે નહિ મોકલે પણ જે વાત સાંભળેલી હતી એ પરથી શંકા પણ ઉપજી રહી હતી કે તેને હવે અલગ મોકલવામાં આવશે જ. વિચારોમાં ને વિચારોમાં નરેશ અને સુશીલા આખી રાત સૂઇ શકતા નથી.

(શું નરેશનો મા પ્રત્યેનો વિશ્વાસ ટકી રહેશે ? કે પછી તેની શંકા સાચી પડશે અને તેને અલગ રહેવા જવા માટે મોકલવામાં આવશે? )  

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૨ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED