રોહન આજે ઝડપથી ઘેર આવ્યો,અને જુવે તો ઘરમાં કોઈ વસ્તુ ઠેકાણે નહિ,બધી જ વસ્તુ આડા અવળી હતી,એટલે એ સુનિતા પર ખિજાયો.અને બોલ્યો; થોડુક તો ઘરનું દયાન રાખો.
સુનિતા બોલી; પણ આજે જ આવી રીતે અસ્ત વ્યસ્ત છે આજે ચિરાગ એ જીદ પકડી કે નથી જમવું.બસ મારે બગીચામાં લપસણી ખવાં જવું છે. અને મે કીધું આપણે રવિવારે જઈશું.અને તેને ખિજાઈ ને બધુજ આડું અવળું કરી દીધું.હું હાલ જ બધું સીધું કરી દઉ છું.
એટલામાં એમની મમ્મી એટલેકે સુનીતાની સાસુ આવ્યા અને બોલ્યા બેટા ,એક દિવસ તું સુનિતાનુ કામ સંભાળ,અને સુનિતા રોહન તારું કામ સંભાળશે.
બંને પાત્રો ની અદલાબદલી કરી અને કામ કરવાનું નક્કી થયું.
સવાર પડી અને સુનિતા રૂટિન મુજબ રોહન ની કંપની માં જવા નીકળી.એને રોહન ને બૂમ મારીને કહ્યું; મારા માટે ટિફિન લાવો.રોહન કહે યાર થોડીક વાર હાલ પેક કરી દઉ.
સુનિતા, રોહન ની માફક બિલકુલ ગરમ ના થયી એને કહ્યું મારે ઉતાવળ નથી શાંતિ થી પેક કરી ને લાવો.ત્યાં જ રોહન ને પહેલી ભૂલ સમજાઈ કે હું કેટલો પાવર કરતો મારે હાલ ટિફિન જોઈએ અને એક સેકન્ડ વાર લાગે તો હું ગુસ્સે થયી જતો.
સોનાલી ઍક્ટિવા લઈ ને ઉપડી,તો રોહન બોલ્યો; ગાડી લઈ ને કંપનીમાં જઈશ તો, લોકો શું કહેશે!! કે કંપની ના માલિક એક્ટિવા લઈ ને આવે એ ના શોભે.
સોનાલી બોલી; આપણે શું લઈને જઈએ એના કરતા બચત કેટલી થાય તેના પર દયાન દોરીએ, અને આપણે આપણી પોઝિશન સાદાઈ થી જીવતા બતાવીએ ,તો એ વર્કર પણ આપણી નજીક આવશે.એમની જોડે કામ કેવી રીતે લેતા તે શીખીશું
રોહન ને બીજો બોધપાઠ મળ્યો,તેને યાદ આવ્યું કે તે વર્કર ની નજીક તો ગયો જ નથી.એને થયું મે હંમેશા એમની જોડે અપમાન થાય તેવું વર્તન પણ કર્યું છે એને આજે સોનાલી જોડે શીખવા મળ્યું.
સોનાલી નીકળી ગઈ.અને રોહન રસોડામાં ગયો.ત્યાં ચિરાગ આવ્યો પપ્પા મારે ઓનલાઇન ક્લાસ છે.મને લેપટોપ માં સેટ કરી દોને.
રોહન કહે ,; થોડી વાર,હું આ સબ્જી બનાવી ને કરું
ચિરાગ બોલ્યો ; પપ્પા ક્લાસમાં ટાઇમ પ્રમાણે સેટ થવાય.મમ્મી તો ક્યારેય ભૂલ નથી કરતી.ઉપર થી બે મિનિટ પહેલા બેસાડી દે છે.
રોહન ને થયું કે સોનાલી કેવી રીતે મેનેજ કરે છે.એ સમજાતું નથી. એટલામાં કરિયાણા વાળો બિલ લઈ ને આવ્યો.અને કહ્યું આ બોલ આપી દો અને વસ્તુ ચેક કરી દો.રોહન ને થયું કે એક બાજુ રસોઈ એક બાજુ ચિરાગ ના ક્લાસ બીજી બાજુ આ કરિયાણા વાળો.અને તરત ચિરાગ ની મમ્મી આવી અને બોલી; બેટા જોઈ લે ને મે મારા માટે મેથી મંગાવેલી તે આવી.રોહન કંટાળી ગયો હતો.તે રોહન ની મમ્મી જોઈ રહી હતી એ ધરેબતો મદદ કરતા પણ એમને સોનાલીનું મહત્વ જણાવવું હતું.
સોનાલી સાસુ ના ઉપાય રોહન જે સોનાલી જોડે વર્તન કરતો તે પસંદ ના આવતું એટલે કામની અદલાબદલી કરીને શીખ આપવા માગતા હતા.
હવે રોહન થોડુક કામ પતાવી ને હળવો ઠશિય ત્યાંજ પાછી ઈસ્ત્રી વાળી કપડાં લઈ ને આવી અને કહ્યું ક્યાં ગયા સોનાલી ભાભી આ કપડાં ગણી ને લઈ લો. રોહન તો કહ્યું લે આ પૈસા અને તું કપડાં મૂકી ને જા
એટલમા રોહન ની મમ્મી એટલે કે સોનાલી ના સાસુ ત્યાં આવ્યા અને કહ્યું બેટા તું ચિરાગ ને થોડુક રમવા લઈ જાં સોનાલી રોજ એને રમાડતી હતી.એટલામાં ચિરાગ આવ્યો પપ્પા ચાલોને..
રોહન કહે; પણ કામ બાકી છે.
રોહન ની મમ્મી કહે; એક કામ કર સોનાલી જોડે જાવ હું કામ પતાવી દઈશ.એમ કરીને સોનાલી કેટલી હોશિયાર અને કાબિલ છે.તે રોહન ને બતાવવા માંગતા હતા.
રોહન અને ચિરાગ બન્ને કંપની માં ગયા.અને દૂર થી જોયું તો સોનાલી વર્કર સાથે ખૂબ પ્રેમથી ટિફિન ખાતા જોઈને રોહનને ગુસ્સો આવ્યો,પણ તે કઈ બોલ્યો નહિ.બીજી તરફ બધા વર્કર ખૂબ ખુશ હતા.અને ટાઈમ પહેલા ટિફિન જમીને કામ કરવા લાગ્યા.અને કહ્યું સોનાલી દીદી આજે આપણો જે કોન્ટ્રાક્ટ છે.તે પૂરો કરીને ઘેર જઈશું.બધા વર્કર બોલ્યા; હા ચોક્કસ
સોનાલી એ બધા વર્કર ને મિટિંગ કરીને બોલાવ્યા,અને સોનાલી એ કહ્યું તમે અને હું એક માણસ છીએ.કોઈ નાનું કે મોટું નથી.અને પૈસા થી કઈ મોટા નથી થવાતું પણ માણસ તેના કર્મ થી મોટો થાય છે તમે જે કામ કરો તે નિષ્ઠા અને કર્મ થી કરો.અને હું તમારી માલિક નથી મારે પણ તમારી એટલી જરૂર છે ,જેટલી તમારે મારી જરૂર છે.એટલે કાલથી માલિક ,નોકર બંધ
એક માણસ છીએ અને માણસ બનીને એકબીજા ને મદદ કરીશું
રોહન જોઈ રહ્યો હતો ,તેને થયું કે ને કામ હું વર્ષોથી ના કરી શક્યો તે સોનાલીએ એક દિવસ માં કર્યું તેને સોનાલી તરફથી ત્રીજો પાઠ શીખવા મળ્યો,કે માણસ પૈસા થી નહિ તેના સ્વભાવ અને મહેનત થી નામ અને કામ બન્ને કમાઈ શકે છે.માટે હું હવે દયાન રાખીશ.
રોહન હવે સોનાલી જુવે તે પહેલા ઘેર આવી ગયો.
સોનાલી ઘરે આવી ગઈ .
રોહન એ પહેલાતો કંઈ બોલ્યા વીણા પાણી આપ્યું અને પછી ચા આપી.અને ધીમેથી કહ્યું કે હે નારી..તું. નારાયણી અને કહ્યું; નારી તું ક્યારેય ના હારી.
સોનાલી કહે; આજે તો દિમાગ ઓકે છે. તમને પહેલી વાર આટલા શાંત જોયા છે.
રોહનની માં બોલી; બેટા આ અદલાબદલી માં તેને તેના મગજની પણ અદલાબદલી કરી દીધી.એને એનું ગરમ મગજ ને એકદમ શાંતિ માં ફેરવી દીધું.એને અહેસાસ થયો તારી નારી શક્તિનો.
સોનાલી બોલી; બા તમારા જેવી સાસુ એક માં ના રૂપ માં મળે તો ભલભલા ના મગજ બદલાઈ જાય બા તમને દિલ થી વંદન
રોહન કહે; હે ...આજની નારી હું તારી કસોટી માં તો નાપાસ થયો.પણ તું જીતી ગઈ મને લાગ્યું કે સ્ત્રી ને ધન્યવાદ આપવા જોઈએ કેમકે,તેતો એક મશીનરી જેવું કામ કરે છે.મારા સવારના નાસ્તા થી સાંજના ડિનર,બાળકો,ઘરના સભ્યો તેમજ ઘરના બધાજ કામકાજ ખરેખર નારી ની શક્તિ ના દર્શન મને થયી ગયા. અને આજે તે પુરુષનું કામ પણ ખૂબ દિલ થી કોઈ ભૂલ વિના કર્યું મે તારામાંથી ઘણું શીખ્યું.અરે આટલી બધી સહનશક્તિ નારીમાં હોય.અને કામ લેવાની આવડત પણ સ્ત્રીમાં છે.ધન્યવાદ. સોનાલી હું દિલ થી દિલગીર છું.આજથી હું તારી પર કોઈ જોહુકમી નહી કરું .
સોનાલી બોલી; પતિદેવ એતો અમે તમને પરચો બતાવતા નથી અમારી નારી શક્તિનો, નહિતર કોઈની તાકાત નથી એમને ઊંચા આવજે બોલી શકે.
સોનાલીનાં સાસુ બોલ્યા ; હવે જાગ્યા ત્યારથી સવાર.હવે રોહન ને મારે કંઈ કહેવાની જરૂર નથી.
રોહન અને સોનાલી ખડખડાટ કરતા ચિરાગને લઈ બેડરૂમ માં પહોચી ગયા.અને સુંદર રીતે એકબીજા સાથે આખા દિવસ ની વાત કરી.અને હળવાશ અનુભવી અને સૂઈ ગયા.
સોનાલી અને રોહન પોતપોતાની જગ્યાએ આવી ગયા હવે રોહન એક દમ શાંતિ થી પોતાનું કામ કરવા લાગ્યો અને સોનાલી પણ. ખૂબ હસી ભરી જીંદગી જીવવા લાગ્યા.
પણ આ બધું શક્ય તારે બાને જો સોનાલી જેવી સાસુ બધાને મળે તો.
🙏🏿ધન્યવાદ🙏🏿