વરદાન કે અભિશાપ (ભાગ-૧૭)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા કમલેશ માટે દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી હતી તે જોવા ગયા હતા. કમલેશને તે છોકરી બહુ જ ગમી હતી અને તે સુશીલાના બેનના ઘરની સામે જ રહેતા હતા જયાએ કમલેશને તે છોકરી થોડી જાડી લાગતી હોવાની વાત કરી વાત પડતી મૂકવા કહ્યું હતું. પણ હકીકતમાં તે છોકરી જાડી જ નહતી. પણ કમલેશે જયાની વાત માની આખરે તે છોકરીને ના પાડી દીધી. એ પછી પૂરા એક વર્ષ બાદ ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. મણિબેન કમલેશને ફોસલાવીને, સારી-સારી વાત કરીને આ છોકરી સાથે લગ્ન કરવા મનાવી લે છે પણ કમલેશનું મન આ વાત માટે માનતું નથી. આખરે તે મા ની ઇચ્છાને માન રાખી તે છોકરીને હા પાડી છે. નરેશના લગ્ન જે રીતે ધાનધૂમથી થયા હતા તે જ રીતે કમલેશના લગ્ન પણ ધામધૂમથી લેવાયા. લગ્ન કરીને આવતાં જ પુષ્પા તેનો જોહુકમ કમલેશ પર ચલાવા લાગે છે જે મણિબેન ચલાવી પણ લે છે. કારણ કે, મણિબા કમલેશના એક વચનથી બંધાયેલા હતા. હવે આગળ......)
પુષ્પાનું ઘરમાં આગમન થઇ જાય છે જે મણિબેન બધા પર પોતાની ધાક રાખતા હતા હવે તે પુષ્પાના પક્ષમાં જ હાજીહાજી કરતા હતા. તે વાતથી બધી જ વહુઓ ઘણી હેરાન હતી. પણ રહસ્ય કોઇ જાણતું ન હતું. આ બાજુ પુષ્પા અને કમલેશના બહુ સારા સંબંધો ન હતા. કમલેશ આખો દિવસ કામ કરવામાં બહાર જ રહેતો હતો અને આ બાબતે ઘણી વાર નરેશ દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવતો. પણ કમલેશ તેની વાત બહુ ગંભીરતાથી લેતો જ નહિ. આ બાબત તો ઘરમાં બધા જ જાણતા હતા અને સાથે-સાથે એક નવી સમસ્યા પણ ઉભી થઇ હતી જે નરેશ સીવાય કોઇ તેનો ઉપાય કરી શકે તેમ નહોતું.
નરેશનના નાના ભાઇ ભાનુપ્રસાદની વહુ જયા તેને ફોન કરે છે અને જણાવે છે કે,‘‘ભાનુપ્રસાદની પાછળ એક છોકરી હાથ ધોઇને પડી છે. તે કામ ધંધે જાય ત્યારે રસ્તામાં સાધનની સામે આવીને ઉભી રહી જાય છે અને એ છોકરી એમ કહે છે કે, તું છૂટાછેડા આપીને જતી રહે. મારે અહી રહેવા આવવાનું છે.’’ નરેશનું મગજ તો ગરમ જ થઇ જાય છે. ભાનુપ્રસાદના લગ્ન થઇ ગયા છે તો પણ તે છોકરી તેને પરેશાન કરે છે. નરેશ બધી જ બાબતને પહેલા તો જાણી લે છે અને એમાં ભાનુપ્રસાદનો કોઇ વાંક ન હતો. કેમ કે, તે છોકરી તેના એકતરફી પ્રેમમાં પાગલ હતી. તે તેને રૂબરૂ મળીને બહુ જ ધમકાવે છે તો પણ તે છોકરી માનતી નથી. આથી જયારે બીજા દિવસે સવારે નરેશ ચા પીવા બેઠો હતો અને ઉપરના માળે જયા રૂમમાં કામ કરતી હોય છે. ત્યાં જ ફોનની ઘંટડી વાગે છે. થાય છે એવું કે, જયા અને નરેશ એક સાથે જ ફોન ઉપાડે છે. જયાનો અવાજ સાંભળી નરેશને ખ્યાલ આવી જાય છે કે, ફોન જયાએ ઉપાડી લીધો છે. એટલે તે ફોન મુકવા જ જાય છે પણ સામે છેડેથી કોઇ છોકરીનો જે ખૂબ જ ખરાબ રીતે જયાને ગાળો આપી રહી હતી તેનો અવાજ સાંભળી નરેશ ફોન મૂકતો નથી. જયા અને તે છોકરીની વાત સાંભળી નરેશને ખ્યાલ આવી જાય છે કે આ છોકરી તે જ છે તે ભાનુપ્રસાદની પાછળ પડી હતી. પછી તો નરેશનો પિત્તો જાય છે અને તે પણ તે છોકરીને તેની જ ભાષામાં સમજાવી દે છે કે,‘‘આજ પછી અમારા ઘરની વહુને ફોન કરતી નહિ અને ભાનુપ્રસાદની આસપાસ પણ નજર આવીશ તો તારી ખેર નથી.’’ ડરીને તે છોકરી ફોન મૂકી દે છે અને પછી તે કોઇ દિવસ ભાનુપ્રસાદને હેરાન કરતી જોવા મળતી નથી.
ઘરના બધા આ વાત જાણતા હોય છે એટલે તેને પુષ્પા અને કમલેશના સંબંધો સુધરે એ માટે પ્રયત્ન કરવાનું કહે છે. નરેશ તેનાથી બનતા બધા પ્રયત્નો કરે છે, બંનેને સમજાવે પણ છે અને આખરે કમલેશ પુષ્પાને પત્ની તરીકે સ્વીકાર કરી લે છે. ઘરમાં હવે સુખ-શાંતિ થઇ જાય છે.
(પુષ્પા-કમલેશ અને બાકીના જીવનમાં શાંતિ તો થઇ જાય છે પણ શું જે મુસીબત વર્તમાનને લીધે આવવાની છે તેનાથી નરેશના જીવનમાં શાંતિ રહેશે કે નહિ? )
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૮ માં)
- પાયલ ચાવડા પાલોદરા