Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 89

સમીર વિચારી રહ્યો હતો કે, આ પ્રેમરોગ જેવો કદાચ જગતમાં બીજો કોઈ રોગ જ નથી..!! પણ આ રોગ મને ક્યાંથી લાગુ પડ્યો અને તરતજ તેની સામે પરી તરવરી ઉઠી અને તે જાણે મનમાં ને મનમાં બબડ્યો કે, "આ પરી છે જ એવી સ્વભાવની શાંત, ડાહી અને બિલકુલ નિર્મળ, દેખાવે ખૂબજ રૂપાળી કોઈને પણ ગમી જાય તેવી... પણ હું તેને મારા હાથમાંથી તો નહીં જ જવા દવું.. તેને મેળવીને જ રહીશ.. તેને મારી બનાવીને જ રહીશ.. અને તેણે એક ઉંડો શ્વાસ લીધો અને પોતાની મોમ પાસે પાણી માંગ્યું અને પાણી પી ને ફરીથી તેણે સોફા ઉપર લંબી તાણી દીધી અને ઈન્સ્ટા ઉપર પરીના ફોટા જોવા લાગ્યો.
બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશને પહોંચ્યો તો ત્યાં કોઈ તેની રાહ જોતું બેઠું હતું જેને જોઈને તે ચોંકી ઉઠ્યો..!!
અને બોલ્યો કે, "તું? અને અહીંયા?"
હવે આગળ....
કવિશા એટલે કે છુટકી સમીરની રાહ જોતી પોલીસ સ્ટેશનમાં બેઠી હતી તેને જોઈને સમીર ચોંકી ઉઠ્યો અને બોલ્યો કે, "તું અને અહીંયા?"
કવિશા પણ સમીરને જોઈને આનંદમાં આવી ગઈ અને પોતાની જગ્યાએથી ઉભી થઈને સમીરની નજીક આવી અને સમીરને કહેવા લાગી કે, "હા હું તમને કોન્ગ્રેચ્યુલેટ કરવા આવી છું. મેં દેવાંશને બે ત્રણ વખત કહ્યું પરંતુ તેણે મારી વાતને ગણકારી નહીં... કવિશા હજુ બોલી રહી હતી ત્યાં સમીરે તેને ઈશારાથી અંદર પોતાની કેબિનમાં આવવા કહ્યું એટલે કવિશા સમીરને ફોલો કરતી હોય તેમ તેની પાછળ પાછળ તેની કેબિનમાં ગઈ અને સમીરની સામેની ચેરમાં બેઠી. સમીરે તેને માટે પાણી મંગાવ્યું અને તેને પૂછ્યું કે, "હા બોલ તું શું કહેતી હતી?"
કવિશા દેવાંશની ઉપર રોષ ઠાલવી રહી હોય તેમ આંખો ઉલાળી ઉલાળીને બોલી રહી હતી કે, "હા એ તો હું એમ કહેતી હતી કે, મેં દેવાંશને બે ત્રણ વખત મને અહીં લઈ આવવા માટે કહ્યું પરંતુ તે ગણકારતો નહોતો એટલે હું એકલી જ આવી ગઈ આપણે ક્યાં નથી જોયેલું આ પોલીસ સ્ટેશન?"
"તારે અને દેવાંશને કંઈ ઝઘડો થયો હોય એવું લાગે છે."
"તમને એવું કોણે કહ્યું?" દેવાંશે કહ્યું?"
સમીર જરા હસીને બોલ્યો, "ના ના મને એવું કોઈએ નથી કહ્યું, એ તો હું તમારી વાત ઉપરથી એવું અનુમાન લગાવી રહ્યો છું."
"હા, તમે પાછા પોલીસવાળા ખરા ને એટલે તમને અનુમાન લગાવતા સારું આવડે."
આ વખતે સમીર ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો કે, "નક્કી કંઈક તો બન્યું જ લાગે છે. એની વે જે હોય તે... બોલ શું લઈશ તું ચા કે કોફી?"
"ના હું અત્યારે કંઈ નહીં લઉં. બસ હું તો તમને કોન્ગ્રેચ્યુલેટ કરવા માટે જ આવી છું." અને કવિશા પોતાની જગ્યાએથી ઉભી થઈ અને સમીરની નજીક ગઈ અને તેની સામે પોતાનો નાજુક નમણો હાથ લંબાવ્યો અને સમીરે પણ પોતાનો કસરતથી કસેલો અને ગુનેગારોને મારી મારીને કડક બનાવેલો પોતાનો હાથ ધર્યો એટલે કવિશાએ સમીરના એ કસાયેલા પહોળા મજબૂત હાથમાં પોતાનો નાજુક નમણો હાથ મૂક્યો અને સમીરની સામે જોઈને તે બોલી કે, "કોન્ગ્રેચ્યુલેશન્સ તમે ખૂબજ બહાદુરીથી આ ડ્રગ્સનું સ્કેન્ડલ પકડી પાડ્યું ખરેખર તમારી મહેનતને દાદ આપવી પડે તેવી છે."
સમીર ખુશ થઈ ગયો અને બોલ્યો કે, "અમારી તો આ ડ્યુટી છે એટલે આ કરવું અમારા માટે ફરજીયાત બની જાય છે પણ હા તમારા જેવા ફ્રેન્ડ્સ આ રીતે કોન્ગ્રેચ્યુલેટ કરે એટલે અમારી હિંમત અને મહેનત બધું જ ડબલ થઈ જાય.
કવિશા પોતાની જગ્યાએ બેઠી અને બોલી, "હા એ વાત સાચી છે પણ જેણે આવી ચેલેન્જને સ્વીકારી હોય અને તેમાં તેણે સફળતા મેળવી હોય તેને દાદ પણ તો આપવી જ જોઇએ ને..."
"હા, તું અહીં આવી એ મને ખૂબ ગમ્યું. હવે જલ્દીથી બોલ કે તું શું લઈશ."
"સાચે જ અત્યારે સવાર સવારમાં મને કંઈજ ઈચ્છા નથી પણ તમારો એટલો બધો ફોર્સ છે તો કોફી મંગાવી લો ચાલો પી લઈએ."
સમીરે બેલ વગાડીને પ્યૂનને અંદર બોલાવ્યો અને બે ગરમ કોફી લઈ આવવા કહ્યું. કોફી આવી ત્યાં સુધી સમીર અને કવિશાની વચ્ચે ભણવાની થોડી વાતો ચાલી.
કોફી આવી એટલે સમીર અને કવિશા બંનેએ એક એક કપ હાથમાં લઈને કોફી પીવા લાગ્યા. કોફી પીતાં પીતાં સમીરે દેવાંશની વાત ફરીથી છેડી અને તે કવિશાને પૂછવા લાગ્યો કે, "શું ઝઘડો થયો છે તારી અને દેવાંશની વચ્ચે?"
"બસ, કંઈ એવી કોઈ ખાસ વાત નહોતી પણ એને કઈ વાતનું ખોટું લાગ્યું છે એ જ ખબર નથી પડતી અને કેટલાય સમયથી હું સામેથી બોલાવું છું તો પણ તે બોલતો નથી. મોં ચડાવી ચડાવીને ફરે છે તો પછી હું પણ શું કરું? પણ તમે પોલીસવાળા બધાને પકડી જબરા પાડો. એ મેં આજે જોઈ લીધું."
અને બંને એકબીજાની સામે જોઇને હસી પડ્યા. કોફી પી ને કવિશા વિદાય લેવા માટે ઉભી થઈ અને બોલી કે, "ચાલો તો તમને ફરીથી કોન્ગ્રેચ્યુલેટ અને મળીએ ફરી ક્યારેક. તો નીકળું હું બાય."
"ઓકે તો બાય"
સમીર પોતાની ચેર ઉપરથી ઉભો થયો અને તેણે સેકહેન્ડ માટે કવિશા સામે હાથ લંબાવ્યો. બંનેએ એકબીજાની સાથે હાથ મિલાવ્યો અને ફરીથી મળવાની પ્રોમિસ આપી બંને છૂટાં પડ્યા.
*****************
પરી આજે સવારથી જ થોડી ડિસ્ટર્બ હતી. ક્લાસમાં આવી ત્યારથી તેનો બિલકુલ મૂડ નહોતો તેને આમ નાખુશ જોઈને તેની ફ્રેન્ડ ભૂમી તેને પૂછી રહી હતી કે, "કેમ, આજે તું મૂડમાં નથી લાગતી, તારી તબિયત બરાબર નથી કે શું?"
"ખબર નહીં આજે કંઈ ગમતું જ નથી."
"કેમ ઘરે કંઈ થયું કે શું?"
"ના ના ઘરે તો કંઈ નથી થયું."
"તો પછી પેલા તારા પોલીસવાળા ફ્રેન્ડે કંઈ કહ્યું કે શું?"
પરી જરા દબાયેલા અવાજે બોલી કે, "એને તો મેં ના પાડી દીધી."
"ઑહ,‌તો પછી એટલે જ મેડમનો મૂડ નથી."
"ના ના એવું નથી એને તો મેં બહુ સમજી વિચારીને ના પાડી છે. કારણ કે હું આગળ સ્ટડી કરવા માંગુ છું માટે.."
"પણ એ માની ગયો?" ભૂમીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
"માનવા, ના માનવાનો કોઈ સવાલ જ નથી મેં મારો નિર્ણય જણાવી દીધો. હવે એણે શું કરવું તે એણે વિચારવાનું."
"એ આટલી સહેલાઈથી તારી ના ને સ્વીકારી લે તેમ હું માનતી નથી."
"યુ ક્નોવ મારા માટે મારો ફર્સ્ટ પ્રેફરન્સ મારી મોમ માધુરી છે પછી બીજું બધું જ..."
"યા, આઈ ક્નોવ. યુ આર રાઈટ બટ આ બધું એક્સેપ્ટ કરવું એના માટે પણ અઘરું બની જશે."
"જે હોય તે એક્સેપ્ટ કર્યા વગર છૂટકો નથી."
અને બંને પોતાના ક્લાસમાં ગયા. બે લેક્ચર પછી ટેન મિનીટની રિશેષ પડી. પરીના મોબાઈલમાં એક ફોન આવ્યો. પરી વધુ ડિપ્રેશ થઈ ગઈ તેની આંખમાંથી આંસુ સરી પડ્યા....
કોનો ફોન હશે?
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/9/23