Vardaan ke Abhishaap - 18 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 18

વરદાન કે અભિશાપ (ભાગ-૧૮)

            (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા કમલેશ માટે દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી હતી તે જોવા ગયા હતા. કમલેશને તે છોકરી બહુ જ ગમી હતી અને તે સુશીલાના બેનના ઘરની સામે જ રહેતા હતા જયાએ કમલેશને તે છોકરી થોડી જાડી લાગતી હોવાની વાત કરી વાત પડતી મૂકવા કહ્યું હતું. પણ હકીકતમાં તે છોકરી જાડી જ નહતી. પણ કમલેશે જયાની વાત માની આખરે તે છોકરીને ના પાડી દીધી. એ પછી પૂરા એક વર્ષ બાદ ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. કમલેશના લગ્ન ધામધૂમથી લેવાયા. લગ્ન કરીને આવતાં જ પુષ્પા તેનો જોહુકમ કમલેશ પર ચલાવા લાગે છે જે મણિબેન ચલાવી પણ લે છે. કારણ કે, મણિબા કમલેશના એક વચનથી બંધાયેલા હતા. એવામાં નરેશના નાના ભાઇ ભાનુપ્રસાદની પાછળ એક છોકરી હાથ ધોઇને પડી હોય છે. જયાની વાત સાંભળી તે છોકરીને ફોન કરીને તેને ધમકાવે છે. એ પછી તે છોકરી કોઇ દિવસ ભાનુપ્રસાદને હેરાન કરતી જોવા મળતી નથી. ઘરના બધા આ વાત જાણતા હોય છે એટલે તેને પુષ્પા અને કમલેશના સંબંધો સુધરે એ માટે પ્રયત્ન કરવાનું  કહે છે. નરેશ તેનાથી બનતા બધા પ્રયત્નો કરે છે, બંનેને સમજાવે પણ છે અને આખરે કમલેશ પુષ્પાને પત્ની તરીકે સ્વીકાર કરી લે છે. હવે આગળ.....................)

            ઘરમાં હવે પરમ શાંતિ થઇ જાય છે. બધા હળીમળીને રહેતા હોય છે. ધનરાજનો મોટો છોકરો અને તેની વહુ એમના બાળકો સાથે શાંતિથી રહેતા હતા. આ બાજુ ધનરાજની જોડે રહેતા નરેશ-સુશીલા, ભાનુપ્રસાદ-જયા અને કમલેશ-પુષ્પા પણ પોતપોતાની જીંદગીમાં મશગૂલ હતા. થોડા સમયમાં સુશીલાની ડીલીવરીનો સમય નજીક આવી ગયો. નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા બહુ જ ખુશ હતા. નરેશ પણ ખુશ હતો કેમ કે તેનું આખો પરિવાર હવે પૂરો થઇ ગયો હતો. નરેશની બહેન ગીતા એ ભત્રીજાનું નામ ‘મયુર’ રાખ્યું.

            સુશીલા પૂરા છ મહિના તેમના પિયરમાં રહી. કેમ કે, તેના મા-બાપની તે એક જ દીકરી હતી. સુશીલા અને બાળકોને મળવા નરેશ અવારનવાર સાસરે આવતો જતો રહેતો. થોડા સમય પછી સુશીલા તેના સાસરીમાં આવી ગઇ અને ઘરનું દૈનિક કામ ચાલવા લાગ્યું. હવે મણિબા કામની સાથે-સાથે છોકરાઓના છોકરાને રમાડવામાં સમય વ્યતીત કરતા. જોતજોતામાં બાળકો મોટા થયા તેની કઇ જ ખબર જ ન પડી. ઘરની ત્રણેય વહુઓ સાથે મળીને ઘરનું કામ બધું સંભાળી લેતી હતી. ત્રણેય વહુઓ વચ્ચે કોઇ મતભેદ કે કામની મગજમારી ન હતી. સૌ પોતપોતાની રીતે વ્યવસ્થા કરી લેતી હતી. આથી હવે સુશીલાને પણ પોતાના પિયરમાં રહેવા જવા મળતું હતું. એક દિવસ રજાઓમાં તેણે પિયરમાં જવાનું નકકી કર્યું. એ વખતે તેના ગામમાં ભવ્ય મેળો આવ્યો હતો. આથી તેણે મેળો સહપરિવાર માળવાનું નકકી કર્યું. નરેશ, સુશીલા અને બે બાળકો મેળામાં જવા રવાના થયા. રાત્રે સુશીલાના મમ્મીએ તેમના માટે સરસ મજાનું જમવાનું બનાવી જ રાખ્યું હતું. બધા સાથે જમીને રાત્રે મેળામાં ગરબા હતા તો તે જોવા નીકળી પડયા. ગરબા જોતાં-જોતાં અને મેળાનો આનંદ લેતાં તેઓ રાત્રે બે વાગ્યે ઘરે આવ્યા.

            સવાર પડતાં જ ચા-નાસ્તો કરીને બધા ફરીથી પાછા મેળામાં ફરવા નીકળ્યા. કેમ કે મેળો ચૌદ દિવસ ચાલવાનો હતો. એમની સાથે ગામના બીજા કુટુંબીજનો અને આડોશ-પાડોશના લોકો પણ હતા. હવે બન્યું એવું કે, પલકની ઉંમરનો જ એક છોકરો બંને સાથે હાથ પકડીને ચાલતા હતા. બધા ઘરના આજુબાજુમાં હતા એટલે બાળકોની ઉપર તેમની નજર તો હતી જ. પણ અચાનક જ તે બંને નાના બાળકોએ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી દીધી. આ વાતની નરેશ કે સુશીલાને ખ્યાલ જ નહિ. હજી તો માંડ પાંચ મિનિટ જ થઇ હશે કે નરેશ અને સુશીલાને તેમની પુત્રી પલક ન હોવાનો ભ્રમ થયો. તેઓ બંને તેને આમતેમ શોધવા માંડયા. પણ પલક અને તેની સાથેનો જે બાળક હતો તે કયાંય દેખાયા નહિ. મેળાની આવવાની ખુશી હવે દુ:ખમાં ફેરવાઇ ગઇ હતી. સુશીલા તો રડીને રડીને અડધી જ થઇ ગઇ હતી. નરેશ પણ બેબાકળો બનીને આમથી તેમ બધે પોતાની લાડકવાયી દીકરીને શોધવા માંડ્યો. સુશીલાના માતા-પિતા અને ભાઇઓ પણ ચિંતામાં આવી ગયા. સૌને પલકની ચિંતા હતી જે સ્વાભાવિક જ હતી કેમ કે, કયાંક કંઇક અજુગતું ન થઇ જાય!!!!!!!!!!!!!!!!!!!!!!         

(શું નરેશની જીંદગીમાં આવનાર તૂફાન જ આ હતું? પલક કયાં ગઇ હશે? શું તે ઘરે સહી-સલામત પાછી આવી જશે?

 

 (વધુ આવતા પ્રકરણે ભાગ-૧૯ માં)

-   પાયલ ચાવડા પાલોદરા    

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED