સંતોષ Abhishek Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

સંતોષ

મનુષ્ય પળ પળ આશા ઓના વિષ થી પીડાય છે .
કશું કરી નથી શકતો .
માત્ર મનને અને પોતાની જાતને સાંત્વના આપે છે.
કે ,
કાલે બધું ઠીક થઈ જાશે.

પણ ન તો એ કાલ આવે છે.
કે , ન તો એની ઉમ્મીદ પૂરી થાય છે.
થાકી હારી ને પાછો ખોટી આશા લઈ ને જીવે છે.

એની આશા ઓ એના દુઃખ નું કારણ બની જાય છે .
અને એ દુઃખ માંથી મનુષ્ય ક્યારેય બહાર નથી આવતો .

માત્ર ચિંતા અને નિરાશા માં ઘેરાયેલો રહે છે.
સમય જતાં જો તેનું નિરાકરણ ના આવે તો તે દુઃખ પણ તેના ,
મૃત્યું નું કારણ બને છે.

 

જીવન  માં  આશા ઓ  દરિયા  જેવી  છે  .

જે  કદી ખૂટતી નથી .

અને  માણસ નું  મન  એની  ગહેરાઈ  જેવું  જે  કેવું  છે .

ક્યારેય  કોઈ  માપી  નથી  શકતું  .

કોને  કઈ  વસ્તુ ની  જરૂરિયાત  છે  .

તે  ક્યારેય  ખબર  જ  નથી પડતી  .

 

વધારે  પડતો  મોહ  એ  લોભ  ને  જન્મ  આપે  છે  .

લોભ  વધતા  વ્યક્તિ  ની  ઈચ્છા ઓ  વધે  છે  .

ઈચ્છા ઓ  પૂરી  કરવા  વ્યક્તિ  ખરાબ કર્મ  કરે  છે .

ખરાબ  કર્મ  વધતા  પાપ  નો  વધારો  થાય  છે  .

પાપ  વધતા  વ્યક્તિ નું  પતન  થાય  છે  .

આ  હું  નહિ  પર  સ્વયં ભગવદ ગીતા  કહે  છે .

 

તો  શું  આ  અંધકાર  રૂપી  જીવન  માં  સુખ  નું  કોઈ  સ્થાન  કે  કારણ  નથી  ?

છે  જ  ને  અવશ્ય  છે  .

જે  કોઈ  પણ  સિક્કા ની  બે  બાજુ  હોય  છે  .

તેવી  જ  રીતે  આ  જીવન  ની  પણ બે  બાજુ  હોય  છે  .

ઈચ્છા  અને  સંતોષ  .

 

ઈચ્છા  પર  નિયંત્રણ  કરવાનું  જો  કોઈ  સાધન  છે  .

તો  એ  છે  . સંતોષ  

કારણ  કે  જ્યાં  સંતોષ  આવી  જાય  ત્યાં  ઈચ્છા  પોતાની  મેળે  સમાપ્ત  થઇ  જાય  છે  .

 

અને  આમ  પણ  આપણા ગુજરાતી  માં  પણ  કહેવત  છે  કે  "સંતોષી  નર  સદા  સુખી  "

સંતોષી  માનવી  ને  ક્યાંય  સુખ  ગોતવા  નથી  જવું  પડતું  .

એને  જે  પણ  મળે  એ  તેમાં  સંતોષ  માની  લે  છે .

તેને  ઈચ્છા ઓ  હેરાન  નથી  કરી  શકતી .

 

જો  જીવતા  જ  ઈચ્છા ઓ  સમાપ્ત  થઇ  જાય  તો  તેને  મોક્ષ  જેવું  અનુભવ  થાય  છે .

અને  મર્યા  પછી  પણ  જો  ઈચ્છા  ઓ  બાકી  રહે  તો  તે  બંધન  છે  .

 

જયારે  ખબર  જ  છે  કે  કઈ  ભેગું  નથી  આવાનું  તો  શેનો  લોભ   અને  શેનો  મોહ  .

આવું  કહેનાર  કથાકાર  પણ  લાખો  ભેગા  કરીને  જાય  છે .

અને  તમને  એમ લાગે  છે  કે  એની  કથા  થી  તમારા  પૂર્વજો  ની આત્મા  ને  શાંતિ  મળે  છે .

આ માત્ર  દેખાડો  છે .

કથા  જરૂરી  છે  .

હું  કોઈ ની  નિંદા  પણ  નથી  કરી  શકતો  .

હા  પણ સત્ય  એ  સત્ય  છે .

 

જયારે  તમને  બધું  મુકવા  માટે  કહેનાર  ને  સંતોષ  નથી  આપને  તો  ક્યાંથી  જ  હોય .

હા  પણ  ઈચ્છા  ઓ  પણ  લગામ  જરૂર  મૂકી  શકાય  .

ઈચ્છા  રાખવી  જરૂરી  છે  .

પરંતુ  ત્યાં  સુંધી જ જ્યાં  સુંધી  એ  બીમારી  ના  બની  જાય .

 

અને  જો  એ  બીમારી  બની  જાય  તો  પછી  સંતોષ  રૂપી  ગોળી ઓ  પણ  લેવાનું  શરુ  કરી દયો .

અઘરું  છે  પણ  અશંભવ  નથી  .

તો  સુખ  આપમેળે  તમને  ગોતતું   આવશે  .

આ  લેખ  તમને  કેવો  લાગ્યો  તેનો  અભિપ્રાય  જરૂર  થી  આપજો  .