Unfaithful books and stories free download online pdf in Gujarati

બેવફા

.સરિતા અને સાગર ખૂબ જ પ્રેમ કરતા હતા.પણઅચાનક એક દિવસ સરિતા હોટલમાં સાગર ને મળવા બોલાવ્યો.અને સાગર ને પાસે જઈને સરિતા બોલી; સાગર. ...હદ થઈ ગઈ.. હું તને ખૂબ જ નફરત કરું છું. હું તારો ચહેરો જોવા પણ માગતી નથી. તું ચાલ્યો જા અહી થી.. ફરી તું મને અહી તારું મોઢું બતાવવા ના આવતો.. I hate you..... સરિતા ખૂબ જ રડવા લાગી....

સાગર કહે; તું મને હોટલ માં બોલાવી ને મારું અપમાન કેમ કરી રહી છે...અને રડે પણ કેમ છે...

સરિતા બોલી; તું પોતે જાણે છે..અને મને પૂછે છે.... હું તને ખૂબ જ નફરત કરું છું.તું હવે મારી જીંદગી માં ક્યારેય મને મળતો નહિ.

સાગર કહે; પણ .....

સરિતા એ સાગર ને ગાલ પર બે તમાચા લગાવીને સડસડાટ ચાલતી થઈ ગઈ. અને રડતા રડતા સાગર ને કહેતી ગઈ તે મારી સાથે કર્યું એવી બીજી કોઈ સ્ત્રી સાથે ના કરતો.. કારણકે મારા દિલની વેદના હું જાઉં છું હું નથી કે બીજી સ્ત્રીને પણ આવી વેદના થાય. સરિતા ચાલી નીકળી

સાગર બોલ્યો; પણ ઊભી રહે અને વાત તો કર..એક બાજુ ગાલ પર તમાચો.અને બીજી બાજુ પ્રેમરૂપી તમાચો......સાગર ચૂપચાપ ચાલી નીકળ્યો...

સરિતા ઘરે આવી ને ખૂબ રડતી હતી.તેની આંખો લાલ ગુમ થઈ ગયી હતી.એની મમ્મી એ પૂછ્યું કે બેટા કેમ રડે છે.

સરિતા એ કહ્યું મમ્મી મને પેટમાં દુખે છે.મારે આરામ કરવો છે.સરિતા ના મમ્મી કહે હુ લીંબુ પાણી લાવું છું.તું તારી રૂમ માં જા...


એટલામાં રશ્મિ આવી....અને સરિતા ના મમ્મીને પૂછ્યું માસી સરિતા ક્યાં છે. સારી તને મમ્મીએ કહ્યું; બેટા એના રૂમમાં છે. એક કામ કર ને તો લીંબુપાણી પણ લઈ જા ને એને પેટમાં દુખે છે. રશ્મી કઈ લાવ માસીન હું આપી આવું, અને એને મળતી પણ આવું.

રશ્મિ લીંબુનો ગ્લાસ લઈને સરિતા ના રૂમ માં ગઈ તેને જોઈ તો સરિતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. રડી રડીને ઓશીકાને કિનાર પણ ભીની કરી નાખી હતી એ ડૂસકાં ભરીને રડતી હતી એને રસિક ને જોઈ તો સરિતા રશ્મિને ભેટીને ચોધાર આંસુઓ રડવા લાગી.


રશ્મિ ની બોલી સરિતા કેમ રડે છે? શું થયું! એ તો મને કહે; તું તો કેટલી ખુશખુશાલ રહેતી હતી. અમે તો તારી આંખો માં આંસુ જોયા પણ નહોતા. અને તે આજે તો આંસુનો ધોધ વહેવાહી રહી છે.

સરિતા રશ્મિ ને કહે ;શું કહું છું!!! તને મારી દિલ ના ટુકડે ,ટુકડા થઈ ગયા છે. મારું દિલ આજે તૂટી ગયું છે ....મને એમ થાય છે કે, હું આત્મહત્યા કરી લવું....

રશ્મી બોલી પણ તું માંડીને વાત કરે તો, મને ખબર પડે ને ,!!આખરે મામલો શું છે? સાગર ની બાબતમાં પ્રશ્ન છે !!.તું દિલ ખોલીને વાત કર, તારું દિલ હળવું થશે તો ,તારું મન પણ હળવું થશે ,આવી રીતે મનમાં દુઃખી ના થઈશ.હું તારી મિત્ર છું. હું તારી સુખ, દુઃખ કોઈ પણ વસ્તુ હશે તો ,સાથ આપીશ, પણ તું મને માંડીને વાત કર..


સરિતાએ રશ્મી ને કહ્યું; રશ્મી મે સાગર ને ખુબ જ પ્રેમ કર્યો હતો તને પણ ખબર છે!!મે મારી જાત કરતા પણ સાગર ખૂબ ચાહ્યો હતો. ડગલે ને પગલે હું એની ચિંતા કરતી હતી અને મને એમ હતું કે દુનિયામાં સર્વ મારુ સાગર જ છે. રશ્મિ મારું સપનું તૂટી ગયું એક કાચ તૂટે અને એના ટુકડા થઈ જાય, એટલા ટુકડા મારા દિલના થઈ ગયા છે.

રશ્મિ કહે; પણ સાગર તો તને ખૂબ પ્રેમ કરતો હતો અને હજુ પણ મને એવું લાગે છે કે સાગર તને ખૂબ પ્રેમ કરે છે તો આટલી બધી નફરત કેમ કરતી થઈ ગઈ મને તુ વાત કરે તો ખબર પડે

સરિતા બોલી; રશ્મિ સાગર ના જીવનમાં કોઈ બીજી સ્ત્રી નું આગમન થયું છે!!

રશ્મિ બોલી : પણ તને કેવી રીતે ખબર પડી,!!!

સરિતા બોલી; મને ગઇ કાલે ખબર પડી.


રશ્મિ એ કીધું કેવી રીતે???

મારી કંપનીમાં એક પ્રગતિ કરી ને મારી એક મિત્ર છે .એની જોડે હું ટિફિન રોજ બપોરે જમતી અને વાતો કરતી, હું સાગર ની પણ વાતો કરતી.અને પ્રગતિ તેના ફ્રેન્ડ રોહન ની.પણ ....


રશ્મિ બોલી ; પણ શું!!!!

સરિતા બોલી; સાગર અને રોહન બંને એક જ છે.

રશ્મિ બોલી તને કેવી રીતે ખબર પડી.

સરિતા બોલી; મે સાગર ને એક સોનાનું પેન્ડલ આપ્યું હતું.તે મે પ્રગતિ ના ચેનમાં પહેરેલું જોયું.અને મે પૂછી લીધું.


રશ્મિ કહે; પણ પેન્ડલ એક જેવા ઘણા હોય એમાં શંકા ના કરી શકીએ..


સરિતા બોલી; હું એટલી બુદ્ધિ વગર ની નથી , જાઉં છું કે પેન્ડલ એક જેવા હોય પણ બંને વ્યક્તિ નો ફોટો એક જુઓ તો ન જ હોય ને!!!

રશ્મિ કહે,; એ સાચી વાત.

સરિતા એ કીધું કે પ્રગતિ તું મને તારા રોહન નો ફોટો બતાવ.તો એને નેનીતાલ બંને ફરવા ગયેલા તેના ફોટા બતાવ્યા.

રશ્મિ કહે! શું પ્રગતિ ઘરેથી એટલા દિવસ નીકળી શકી..કેવી રીતે!



સરિતા બોલી;, એ અહી એકલી છે.અને તેના મમ્મી, પપ્પા તેમના વતનમાં છે.એટલે જઈ શકે.


રશ્મિ હું પણ બે દિવસ તારું નામ દઈને ગયી હતી ને. સાપુતારા નહોતી જઈ આવી ,સાગર જોડે....



રશ્મિ બોલી: પછી શું થયું...

સરિતા બોલી;મે પ્રગતિને કંઈ ન કીધું પણ મારા દિલમાં મોટો ધ્રાસકો પડ્યો.ત્યાં મારું દિલ ભરાઈ ગયું.હું ટોયલેટ માં જઈને રડી આવી. રશ્મિ હું અડધી રજા લઈ ને ઘરે આવી ગયી.કારણકે મારા. આંસુ રોકાતા નહોતા.અને સીધી મારા રૂમ માં જઈ ખૂબ રડી.મારી જાત. પ્રત્યે મને નફરત થયી કે મે માણસ ઓળખવામાં આવી ભૂલ કરી,સાવ નફ્ફટ માણસ ને મે પ્રેમ કર્યો.


રશ્મિ એ કીધું.સરિતા ભૂલ થયી છે.તો સુધારી લેવાની.

સરિતા કહે; આત્મવિશ્વાસ અને સ્વમાન ને ખૂબ ઠેસ પહોચી છે.


રશ્મિ કહે;પણ તું સાગર ને કેમ ઓળખી ના શકી!!!

સરિતા કહે; સાગર ની ખાસિયત છે.કે એ જ્યારે મારી સાથે હોય ત્યારે મને લાગતું નહોતું કે એના જીવનમાં બીજી સ્ત્રી આવી હસે.અને વાતો કેવી કરતો કે,સરિતા હું તારા વિના જીવી ન શકું! તું મારી જીંદગી. ......ઘણું બધું


રશ્મિ કહે! સ્ત્રીઓ ભોળી હોય છે એમને સહેજ હૂંફ,અને લાગણી મળે એટલે ઢળી જાય.એ માણસ ને ઓળખવામાં થાપ ખાઈ જાય છે.

સરિતા કહે; પણ સાગર નો પ્રેમ કોઈની હું પાગલ બની ગયી હતી.પણ હું અત્યારે ખૂબ નફરત કરું છું.એનો ચહેરો યાદ કરતા મને ખૂબ નફરત થાય છે.

રશ્મિએ કીધું સાચી વાત છે કે,સ્ત્રી પ્રેમ કરે તો દિલ નીચોવીને અને નફરત કરેતો દિલ ફાડીને એની નફરત એટલી હોય કે ફરી પ્રણય માં પાછી ફરતી નથી.


સરિતાએ રશ્મિ ને કીધું કે મે આજે એને હોટલ માં મળવા બોલાવેલો કે એને કહું કે તે મારી સાથે દગો કેમ કર્યો પણ એને જોતાં પ્રગતિ યાદ આવી ગઈ અને બે તમાચા મારી ને આવી ગયી.મારી નફરત ખૂબ વધી ગયી છે

રશ્મિ કહે; તું પ્રગતિ ને આ બધી વાત કર અને બદલો લેને ..

સરિતા બોલી હુ નફરત ખૂબ કરું છું.પણ મારા સંસ્કાર એમ કહેછે.કે કોઈ માણસ આપણી જોડે ગમે તેવો વ્યવહાર કરે પણ આપણે એના જેવું નહિ થવાનું. મારા માં અને બાપ ના આ સંસ્કાર થકી હું કઈ કરવા નથી માગતી પણ પ્રગતિ ને ચેતવણી આપીશ કારણકે એનું એક દિવસ મારી જેમ દિલ ના તૂટી જાય.


સરિતા એ રશ્મિ ને કીધું તું ના આવી હોત તો હું આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરી દેત પણ મારા મનની બધી વાત તને કહેતા હું હવે મનની શાંતિ અનુભવી રહી છું.


રશ્મિ બોલી; તમારા જેવા લોકો આત્મહત્યા જેવું પગલું ભરીને પોતાની જાતને પૂરી કરો છો. પણ વિચાર્યું છે.કે તમારા ગયા પછી તમારા મા-બાપની વેદના શું હોય છે સમાજના લોકોએમને કેવા મેણા મારે છે .એ જીવતે જીવ મરી જાય છે. તમે તો મરીને તમારું અસ્તિત્વ પૂરું કરો છો ..પણ તેમની જીંદગી નું અસ્તિત્વ તો જીવતે જીવ મરી પરવારે છે. આત્મહત્યા જેવું પગલું ભરી ને તમારા પરિવાર ને કેટલી મુસીબત માં મૂકો છો.એ તમને નહિ સમજાય
સરિતા બોલી ; રશ્મિ તારી વાત સાચી જે માતા,પિતા એ કોઈ સ્વાર્થ વગર આપણને મમતા આપી તેમના પ્રેમને ના ભૂલી શકાય.
હું હવે આજથી નક્કી કરી લવું છું.કે સાગર ને મારા જીવનમાં થી ડિલીટ કરી ને નવી જીંદગી જીવવાનો પર્યન્ત કરીશ.બધાને તારા જેવી સખી મળે તો દરેક સમસ્યા દરેક સ્ત્રી ઉકેલી શકે રશ્મિ તારો ખૂબ આભાર
રશ્મિ કહે;." જાગ્યા ત્યાર થી સવાર"

નફરત ની દુનિયા છોડ કર પ્યાર કી દુનિયામેં ખુશ રહેના મેરે યાર.......


🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED