ક્રિમિનલ કેસ - ભાગ 17 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 17

આજથી ફરી બધાએ કોલેજ જવાનું શરુ કર્યું હતું.બધા જ કોલેજ પહોંચ્યાં પરંતુ કોઈ કઈ બોલતું નહોતું.બધા જ ચૂપચાપ લેક્ચર ભરવા બેસી ગયાં.બધા જ નયન અને વાનીને યાદ કરી રહ્યાં હતાં. થોડા સમયમાં પ્રોફેસર ક્લાસમાં આવ્યાં બધા એ તેમને ગુડ મોર્નિંગ વિશ કર્યું પ્રોફેસર એ પણ પ્રત્યુતર આપી તેમને બેસવા કહ્યું ત્યારબાદ તેમણે બધાને નયન અને વાણીના મૃત્યું વિશે કહ્યું અને બધા એ બંને માટે બે મિનિટ નું મૌન પાળ્યું.
પ્રોફેસર એ ભણાવવાનું શરૂ કર્યું પણ આચલ, પીહુ,કામ્યા અને પર્વ કોઈનું પણ મન તેમાં લાગતું નહોતું. માંડમાંડ બધા એ લેક્ચર પુરો કર્યો.

પહેલો લેક્ચર પુરો થતાં જ બધાં કેન્ટીનમાં ગયા.કોઈને ભૂખ નહોતી એટલે બધા એક જગ્યા પર જઈ ને બેસી ગયા.બધાં જ માયુસ હતાં આજુબાજુ ના ઘણા સ્ટુડન્ટ તેમને જોઈ ને જઈ રહ્યાં હતાં પરંતુ તેઓ ને કોઈ ફરક નહોતો પડી રહ્યો. થોડી જ વારમાં તેમના ટેબલ પર નાસ્તાની પ્લેટ આવવા લાગી. બધાને આ જોઈને થોડું આશ્ચર્ય થાયું. ત્યાં કામ કરતાં છોટુ ને પીહુ એ પૂછ્યું આ નાસ્તા વિષે તો તે કશું બોલ્યા વગર જ જતો રહયો. ત્યાં પર્વ એ જ જોરથી પૂછ્યું,“કોણે આ નાસ્તો અહી રખાવ્યો છે?”

“અમે રખાવ્યો છે.”પાછળથી આવાજ આવ્યો. બધાનું ધ્યાન તે તરફ દોરાયું.તે તરફ વિવાન અને અભય ઊભા હતાં.

“વિવાન આ નાસ્તો અહી રખાવવાનો શો મતલબ છે?”
આચલ એ દુઃખી સ્વરે પૂછ્યું.તેને વિવાનની આ હરકત જરા પણ નહોતી ગમી.

“નાસ્તો ખાવા માટે હોય છે.એટલે તમારા બધાના ખાવા માટે મે ઓર્ડર કર્યો છે.”

“પણ અમારે નથી ખાવું.”કામ્યા તરત બોલી.તેની આંખોમાં અત્યારે અંગારા વરસતા હતાં.વિવાન અને અભય ખુરશી લઈને ત્યાં ટેબલ પાસે બેસી ગયા. અભય એ બધાને શાંત થવા કહ્યું અને વિવાન ની વાત એક વાર ધ્યાનથી સાંભળવા અને વિચારવા કહ્યું. તેથી બધા શાંત થઈ ગયા.

“જુઓ મને ખબર છે તમે બધા અત્યારે દુઃખમાં છો.તમે તમારા મિત્રોને ગુમાવ્યા છે પણ શું તમારા ભુખ્યા રહેવાથી
કોઈ પાછું આવવા નું છે? જો પાછા આવતા હોય તો જરૂર તમે નહિ ખાતા.આમ ભુખ્યા રહેશો તો કેવી રીતે એના કાતીલ ને શોધશો?” વિવાનએ કહ્યું. આ સાંભળી બધાને આ વાત થોડી બરાબર લાગી.

“પણ આપણને ખબર જ તો છે કાતીલ સત્યવાન છે એમ!” પીહુ એ કહ્યું.

“ના પીહુ! મને અને વિવાનને સત્યવાન કાતીલ નથી લાગી રહ્યો.ભલે બધા મર્ડર ની રીત સત્યવાનએ કર્યા હતાં એવી જ છે.પણ આ એક કારણ સર આપણે સત્યવાનને ગુનેગાર ના મની શકીએ. આપણે બધા પાસાઓ ધ્યાન માં રાખવા જોવે.” અભય બોલ્યો.

“પણ જો સત્યવાન ખૂની નથી તો કોણ છે? અને તમને એવું કેમ લાગે છે કે સત્યવાન કાતીલ નથી?” આચલએ પૂછ્યું.

“કારણ જો સત્યવાન ખૂની હોત તો અત્યાર સુધી તમે લોકો જીવિત ના રહ્યાં હોત.કાતીલ કોણ છે એ મને નથી ખબર પણ હું એને જરૂર શોધીશ.” વિવાન દ્રઢ નિર્ણય કરતા બોલ્યો.

“જો તને એવું લાગે છે કે કાતીલ સત્યવાન નથી અને આપણે બીજા પહેલું પણ વિચારવા જોવે તો હું પણ તારી સાથે છું.”આચલ બોલી

“અમે પણ.” બધા એક સાથે બોલી ઉઠ્યા.

“તો શું વાતો ચાલી રહી છે દુઃખીઆત્માઓ...” એક ભારે અવાજ બધાને સંભળાયો.બધાએ જોયું તો તે અવાજ પ્રકાશ નો હતો. પ્રકાશ પણ રોકી જેવો જ નફ્ફટ માણસ હતો. ના તો તેને ભણવાની ચિંતા હતી કે ના તો તેને પૈસા કમાવવાનું ટેન્શન. એટલે બસ કોલેજ માં ફક્ત મસ્તી માટે જ આવતો હતો.

“તારે શું પંચાત છે?” આચલએ કહ્યું.

“પંચાત માં મને કોઈ રસ નથી.પણ તારામાં છે.બોલ આવીશ આજે ડીનર પર મારી સાથે?”આટલું બોલી પ્રકાશ એ ખુંધુ હસ્યું.ત્યાં જ તેના ગાલ પર સણસણતો તમાચો પડ્યો. પ્રકાશ આ માટે બિલકુલ તૈયાર ના હોવાથી તે થોડો પાછળ ધકેલાઈ ગયો. આ તમાચો આચલએ માર્યો હતો.

“તારી તો....”તે આગળ આવતો જ હોય છે ત્યાં વિવાન વચ્ચે આવ્યો અને તેનો કોલર પકડી લીધો.

“આહિયાં જ રુકી જા.અને એની સાથે બીજી વાર આવી રીતે વાત કરવાનું વિચારતો પણ નહીં સમજ્યો.આ લાસ્ટ વોર્નીગ છે. બીજીવાર નહીં સમજવું.” એટલું કહેતાં જ વિવાન એ તેનો કોલર છોડ્યો અને બધા સાથે બહાર નીકળી ગયા.

“ચલો આપડે મારા ઘરે જઈ ત્યાં કંઇક વિચારીએ.” વિવાન એ કહ્યું.

“ના વિવાન આપણે અહીંયા જ એક કોફી શોપ છે ત્યાં જઈ એ. કારણ વગર તમારે એ કાતિલની નજર માં આવવાની જરૂર નથી. આપણને નથી ખબર પણ કદાચ આપણા પર નજર રાખવામાં આવી રહી હોય.” આચલ એ ચિંતિત સ્વરે કહ્યું.

“હા! મને પણ આચલની વાત બરાબર લાગે છે. આપણે એ કોફિશોપ પર જ જઇએ.” પીહુ એ વાતમાં સહમતી દર્શાવી એટલે બધા પાસે આવેલી કોફીશોપમાં ગયા.
અભય એ બધા માટે ઓર્ડર આપ્યો અને બધાએ વાત શરૂ કરી.

“તો વિવાન હવે તારો શું કરવાનો વિચાર છે?”

“જુઓ આપણે એમ માનીએ કે કાતિલ સત્યવાન નથી તો બીજું કોણ હોઈ શકે? એ આપણે શોધવાનું છે. તમે લોકો યાદ કરવાની કોશિષ કરો કે જ્યારે તમે સત્યવાનને પકડાવ્યો હતો ત્યારે બીજું એવું કોઈ હતું જેને આ વિષે જાણકારી હોય? અથવા તો હમણાં કોઈ એવું છે જેમના પર તમને શક હોય?”

“ના યાર એવું તો કંઈ જ યાદ નથી.તું એજ સવાલ કેમ પૂછે છે જે ઇન્સ્પેક્ટર અજયએ પૂછ્યા હતાં?”

“પીહુ એ એટલે પૂછે છે કારણ એવું બની શકે કે એ સમયે આપણને કંઈ યાદ ના આવ્યું હોઈ અને અત્યારે આપણે શાંત છીએ તો કદાચ યાદ આવી જાય.” આચલ પીહુને સમજાવતાં બોલી.

“મને લાગે છે આપણે આ વાત પહેલા ડિટેક્ટવ રોયને કરવી જોવે. કદાચ તેઓ કોઈ મદદ કરી શકે.” અભયએ સુજાવ આપ્યો.

“હા,મને પણ આ બરાબર લાગે છે.તેઓ જરૂર કોઈ મદદ કરશે.આપણે જલ્દી તેમની પાસે જવું જોવે.”પર્વ એ કહ્યું અને બધા ડિટેક્ટવ રોય પાસે જવા નીકળી પડે છે.

***

શું ડિટેક્ટવ રોય અને બધા મળીને ઉકેલ લાવશે આ કેસનો? શું પ્રકાશ લેશે પોતાના અપમાન નો બદલો?

જાણવા માટે વાંચતાં રહો.....