Vardaan ke Abhishaap - 20 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 20

વરદાન કે અભિશાપ (ભાગ-૨૦)

            (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. કમલેશના લગ્ન ધામધૂમથી લેવાયા. લગ્ન કરીને આવતાં જ પુષ્પા તેનો જોહુકમ કમલેશ પર ચલાવા લાગે છે જે મણિબેન ચલાવી પણ લે છે. કારણ કે, મણિબા કમલેશના એક વચનથી બંધાયેલા હતા. એવામાં નરેશના નાના ભાઇ ભાનુપ્રસાદની પાછળ એક છોકરી હાથ ધોઇને પડી હોય છે. જયાની વાત સાંભળી તે છોકરીને ફોન કરીને તેને ધમકાવે છે. એ પછી તે છોકરી કોઇ દિવસ ભાનુપ્રસાદને હેરાન કરતી જોવા મળતી નથી. ઘરના બધા આ વાત જાણતા હોય છે એટલે તેને પુષ્પા અને કમલેશના સંબંધો સુધરે એ માટે પ્રયત્ન કરવાનું  કહે છે. નરેશ તેનાથી બનતા બધા પ્રયત્નો કરે છે, બંનેને સમજાવે પણ છે અને આખરે કમલેશ પુષ્પાને પત્ની તરીકે સ્વીકાર કરી લે છે. નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા બહુ જ ખુશ હતા. નરેશ પણ ખુશ હતો કેમ કે તેનું આખો પરિવાર હવે પૂરો થઇ ગયો હતો. સુશીલાએ  એક દિવસ રજાઓમાં પિયરમાં જવાનું નકકી કર્યું. મેળામાં ફરવા નીકળ્યા એ વખતમાં અચાનક જ પલક અને તેની સાથેના બંને નાના બાળકોએ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી દીધી. હજી તો માંડ પાંચ મિનિટ જ થઇ હશે કે નરેશ અને સુશીલાને તેમની પુત્રી પલક ન હોવાનો ભ્રમ થયો. સુશીલા અને તેના પિયરના સગા-સંબંધીઓ તો આમથી તેમ પલકને શોધવા માંડ્યા. નરેશ આ બાજુ હાંફળો-હાંફળો શોધતો હોય હોય છે ત્યાં એક ભાઇ એનાઉન્સમેન્ટ સાંભળીને તેની સામે આવીને ઉભો રહી જાય છે અને નરેશને પકડીને શાંત થવાનું કહે છે. પછી તે ભાઇ પલકને જોઇ હોવાનું જણાવે છે અને તે ભાઇની પાછળ-પાછળ બધા પલકને શોધવા જાય છે. એવામાં જ પૂછપરછ કરતાં હતા ત્યાં એક ભાઇને પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા એક ગુલાબી ફ્રોક પહેરીલી છોકરી મે જોઇ અને સાથે તે બાબો પણ હતો. પણ તે એક બળદ ગાડામાં જતા હતા. હવે આગળ.......................)

            નરેશ, સુશીલા અને બાકીના ઘરના બધા સભ્યોએ પેલા ભાઇની પાછળ-પાછળ ગામ તરફ જાય છે. પેલો ભાઇ તેમને ખેતરમાં લઇ જાય છે. ત્યાં બળદ ગાડામાં જે પરિવારના સભ્યો હતા તે જમવા બેઠા હોય છે અને બધાના આશ્ચર્યની વચ્ચે પલક એક ખાટલામાં બેઠા-બેઠા રોટલી ખાઇ રહી હતી. બધા તેને જોઇને બહુ જ ખુશ થઇ જાય છે. તેઓ તરત જ દોડતાં-દોડતાં તેની પાસે પહોંચી જાય છે. પેલો ભાઇ તો એ ગામ લોકોનો ઓળખીતામાં જ હોય છે એટલે તે લોકોને બહુ આશ્ચર્ય નથી થતું પણ નરેશ, સુશીલા અને બધા માણસોના ટોળાઓ જોઇને તો અચરજમાં આવી જાય છે. એટલે બધા જ ઉભા થઇ જાય છે. નરેશ અને સુશીલા તો પલકને ઉંચકવા જ જતા હતા ત્યાં જ એક વડીલ માણસ નરેશનો હાથ પકડી લે છે અને તેનું માથું નકારમાં હલાવે છે.

વડીલ માણસ : ભાઇ તમે કોણ છો? અને અમારી છોડી પાસે કેમ જાઓ છો?

નરેશ :  અરે આ મારી દીકરી છે. હું તેનો પિતા છું.

વડીલ માણસ : ભાઇ, આ અમારી દીકરી છે. જાઓ તમે અહીથી.

નરેશ : (પેલા ભાઇને જે તેમને લઇને આવ્યો હતો) અરે ભાઇ, આ મારી દીકરી નથી આપતા. તેને કહો કે તે મારી દીકરીને આપી દે. (પલક જમીન ઘસઘસાટ ખાટલામાં સૂઇ ગઇ હોય છે.)

પેલો ભાઇ : અરે કાકા, આ દીકરી તેમની જ છે. મેળામાંથી ખોવાઇ ગઇ છે અને મે તમારા ગાડામાં છોકરીને જોઇ એટલે જ તેમને અહી લઇ આવ્યો છું. આ તેમના માતા-પિતા જ છે.

વડીલ માણસ : વાત તારી બરાબર છે. પણ હું પુરાવા વગર દીકરી ના આપી શકું. અમારામાં દીકરીનું બહુ માન. આ ભાઇ આ તેમની જ દીકરી છે એનો પુરાવો આપે તો હાલ જ તેમને આપી દઉં. મારો કોઇ બીજો ઇરાદો નથી પણ હાલમાં બનાવ બહુ ખરાબ બને છે એટલે ભાઇ ડરું છું.

પેલો ભાઇ : તમારી વાત બરાબર સાચી છે. (તે નરેશની સામે જઇને) તમે પહેલા પુરાવો આપો. વડીલ જે કહે છે તેમાં સચ્ચાઇ છે.  

સુશીલા અને નરેશ પરીસ્થિતિની ગંભીરતા સમજી જાય છે અને તે વડીલ માણસની વાત માની લે છે. નરેશ તેના પર્સમાં પલકનો ફોટો બતાવે છે. ફોટોમાં તે સુશીલા અને પલક હોય છે. ફોટો બતાવતાં-બતાવતાં જ નરેશ અને સુશીલાની આંખમાં આંસું વહી રહ્યા હોય છે અને પેલો વડીલ માણસ તેમને જ જોઇ રહ્યો હોય છે. તેને વિશ્વાસ આવી જાય છે કે, આ જ છોકરીના માતા-પિતા છે.    

નરેશ : લો આ મારી દીકરીનો ફોટો. (વડીલ માણસ તે ફોટો જોવે છે.) ભાઇ, મને દીકરી આપી દો.  

વડીલ માણસ : ભાઇ તમારા બંનેની આંખોથી વહેતી લાગણીઓ હું સમજી ગયો છો. આ દીકરી તમારી છે તેને તમે લઇ જઇ શકો છો અને અમારાથી કોઇ ભૂલ થઇ હોય તો માફ કરજો. પણ કોઇ પારકી દીકરીની રક્ષા એ આપણી જવાબદારી છે.

            નરેશ, સુશીલા અને સભ્યો તેમને આભાર માને છે. તેઓ પલકને લઇ લે છે પલક તો હજી ઉંઘમાં જ હોય છે પણ પિતાનો માથે હાથ ફરતો હોવાથી તે સફાળી જાગી જાય છે અને પપ્પાને વળગી પડે છે ને પછી આજુબાજુ મમ્મીને શોધવા લાગે છે. સુશીલા તેને પોતાની જોડે લઇ લે છે. હવે નરેશ અને સુશીલાના જીવમાં જીવ આવી જાય છે. એ પછી તેઓ ઘરે જઇને જમવાનું પતાવીને સૂઇ જાય છે.    

            એ દિવસથી નરેશ દીકરી પલકનું વધારે ખ્યાલ રાખે છે.

(નરેશની પોતાની દીકરી માટેની ચિંતા વાજબી હતી પણ આખી જીંદગી તે કઇ રીતે તે દીકરીને સંભાળશે?

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૧ માં)

-  પાયલ ચાવડા પાલોદરા    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED