Love the drenching rain books and stories free download online pdf in Gujarati

ભીંજવતા વરસાદનો પ્રેમ

અરે...દયા કેમ એટલી બધી ધ્રુજી રહી છે.શું થયું એમ રેશ્મા એની નાની બહેને દયા ને પૂછ્યું?


દયા કહે; રેશ્મા તું જોતી નથી હું ખૂબ ભીંજાઈ ગયી છું.આ ઘનગોળ વાદળો ..અને કડાકા..ભડાકા સાથે વરસતો વરસાદ અને હું કૉલેજથી આવતાં આપણી મમ્મી એ કહ્યું હતું કે મીતાકાકીને દુકાને સાડી મે ઇન્ટર્લોક કરવા મૂકી છે તો ત્યાંથી લેતી આવજે..એ લેવા ગયેલી.


" અરે પણ તું મને હાલ કહે છે કે કેટલા ઘનગોળ વાદળ અને વરસાદ છે.તો તને ના દેખાયો"

" પણ હું બસમાંથી ઉતરી ત્યારે વાદળો એટલા ઘેરાયેલા નહોતા"

" સારું હવે બોલ મમ્મીની સાડી લાવી છે"

" જેવો હાથ એની કોલેજની બેગમાં મૂક્યો તો સાડી તો હતી નહિ,એ વિચારમાં પડી ગઈ." તરત વિચાર આવ્યો કે રસ્તામાં ભીંજવતા મે દીપકને એ વખતે સાડી પકડવા આપી હતી" હું રેશ્માને શું કહું!

અરે ..યાર મમ્મીની સાડી લાવી...

" અરે રેશ્મા તું ઊભી રહે..હું આમેય પલળી છું હાલ લઈને આવીશ...એમ કરતો તે દયા ત્યાંથી નીકળી..

" રેશ્મા ના કહેતી રહી,અને દયા નીકળી ગયી..

" વરસાદ એટલો વધી ગયો કે ,માંડ માંડ એ દીપકને ત્યાં પહોંચી..


દીપકને ત્યાં કોઈ હાજર નહોતું ,દીપકને થયું કે; નક્કી દયા તેની મ્મમીની સાડી લેવા આવી છે.

દીપક તરત દયાની સામે આવીને કહ્યું! હું તારી મમ્મીની સાડી કંઈ બીજાને આપી ના દેત. એમ કહી એ હસવા લાગ્યો..

દયા ખૂબ પલળેલી હતી,વાળમાં પાણીના બુંદ મોતીની જેમ ચમકી રહ્યા હતા,એનું યુવાન હદય ધડકી રહ્યું હતું.ત્યાં દીપકે હાથ પકડી પોતાના ઘર તરફ ખેચી લીધી.

" અરે ..દીપક રહેવા દે....

" દયા તને એક વાત કહું "

" તું જે કહેવાનો હોય તે જલ્દી કહે"
.
" દયા" I LOVE YOU" આપણે બંને કોલેજમાં સારા મિત્ર તો છીએ,પણ તેં મિત્રતા હું પ્રેમમાં બદલવા માગું છું."

" દયા શરમાઈ ગઈ "

" અરે ..તું કંઇક તો બોલ"


" આ વરસાદ એ તો મને ભીંજવી નાખી પણ દિલથી સંપૂર્ણ તે મને ભીંજવી નાખી "

' દયા તારી '"હા " જ સમજુ ને!

" યાદ રાખજે આ ભીંજવતા વરસાદમાં આપણે દિલથી એકબીજાને દિલ સોંપી રહ્યા છીએ જરા ધ્યાન રાખજે"

" દયા એની ચિંતા ના કર,આ દીપક તારા માટે સર્જાયો છે" લે સાડી હવે વરસાદ રોકાઈ ગયો છે ,તું તારા ઘેર જા નહીતર હમણાં તારી બેન રશ્મિ આવીને તને અને મને હચમચાવી દે છે"

' સારું .. સારું..હું જાઉં છું.કાલે કોલેજ માં મળીએ..


(રેશ્માએ દૂરથી એની બહેન દયાને જોઈને મનમાં થયું કે અને રેશ્મા એટલી નાચતી કૂદતી કેમ આવી રહી છે.)

રેશ્માએ કહ્યું; અરે દયા તું સાડી લેવા ગઈ હતી કે બનાવવા અરે આ વરસાદમાં કેમ ફરી પાછી ગઈ હતી.

" અરે રેશ્મા તને ખબર છે ને કે,મમ્મીને એ સાડી પહેરીને આપણા મામાને ત્યાં જવાનું છે.એમની દીકરીની સગાઈમાં એટલે..'

" સારું હવે..પણ તું આટલી ખુશ કેમ છે

" કંઈ નહિ ...તું હવે તારું કામ કર..હું કપડાં બદલી રસોઈ બનાવી દઉં.મમ્મી પણ હવે ઘેર આવવાની તૈયારી છે.'"

દયાની મમ્મી એક નાનો ઉદ્યોગ ચલાવતી હતી .દયાના પિતા વિદેશ હતા એટલે ઘરમાં ત્રણ જણનો પરિવાર હતો.ભાઈ હતો નહિ.ફક્ત બે બહેનો હતી.


રેશ્માએ દયાને કહ્યું; રહેવા દે હું રસોઈ કરી લઈશ.તું તારા ભણવામાં ધ્યાન રાખ.મારે તો હજી અગિયારમા ધોરણમાં છું એટલે વધુ મહેનતની જરૂર નથી.

" રેશ્માં તું ખરેખર મારી લાડકવાયી બેન છે.કેટલું સમજે છે.'

" હવે મશકા મારવાનું બંધ કર રોજ આ વાક્ય તું બોલીને મને બધું કામ કરાવી લે છે ."

' દયા કપડાં બદલીને વાંચવા બેઠી ત્યાં ભીંજવતા વરસાદમાં દીપકનો પ્રથમ સ્પર્શ એના હદયમાં ઝણઝણાટી ફેલાવી રહ્યો હતો.એના વિચારમાં તલ્લીન હતી.આંખો પુસ્તકમાં અને દિલ દીપક પાસે હતું"

થોડીવાર પછી તેની મમ્મી આવી એને જોયું તો થયું કે ,મારી દયા કેટલી મહેનત કરે છે.ભગવાન એને સારી નોકરી અપાવજે.


(રશ્મિ એની મમ્મી માટે પાણી લઈને આવી)
મમ્મી જોને...આ મોટી બેન બધું કામ મારી પાસે કરાવે છે...

" બેટા રશ્મિ એ તારી મોટીબેન છે.એટલે તું થોડુક વધુ કામ કરી લે એનો અફસોસ નહિ કરવાનો એને ભણવાનો સમય છે એટલે એને ભણવા દે તું કોલેજ આવીશ એટલે તને પણ હું એટલો ટાઈમ આપીશ.ચાલો હવે જમી લઈએ.

" કામ પતાવી બધા સૂઈ ગયા"

દયાને ઊંઘ નહોતી આવતી એને ફક્ત ભીંજાયેલી દીપક સાથે પ્રેમની મધુર પલ,અને દીપકના પ્રેમનો એકરાર યાદ કરી રહી હતી.ક્યારે દિવસ ઉગે અને દીપકને મળે.

સવાર પડી અને દયા lને જાણે આજે સોનેરી દિવસ ઊંગ્યો હોય તેવી ખુશી ચહેરા પર વરસતી હતી.બધા કામ પતાવીને ફટાફટ કોલેજ જવા નીકળી , રસ્તામાં ફક્ત એને દીપક સાથે ગઈ કાલે વરસાદ માં ભીંજાઈને પ્રેમમાં તરબોળ બની હતી તે યાદ કરતી હતી.બસ સ્ટોપ ઊભી રહી અને દીપક પણ આવી રહ્યો બંને સાથે બસમાં એક સીટ માં બેઠા બંને ચૂપ હતા અં તેમની આંખો એકબીજા સાથે ઘણી બધી વાતો કરતું હતું.બંને જણા આજે રોજ કરતા અલગ વર્તાઈ રહ્યા હતા.કોલેજ આવી બંને ક્લાસમાં ગોઠવાઈ ગયા હવે તો ક્લાસમાં પણ એકબીજા સામે નજર થયી જતી.દયાની મિત્ર અને દીપકના મિત્રો પણ એમના પ્રેમથી અજાણ ન રહ્યા.રોજનો નિત્યક્રમ બની ગયો.વરસાદની ઋતુ એટલે ઘણી વાર ભીંજાઈ જતા અને એકબીજા સાથે પ્રેમ ભર્યા આલિંગનમાં સમાઈ જતાં.

એક દિવસ મેહુલિયો પણ તેમની સાથે પ્રેમનો રસ લેવા આવ્યો .કૉલેજથી આવતાં એટલો વરસાદ પડ્યો કે મન મૂકીને મેહુલિયો વર્ષી પડ્યો બંને ખુબ ભીંજાઈ ગયા. દીપક અને દયા બંનેના હદયમાં પ્રેમની અગન જાણે ફૂટી રહી હતી.બંને જણા દીપકનું ઘર નજીક હતું ત્યાં ગયા.

દીપક કહે ;ચાલ મારે ત્યાં, હું તને વરસાદ રહી જાય પછી મૂકી જઈશ.દયા પણ એનું સાનિધ્ય ઈચ્છતી હતી એટલે એ દીપકના ઘરે ગઈ ,દિપકના મમ્મી ઘરે હતા નહીં, ફક્ત બંને જણા એકલા જ હતા. એક બાજુ મેહુલિયાની ગર્જના ,વરસાદ અને બંને જણા પ્રેમથી તરબોળ એકબીજામાં એવા સમાઈ ગયા કે એમને કોઈ ભાન ન રહ્યું અને બંને જણા તન અને મનથી એકબીજાના થઈ ગયા. વરસાદ તો રોકાઈ ગયો પરંતુ તેમની કરેલી ભૂલ એમને અંતરથી પસ્તાવો પ્રસરી રહી હતી .એકદમ દયા રડવા લાગી એને કહ્યું ;દીપક આપણે આજે ખૂબ ભાન ભૂલી ગયા આનું પરિણામ શું આવશે !એની મને ખબર નથી! પરંતુ મારા ઘરે મારી મમ્મી જાણશે તો એને હું શું કહીશ! ત્યારે દીપક એ કહ્યું; તું ચિંતા ન કર! વરસાદમાં ભીંજાયેલા પ્રેમનો સાક્ષી આ મેહુલિયો છે અને એની સાક્ષી મેં તને પ્રેમ કર્યો છે એનું જે કંઈ પરિણામ આવશે એમાં હું તારો પૂરેપૂરો ભાગીદાર બનીશ હું તને પૂરેપૂરી રીતે અપનાવીશ અને મારું વચન છે એમ દીપકે કહ્યું .

"મને તારી પર વિશ્વાસ છે પરંતુ આપણે બંને સંયમ રાખવા જેવો હતો. જે વસ્તુ લગ્ન પછી થવાની હતી એ પહેલા જ થઈ ગઈ અને આપણે યુવાનીના ઉંમરે આ ભાન ભૂલી ગયા. "

"પરંતુ દયા હવે જે થવાનું હતું એ થઈ ગયું ,ચલ હવે હું તને ઘરે મુકવા આવું એમ કહીને દિપક દયાને એના ઘરે મૂકવા ગયો.

દયાને જોઈને તેની મમ્મી કહેવા લાગી; દયા આજે તું કેમ ગભરાયેલી , બદલાયેલી લાગે છે? શું થયું છે? દીપક તને મૂકી ગયો અને વરસાદ પણ રોકાઈ ગયો છે તો ચિંતા કર્યા વગર કપડા બદલી દે અને દિપક તું ચા પીને જજે.

દીપકએ કહ્યું; ના કાકી હું ફરીવાર ક્યારેક ચા પીવા આવીશ એમ કહીને એ મોઢું નીચુ ઘાલીને નીકળી ગયો.


દયાને એને કરેલી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો પરંતુ કરે પણ શું ,કારણ કે જે મમ્મી -પપ્પા એ એના પર ભરોસો મૂક્યો હતો એ ભરોસો એનાથી તૂટી ચુક્યો હતો. પરંતુ એ કરે પણ શું !

એની નાની બહેન રશ્મિ પણ કહ્યું ;બેન તું આજે કેમ કંઈ બોલતી નથી આજે મારી સાથે તે કોઈ ચર્ચા પણ નથી કરી ઝઘડો પણ નથી કર્યો તે તારા ભાગનું બધું જ કામ કરી લીધું થયું છે શું કેમ આજે આટલી બદલાયેલી છે.

દયા એ કહ્યું ;રશ્મી કંઈ વાત નથી તું સુઈ જા. હું પણ સૂઈ જાઉં છું કારણકે એ રશ્મિને પણ કંઈ કહેવા માગતી નથી અંદરની અંદર મથામણ કરે જતી હતી પરંતુ એને એની મમ્મીનો વિશ્વાસ તોડ્યો હતો એનું પણ દુઃખ હતું એના પપ્પા વિદેશ હતા ઘણી મહેનત કરીને એના પપ્પા અને મમ્મી અને અભ્યાસ કરાવી રહ્યા હતા. પરંતુ યુવાનીની ઉંમર જ એવી છે કે કયા! ક્યારે !કઈ રીતે !કઈ ખોટું કરાવી જાય !એનું એને ભાન રહેતું નથી.


આખી રાત વિચાર કરતી જાગતી રહી,બીજા દિવસે દીપક મળ્યો ત્યારે એની સામે જોવાને બદલે એ ચૂપ રહી ,પ્રેમ તો દિલમાં ઘણો હતો પણ ચૂપ હતી.

દીપક કહે; ગઈ કાલે જે બન્યું એ યાદ ના કરીશ હું તારી સાથે છું.

" અરે દીપક પણ મને ખૂબ પસ્તાવો થાય છે"

ધીમે ધીમે સમય જતા દીપકે સમજાવ્યું એટલે ભૂલવાની કોશિક કરવા લાગી.

સમય નીકળી રહ્યો હતો એક દિવસ એ એની મમ્મી અને રશ્મિ સાથે જમવા બેઠી અને ખૂબ ઊલટી થવા લાગી ત્યારે તરત એની મમ્મીએ દવા આપી પણ દરરોજ ઊલટી ,ઉબકા આવતા એની મમ્મી સમજી ગઈ.એને એક ઓરડામાં પોતાની દીકરી દયાને લઇ ગયી અને બધું પૂછી લીધું.ત્યારે એની મમ્મી ના પગથી ધરતી જાણે મારગ આપે તો સમાઈ જવું એ રીતે થયું એની આંખોમાંથી આંશુ આવી ગયા.

" દયાની મમ્મી કહે: "બેટા" તારા પિતાજી વિદેશમાં છે અને મેં તને ભણવા માટે કોલેજ મોકલી હતી અને તે કેટલી મોટી ભૂલ કરી છે એની તને ખબર છે!"

"દયા કહે; મમ્મી હું જાણું છું મને ખૂબ જ પસ્તાવો છે પરંતુ યુવાનીની જોશમાં મારાથી વરસાદમાં ભીંજાતા દીપકના ઘરે જવાનું થયું એના ઘરે કોઈ નહોતું અને આટલી મોટી ભૂલ થઈ ગઈ છે એ વખતે હું ભાન ભૂલી ગઈ અને દીપક પણ ભાન ભૂલી ગયો. મમ્મી મને માફ કરી દે"

"બેટા" આપણે સમાજમાં રહીએ છીએ "બેટા" લોકો જાણશે તો કેવી વાતો કરશે! લોકો એમ જ કહે છે કે એના પિતાજી વિદેશ છે અને એની "મા" એ કંઈ પણ ધ્યાન રાખ્યું નથી .ખરેખર આમાં અમે "મા "તરીકેની દરેક ફરજ પૂરી કરીએ છીએ પરંતુ ક્યાં ઉણપ રહી જાય છે એની ખબર પડતી નથી "બેટા "મારી ઉણપ ક્યાં રહી ગઈ તે આવો પગલું કેમ ભર્યું તને તો ખબર છે કે મારે તને ભણાવી ગણાવીને ઊંચો હોદા પર બેસાડવી હતી અને તે આજે એવી રીતે મારા નામને દાગ આપી દીધો"

"મમ્મી માફ કરી દે"


" બેટા" તે ભૂલ તો કરી છે,પણ તારી આ ભૂલ ને હવે દીપક સાથે લગ્ન કરાવી દઉં ત્યારે જ સુધરે" તું ચાલ અત્યારે મારી સાથે"

'બંને દીપકના ઘેર આવી ગયા,દીપક તેમને જોઈને ગભરાઈ ગયો"

'દયાની મમ્મી એ દીપકના મમ્મી ને બધી વાત કરી ત્યારે તેમણે કહ્યું; આ વાત ખોટી છે મારો દીપક ક્યારે એવી રીતે મારા નામ પર ડાઘ લગાડે નહિ "

" દીપકના મમ્મી એ દીપકને એમના દેખતા પૂછ્યું; શું દયા સાથે તે કોઈ ખોટું કર્યું છે?

" દીપકે કહ્યું; ના મમ્મી મે એવું કઈ કર્યું નથી.દીપક જૂઠી રીતે બોલીને એની મમ્મીને સમજાવી દીધી."

દયા ત્યાં બેભાન થઈ ગયી.પરંતુ દયાની મમ્મી હિંમત હારી જાય તેવી નહોતી.એને ત્યાં દીપકને બે લાફા મારીને કહ્યું: હું ડી.એન એ ટેસ્ટ કરાવીશ અને તને સજા અપાવીશ.

દયા કહે; દીપક તે મારી સાથે દગો કર્યો મે તને ભીંજાતા વરસાદની સાક્ષીએ મારું તન,મન સોંપી દીધું.અને ખરા મનથી મે તને પ્રેમ કર્યો અને તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો." એકબાજુ એનું મન દીપક વિશ્વાસઘાત કરે તેવો નથી એમ કહેતું.પણ છતાં હદય રડી રહ્યું હતું.

દયાની મમ્મી કહે: બેટા એટલે તો અમે તમને કહીએ છીએ કે કોઈ પણ વાતમાં આવીને છોકરા સાથે નજીક ના જવું.અત્યારે તારો ઉપયોગ થયો અને તને ખબર ન પડી.

દીપકને લગ્ન માટે દયાની મમ્મી એ ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહિ

દયા અને તેની મમ્મી ઘેર આવ્યા અને દયાની મમ્મી એ નક્કી કર્યું કે દીપક પર કેશ કરીને જેલ ના સળિયા પાછળ ઘક્રલી દેવો.
દયા રડી રડીને અડધી થયી રહી હતી એના પપ્પા વિદેશ હતા એટલે ત્યાં પણ વાત થાય તેમ ના હતી.


દયા પોલીસ સ્ટેશન જવા માગતી નહતી. પરંતુ એની મમ્મી આગળ લાચાર હતી.એને દીપક પર ગુસ્સો હતો અને બીજી તરફ મન માનતું નહોતું કે દીપક બદલાઈ જાય,
દયાની મમ્મી દયાને લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા ત્યાં દયાની મિત્ર શલોની મળી તેના હાથમાં દવા હતી.એને જોઈને દયા એ પૂછ્યું આ તારા હાથમાં કોની દવા છે.'

શલોની એ કહ્યું ;દીપકની દવા છે.

દયાની મમ્મી અને દયા તે સાંભળી ચમકી ગયા

અરે ..એને શું થયું છે.એને મારી દીકરીની જીંદગી બગાડી .લોકો કેટલા મેણા ટોણા મારે છે અને મારી દીકરીની જિંદગી બગાડી એટલા માટે અમે બંને પોલીસ સ્ટેશનને જઈને એને હંમેશને માટે જેલના સળિયા પાછળ ઘકેલવા માગીએ છીએ"

"શલોનીએ કહ્યું; દયા તું અને તારી મમ્મી એક વખત મારી વાત સાંભળો, દિપક તને ખૂબ જ પ્રેમ કરે છે. એ પણ હું જાણું છું દિપક તારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે.? એક વાર મારી વાત સાંભળો.

દયાની મમ્મી કહે; મારી દીકરીની જિંદગી બગાડી હવે હું એના વિશે કંઈ પણ સાંભળવા માગતી નથી એને તો હું સજા અપાવીને જ રહીશ"

દયા એક વખત શલોની વાત સાંભળી લઈએ મારી મન દીપક મને વિશ્વાસઘાત કરે તે માનતું નથી.

દયાની મમ્મી કહે; બોલ સલોની જે કહેવું હોય તે કહી દે.

"કાકી તમે જે કરવા કઈ રહ્યા છો તે ખોટું છે.દીપકને દયા સાથે લગ્ન કરવા હતા પરંતુ કેમ ના પાડી તે હું તમને કહું.દીપકને બંને કિડની ફેલ છે અને આ એની જ દવા છે એની કિડની ફેલ હોવાથી એને તારા પ્રેમનો અનાદર કર્યો છે .સાચું કહું છું, કાકી દીપક એને ખરેખર ખૂબ જ પ્રેમ કરતો હતો. પરંતુ અચાનક જ એક જ અઠવાડિયામાં એ બીમાર પડ્યો અને એનો રિપોર્ટ બંને કિડની ફેલ નો આવ્યો અને આ એનો રિપોર્ટે છે મારી પાસે જ છે અને આ દવા છે. દિપકની મમ્મીને પણ ખબર જ છે કે, દયા અને દીપક બંને પ્રેમ કરે છે પરંતુ બંને કિડની ફેલ થવાથી એ બંને જણાએ તમને એમની રીતે વાત કરીને અલગ કરી દીધા .

ત્યાં ને ત્યાં દયા રડવા લાગી અરે મમ્મી,! ખરેખર હું તને કહેતી હતી કે; દીપક એવો છોકરો નથી એ મને ખરેખર ખૂબ જ પ્રેમ કરે છે. .

ત્યારે દયાની મમ્મી એ કહ્યું ;હાલ ને હાલ તું ચલ પાછા દિપકના ઘરે જઈએ એમ કહીને બંને જણા એના ઘરે ગયા .

દીપકની મમ્મી અને દીપક બંને જણા બેઠા હતા દીપકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા એક બાજુ એની મમ્મી ઉદાસ બેઠી હતી .

દયાની મમ્મીએ કહ્યું ;દીપક તારે બંને કિડની ફેલ છે તે પહેલા વાત કરી હોત તો...

દયાએ કહ્યું; મમ્મી આનો ઈલાજ મારી પાસે છે. હું દિપકને છે જીવાડવા માગું છું એને ખોવા નથી માગતી .મારી પણ એને સમજવામાં ભૂલ થઈ મારા પ્રેમ કરતા દિપકનો પ્રેમ જીતી ગયો. મમ્મી હું મારી કિડની દીપકને આપીને એને જીવાડવા માગું છું.

દયાની મમ્મી કહે; બેટા તું પ્રેગનેટ છે એટલે તું કેવી રીતે આપી શકે?

એમ વાત કરતા હતા ત્યાં રશ્મિ આવી અને કહ્યું; મમ્મી હું દયાની જીંદગી સફળ થયી જતી હોય તો મારી એક કિડની આપવા તૈયાર છું.

દીપકની માં કહે; બેટા હું પોતે કિડની આપવા લાયક નથી કારણકે મને ડાયાબિટીસ છે નહીતર હું આપી દેત.

દીપક કહે; રશ્મી તારી જિંદગી બગાડવાનો મારો કોઈ હક નથી મને મારા હાલ પર છોડી દે"

રશ્મિ કહે; દીપક મારી બેન અને તેના આવનાર ભાણેજ માટે આપીશ .

દયાએ કહ્યું ; હું જ મારી કિડની આપીશ .કોઈએ આપવાની જરૂર નથી.હું તારી જીંદગી એક કિડની પર ચાલે તેવું ઈચ્છતી નથી.

જેમ તેમ કરીને રશ્મિને સમજાવી .

દયા ડોક્ટર પાસે ગઈ અને કહ્યું; હું મારી કિડની આપવા માગું છું.પરંતુ પ્રેગન્ટ છું તો આપી શકું!

ડોક્ટર એ કીધું કે કિડની તો આપી શકશો પણ બાળકના જન્મ પછી ..

દયા એ કીધું ;દીપકની કિડની ક્યાં સુધી કામ કરી શકશે.

ડોક્ટર કહે; દવા પર અમે દસ મહિના સુધી વાંધો નહિ આવે.

દયાએ કહ્યું ;હું બાળકના જન્મ પછી તરત મારી કિડની આપીશ ,અત્યારે મેચ થાય કે નહિ તે ચેક કરી લો.

ડોક્ટરએ ચેક કરીને કીધું ;તમે કિડની આપી શકશો.

દયાના અને દીપકના મમ્મી એ ત્યારે એકજ નિર્ણય લઈ લીધો કે બંને ના લગ્ન કરાવી દેવા .
તરત કોર્ટ દ્વારા બંને ના લગ્ન કરાવી દીધા.

સમય જતાં દયા એ દિકરાનો જન્મ આપ્યો . અહી દીપકની તબિયત બગડવા લાગી.

દયા એના બાળકને એની મમ્મીને સોંપીને તરત દીપક સાથે દવાખાને લઈ જઈને એની એક કિડની આપી દીધી.

દયા કમજોર હતી પણ તેનો પ્રેમ મજબૂત હતો એટલે દીપકને કિડની મેચ થયી જતાં એને ફરી જીવત દાન મળી ગયું.



ધીમે ધીમે દીપક સાજો થયી ગયો અને દવાખાને થી ઘરે લાવી દીધો .

સમય વહેતો થયો અને દીપક અને દયા એક થયા.એક દિવસે દીપકે કહ્યું: દયા ખરેખર વરસાદમાં ભીંજાઈને કરેલો પ્રેમ,અને તેની સાક્ષીએ મળેલ તન એક થયી ને રહ્યા સાચા પ્રેમને કારણે મને તારા કારણે જીવત દાન મળ્યું.

સમય જતાં દયાના પિતાજી આવ્યા ,આખું કુટુંબ ખુશ થયી ગયું.દયાના પિતાને બધી વાત કરી ,એમને જાણ્યા પછી એમને પણ તેમને સ્વીકારી લીધા.

આખરે ભીંજાયેલા વરસતા વરસાદમાં કરેલો પ્રેમ આખરે સફળ થયી ગયો.

દીપકની મમ્મી ખુશ થઈ ગઈ અને કહ્યું! ખરેખર તમારા જેવા એકબીજાને ચાહનારા ભાગ્ય જ મળી રહેશે .એકબીજાને જીવતદાન દેનાર પ્રેમ ભાગ્યશાળી ને મળે છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED